ભ્રષ્ટ મીરા-ભાઈંદર પાલિકાનો 1 કર્મચારી 20000ની લાંચ લેવાના આરોપે પકડાયો

Published: Jan 05, 2020, 12:03 IST | Mumbai Desk

જન્મનો દાખલો વહેલો કાઢી આપવા લાંચ માગવાની ફરિયાદ મળતાં થાણે એસીબીએ કાર્યવાહી કરી

ભ્રષ્ટાચાર માટે પંકાયેલી મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના વધુ એક કર્મચારીની થાણે ઍન્ટી કરપ્શન બ્યુરોએ ૨૦ હજાર રૂપિયાની લાંચ માગવાના આરોપસર ગઈ કાલે ધરપકડ કરી હતી. જન્મનો દાખલો વહેલા કાઢી આપવા માટે ફરિયાદી પાસેથી પાલિકાના જન્મ-મરણ નોંધણી વિભાગના ક્લાર્ક નીતિન મનાસિંહ રાઠોડે ૨૦ હજાર રૂપિયાની માગણી કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ભાઈંદરમાં રહેતા ૪૨ વર્ષના ફરિયાદીને જન્મનો દાખલો મેળવવો હતો, પરંતુ તેની પાસે અહીં જન્મ થવાના કોઈ પુરાવા ન હોવાથી તેણે કોર્ટના માધ્યમથી જન્મનો દાખલો મેળવવા મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં અરજી કરી હતી. 
નોંધાયેલી ફરિયાદ મુજબ પાલિકાના જન્મ-મરણ વિભાગમાં અરજી કર્યાં બાદ દાખલો કાઢી આપવા માટે ફરિયાદીએ અનેક વખત વિનંતી કર્યાં બાદ પણ આરોપી ક્લાર્ક નીતિન રાઠોડ તેને ધક્કા ખવડાવતો હતો. બાદમાં તેણે વહેલો દાખલો કાઢી આપવા માટે ૨૦ હજાર રૂપિયાની લાંચ માગી હતી. પોતે લાંચ આપવા માગતો ન હોવાથી ફરિયાદી ઍન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદની ચકાસણી કર્યાં બાદ ગઈ કાલે ક્લર્ક નીતિન રાઠોડની લાંચ માગવાના આરોપસર ધરપકડ કરી હતી.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં અત્યાર સુધી ડઝન જેટલા અધિકારી-કર્મચારીઓની લાંચ લેવાના આરોપસર ધરપકડ થઈ ચૂકી હોવાથી આ પાલિકા ભ્રષ્ટાચાર માટે પંકાયેલી છે. નગરસેવકો પણ લાંચના મામલામાં પકડાઈ ચૂક્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK