ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1021 કેસ

Published: 24th October, 2020 20:31 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

6 જણના મૃત્યુ, રિકવરી રેટ 89.37 ટકા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોના વાયરસના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1021 નવા કેસ સામે આવતા કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 66 હજાર 254 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 6 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં મૃત્યુઆંક 3682 પર પહોંચી ગયો છે.

ગુજરાતમાં કોવિડ-19ની સારવાર બાદ છેલ્લા 24 કલાકમાં 1013 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 89.37 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 168 કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં 164, વડોદરા શહેરમાં 75, સુરત ગ્રામ્ય 69, રાજકોટ શહેર 67, વડોદરા ગ્રામ્ય 42, રાજકોટ ગ્રામ્ય 36, મહેસાણા 29, સાબરકાંઠા 26, સુરેન્દ્રનગર 22, બનાસકાંઠા 20, અમરેલી 19, ભરૂચ 18, ગાંધીનગર શહેર 15, મોરબી 15, પંચમહાલ 15, ગાંધીનગર ગ્રામ્ય 14, પાટણમાં 14, કચ્છ અને અમદાવાદ ગ્રામ્યમાં 13-13, જામનગરમાં 11, આણંદ, ગીર સોમનાથ, ખેડા અને નર્મદામાં 10-10 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીને કારણે વધુ 6 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 2, ગાંધીનગર અને સુરત ગ્રામ્યમાં એક-એક દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 3682 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આજની તારીખે એક્ટિવ કેસોની સંખ્યા 13983 છે. જેમાં 71 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો સારવાર બાદ અત્યાર સુધી 1 લાખ, 48 હજાર 585 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 89.37 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 52980 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK