પાકિસ્તાન: વિમાનમાં ત્રણ યાત્રિકોને આવ્યું હાર્ટઅટેક, એક પ્રવાસીની મોત

Published: Dec 03, 2019, 16:55 IST | Mumbai Desk

એક મહિલા પ્રવાસીની મોત થઇઈ ગઈ છે જ્યારે વિવાહિત યુગલને બચાવી લેવામાં આવ્યા છે. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના જેદ્દાથી ઇસ્લામાબાદ આવતા એક વિમાનમાં ત્યારે હલચલ મચી ગઈ જ્યારે એક દંપતી સહિત ત્રણ યાત્રાળુઓને હાર્ટ અટેક આવી ગયું. આમાં એક મહિલા પ્રવાસી પણ સામેલ હતી. તેમનામાંથી એક મહિલા પ્રવાસીની મોત થઇઈ ગઈ છે જ્યારે વિવાહિત યુગલને બચાવી લેવામાં આવ્યા છે. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાન ટુડેએ પોતાની એક રિપોર્ટમાં કહ્યું કે પીઆઇએની વિમાન સંખ્યા પીકે-742માં લગભગ 225 પ્રવાસીઓ હતા. ઘટનાની આવશ્યકતા જોતાં ત્રણ પ્રવાસીઓના હ્રદયમાં દુઃખાવાની ફરિયાદ કરવા પર વિમાનને કરાચી એરપોર્ટ પર આપાતકાલીન સ્થિતિમાં ઉતારવામાં આવ્યો. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન પ્રમાણે પ્રવાસીઓને હોસ્પિટલ લઈ જવા માટે નાગર વિમાન પ્રાધિકરણ (સીએએ)ની એક એમ્બ્યુલેન્સ ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સાથે કરાચી એરપોર્ટ પર પહોંચી. જો કે, વિમાન લેન્ડ થતાં પહેલાં જ મહાલા બીબીનું મૃત્યુ થઈ ગયું હતું. અન્ય બે બીમાર પ્રવાસીઓ બચી ગયા. એરપોર્ટ પ્રશાસને બીમારને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા.

આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK