ભારતમાં ગયા એક જ વર્ષમાં ૧.૩૫ લાખ લોકોનું સુસાઇડ

Published: 3rd October, 2012 05:26 IST

પશ્ચિમબંગમાં સૌથી વધુ ૧૬,૪૯૨ લોકોએ જીવન ટૂંકાવ્યું : મોટા ભાગનાની આત્મહત્યાનું કારણ ફૅમિલી પ્રૉબ્લેમ ને ગંભીર માંદગી



ભારતમાં ગયા વર્ષે ૧.૩૫ લાખ લોકોએ સુસાઇડ કરીને જીવનલીલા સંકેલી લીધી હતી. સરકારી આંકડા મુજબ દેશમાં પશ્ચિમબંગમાં સૌથી વધારે ૧૬,૪૯૨ લોકોએ આત્મહત્યા કરી હતી. સૌથી વધારે સુસાઇડ-રેટ ધરાવતાં રાજ્યોમાં પશ્ચિમબંગ પછી તામિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટક છે. સુસાઇડ માટેનું સૌથી મોટું કારણ ફૅમિલી પ્રૉબ્લેમ અને માંદગી છે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડા મુજબ ૧.૩૫ લાખમાંથી ૨૪.૩ ટકા લોકોએ ફૅમિલી પ્રૉબ્લેમને કારણે તથા ૧૯.૬ ટકા લોકોએ માંદગીને કારણે આત્મહત્યા કરી હતી; જ્યારે ૩.૪ ટકા લોકોએ લવ-અફેરને કારણે, ૨.૭ ટકા લોકોએ વ્યસનના કારણસર, ૨.૪ ટકા લોકોએ દહેજને કારણે તથા ૨.૨ ટકા લોકોએ દેવાને કારણે આત્મહત્યા કરી લીધી હતી. ભારતમાં ૨૦૦૧થી ૨૦૧૧ દરમ્યાન સુસાઇડના પ્રમાણમાં ૨૫ ટકાનો વધારો થયો હતો.

કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હીમાં સૌથી વધારે ૧૭૧૬ લોકોએ આત્મહત્યા કરી હતી. રાજ્યોની વાત કરીએ તો પશ્ચિમબંગ પછી તામિલનાડુમાં ૧૫,૯૬૩ લોકોએ સુસાઇડ કર્યું હતું; જ્યારે મહારાષ્ટ્રમાં ૧૫,૯૪૭, આંધþ પ્રદેશમાં ૧૫,૦૭૭ અને કર્ણાટકમાં ૧૨,૬૨૨ લોકોએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૧માં થયેલી કુલ આત્મહત્યામાં આ પાંચ રાજ્યોમાં જ ૫૬.૨ ટકા લોકોએ સુસાઇડ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે ઉત્તર પ્રદેશ ભારતમાં સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય હોવા છતાં પણ અન્ય રાજ્યોની સરખામણીએ એનો સુસાઇડ-રેટ (૩.૬ ટકા) ઘણો ઓછો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK