Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > માર્ગદર્શન > ધોરણ 12 પછી સિનેમેટોગ્રાફીમાં બનાવી શકો છો બેસ્ટ કરિયર, અહીં જાણો તમામ વિગત

ધોરણ 12 પછી સિનેમેટોગ્રાફીમાં બનાવી શકો છો બેસ્ટ કરિયર, અહીં જાણો તમામ વિગત

06 May, 2022 02:35 PM IST | Mumbai
Nirali Kalani | nirali.kalani@mid-day.com

સિનેમેટોગ્રાફર બનવા માટે, કોઈપણ સંસ્થા અથવા શાળામાંથી 12મું પાસ કર્યા પછી સર્ટિફિકેટ કોર્સ કરી શકાય છે.

તસવીર (સૌ. વિકિપીડિયા)

Cinematographer

તસવીર (સૌ. વિકિપીડિયા)


મુંબઈ: વર્તમાન સમયમાં કરિયર બનાવવા માટે કરિયર વિશે સંપૂર્ણ માહિતી હોવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. જેથી કરીને યોગ્ય માર્ગદર્શન સાથે વ્યક્તિ કારકિર્દીની સફરમાં આગળ વધી શકે. આ અહેવાલમાં આપણે જાણીશું સિનેમેટોગ્રાફર કેવી રીતે બનવું તેની સંપૂર્ણ વિગતો તેમજ સિનેમેટોગ્રાફર બનવા માટેનો કોર્સ, કૉલેજ વિશે. 

સિનેમેટોગ્રાફર શું છે?



કોઈ પણ ફિલ્મ કે સિરિયલ બનાવતા પહેલા સ્ક્રિપ્ટ રાઈટર સ્ક્રિપ્ટ લખે છે, જે જોયા પછી દિગ્દર્શક કેમેરામેનને કહે છે કે કયા પ્રકારનો વીડિયો બનાવવો. આમ જે વ્યક્તિ ઘટનાઓના સમગ્ર ક્રમને રેકોર્ડ કરે છે તેને સિનેમેટોગ્રાફર કહેવામાં આવે છે, આ કાર્યને સિનેમેટોગ્રાફી કહેવામાં આવે છે. ફોટોગ્રાફીના ડિરેક્ટરને સિનેમેટોગ્રાફર પણ કહેવામાં આવે છે.


સિનેમેટોગ્રાફર કેવી રીતે બનવું

સિનેમેટોગ્રાફર બનવા માટે, કોઈપણ સંસ્થા અથવા શાળામાંથી 12મું પાસ કર્યા પછી સર્ટિફિકેટ કોર્સ કરી શકાય છે.


જો તમે ઇચ્છો તો, તમે ડિપ્લોમા કોર્સ અને સિનેમેટોગ્રાફરની ડિગ્રી પણ મેળવી શકો છો, જે આ ક્ષેત્રમાં તમારા જ્ઞાનમાં વધારો કરે છે અને તમારા માટે વધારે તકો ઉભી કરે છે.સિનેમેટોગ્રાફર તરીકે ઈન્ટરશિપ કરી શકો છે. શરૂઆતમાં તમે કોઈ પણ ફિલ્મ હાઉસ કે સિરિયલ સાથે ઈન્ટરશીપ કરી અનુભવ મેળવી શકો છે. જે તમારી કારકિર્દીમાં તમને ઘણી મદદ કરશે.

સિનેમેટોગ્રાફી સાથે જોડાયેલી મહત્વની બાબતો

 કેમેરા પ્લેસમેન્ટઃ સિનેમેટોગ્રાફરે ઈમોશન અને સીન પ્રમાણે કેમેરા ગોઠવવાના હોય છે જેથી ઈમોશન અને સીનને સારી રીતે કેપ્ચર કરી શકાય.

ફોકસ અને લાઇટિંગઃ સિનેમેટોગ્રાફરે કયા સીન માટે કેટલી લાઇટ અને ક્યારે ફોકસ કરવું તેનું ધ્યાન રાખવાનું હોય છે. કોઈપણ વિડિયો રેકોર્ડિંગમાં ફોકસ અને લાઇટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આના પર વિડિયોની ગુણવત્તા નિર્ભર હોય છે.

લેન્સઃ સિનેમેટોગ્રાફર માટે કેમેરાના લેન્સ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. સારી ગુણવત્તાવાળા લેન્સ વિડિયોમાં ગુણવત્તા લાવે છે અને બેકગ્રાઉન્ડમાં અવાજને ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

આ સિવાય કેટલીક પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે જે કરિયરમાં ઘણી મદદ કરે છે.

સિનેમેટોગ્રાફરનો પગાર

માત્ર ભારત જ નહીં, વિશ્વના તમામ ફિલ્મ હબમાં સિનેમેટોગ્રાફર્સની ભારે માંગ છે, જેના કારણે આ ક્ષેત્રના લોકોમાં પગારમાં ઘણો તફાવત છે. આ ક્ષેત્રમાં અન્ય ક્ષેત્રોની જેમ વધુ અનુભવ અને કૌશલ્યની જરૂર છે, જ્યાં સુધી ભારતમાં સિનેમેટોગ્રાફરના પગારની વાત છે, તો ભારતમાં, ફ્રેશરને શરૂઆતમાં લગભગ 30000 પ્રતિ માસનો પગાર મળે છે. પછી અનુભવ અને સમય બાદ વાર્ષિક 2 થી 15 લાખથી વધુનો પગાર મળે છે. ભારતના બોલિવૂડ સિનેમેટોગ્રાફર્સની વાત કરીએ તો તેમને 50 લાખથી વધુનું સેલરી પેકેજ મળે છે.

સિનેમેટોગ્રાફર માટે શ્રેષ્ઠ કોર્સ કયો છે?

12મું પાસ કર્યા પછી તમે સર્ટિફિકેટ કોર્સ જેમ કે

• કૅમેરા અને લાઇટિંગમાં સર્ટિફિકેટ કોર્સ

• સિનેમેટોગ્રાફીમાં સર્ટિફિકેટ કોર્સ કરી શકે છે

 તમે ડિપ્લોમા કોર્સ પણ કરી શકો છો

સિનેમેટોગ્રાફી ડિપ્લોમા કોર્સ:

• કેDiploma in Camera and Lighting

• Diploma in Cinematography

• Diploma in Production and Direction
 
• ફિલ્મ અને નિર્માણમાં ડિપ્લોમા

 ડિપ્લોમા કોર્સ કરવા માટે સર્ટિફિકેટ કોર્સ અથવા સંબંધિત કોર્સમાં 12મું પાસ હોવું ફરજિયાત છે.

સમાન સ્નાતક સ્તરનો કોર્સ કરવા માટે, સંબંધિત વિષયમાં ડિપ્લોમા અથવા 12મું પાસ હોવું ફરજિયાત છે.

  •  સિનેમા અને ફિલ્મ નિર્માણમાં બીએસસી
  •  ફિલ્મ મેકિંગ અને સિનેમેટોગ્રાફીમાં બી.એ
  •  સિનેમા અને સિનેમેટોગ્રાફીમાં એમએસસી
  • સિનેમેટોગ્રાફર બનવા માટે શ્રેષ્ઠ કોલેજ:

ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા,

કોલકાતા, ચેન્નઈ, મુંબઈ, ફિલ્મ સ્કૂલ

આ નિયમિત શાળાઓ છે, પરંતુ જો તમે ઇચ્છો તો, તમે ઑનલાઇન અભ્યાસક્રમો અથવા સંસ્થાઓમાં પ્રવેશ લઈને તમારો અભ્યાસ પૂર્ણ કરી શકો છો, ત્યારબાદ સંસ્થા ઇન્ટર્નશિપ માટે ઑફર કરે છે.

 

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2022 02:35 PM IST | Mumbai | Nirali Kalani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK