સફર મુંબઈના એ વિસ્તારની જેને ગુજરાતીઓએ બનાવ્યા છે પોતીકા

Updated: Apr 13, 2019, 13:08 IST | Falguni Lakhani
 • ટ્રેન માર્ગે તમે મુંબઈમાં પ્રવેશ કરો એટલે મોટાભાગના ગુજરાતીઓ જ્યાં ઉતરે તે વિસ્તાર બોરીવલી. બોરીવલીમાં તેમને ગુજરાત જેવું જ લાગે. અહીંના શાકભાજીવાળા અને સ્થાનિક દુકાનદારો પણ ગુજરાતી જ બોલતા હોય છે. આસપાસ પણ તમને ગુજરાતી લોકો મોટા પ્રમાણમાં જોવા મળે.

  ટ્રેન માર્ગે તમે મુંબઈમાં પ્રવેશ કરો એટલે મોટાભાગના ગુજરાતીઓ જ્યાં ઉતરે તે વિસ્તાર બોરીવલી. બોરીવલીમાં તેમને ગુજરાત જેવું જ લાગે. અહીંના શાકભાજીવાળા અને સ્થાનિક દુકાનદારો પણ ગુજરાતી જ બોલતા હોય છે. આસપાસ પણ તમને ગુજરાતી લોકો મોટા પ્રમાણમાં જોવા મળે.

  1/6
 • ગુજરાતી શોપિંગ અને ફૂડની મજા માણવી હોય તો પહોંચી જાઓ કાંદિવલી. અહીં જૈન ધર્મના લોકો મોટી સંખ્યામાં રહે છે સાથે વૈષ્ણવ અને લોહાણા જેવી ગુજરાતી જ્ઞાતિઓ ખરી જ. કાંદિવલીમાં દેરાસર, હવેલી, શિવ મંદિર મોટી સંખ્યામાં આવેલા છે. એટલે કાંદિવલીની શેરીઓ તેમને ગુજરાતના કોઈ સામાન્ય શહેરની શેરીઓ જેવી જ લાગશે.

  ગુજરાતી શોપિંગ અને ફૂડની મજા માણવી હોય તો પહોંચી જાઓ કાંદિવલી. અહીં જૈન ધર્મના લોકો મોટી સંખ્યામાં રહે છે સાથે વૈષ્ણવ અને લોહાણા જેવી ગુજરાતી જ્ઞાતિઓ ખરી જ. કાંદિવલીમાં દેરાસર, હવેલી, શિવ મંદિર મોટી સંખ્યામાં આવેલા છે. એટલે કાંદિવલીની શેરીઓ તેમને ગુજરાતના કોઈ સામાન્ય શહેરની શેરીઓ જેવી જ લાગશે.

  2/6
 • બોરીવલી પહેલા આવે છે દહિંસર. અહીંના મોટાભાગના વેપારીઓ ગુજરાતી છે. તેમને ગુજરાતીમાં વાતચીત કરતા સાંભળીને એક પોતીકાપણું અહીં લાગે છે.

  બોરીવલી પહેલા આવે છે દહિંસર. અહીંના મોટાભાગના વેપારીઓ ગુજરાતી છે. તેમને ગુજરાતીમાં વાતચીત કરતા સાંભળીને એક પોતીકાપણું અહીં લાગે છે.

  3/6
 • મલાડ...વધુ એક ગુજરાતી બહુમતિ ધરાવતો મુંબઈનો વિસ્તાર. અહીં સ્ટેશન પાસે તમને દુકાનના બોર્ડ પણ તમને ગુજરાતીમાં જોવા મળી જશે. તમારી આસાપાસ લોકો તમને ગુજરાતીમાં વાત કરતા સંભળાશે. જેથી તમને એવું લાગશે જ નહીં કે તમે ગુજરાતમાં નથી.

  મલાડ...વધુ એક ગુજરાતી બહુમતિ ધરાવતો મુંબઈનો વિસ્તાર. અહીં સ્ટેશન પાસે તમને દુકાનના બોર્ડ પણ તમને ગુજરાતીમાં જોવા મળી જશે. તમારી આસાપાસ લોકો તમને ગુજરાતીમાં વાત કરતા સંભળાશે. જેથી તમને એવું લાગશે જ નહીં કે તમે ગુજરાતમાં નથી.

  4/6
 • સ્વાદ રસિયાઓ માટે સુખનું સરનામું એટલે ઘાટકોપર. જ્યાં અડધી રાત્રે પણ મૂળ કચ્છના ભાનુશાળી વેપારીની અચીજા રેસ્ટોરેન્ટમાં પાઉંભાજી ખાવા મળી જાય. આ દુકાનનું નામ જ આપણી સંસ્કૃતિનો પરિચય આપે છે. કચ્છીમાં અચીજાનો મતલબ આવજો થાય છે. એટલે જ આવકારો આપતું આ રેસ્ટોરેન્ટ ગુજરાતીઓ ખૂબ જ લોકપ્રિય છે.

  સ્વાદ રસિયાઓ માટે સુખનું સરનામું એટલે ઘાટકોપર. જ્યાં અડધી રાત્રે પણ મૂળ કચ્છના ભાનુશાળી વેપારીની અચીજા રેસ્ટોરેન્ટમાં પાઉંભાજી ખાવા મળી જાય. આ દુકાનનું નામ જ આપણી સંસ્કૃતિનો પરિચય આપે છે. કચ્છીમાં અચીજાનો મતલબ આવજો થાય છે. એટલે જ આવકારો આપતું આ રેસ્ટોરેન્ટ ગુજરાતીઓ ખૂબ જ લોકપ્રિય છે.

  5/6
 • મુલુંડ સ્ટેશનમાં પ્રવેશતાની સાથે જ તમને ગુજરાતીપણાનો અનુભવ થાય છે. અહીં તમારી તમામ જરૂરિયાતનો સામાન મળી રહે છે. લાગે જાણે તમને ગુજરાતમાં જ છો. આસપાસ લોકો પણ ગુજરાતી અને માહોલ પણ ગુજરાતી.  

  મુલુંડ સ્ટેશનમાં પ્રવેશતાની સાથે જ તમને ગુજરાતીપણાનો અનુભવ થાય છે. અહીં તમારી તમામ જરૂરિયાતનો સામાન મળી રહે છે. લાગે જાણે તમને ગુજરાતમાં જ છો. આસપાસ લોકો પણ ગુજરાતી અને માહોલ પણ ગુજરાતી.

   

  6/6
 • loading...

ફોટોઝ વિશે

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત..આ કહેવત વિશ્વના કોઈ પણ ખૂણે લાગૂ પડે છે. કહેવાય છે કે મુંબઈની દરેક સીમા પર ગુજરાતી વિસ્તાર છે. સેન્ટ્રલ લાઈન હોય, વેસ્ટર્ન લાઈન હોય કે હાર્બર લાઈન તમને બધે જ ગુજરાત જોવા મળશે. આજે અમે તમને લઈ જઈશું મુંબઈના કેટલાક એવા વિસ્તારોની સફર પર જ્યાં વસે છે મિનિ ગુજરાત.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK