Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > છ મહિનાથી પીડા ભોગવતા ત્રણ વર્ષના બાળકના શરીરમાંથી ૧૧ સોય મળી

છ મહિનાથી પીડા ભોગવતા ત્રણ વર્ષના બાળકના શરીરમાંથી ૧૧ સોય મળી

08 March, 2020 09:13 AM IST | Mumbai Desk

છ મહિનાથી પીડા ભોગવતા ત્રણ વર્ષના બાળકના શરીરમાંથી ૧૧ સોય મળી

 એક્સ-રેમાં જે જોવા મળ્યું એ અકલ્પનીય હતું

એક્સ-રેમાં જે જોવા મળ્યું એ અકલ્પનીય હતું


તેલંગણના વાનાપર્થી જિલ્લાના વીપનમંડલા ગામમાં એક ત્રણ વર્ષનો છોકરો લગભગ છ મહિનાથી પીડાને કારણે રડતો હતો. માતા અન્નપૂર્ણા અને પિતા અશોક તેને પેઇનકિલર દવા આપે ત્યારે થોડો વખત તે શાંત રહેતો અને દવાની અસર પૂરી થાય ત્યારે ફરી રડવા માંડતો હતો. તેને સ્થાનિક હૉસ્પિટલના ડૉક્ટર શ્રીનિવાસ રેડ્ડી પાસે લઈ ગયા ત્યારે એક્સ-રેમાં જે જોવા મળ્યું એ અકલ્પનીય હતું. એક્સ-રેમાં પીઠ અને ગુપ્તાંગની આસપાસ ૧૧ સોય ખૂંપેલી હતી. ડૉ. રેડ્ડીએ ઑપરેશન કરીને આઠ સોયો કાઢી અને બાકીની સોયો થોડા દિવસ પછી કાઢવામાં આવશે. માતા-પિતાને શંકા છે કે નિકટના કુટુંબીજને દીકરાને આ સોય ભોંકી હશે. તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં તપાસ પણ શરૂ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2020 09:13 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK