વસઈમાં જાહેરમાં દેહવ્યવસાય કરતી ૧૪ બાર-ગર્લ્સની ધરપકડ

Published: 20th December, 2012 04:05 IST

વસઈ (વેસ્ટ)માં ગુજરાતી વસ્તી ધરાવતા આનંદનગર પરિસરમાં, રેલવે-સ્ટેશન પર અને સ્ટેશન બહાર આવેલા નવઘર બસ ડેપો પર બાર-ગર્લ્સ ભરદિવસે અને રાતના ખુલ્લેઆમ ઊભી રહેતી હોવાથી રહેવાસીઓ ભારે ત્રાસી ગયા હતા.

વારંવાર ફરિયાદ કર્યા બાદ પણ કોઈ ઍક્શન ન લેવામાં આવતાં લોકોને સાર્વજનિક જગ્યાઓએ  દેહવ્યવસાય કરતી મહિલાઓની અfલીલ હરકતો જોવા મળતી હતી. અંતે વસઈની માણિકપુર પોલીસે કાર્યવાહી કરીને ૧૪ બાર-ગર્લ્સને પકડી પાડી છે, જેથી પબ્લિકે અત્યાર પૂરતી નિરાંત અનુભવી છે. વસઈ ર્કોટે તેમને ૧૫ દિવસની પોલીસ-કસ્ટડીનો આદેશ આપ્યો છે.

વસઈ (વેસ્ટ)ના આનંદનગરમાં રહેતાં પૂનમ પરમારે કહ્યું હતું કે ‘અમારા પરિસરમાં રહેતી આ મહિલાઓને કારણે અમે નીચે ઊતરવાનું પસંદ કરતા નહોતા. રાતના સમયે પુરુષો કામ પરથી લેટ આવે ત્યારે તેમને આવી મહિલાઓ ભારે હેરાન કરતી હોય છે. એટલી શરમજનક પરિસ્થિતિને કારણે અમે મહેમાનોને પણ ઘરે લાવતા નથી, પણ પોલીસે કાર્યવાહી કરી એ વિશે અમે ખુશ છીએ. જો ફરી થોડા દિવસો બાદ તેઓ ઊભી રહેશે તો કાર્યવાહીનો કોઈ મતલબ જ નથી, પણ અત્યાર પૂરતા તો અમે ખુશ છીએ.’

તસવીર : હનીફ પટેલ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK