Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં કોવિડ-19ના 1136 નવા કેસ

ગુજરાતમાં કોવિડ-19ના 1136 નવા કેસ

22 October, 2020 09:47 PM IST | Gujarat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતમાં કોવિડ-19ના 1136 નવા કેસ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1136 નવા કેસ નોંધાયા હતા. તેમ જ આજે વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3670 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 14,143 એક્ટિવ કેસ છે, જ્યારે 1,46,308 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 72 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,071 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,64,121 પર પહોંચી છે.



અમદાવાદ કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, છોટા ઉદેપુરમાં 1, રાજકોટમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 9 લોકોનાં મોત થયા હતા. સુરત કોર્પોરેશનમાં 167, અમદાવાદ કોર્પોરેશનમાં 163, વડોદરા 79, રાજકોટ કોર્પોરેશન 71, સુરતમાં 64, મહેસાણા 47, જામનગર કોર્પોરેશન 40, વડોદરા કોર્પોરેશન 40, રાજકોટ 37, નર્મદા 34, સાબરકાંઠા 33, પાટણ 27, સુરેન્દ્રનગર 26, અમરેલી 25, જામનગર 25, કચ્છ 22, ગાંધીનગરમાં 20 કેસ નોંધાયા હતા.


રાજ્યમાં આજે કુલ 1201 દર્દી સાજા થયા હતા અને 52,923 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 55,85,445 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં રિકવરી રેટ 89.15 ટકા છે.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2020 09:47 PM IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK