આ ગુજરાતી પ્રોફેસરનું સાડી કલેક્શન એટલે જાણે ટેક્સ્ટાઇલનો ખજાનો

Updated: 22nd December, 2020 08:03 IST | Chirantana Bhatt
 • પ્રોફેસર ફાલ્ગુની વસાવડા ઓઝા તેમના સાડી પ્રેમ માટે ફેમસ છે. તેમણે વર્ષમાં સો વાર સાડી પહેરવીની ચેલેન્જિઝ પણ પાર પાડી છે તો એવા સેલ્ફ રૂલ્સ બનાવીને એ ટાર્ગેટ પુરું પણ કર્યું છે. આજે વિશ્વ સાડી દિવસ છે ત્યારે તેમની સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે તેમના સાડી પ્રેમ વિશે વિગતવાર વાત માંડવા કહ્યું. આ તસવીરમાં તેમણે પહેરી છે બેગમપુરી સાડી.   

  પ્રોફેસર ફાલ્ગુની વસાવડા ઓઝા તેમના સાડી પ્રેમ માટે ફેમસ છે. તેમણે વર્ષમાં સો વાર સાડી પહેરવીની ચેલેન્જિઝ પણ પાર પાડી છે તો એવા સેલ્ફ રૂલ્સ બનાવીને એ ટાર્ગેટ પુરું પણ કર્યું છે. આજે વિશ્વ સાડી દિવસ છે ત્યારે તેમની સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે તેમના સાડી પ્રેમ વિશે વિગતવાર વાત માંડવા કહ્યું. આ તસવીરમાં તેમણે પહેરી છે બેગમપુરી સાડી. 

   

  1/35
 • પ્રો. ફાલ્ગુની વસાવડા ઓઝા ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને જણાવે છે કે, "મારે માટે સાડી એક એવો લવ અફેર છે જે સમયાંતરે વિકસ્યો છે. મેં મારા દાદીને અને મમ્મીને હંમેશા સાડીમાં જોયા. મારી મમ્મી બહુ સરસ સ્ટાર્ચ્ડ કોટન સાડીઓ પહેરતી. મને મનમાં એમ થતું કે મોટા લોકો જ સાડી પહેરે એટલે પહેલાંના વર્ષોમાં તો હું સાડી ન પહેરતી, ત્યારે તો મને સરખી રીતે સાડી પહેરતા આવડતું નહીં. ક્યારેક કોઇ પ્રસંગે જ હું સાડી પહેરતી. જો કે ધીરે ધીરે હું પોતે ઇવોલ્વ થતી ગઇ એ સાથે મને સાડી પહેરવાનું ગમવા માંડ્યું." અહીં તેમણે બંગાળ કૉટન સાડી જે શર્ટ સાથે પૅર કરી છે.

  પ્રો. ફાલ્ગુની વસાવડા ઓઝા ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને જણાવે છે કે, "મારે માટે સાડી એક એવો લવ અફેર છે જે સમયાંતરે વિકસ્યો છે. મેં મારા દાદીને અને મમ્મીને હંમેશા સાડીમાં જોયા. મારી મમ્મી બહુ સરસ સ્ટાર્ચ્ડ કોટન સાડીઓ પહેરતી. મને મનમાં એમ થતું કે મોટા લોકો જ સાડી પહેરે એટલે પહેલાંના વર્ષોમાં તો હું સાડી ન પહેરતી, ત્યારે તો મને સરખી રીતે સાડી પહેરતા આવડતું નહીં. ક્યારેક કોઇ પ્રસંગે જ હું સાડી પહેરતી. જો કે ધીરે ધીરે હું પોતે ઇવોલ્વ થતી ગઇ એ સાથે મને સાડી પહેરવાનું ગમવા માંડ્યું." અહીં તેમણે બંગાળ કૉટન સાડી જે શર્ટ સાથે પૅર કરી છે.

  2/35
 • તેઓ કહે છે કે,"સાડી પહેરવાથી જે એલિગન્સ તમારી પર્સનાલિટીમાં એડ થાય છે એનો તો કોઇ જવાબ જ નથી."  મને જેમ જેમ સાડી પહેરવાની ટેવ પડવા માંડી મને સમજાયું કે સાડી ડ્રેપિંગના જે રૂલ્સ છે, કે છેડો તો આમ જ નખાય અને પાટલી તો આમ જ વળાય તેને કારણે જાણે લોકો સાડી પહેરવાનું ટાળતા હતા. અહીં તેમણે સરસ મજાની ઇન્ડિગો સાડી જે ચંદેરીમાં છે તે ટી શર્ટ સાથે પૅર કરી છે.  

  તેઓ કહે છે કે,"સાડી પહેરવાથી જે એલિગન્સ તમારી પર્સનાલિટીમાં એડ થાય છે એનો તો કોઇ જવાબ જ નથી."  મને જેમ જેમ સાડી પહેરવાની ટેવ પડવા માંડી મને સમજાયું કે સાડી ડ્રેપિંગના જે રૂલ્સ છે, કે છેડો તો આમ જ નખાય અને પાટલી તો આમ જ વળાય તેને કારણે જાણે લોકો સાડી પહેરવાનું ટાળતા હતા. અહીં તેમણે સરસ મજાની ઇન્ડિગો સાડી જે ચંદેરીમાં છે તે ટી શર્ટ સાથે પૅર કરી છે.

   

  3/35
 • ફાલ્ગુની તો નિયમોની ઐસી તૈસી કરવા માટે હંમેશા તૈયાર હોય છે કારણકે તેમના મતે નિયમો સમાજના 'વો ચાર લોગ' દ્વારા બનાવાયેલા હોય છે. આ વિચાર અંગે તમારે વધારે જાણવું હોય તો એમની સુપર ફની રિલ્સ જોઇ લેવી. તેઓ સાડીની વાત આગળ વધારતા કહે છે, " મેં તો મારા સ્વભાવ પ્રમાણે એ નિયમો તોડવાનું શરૂ કર્યું. મેં સાડી ડ્રેપિંગના નિયમો બદલ્યા, કૂર્તા, શર્ટ, ટી શર્ટથી માંડીને પલાઝો, જેગિંગ્ઝ અને લેગિંગ્ઝ સાથે ય મેં તો સાડી પહેરવાનું શરૂ કર્યું. સાડી પહેરવાની પરંપરાગત રીતો ઉપરાંત મેં અલગ અલગ રીતે સાડી પહેરવાની રીતો જોઇ." અહીં તેમણે આસામીઝ ગામુસા સાડી પહેરી છે  

  ફાલ્ગુની તો નિયમોની ઐસી તૈસી કરવા માટે હંમેશા તૈયાર હોય છે કારણકે તેમના મતે નિયમો સમાજના 'વો ચાર લોગ' દ્વારા બનાવાયેલા હોય છે. આ વિચાર અંગે તમારે વધારે જાણવું હોય તો એમની સુપર ફની રિલ્સ જોઇ લેવી. તેઓ સાડીની વાત આગળ વધારતા કહે છે, " મેં તો મારા સ્વભાવ પ્રમાણે એ નિયમો તોડવાનું શરૂ કર્યું. મેં સાડી ડ્રેપિંગના નિયમો બદલ્યા, કૂર્તા, શર્ટ, ટી શર્ટથી માંડીને પલાઝો, જેગિંગ્ઝ અને લેગિંગ્ઝ સાથે ય મેં તો સાડી પહેરવાનું શરૂ કર્યું. સાડી પહેરવાની પરંપરાગત રીતો ઉપરાંત મેં અલગ અલગ રીતે સાડી પહેરવાની રીતો જોઇ." અહીં તેમણે આસામીઝ ગામુસા સાડી પહેરી છે

   

  4/35
 • તેમણે ઉમેર્યું કે, સાડી ડ્રેપિંગને મામલે સોશ્યલ મીડિયા પર હું જેને ફોલો કરું છું તેમની પાસેથી પણ હું ઘણું શીખી અને યૂ ટ્યૂબ પરથી પણ મેં આ બધું અડાપ્ટ કર્યું. અહીં તેમણે અજરખ પ્રિન્ટ સાડી પહેરી છે.

  તેમણે ઉમેર્યું કે, સાડી ડ્રેપિંગને મામલે સોશ્યલ મીડિયા પર હું જેને ફોલો કરું છું તેમની પાસેથી પણ હું ઘણું શીખી અને યૂ ટ્યૂબ પરથી પણ મેં આ બધું અડાપ્ટ કર્યું. અહીં તેમણે અજરખ પ્રિન્ટ સાડી પહેરી છે.

  5/35
 • આ તસવીરમાં બનારસી સાડીમાં શોભતા ફાલ્ગુની વસાવડાએ ઉમેર્યું કે, "સાડીની પાટલી ડાબે હોય કે જમણે કે પછી વચ્ચે, કોઇ નિયમો નથી. મેં તો ધોતી સ્ટાઇલ, શૉલ સ્ટાઇલ અને સ્ટોલ સ્ટાઇલ સાડીઓ પણ પહેરી, મને સાડીઓ બહુ જ ગમે છે."  

  આ તસવીરમાં બનારસી સાડીમાં શોભતા ફાલ્ગુની વસાવડાએ ઉમેર્યું કે, "સાડીની પાટલી ડાબે હોય કે જમણે કે પછી વચ્ચે, કોઇ નિયમો નથી. મેં તો ધોતી સ્ટાઇલ, શૉલ સ્ટાઇલ અને સ્ટોલ સ્ટાઇલ સાડીઓ પણ પહેરી, મને સાડીઓ બહુ જ ગમે છે."

   

  6/35
 • ચિકન સાડીના સૂધિંગ યેલો કલરમાં ફાલ્ગુનીનો લૂક કેવો ગોર્જિયસ છે ખરું ને!

  ચિકન સાડીના સૂધિંગ યેલો કલરમાં ફાલ્ગુનીનો લૂક કેવો ગોર્જિયસ છે ખરું ને!

  7/35
 • કોટનની પ્રિન્ટેડ સાડીમાં ગ્લેર્સ ચઢાવીને વુમનિયા લૂકની ફિલ આવે છે. જેની પાસે અઢળક સાડીઓ હોય તેમને સાડી સાચવવાની પણ ભારે પળોજણ થતી હશે. ચાલો આપણે ફાલ્ગુની પાસેથી જ જાણીએ કે તેઓ પોતાની સાડીઓ કેવી રીતે સાચવે છે.  

  કોટનની પ્રિન્ટેડ સાડીમાં ગ્લેર્સ ચઢાવીને વુમનિયા લૂકની ફિલ આવે છે. જેની પાસે અઢળક સાડીઓ હોય તેમને સાડી સાચવવાની પણ ભારે પળોજણ થતી હશે. ચાલો આપણે ફાલ્ગુની પાસેથી જ જાણીએ કે તેઓ પોતાની સાડીઓ કેવી રીતે સાચવે છે.

   

  8/35
 • કોટન સાડીના બ્રાઇટ કલર્સમાં શોભી રહ્યાં છે ફાલ્ગુની. સાડી સાચવવાની વાત કરતાં ફાલ્ગુની વસાવડા કહે છે કે સાડી તો બહુ જ લો મેઇન્ટેનન્સ અટાયર છે." આ સાંભળીને ખરેખર નવાઇ લાગે કે સાડી વળી લો મેઇન્ટેનન્સ અટાયર કેવી રીતે હોઇ શકે.  

  કોટન સાડીના બ્રાઇટ કલર્સમાં શોભી રહ્યાં છે ફાલ્ગુની. સાડી સાચવવાની વાત કરતાં ફાલ્ગુની વસાવડા કહે છે કે સાડી તો બહુ જ લો મેઇન્ટેનન્સ અટાયર છે." આ સાંભળીને ખરેખર નવાઇ લાગે કે સાડી વળી લો મેઇન્ટેનન્સ અટાયર કેવી રીતે હોઇ શકે.

   

  9/35
 • ઢાકાઇ જામદાની સાડીમાં જાજરમાન લાગતા ફાલ્ગુની પોતાની બધી જ સાડીઓને હંમેશા કાંજી કરાવવાનું કે ડ્રાય ક્લિન કરાવાવનું ટાળે છે.   

  ઢાકાઇ જામદાની સાડીમાં જાજરમાન લાગતા ફાલ્ગુની પોતાની બધી જ સાડીઓને હંમેશા કાંજી કરાવવાનું કે ડ્રાય ક્લિન કરાવાવનું ટાળે છે. 

   

  10/35
 • બંગાળી લૂકમાં પહેરાયેલી લાલપાર સાડીનો ઠસ્સો અલગ જ છે. તેઓ પોતાની સિલ્ક પસપલ્લી, સિલ્ક ચંદેરી, સિલ્ક બનારસી, કાંજીવરમ અને પાર્ટી વેર સાડીઓને વારંવાર ડ્રાય ક્લિનમાં નથી આપતા. 

  બંગાળી લૂકમાં પહેરાયેલી લાલપાર સાડીનો ઠસ્સો અલગ જ છે. તેઓ પોતાની સિલ્ક પસપલ્લી, સિલ્ક ચંદેરી, સિલ્ક બનારસી, કાંજીવરમ અને પાર્ટી વેર સાડીઓને વારંવાર ડ્રાય ક્લિનમાં નથી આપતા. 

  11/35
 • અહીં એ જ લાલપાર સાડી દક્ષિણ ભારતીય સ્ટાઇલમાં અને છૂટ્ટા પાલવ સાથે પહેરી છે. તે આ સાડીઓને એર ડ્રાય કરીને સાદી ઇસ્ત્રી કરાવે છે. 

  અહીં એ જ લાલપાર સાડી દક્ષિણ ભારતીય સ્ટાઇલમાં અને છૂટ્ટા પાલવ સાથે પહેરી છે. તે આ સાડીઓને એર ડ્રાય કરીને સાદી ઇસ્ત્રી કરાવે છે. 

  12/35
 • એમ્બ્રોડર્ડ નેટ યાર્ડેગ સાડીનો આ લૂક કેટલો આકર્ષક છે.  તેઓ કહે છે કે મોટાભાગની સિલ્ક સાડીઓ ઘરે શેમ્પૂ કે કડિન્શનરનો ઉપયોગ કરીને પણ ધોઇ જ શકાય છે પણ તેને બોળી ન રાખવી.

  એમ્બ્રોડર્ડ નેટ યાર્ડેગ સાડીનો આ લૂક કેટલો આકર્ષક છે. 

  તેઓ કહે છે કે મોટાભાગની સિલ્ક સાડીઓ ઘરે શેમ્પૂ કે કડિન્શનરનો ઉપયોગ કરીને પણ ધોઇ જ શકાય છે પણ તેને બોળી ન રાખવી.

  13/35
 • ફૂલકારી સાડીનું વ્હાઇટ સાથે શોકિંગ પિંક બ્લાઉઝનું મેચિંગ અમેઝિંગ લાગે છે. ફાલ્અગુની કહે છે કે કોટન અને હેન્ડલૂમની સાડીઓ તો ઘરે ધોઇ જ શકાય છે. 

  ફૂલકારી સાડીનું વ્હાઇટ સાથે શોકિંગ પિંક બ્લાઉઝનું મેચિંગ અમેઝિંગ લાગે છે. ફાલ્અગુની કહે છે કે કોટન અને હેન્ડલૂમની સાડીઓ તો ઘરે ધોઇ જ શકાય છે. 

  14/35
 • ગજી બાંધણી, લગડી પટ્ટા વાળી સાડી પારંપરિક પ્રસંગોમાં દિપી ઉઠે.

  ગજી બાંધણી, લગડી પટ્ટા વાળી સાડી પારંપરિક પ્રસંગોમાં દિપી ઉઠે.

  15/35
 • ગમછા સાડીનું એલિગન્સ અલગ જ હોય છે. જેની પાસે આટલી બધી સાડીઓ હોય તે વળી સાડીઓને રાખતા કેવી રીતે હશે? કઇ રીતે કરતા હશે વોર્ડરોબ મેઇન્ટેઇન?

  ગમછા સાડીનું એલિગન્સ અલગ જ હોય છે. જેની પાસે આટલી બધી સાડીઓ હોય તે વળી સાડીઓને રાખતા કેવી રીતે હશે? કઇ રીતે કરતા હશે વોર્ડરોબ મેઇન્ટેઇન?

  16/35
 • ગમછા હેન્ડલુમ સાડીમાં અહીં શોભતા ફાલ્ગુની પોતાની સાડીઓને બહુ સિંપલી સંભાળે છે. તેઓ પોતાની સાડીની ગોઠવણ અંગે કહે છે કે રેગ્યુલર અને ફેસ્ટિવ સાડીઓને તે અલગ રાખે છે. 

  ગમછા હેન્ડલુમ સાડીમાં અહીં શોભતા ફાલ્ગુની પોતાની સાડીઓને બહુ સિંપલી સંભાળે છે. તેઓ પોતાની સાડીની ગોઠવણ અંગે કહે છે કે રેગ્યુલર અને ફેસ્ટિવ સાડીઓને તે અલગ રાખે છે. 

  17/35
 • ગમછા સાડી જેકેટ સાથે એ પણ અલગ રીતે ડ્રેપ કરીને પાલવમાં ગાંઠ વાળીને પહેરી છે. ફાલ્ગુની પોતાના લૂક્સ સાથે એક્સપેરીમેન્ટ કરવાનું ક્યારેય મિસ નથી કરતા.     

  ગમછા સાડી જેકેટ સાથે એ પણ અલગ રીતે ડ્રેપ કરીને પાલવમાં ગાંઠ વાળીને પહેરી છે. ફાલ્ગુની પોતાના લૂક્સ સાથે એક્સપેરીમેન્ટ કરવાનું ક્યારેય મિસ નથી કરતા. 

   

   

  18/35
 • આ હાફ સારી છે જેમાં અડધી સાડી છે આસામીઝ પાતોળ અને અડધી બ્રાસો સાડી છે. ફાલ્ગુનીએ જણાવ્યું કે તેઓ હેવી સાડીઓને તે કોટન ઓઢણીમાં લપેટીને રાખે છે પણ રેગ્યુલર પહેરાતી સાડીઓ તો એક બીજા પર ગોઠવાઇને જ કબાટમાં મુકાતી હોય છે કારણકે તે સાડીઓ તો ખૂલવાની પણ છે અને વપરાવાની પણ છે એટલે તેમની સળ કે ગડી પરથી રંગ બેસી જાય કે એવું કશું થવાનું નથી.   

  આ હાફ સારી છે જેમાં અડધી સાડી છે આસામીઝ પાતોળ અને અડધી બ્રાસો સાડી છે. ફાલ્ગુનીએ જણાવ્યું કે તેઓ હેવી સાડીઓને તે કોટન ઓઢણીમાં લપેટીને રાખે છે પણ રેગ્યુલર પહેરાતી સાડીઓ તો એક બીજા પર ગોઠવાઇને જ કબાટમાં મુકાતી હોય છે કારણકે તે સાડીઓ તો ખૂલવાની પણ છે અને વપરાવાની પણ છે એટલે તેમની સળ કે ગડી પરથી રંગ બેસી જાય કે એવું કશું થવાનું નથી. 

   

  19/35
 • આ છે જ્યૂટની મસ્ત ક્યૂટ પિંક કલર્ડ સાડીમાં ફાલ્ગુનીની પર્સનાલીટી ઓર ખીલી ઉઠે છે.

  આ છે જ્યૂટની મસ્ત ક્યૂટ પિંક કલર્ડ સાડીમાં ફાલ્ગુનીની પર્સનાલીટી ઓર ખીલી ઉઠે છે.

  20/35
 • કસાવુ પ્રિન્ટ સાડીમાં શોભતા ફાલ્ગુની કહે છે કે સાડીમાં સરળતા, એલિગન્સ, ગ્રેસ અને ઠસ્સો બધું જ એક સાથે પર્સનાલિટીમાં ભળી જાય છે.   

  કસાવુ પ્રિન્ટ સાડીમાં શોભતા ફાલ્ગુની કહે છે કે સાડીમાં સરળતા, એલિગન્સ, ગ્રેસ અને ઠસ્સો બધું જ એક સાથે પર્સનાલિટીમાં ભળી જાય છે. 

   

  21/35
 • કડવા બુટા પ્યોર બનારસી સાડીમાં ફાલ્ગુનીની આ તસવીર અંગે તમારું શું કહેવું છે? તેઓ અલગ અલગ ટેક્સ્ટાઇલની સાડીઓ દેશભરમાંથી ભેગી કરવાનું પસંદ કરે છે.

  કડવા બુટા પ્યોર બનારસી સાડીમાં ફાલ્ગુનીની આ તસવીર અંગે તમારું શું કહેવું છે? તેઓ અલગ અલગ ટેક્સ્ટાઇલની સાડીઓ દેશભરમાંથી ભેગી કરવાનું પસંદ કરે છે.

  22/35
 • કોરા બનારસી સાડી એટલે રિસેપ્શન કે ફેસ્ટિવ માટે પરફેક્ટલ લૂક. તેઓ ટ્રેન્ડી સાડીઓ પણ પહેરે છે અને અલગ અલગ કારીગરો અને ડિઝાઇનર્સના કલેક્શનમાંથી પોતાની સાડીઓ પસંદ કરતા હોય છે.

  કોરા બનારસી સાડી એટલે રિસેપ્શન કે ફેસ્ટિવ માટે પરફેક્ટલ લૂક. તેઓ ટ્રેન્ડી સાડીઓ પણ પહેરે છે અને અલગ અલગ કારીગરો અને ડિઝાઇનર્સના કલેક્શનમાંથી પોતાની સાડીઓ પસંદ કરતા હોય છે.

  23/35
 • કોટા દોરિયા, આરિ વર્ક વાળી સાડીના આ કેઝ્યુઅલ અને ગ્રેસફૂલ લૂકને કૅરી કરનારાં ફાલ્ગુની કહે છે કે,"હવે મને સાડી પહેરતાં વાર પણ નથી લાગતી અને લૉકડાઉનના મહિનાઓમાં ઘરનું અને ઇન્સ્ટિટ્યૂટનું કામ કરીને પણ હું સાડી પહેરી લેવાનો મોકો તો શોધી જ લેતી હતી. "

  કોટા દોરિયા, આરિ વર્ક વાળી સાડીના આ કેઝ્યુઅલ અને ગ્રેસફૂલ લૂકને કૅરી કરનારાં ફાલ્ગુની કહે છે કે,"હવે મને સાડી પહેરતાં વાર પણ નથી લાગતી અને લૉકડાઉનના મહિનાઓમાં ઘરનું અને ઇન્સ્ટિટ્યૂટનું કામ કરીને પણ હું સાડી પહેરી લેવાનો મોકો તો શોધી જ લેતી હતી. "

  24/35
 • કોટા દોરિયા ટેપચી સાડી સાથે કોન્ટ્રાસ્ટ કલરનું બ્લાઉઝ પહેરનારા ફાલ્ગુની માને છે કે વસ્ત્રોને મામલે તમે કમ્ફર્ટેબલ હો તો તમારે પ્રયોગ કરવા જ જોઇએ.

  કોટા દોરિયા ટેપચી સાડી સાથે કોન્ટ્રાસ્ટ કલરનું બ્લાઉઝ પહેરનારા ફાલ્ગુની માને છે કે વસ્ત્રોને મામલે તમે કમ્ફર્ટેબલ હો તો તમારે પ્રયોગ કરવા જ જોઇએ.

  25/35
 • ફૂમતાં વાળી લિનન સાડીની આભા અલગ જ છે. તેમના મતે સાડી એક એવું અટાયર છે જે કોઇપણ પ્રસંગે પછી તે પારંપરિક હોય કે મોડર્ન હોય પહેરી જ શકાય છે.

  ફૂમતાં વાળી લિનન સાડીની આભા અલગ જ છે. તેમના મતે સાડી એક એવું અટાયર છે જે કોઇપણ પ્રસંગે પછી તે પારંપરિક હોય કે મોડર્ન હોય પહેરી જ શકાય છે.

  26/35
 • મધુબની પ્રિન્ટ સાડીમાં જામતા ફાલ્ગુની પોતાની સાડીઓ સાથેની એસેસરીઝમાં પણ ચૂઝી છે. વિંટીઓ હોય કે નેકપીસ કે પછી ઇયરિંગ્ઝ તેમાં મિક્સ એન્ડ મેચ કરીને લૂકને વધુ શાર્પ બનાવવામાં તે માહેર છે.

  મધુબની પ્રિન્ટ સાડીમાં જામતા ફાલ્ગુની પોતાની સાડીઓ સાથેની એસેસરીઝમાં પણ ચૂઝી છે. વિંટીઓ હોય કે નેકપીસ કે પછી ઇયરિંગ્ઝ તેમાં મિક્સ એન્ડ મેચ કરીને લૂકને વધુ શાર્પ બનાવવામાં તે માહેર છે.

  27/35
 • અજરખ પ્રિન્ટ મલ સાડીમાં શોભતા ફાલ્ગુનીએ અમૂક જુની સાડીઓને રિ ડિઝાઇન પણ કરી છે.  તેઓ બ્લાઉઝની પેટર્ન્સમાં પણ સતત કંઇ નવું કરવા માટે પ્રયત્નશીલ હોય છે.

  અજરખ પ્રિન્ટ મલ સાડીમાં શોભતા ફાલ્ગુનીએ અમૂક જુની સાડીઓને રિ ડિઝાઇન પણ કરી છે.  તેઓ બ્લાઉઝની પેટર્ન્સમાં પણ સતત કંઇ નવું કરવા માટે પ્રયત્નશીલ હોય છે.

  28/35
 • આ પ્લેન કસાવુ સાડી પર પછીથી બ્લોક પ્રિન્ટ કરાવાઇ છે, જે પુરાવો છે કે ફાલ્ગુની તેમની ડિઝાઇનિંગ સેન્સને સાડી પર ઉતારવાંમાં જરાય પાછી પાની નથી કરતાં.

  આ પ્લેન કસાવુ સાડી પર પછીથી બ્લોક પ્રિન્ટ કરાવાઇ છે, જે પુરાવો છે કે ફાલ્ગુની તેમની ડિઝાઇનિંગ સેન્સને સાડી પર ઉતારવાંમાં જરાય પાછી પાની નથી કરતાં.

  29/35
 • પોચમપલ્લી ઇક્કત સાડીમાં જાજરમાન લાગતાં ફાલ્ગુની તેમની સાડીઓ જ નહીં પણ બ્લુ અને ગ્રે લિપસ્ટિક્સના રંગ માટે પણ ફેમસ છે.

  પોચમપલ્લી ઇક્કત સાડીમાં જાજરમાન લાગતાં ફાલ્ગુની તેમની સાડીઓ જ નહીં પણ બ્લુ અને ગ્રે લિપસ્ટિક્સના રંગ માટે પણ ફેમસ છે.

  30/35
 • સંભલપુરી કોટન સાડીમાં ફાલ્ગુની. તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે એક ઇન્ટરવ્યુમાં બૉડી પૉઝિટીવીટી અંગે વિગતવાર વાત કરી હતી. તમે એ ઇન્ટરવ્યુ અહીં ક્લિક કરીને જોઇ શકશો. 

  સંભલપુરી કોટન સાડીમાં ફાલ્ગુની. તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે એક ઇન્ટરવ્યુમાં બૉડી પૉઝિટીવીટી અંગે વિગતવાર વાત કરી હતી. તમે એ ઇન્ટરવ્યુ અહીં ક્લિક કરીને જોઇ શકશો

  31/35
 • સંભલપુરી સાડી જે તેમણે મસ્ત સ્વૅગમાં પલાઝો અને ટી શર્ટ સાથે પેર કરી છે. ફાલ્ગુની વસાવડા ઓઝા એક પ્રેરણા છે અને એ તમામ સ્ત્રીઓ જેમને સમાજની ચિંતા હોય છે અને પોતે જીવનમાં જે ઇચ્છે તે કરી નથી શકતી તે તમામ તેમની પાસેથી ઘણું શીખી સમજી શકે તેમ છે.

  સંભલપુરી સાડી જે તેમણે મસ્ત સ્વૅગમાં પલાઝો અને ટી શર્ટ સાથે પેર કરી છે. ફાલ્ગુની વસાવડા ઓઝા એક પ્રેરણા છે અને એ તમામ સ્ત્રીઓ જેમને સમાજની ચિંતા હોય છે અને પોતે જીવનમાં જે ઇચ્છે તે કરી નથી શકતી તે તમામ તેમની પાસેથી ઘણું શીખી સમજી શકે તેમ છે.

  32/35
 • સિલ્કની રોયલ બ્લૂ સાડીમાં ગ્રેસફૂલ લાગે છે પ્રોફેસર ફાલ્ગુની.

  સિલ્કની રોયલ બ્લૂ સાડીમાં ગ્રેસફૂલ લાગે છે પ્રોફેસર ફાલ્ગુની.

  33/35
 • સિલ્કની આ સાડીનો લૂક પણ એકદમ ઠસ્સાદાર છે. સાડી તેમની બ્રાન્ડ ઇમેજનો એક અગત્યનો હિસ્સો જરૂર છે પણ તેઓ બધાં જ પ્રકારના ડ્રેસિઝ પહેરે છે. તેઓ હકારાત્મક અભિગમ અને કમ્ફર્ટને જ પ્રાધાન્ય આપે છે. 

  સિલ્કની આ સાડીનો લૂક પણ એકદમ ઠસ્સાદાર છે. સાડી તેમની બ્રાન્ડ ઇમેજનો એક અગત્યનો હિસ્સો જરૂર છે પણ તેઓ બધાં જ પ્રકારના ડ્રેસિઝ પહેરે છે. તેઓ હકારાત્મક અભિગમ અને કમ્ફર્ટને જ પ્રાધાન્ય આપે છે. 

  34/35
 • થાઉઝન્ડ બુટ્ટા સાડીમાં જામતા પ્રોફેસર ફાલ્ગુની વસાવડા ઓઝાએ લૉકડાઉન દરમિયાન મૈં ભી હિરોઇન નામના એક રસપ્રદ ઇન્ટરનેટ ચેલેન્જમાં ભાગ લીધો હતો. એમાં પણ તેમની તસવીરો કાબિલ-એ-તારીફ હતી, તમે એ તસવીરો જોઇ શકશો અહીં ક્લિક કરીને. 

  થાઉઝન્ડ બુટ્ટા સાડીમાં જામતા પ્રોફેસર ફાલ્ગુની વસાવડા ઓઝાએ લૉકડાઉન દરમિયાન મૈં ભી હિરોઇન નામના એક રસપ્રદ ઇન્ટરનેટ ચેલેન્જમાં ભાગ લીધો હતો. એમાં પણ તેમની તસવીરો કાબિલ-એ-તારીફ હતી, તમે એ તસવીરો જોઇ શકશો અહીં ક્લિક કરીને

  35/35
 • loading...

ફોટોઝ વિશે

પ્રો.ફાલ્ગુની વસાવડા ઓઝા (Falguni Vasavada Oza) મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉમ્યુનિકેશન અમદાવાદ- MICA, અમદાવાદનાં પ્રોફેસર છે. શિક્ષણનાં ક્ષેત્રે તો તેમનો ડંકો વાગે છે જે પણ આ ઉપરાંત તેમણે પ્લસ સાઇઝ મોડલિંગ, ફેશન બ્લોગ્ઝ, સોશ્યલ મીડિયા ઇન્ફ્લએન અને બૉડી પૉઝિટીવીટીનાં વિષયોને જુદાં જ સ્તરે મુક્યાં છે. ગઈકાલે એટલે કે 21 ડિસેમ્બરના રોજ World Saree Day હતો. આ નિમિત્તે જોઇએ પ્રો. ફાલ્ગુની વસાવડા ઓઝાનું અમેઝિંગ સાડી કલેક્શન. (તસવીરો-ફાલ્ગુની વસાવડા ઓઝા ઇન્સ્ટાગ્રામ)

First Published: 21st December, 2020 19:16 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK