રાજ્યના ૧૧ જિલ્લા કોરોનામુક્ત થવાની તૈયારીમાં: સાવચેતીનાં પગલાં લેવાશે

Published: May 08, 2020, 14:00 IST | Agencies | Mumbai Desk

ર્મદા, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાએ કોરોનાને માત આપી છે. આમ ગુજરાતમાં હાલ ૬ જિલ્લા કોરોનામુક્ત છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં હાલ કોરોના કેર મચાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ, ગાંધીનગર, પંચમહાલ, બનાસકાંઠામાં છે. આ ઉપરાંત નર્મદા, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાએ કોરોનાને માત આપી છે. આમ ગુજરાતમાં હાલ ૬ જિલ્લા કોરોનામુક્ત છે. 

આ ઉપરાંત રાહતના સમાચાર એ છે કે ગુજરાતના વધુ ૧૧ જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ જિલ્લાઓની વાત કરીએ તો ડાંગમાં કોરોનાના બે કેસ નોંધાયા છે જેમાંથી એક માણસ સાજો થઈ ગયો છે. હવે એક જ માણસ સારવાર હેઠળ છે. તાપી જિલ્લામાં બે કેસ છે, જેમાંથી એકે કોરોનાને માત આપી છે. કચ્છ જિલ્લામાં સાત કેસ છે જેમાંથી એકનું મોત થયું છે અને પાંચ જણે કોરોનાને માત આપી છે.

વલસાડમાં ૬ કેસ નોંધાયેલા છે, જેમાંથી એકનું મોત થયું છે અને ૩ વ્યક્તિએ કોરોનાને માત આપી છે. ત્યારે હવે બે જ કેસ બાકી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાના બે કેસ નોંધાયા છે. આવું દેવભૂમિ દ્વારકામાં છે જ્યાં ૩ કેસો નોંધાયા છે. આ પછી નવા કેસ આવ્યા નથી. આમ ગુજરાતમાં કચ્છ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. ભરુચમાં અત્યાર સુધીમાં ૨૭ કેસ નોંધાયા જેમાંથી ૨૨ લોકોએ કોરોનાને માત આપી અને બેનાં મોત થયાં છે. જ્યારે માત્ર ૩ વ્યક્તિ સારવાર હેઠળ છે. છોટાઉદેપુર જિલ્લામાં ૧૪ કેસ નોંધાયા હતા, જેમાંથી ૧૧ લોકો સાજા થઈ ગયા છે. જ્યારે હવે ફક્ત ૩ જણ સારવાર હેઠળ છે. સાબરકાંઠામાં અત્યાર સુધીમાં ૧૦ કેસ નોંધાયેલા જેમાંથી બેનાં મોત થયા અને ત્રણ જણ સાજા થયા છે. આમ હવે પાંચ જણ સારવાર હેઠળ રહ્યા છે. જામનગરમાં પાંચ કેસો છે, જેમાંથી એકનું મોત થયું અને ચાર જણ સારવાર હેઠળ રહ્યા છે. ત્યારે એવી આશા છે કે આ જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે, કેમ કે આ જિલ્લાઓમાં પાંચથી વધુ કેસો ઍક્ટિવ નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK