દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જો કેન્દ્ર સરકાર કોરોના રસી મફત નહીં આપે તો અમે દિલ્હીવાસીઓને કોરોના રસી મફત લગાવરાવીશું. કેજરીવાલે કહ્યું છે કે જો આવું થાય તો દિલ્હી સરકાર તેના ખર્ચે લોકોને મફત રસી આપશે. દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે હું લોકોને અપીલ કરું છું કે કોરોના રસી વિશે ખોટી માહિતી ફેલાવવી નહીં.
તેમણે કહ્યું કે ‘મેં કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે દરેકને નિઃશુલ્ક કોરોના રસી આપવામાં આવે. જો કેન્દ્ર સરકાર આમ નહીં કરે અને જરૂરિયાત પડશે તો દિલ્હીના લોકોને નિઃશુલ્ક કોરોના રસી આપવામાં આવશે.’ અરવિંદ કેજરીવાલ ડૉ. હિતેશ ગુપ્તાના પરિવારને મળવા આવ્યા હતા, જેમણે કોરોના ફરજ દરમિયાન જીવ ગુમાવ્યો હતો. અહીં તેમણે કહ્યું કે ‘અમે કોરોના લડવૈયાઓને પ્રોત્સાહિત કરવા માટેની યોજના શરૂ કરી હતી અને આ હેઠળ હું તેમના પરિવારને ૧ કરોડ રૂપિયાની સહાય આપવા આવ્યો છું.’
દિલ્હી સરકાર દ્વારા બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ૧૦ મહિના પછી ૧૮ જાન્યુઆરીથી ૧૦ અને ૧૨ ધોરણ સુધીની સ્કૂલ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાહેર આદેશ મુજબ પેરેન્ટ્સની અનુમતિ પછી જ વિદ્યાર્થીઓ સ્કૂલે આવી શકશે. સ્ટુડન્ટ્સે સ્કૂલ જવું અનિવાર્ય નહીં હોય.
ગુજરાત હવે બનશે ગોવા
21st January, 2021 11:51 ISTગુજરાતના નિવૃત્ત મામલતદાર પાસેથી ૩૦ કરોડની અપ્રમાણસર મિલકત મળતાં ખળભળાટ
21st January, 2021 11:29 ISTદેશમાં છેલ્લા 24 કલાકમાં આવ્યા કોરોનાના 15,223 કેસ, ઘટ્યા એક્ટિવ કેસ
21st January, 2021 11:06 ISTShare Market: સેન્સેક્સે પાર કર્યો 50,000નો આંકડો, નિફ્ટી પણ 14,700 ઉપર
21st January, 2021 09:42 IST