એક અમેરિકન મહિલાને મોબાઇલનું બિલ આવ્યું એક કરોડ રૂપિયા

Published: 20th October, 2011 20:09 IST

અમેરિકાના દક્ષિણ ફ્લોરિડા રાજ્યમાં રહેતી એક મહિલાને તાજેતરમાં એક મહિનાનું ૨,૦૧,૦૦૦ ડૉલર (અંદાજે એક કરોડ રૂપિયા)નું મોબાઇલનું બિલ આવ્યું હતું. આટલું મોટું બિલ જોઈને તેના હોશકોશ ઊડી ગયા હતા. શરૂઆતમાં તો એમ લાગી રહ્યું હતું કે ટેલિકૉમ કંપનીથી કોઈ ભૂલ થઈ ગઈ છે, પરંતુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કંપનીથી કોઈ ભૂલ થઈ નથી.


હકીકતમાં બન્યું એવું હતું કે સેલિના આરોન્સ નામની આ મહિલાને બે ભાઈ છે. એક ભાઈ સાંભળવામાં અક્ષમ છે અને બીજો બોલવામાં અસમર્થ છે. આથી તેઓ વાતચીત માટે ટેક્સ્ટ-મેસેજનો ઉપયોગ કરે છે. તો પણ વાંધો નહીં, કારણ કે સેલિનાએ ૧૭૫ ડૉલર (અંદાજે ૮૫૦૦ રૂપિયા)નો ડેટા પ્લાન લીધેલો છે. જોકે ગયા મહિને સેલિનાનો એક ભાઈ કૅનેડા ગયો હતો. આ સમયે સેલિના ઇન્ટરનૅશનલ મેસેજિંગ માટેનો પ્લાન લેતાં ભૂલી ગઈ હતી અને બન્ને ભાઈઓએ ટેક્સ્ટ-મેસેજ દ્વારા જ વાતચીત ચાલુ રાખી હતી. સેલિનાએ કહ્યું હતું કે હું કોઈ પણ રીતે આ બિલ ભરી શકું એમ નથી. તેની આ દલીલ સાંભળીને તથા તેની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને તેની બિલની રકમ સાવ ઓછી કરી દઈ તેને બિલ ચૂકવવા માટે હપ્તાની સુવિધા કરી આપવામાં આવી છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK