Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૧૬માં ખરીદેલી ૧૧ ઍરકન્ડિશન્ડ ડબલ ડેકર બસ છેલ્લા બે વર્ષથી ધૂળ ખાય છે

૨૦૧૬માં ખરીદેલી ૧૧ ઍરકન્ડિશન્ડ ડબલ ડેકર બસ છેલ્લા બે વર્ષથી ધૂળ ખાય છે

08 January, 2021 10:12 AM IST | Mumbai
Rajendra B. Aklekar

૨૦૧૬માં ખરીદેલી ૧૧ ઍરકન્ડિશન્ડ ડબલ ડેકર બસ છેલ્લા બે વર્ષથી ધૂળ ખાય છે

બેસ્ટને નુકશાન

બેસ્ટને નુકશાન


મુંબઈગરાની ડબલ ડેકર બસ માટેની ચાહત જાણીતી છે, પરંતુ એ જ મુંબઈ શહેરમાં ઍરકન્ડિશન્ડ ડબલ ડેકર બસો એક ખૂણામાં બિનજરૂરી સાધન કે વસ્તુની માફક પડી હોય એ ચિત્ર વિરોધાભાસી છે. ૨૦૧૬માં પર્યટકોને સહેલગાહ કરવા માટે લાવવામાં આવેલી ૧૧ ઍરકન્ડિશન્ડ ડબલ ડેકર બસ સાંતાક્રુઝ બસ ડેપોમાં બે વર્ષથી કાટ ખાય છે. જોકે રાજ્યનું પર્યટન વિકાસ નિગમ એ બસોને ફરી ઉપયોગી બનાવવાની ઉત્સુકતા દાખવે છે.
ચાર વર્ષ પહેલાં પ્રત્યેક ૮ કરોડ રૂપિયાની કિંમતે ખરીદવામાં આવેલી આ ‘હોપ ઑન હોપ ઑફ્ફ’ ઉર્ફે ‘હો હો’ બસો ક્યારેક છત્રપતિ શિવાજી ટર્મિનસથી બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્ક વચ્ચે દોડતી હતી. ૪૬ સીટો ધરાવતી એ બસોમાં ઍરકન્ડિશન્ડ લોઅર ડેક અને ઓપન ઍર અપર ડેક છે. એમાં કૉફી મેકિંગ મશીન, માઇક્રોવેવ અવન અને એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ જેવી નાનકડી પાર્ટી કરવાની બધી સુવિધાઓ છે. હાલમાં દિલ્હી, ગોવા અને ચંડીગઢમાં ‘હો હો’ બસો ચાલે છે. એ બસો વિશેના જાણકારો રાજ્યના પર્યટન વિકાસ નિગમને તેને શિવાજી પાર્કથી સિદ્ધિ વિનાયક, હાજી અલી, બાબુલનાથ, મરીન લાઇન્સ, હુતાત્મા ચૌક અને જહાંગીર આર્ટ ગેલેરીના માર્ગે ગેટવે ઑફ ઇન્ડિયા સુધી લઈ જવા સહિતનાં અનેક સૂચનો કરી રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2021 10:12 AM IST | Mumbai | Rajendra B. Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK