વીકએન્ડ મૅજિક: આ છે મુંબઇની નજીકનાં ટુરિસ્ટી સ્પૉટ્સ, મિની વેકેશનનાં બેસ્ટ ઓપ્શન

Updated: 18th September, 2020 16:57 IST | Chirantana Bhatt
 • પ્રબલગડ ફોર્ટ નામ જ કાફી હૈ. ટ્રેકિંગના મુંબઈ‌ના ચાહકોમાં પ્રબલગડ મહા-ફેવરિટ છે. પનવેલ અને માથેરાન વચ્ચે ૨૩૦૦ ફુટની ઊંચાઈએ વેસ્ટર્ન ઘાટી પર આવેલો પ્રબલગડ ફોર્ટ પર ઊબડખાબડ અને ખડકાળ રસ્તેથી પહોંચી શકાય છે. 

  પ્રબલગડ ફોર્ટ
  નામ જ કાફી હૈ. ટ્રેકિંગના મુંબઈ‌ના ચાહકોમાં પ્રબલગડ મહા-ફેવરિટ છે. પનવેલ અને માથેરાન વચ્ચે ૨૩૦૦ ફુટની ઊંચાઈએ વેસ્ટર્ન ઘાટી પર આવેલો પ્રબલગડ ફોર્ટ પર ઊબડખાબડ અને ખડકાળ રસ્તેથી પહોંચી શકાય છે. 

  1/19
 • શેડુંગ ગામથી ઉપર ચડતાં ત્રણ કલાક જેટલો સમય લાગે છે. જોકે એનું ચડાણ ખૂબ સીધું હોવાથી ડેન્જરસ પણ છે. અમુક લેવલ પર પહોંચી ગયા પછી કિલ્લા સુધી પહોંચવા માટે સ્ટેપ્સ પણ છે, પરંતુ એ પણ ખૂબ સીધું ચડાણ ધરાવતા હોવાથી જો તમે અનુભવી ટ્રેકર હો તો જ આ રસ્તે જવું ઍડવાઇઝેબલ છે. 

  શેડુંગ ગામથી ઉપર ચડતાં ત્રણ કલાક જેટલો સમય લાગે છે. જોકે એનું ચડાણ ખૂબ સીધું હોવાથી ડેન્જરસ પણ છે. અમુક લેવલ પર પહોંચી ગયા પછી કિલ્લા સુધી પહોંચવા માટે સ્ટેપ્સ પણ છે, પરંતુ એ પણ ખૂબ સીધું ચડાણ ધરાવતા હોવાથી જો તમે અનુભવી ટ્રેકર હો તો જ આ રસ્તે જવું ઍડવાઇઝેબલ છે. 

  2/19
 • અહીં ચડાણ જેટલું કપરું છે એટલું જ ચડી ગયા પછીની મજા પણ બેવડી છે.

  અહીં ચડાણ જેટલું કપરું છે એટલું જ ચડી ગયા પછીની મજા પણ બેવડી છે.

  3/19
 • વરસાદી વાતાવરણમાં તો અહીં તમે વાદળાંને સ્પર્શી શકો છો અને ફોર્ટના પિક પરથી આજુબાજુની હિલ્સ પણ નાની દેખાય છે. ફોર્ટની નજીકમાં જ આવેલી નદીઓમાં પગ પખાળવાનો મોકો પણ આ ટ્રિપમાં લઈ શકો છો.

  વરસાદી વાતાવરણમાં તો અહીં તમે વાદળાંને સ્પર્શી શકો છો અને ફોર્ટના પિક પરથી આજુબાજુની હિલ્સ પણ નાની દેખાય છે. ફોર્ટની નજીકમાં જ આવેલી નદીઓમાં પગ પખાળવાનો મોકો પણ આ ટ્રિપમાં લઈ શકો છો.

  4/19
 • દાપોલી મહારાષ્ટ્રનું મિની મહાબળેશ્વર એટલે દાપોલી. જોકે મહાબળેશ્વરની જેમ અહીં સહેલાણીઓનાં ધાડાં નથી ઊમટતાં એટલે શાંતિપ્રિય લોકોને અહીં મજા પડશે. 

  દાપોલી
  મહારાષ્ટ્રનું મિની મહાબળેશ્વર એટલે દાપોલી. જોકે મહાબળેશ્વરની જેમ અહીં સહેલાણીઓનાં ધાડાં નથી ઊમટતાં એટલે શાંતિપ્રિય લોકોને અહીં મજા પડશે. 

  5/19
 • સમુદ્રની સપાટીથી ૮૦૦ ફુટ ઊંચે આવેલું આ ટાઉન મુંબઈથી ૨૧૫ કિલોમીટર દૂર છે અને અહીં બારેમાસ ઠંડકવાળું વાતાવરણ રહે છે. 

  સમુદ્રની સપાટીથી ૮૦૦ ફુટ ઊંચે આવેલું આ ટાઉન મુંબઈથી ૨૧૫ કિલોમીટર દૂર છે અને અહીં બારેમાસ ઠંડકવાળું વાતાવરણ રહે છે. 

  6/19
 • રત્નાગિરિ જિલ્લામાં આવેલું આ ફેમસ કોકણ હિલ-સ્ટેશન અઢળક આકર્ષણોથી ભરપૂર છે. ઐતિહાસિક કિલ્લાઓ, નયનરમ્ય અને શાંત બીચ, મંદિરો અને આસપાસમાં વિવિધ શાકભાજી અને કાજુનાં અઢળક ખેતરોની મજા અહીં માણી શકાય એમ છે.

  રત્નાગિરિ જિલ્લામાં આવેલું આ ફેમસ કોકણ હિલ-સ્ટેશન અઢળક આકર્ષણોથી ભરપૂર છે. ઐતિહાસિક કિલ્લાઓ, નયનરમ્ય અને શાંત બીચ, મંદિરો અને આસપાસમાં વિવિધ શાકભાજી અને કાજુનાં અઢળક ખેતરોની મજા અહીં માણી શકાય એમ છે.

  7/19
 •  બ્રિટિશરાજના સમયનું ચર્ચ પણ અહીં છે. કોકણી કલ્ચરની ઑથેન્ટિક મજા માણવી હોય તો અહીં જલસા જ જલસા છે.

   બ્રિટિશરાજના સમયનું ચર્ચ પણ અહીં છે. કોકણી કલ્ચરની ઑથેન્ટિક મજા માણવી હોય તો અહીં જલસા જ જલસા છે.

  8/19
 • દૂરશેત લૉકડાઉનથી કંટાળી ગયા હો અને બહુ લાંબે જવું ન હોય તો હરિયાળીનું સરનામું સાવ નજીક છે. મુંબઈથી માત્ર ૭૬ કિલોમીટરના અંતરે. નામ છે દૂરશેત. પ્રદૂષણથી દૂર તથા હરિયાળીથી છલોછલ છે દૂરશેત. બહુ જ શાંત પર્યટક સ્થળ છે આ. અંબા નદીના કિનારે આવેલું હોવાથી અહીં શીતળતા પણ ભરપૂર છે એટલું જ નહીં, આજની જનરેશનના શોખને ધ્યાનમાં રાખીને અહી વૉટર સ્પોર્ટ્સ પણ થાય છે. 

  દૂરશેત

  લૉકડાઉનથી કંટાળી ગયા હો અને બહુ લાંબે જવું ન હોય તો હરિયાળીનું સરનામું સાવ નજીક છે. મુંબઈથી માત્ર ૭૬ કિલોમીટરના અંતરે. નામ છે દૂરશેત. પ્રદૂષણથી દૂર તથા હરિયાળીથી છલોછલ છે દૂરશેત. બહુ જ શાંત પર્યટક સ્થળ છે આ. અંબા નદીના કિનારે આવેલું હોવાથી અહીં શીતળતા પણ ભરપૂર છે એટલું જ નહીં, આજની જનરેશનના શોખને ધ્યાનમાં રાખીને અહી વૉટર સ્પોર્ટ્સ પણ થાય છે. 

  9/19
 • સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલા ખોપોલી ગામની નજીક દૂરશેત આવેલું છે જે ૪૨ એકરથી વધુ જંગલના વિસ્તારમાં ફેલાયેલું છે. જંગલ હોવાથી અહીં વિવિધ જાતનાં પંખીઓનાં દર્શન પણ ખૂબ થાય છે. કેટલાંક દુર્લભ જાતિનાં કહી શકાય એવાં બર્ડ્સ પણ અહીં જોવા મળી રહે છે.

  સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલા ખોપોલી ગામની નજીક દૂરશેત આવેલું છે જે ૪૨ એકરથી વધુ જંગલના વિસ્તારમાં ફેલાયેલું છે. જંગલ હોવાથી અહીં વિવિધ જાતનાં પંખીઓનાં દર્શન પણ ખૂબ થાય છે. કેટલાંક દુર્લભ જાતિનાં કહી શકાય એવાં બર્ડ્સ પણ અહીં જોવા મળી રહે છે.

  10/19
 •  કુદરતી સૌંદર્યના ચાહકો માટે આ સ્થળ બેસ્ટ ચૉઇસ પુરવાર થઈ શકે છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખજાનાથી સમૃદ્ધ હોવાને લીધે ટ્રેકર્સને પણ અહીં મજા પડે છે. દૂરશેતની એક તરફ અષ્ટવિનાયક ગણપતિનું મંદિર પાલી આવેલું છે તો બીજી તરફ મહાડ આવેલું છે જેથી દૂરશેત આવનારા લોકોને અષ્ટવિનાયકનાં બે મંદિરનાં દર્શન કરવાનો પણ ચાન્સ મળે છે. આ સ્થળ ઐતિહાસિક રીતે પણ મહત્ત્વનું છે. એવું કહેવાય છે કે ઉમરખન્ડની લડાઈમાં દૂરશેતનો ઉપયોગ યુદ્ધમેદાન તરીકે કરવામાં આવ્યો હતો. 

   કુદરતી સૌંદર્યના ચાહકો માટે આ સ્થળ બેસ્ટ ચૉઇસ પુરવાર થઈ શકે છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખજાનાથી સમૃદ્ધ હોવાને લીધે ટ્રેકર્સને પણ અહીં મજા પડે છે. દૂરશેતની એક તરફ અષ્ટવિનાયક ગણપતિનું મંદિર પાલી આવેલું છે તો બીજી તરફ મહાડ આવેલું છે જેથી દૂરશેત આવનારા લોકોને અષ્ટવિનાયકનાં બે મંદિરનાં દર્શન કરવાનો પણ ચાન્સ મળે છે. આ સ્થળ ઐતિહાસિક રીતે પણ મહત્ત્વનું છે. એવું કહેવાય છે કે ઉમરખન્ડની લડાઈમાં દૂરશેતનો ઉપયોગ યુદ્ધમેદાન તરીકે કરવામાં આવ્યો હતો. 

  11/19
 • જ્યાં શિવાજી મહારાજે કરતબ ખાન સાથે યુદ્ધ કર્યું હતું. ઘણા લોકોને હજી આ સ્થળ વિશે વધુ જાણકારી ન હોવાથી અહીં ભીડ પણ ઓછી હોય છે એટલે ફરવાની મજા આવે છે. અહીં તમે પ્રાઇવેટ વાહનો લઈને આવી શકો છો અથવા અહીં સુધી પહોંચવા માટે બસ-સ‌ર્વિસ પણ ઉપલબ્ધ છે જેનો લાભ લઈ શકાય છે. આમ તો અહીં આવવા માટે બારે મહિનાનો સમય બેસ્ટ રહે છે, પરંતુ માર્ચથી મે મહિના દરમ્યાન અહીં ખૂબ ગરમી પડતી હોવાથી આ સમયગાળામાં આવવાનું ટાળવું.

  જ્યાં શિવાજી મહારાજે કરતબ ખાન સાથે યુદ્ધ કર્યું હતું. ઘણા લોકોને હજી આ સ્થળ વિશે વધુ જાણકારી ન હોવાથી અહીં ભીડ પણ ઓછી હોય છે એટલે ફરવાની મજા આવે છે. અહીં તમે પ્રાઇવેટ વાહનો લઈને આવી શકો છો અથવા અહીં સુધી પહોંચવા માટે બસ-સ‌ર્વિસ પણ ઉપલબ્ધ છે જેનો લાભ લઈ શકાય છે. આમ તો અહીં આવવા માટે બારે મહિનાનો સમય બેસ્ટ રહે છે, પરંતુ માર્ચથી મે મહિના દરમ્યાન અહીં ખૂબ ગરમી પડતી હોવાથી આ સમયગાળામાં આવવાનું ટાળવું.

  12/19
 • વિક્રમગડ આમ તો વારલી પેઇન્ટિંગ માટે જાણીતો વિક્રમગડ મુંબઈથી લગભગ ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવતા મનોર-જવ્હાર રોડ પર આ નાનકડું ગામ આવેલું છે. 

  વિક્રમગડ

  આમ તો વારલી પેઇન્ટિંગ માટે જાણીતો વિક્રમગડ મુંબઈથી લગભગ ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવતા મનોર-જવ્હાર રોડ પર આ નાનકડું ગામ આવેલું છે. 

  13/19
 • અહીં ઘણાં સારાં અને લક્ઝુરિયસ રિસૉર્ટ પણ આવેલાં છે. આ જગ્યાની સ્પેશ્યલિટી તારપા ડાન્સ છે જે દરેક પ્રસંગોમાં ભજવાય છે. ટૂંકા સમયમાં ફ્રેશ થવું હોય તો મુંબઈ નજીક આવેલી આ જગ્યા એકદમ પર્ફેક્ટ બની શકે એમ છે. એક દિવસીય પિકનિક માટે અહીં આવી શકાય છે. 

  અહીં ઘણાં સારાં અને લક્ઝુરિયસ રિસૉર્ટ પણ આવેલાં છે. આ જગ્યાની સ્પેશ્યલિટી તારપા ડાન્સ છે જે દરેક પ્રસંગોમાં ભજવાય છે. ટૂંકા સમયમાં ફ્રેશ થવું હોય તો મુંબઈ નજીક આવેલી આ જગ્યા એકદમ પર્ફેક્ટ બની શકે એમ છે. એક દિવસીય પિકનિક માટે અહીં આવી શકાય છે. 

  14/19
 • ઍડ્વેન્ચર અને નેચર-લવર માટે વિક્રમગડ બેસ્ટ રહેશે. વૉલ પેઇન્ટિંગ, માઉન્ટન બાઇકિંગ, રેપલિંગ, વૉલ-ક્લાઇમ્બિંગ કરવાની મજા પડશે. અહીંની સુંદરતા ઑગસ્ટ પછી ખરેખરી ખીલે છે જ્યારે સરખો વરસાદ થઈ ગયો હોય છે. ચોમાસાના અંત સુધીમાં અહીં ખૂબ બધો વરસાદ પડી જાય એ પછી અહીંની ગ્રીનરીમાં અનેકગણો વધારો થાય છે અને વિક્રમગડને નવી ખૂબસૂરતી પણ મળે છે.

  ઍડ્વેન્ચર અને નેચર-લવર માટે વિક્રમગડ બેસ્ટ રહેશે. વૉલ પેઇન્ટિંગ, માઉન્ટન બાઇકિંગ, રેપલિંગ, વૉલ-ક્લાઇમ્બિંગ કરવાની મજા પડશે. અહીંની સુંદરતા ઑગસ્ટ પછી ખરેખરી ખીલે છે જ્યારે સરખો વરસાદ થઈ ગયો હોય છે. ચોમાસાના અંત સુધીમાં અહીં ખૂબ બધો વરસાદ પડી જાય એ પછી અહીંની ગ્રીનરીમાં અનેકગણો વધારો થાય છે અને વિક્રમગડને નવી ખૂબસૂરતી પણ મળે છે.

  15/19
 • કામશેત મુંબઈથી જસ્ટ ૧૦૫ કિલોમીટર દૂર વીક-એન્ડ ટાઉન તરીકે ફેમસ લોનાવલા-ખંડાલાથી ૪૫ કિલોમીટર દૂર આવેલું કામશેત પેરાગ્લાઇડિંગનું મક્કા કહેવાય છે. અહીં પેરાગ્લાઇડિંગના ઘણા પોઇન્ટ્સ આવેલા છે. 

  કામશેત
  મુંબઈથી જસ્ટ ૧૦૫ કિલોમીટર દૂર વીક-એન્ડ ટાઉન તરીકે ફેમસ લોનાવલા-ખંડાલાથી ૪૫ કિલોમીટર દૂર આવેલું કામશેત પેરાગ્લાઇડિંગનું મક્કા કહેવાય છે. અહીં પેરાગ્લાઇડિંગના ઘણા પોઇન્ટ્સ આવેલા છે. 

  16/19
 • ઍડ્વેન્ચર-લવર્સને અહીં ઍડ્રિનાલિન રશ અનુભવવા મળે એવી થ્રિલિંગ ઍક્ટિવિટીઝ કરવાનો મોકો મળે એમ છે. પેરાગ્લાઇડિંગ ઉપરાંત ટ્રેકિંગ, બોટિંગ, રૉક-ક્લાઇમ્બિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ અહીં થઈ શકે છે. 

  ઍડ્વેન્ચર-લવર્સને અહીં ઍડ્રિનાલિન રશ અનુભવવા મળે એવી થ્રિલિંગ ઍક્ટિવિટીઝ કરવાનો મોકો મળે એમ છે. પેરાગ્લાઇડિંગ ઉપરાંત ટ્રેકિંગ, બોટિંગ, રૉક-ક્લાઇમ્બિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ અહીં થઈ શકે છે. 

  17/19
 • સૂર્યમુખીનાં ફૂલોથી ભરપૂર દૃશ્યો, માટીની કાચી ઝૂંપડીઓ અને ગામની નાનકડી માર્કેટ પણ અહીં મજાની છે. 

  સૂર્યમુખીનાં ફૂલોથી ભરપૂર દૃશ્યો, માટીની કાચી ઝૂંપડીઓ અને ગામની નાનકડી માર્કેટ પણ અહીં મજાની છે. 

  18/19
 • આ ઘાટની સાથે તમે ભૈરી કેવ્સ, ખોન્ડેશ્વર મંદિર, પાવના લેક અને શિંદેવાડી હિલ્સ જેવી જગ્યાઓની પણ મુલાકાત લઈ શકો છો.

  આ ઘાટની સાથે તમે ભૈરી કેવ્સ, ખોન્ડેશ્વર મંદિર, પાવના લેક અને શિંદેવાડી હિલ્સ જેવી જગ્યાઓની પણ મુલાકાત લઈ શકો છો.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

ઑલમોસ્ટ છ મહિનાથી ઘરમાં જ લૉક થઈને રહ્યા છો ત્યારે વીકએન્ડમાં ક્યાંક ફરવા જવાની ઇચ્છા થતી હોય એ સ્વાભાવિક છે. લાંબુ ટ્રાવેલિંગ તો હમણાં કરવું મુનાસિબ નથી, પણ નજીકમાં જ આવેલી કુદરતી જગ્યાઓની મજા વીકએન્ડમાં જરૂર માણી શકાય. મુંબઈથી ૮૦-૧૦૦ કિલોમીટરની રેન્જમાં આવેલી સેફ અને સૌંદર્યથી ભરપૂર સ્થળો વિશે વિચારવા જેવું ખરું (તસવીરો-ઇન્સ્ટાગ્રામ)

First Published: 18th September, 2020 16:44 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK