વેડિંગ સીઝનમાં પહેરો એક્વા કલરના અટાયર, લાગશો એલિગન્ટ અને સુંદર!

Published: Feb 28, 2019, 12:31 IST | Dhruva Jetly
 • લગ્નોમાં પહેરવા માટે સાડી મહિલાઓની પહેલી પસંદ હોય છે. એમાં પણ નજીકના સંબંધમાં લગ્ન હોય ત્યારે તો સાડીમાં મ્હાલવાનું હોય. ગોલ્ડન કોમ્બિનેશન સાથે એક્વા કલરની આ આર્ટ સિલ્કની સાડી લગ્નમાં પહેરવા માટે એકદમ પર્ફેક્ટ પરિધાન છે. ગોલ્ડન રંગની બોર્ડર સાથે ગોલ્ડન રંગના બુટ્ટા આખી સાડીમાં ભરેલા છે. સાડી તમને થોડો હેવી લુક આપશે. સાથે ગોલ્ડન રંગની જ્વેલરી લુકને વધુ ગોર્જિયસ બનાવશે. 

  લગ્નોમાં પહેરવા માટે સાડી મહિલાઓની પહેલી પસંદ હોય છે. એમાં પણ નજીકના સંબંધમાં લગ્ન હોય ત્યારે તો સાડીમાં મ્હાલવાનું હોય. ગોલ્ડન કોમ્બિનેશન સાથે એક્વા કલરની આ આર્ટ સિલ્કની સાડી લગ્નમાં પહેરવા માટે એકદમ પર્ફેક્ટ પરિધાન છે. ગોલ્ડન રંગની બોર્ડર સાથે ગોલ્ડન રંગના બુટ્ટા આખી સાડીમાં ભરેલા છે. સાડી તમને થોડો હેવી લુક આપશે. સાથે ગોલ્ડન રંગની જ્વેલરી લુકને વધુ ગોર્જિયસ બનાવશે. 

  1/7
 • લગ્નમાં જો તમે સાડી પહેરવા નથી માંગતા પણ ચોલીસૂટ પહેરવા માંગો છો, તો તેમાં પણ એક્વા વિથ ગોલ્ડન કોમ્બિનેશન ખૂબ સુંદર લાગે છે. એક્વા રંગનો નેટનો લહેંગો (ચણિયો) અને આર્ટ સિલ્કની ચોલી તમને એકદમ સુંદર લુક આપશે. સાથે સિમ્પલ આભલા ભરેલો ગોલ્ડન બોર્ડર સાથેનો નેટનો દુપટ્ટો ટ્રેડિશનલ લુકને પૂરો કરી દેશે. એના પર તમે લાઇટ જ્વેલરી પહેરી શકો છો અથવા તો ફક્ત લોંગ ગોલ્ડન ઇયરિંગ પણ પહેરી શકો છો.   

  લગ્નમાં જો તમે સાડી પહેરવા નથી માંગતા પણ ચોલીસૂટ પહેરવા માંગો છો, તો તેમાં પણ એક્વા વિથ ગોલ્ડન કોમ્બિનેશન ખૂબ સુંદર લાગે છે. એક્વા રંગનો નેટનો લહેંગો (ચણિયો) અને આર્ટ સિલ્કની ચોલી તમને એકદમ સુંદર લુક આપશે. સાથે સિમ્પલ આભલા ભરેલો ગોલ્ડન બોર્ડર સાથેનો નેટનો દુપટ્ટો ટ્રેડિશનલ લુકને પૂરો કરી દેશે. એના પર તમે લાઇટ જ્વેલરી પહેરી શકો છો અથવા તો ફક્ત લોંગ ગોલ્ડન ઇયરિંગ પણ પહેરી શકો છો. 

   

  2/7
 • લગ્નોમાં તમારે કંઇ હેવી પહેરવું નથી અને ફ્રી રહેવું છે તો તમે એક્વા રંગનો અનારકલી ડ્રેસ પણ પહેરી શકો છો. એક્વા બ્લુ-ગ્રીન રંગનો આ પાર્ટીવેર એમ્બ્રોઇડરીવાળો સિલ્કનો અનારકલી ડ્રેસ તમને એકદમ એલિગન્ટ લુક આપશે. બહુ હેવી પણ નહીં અને બહુ લાઇટ પણ નહીં એવો આ અનારકલી ડ્રેસ લગ્નમાં એકદમ કમ્ફર્ટેબલ રહે છે. આના પર જ્વેલરી તરીકે સિમ્પલ એક લોંગ ઇયરિંગ અને હાથમાં એક મોટી વીંટી સાથે તમારા લુકને કમ્પલીટ કરી શકો છો. 

  લગ્નોમાં તમારે કંઇ હેવી પહેરવું નથી અને ફ્રી રહેવું છે તો તમે એક્વા રંગનો અનારકલી ડ્રેસ પણ પહેરી શકો છો. એક્વા બ્લુ-ગ્રીન રંગનો આ પાર્ટીવેર એમ્બ્રોઇડરીવાળો સિલ્કનો અનારકલી ડ્રેસ તમને એકદમ એલિગન્ટ લુક આપશે. બહુ હેવી પણ નહીં અને બહુ લાઇટ પણ નહીં એવો આ અનારકલી ડ્રેસ લગ્નમાં એકદમ કમ્ફર્ટેબલ રહે છે. આના પર જ્વેલરી તરીકે સિમ્પલ એક લોંગ ઇયરિંગ અને હાથમાં એક મોટી વીંટી સાથે તમારા લુકને કમ્પલીટ કરી શકો છો. 

  3/7
 • અનારકલી ડ્રેસમાં સિલ્ક ઉપરાંત તમે જ્યોર્જેટનો ગાઉન સ્ટાઇલ અનારકલી પણ પહેરી શકો છો. એક્વા કલર સાથે પિંક કલરના કોમ્બિનેશનનો આ અનારકલી ડ્રેસ પણ વેડિંગ દરમિયાન કમ્ફર્ટેબલ અને ખૂબ સુંદર લાગે છે. આ ગાઉન સ્ટાઇલ અનારકલી તમને એકદમ એલિગન્ટ લુક આપશે. 

  અનારકલી ડ્રેસમાં સિલ્ક ઉપરાંત તમે જ્યોર્જેટનો ગાઉન સ્ટાઇલ અનારકલી પણ પહેરી શકો છો. એક્વા કલર સાથે પિંક કલરના કોમ્બિનેશનનો આ અનારકલી ડ્રેસ પણ વેડિંગ દરમિયાન કમ્ફર્ટેબલ અને ખૂબ સુંદર લાગે છે. આ ગાઉન સ્ટાઇલ અનારકલી તમને એકદમ એલિગન્ટ લુક આપશે. 

  4/7
 • જો તમારે એકદમ પરંપરાગત પોષાક સાથે થોડો અલગ લુક અપનાવવો હોય તો તમે એક્વા કલરના કુર્તા સાથે ડાર્ક બ્લુ પટિયાલાનું કોમ્બિનેશન પહેરી શકો છો. આ એક્વા કલરનો કોટન ફેબ્રિક પટિયાલા તમને એકદમ સ્માર્ટ લુક આપશે. અનારકલી ડ્રેસ કરતા કંઇક અલગ અને છતાં ટ્રેડિશનલ લુક આપશે. તમે એકદમ ફ્રી પણ રહી શકશો અને વેડિંગને એન્જોય કરી શકશો. 

  જો તમારે એકદમ પરંપરાગત પોષાક સાથે થોડો અલગ લુક અપનાવવો હોય તો તમે એક્વા કલરના કુર્તા સાથે ડાર્ક બ્લુ પટિયાલાનું કોમ્બિનેશન પહેરી શકો છો. આ એક્વા કલરનો કોટન ફેબ્રિક પટિયાલા તમને એકદમ સ્માર્ટ લુક આપશે. અનારકલી ડ્રેસ કરતા કંઇક અલગ અને છતાં ટ્રેડિશનલ લુક આપશે. તમે એકદમ ફ્રી પણ રહી શકશો અને વેડિંગને એન્જોય કરી શકશો. 

  5/7
 • એક્વા કલર સાથે લાલ રંગનું કોમ્બિનેશન પણ ખૂબ સુંદર લાગે છે. જો સાડી, ચોલીસૂટ કે અનારકલી જેટલું હેવી કંઇ ન પહેરવું હોય તો એક્વા કલરનો સિમ્પલ સલવાર સૂટ પણ એકદમ સ્માર્ટ અને સુંદર લાગે છે. આ એમ્બ્રોઇડરીવાળો પાર્ટીવેર જ્યોર્જેટનો સલવારસૂટ હેવી અને સિમ્પલ છે. એના પર લાલ રંગનો દુપટ્ટો એકદમ ગોર્જિયસ લાગે છે. 

  એક્વા કલર સાથે લાલ રંગનું કોમ્બિનેશન પણ ખૂબ સુંદર લાગે છે. જો સાડી, ચોલીસૂટ કે અનારકલી જેટલું હેવી કંઇ ન પહેરવું હોય તો એક્વા કલરનો સિમ્પલ સલવાર સૂટ પણ એકદમ સ્માર્ટ અને સુંદર લાગે છે. આ એમ્બ્રોઇડરીવાળો પાર્ટીવેર જ્યોર્જેટનો સલવારસૂટ હેવી અને સિમ્પલ છે. એના પર લાલ રંગનો દુપટ્ટો એકદમ ગોર્જિયસ લાગે છે. 

  6/7
 • એક્વા રંગમાં કુર્તી પણ ખૂબ સુંદર લાગે છે. જો તમારે બહુ હેવી લુક ન જોઇતો હોય અને ટ્રેડિશનલ પણ પહેરવું હોય તો એક્વા રંગની આ જેકેટ સ્ટાઇલ કુર્તી તમે પહેરી શકો છો. કુર્તી એમ પણ હંમેશાં કમ્ફર્ટેબલ જ હોય છે. એક્વા કલરની આ કુર્તી પર વર્કવાળું આ જેકેટ તમને સ્માર્ટ અને એલિગન્ટ લુક આપશે. 

  એક્વા રંગમાં કુર્તી પણ ખૂબ સુંદર લાગે છે. જો તમારે બહુ હેવી લુક ન જોઇતો હોય અને ટ્રેડિશનલ પણ પહેરવું હોય તો એક્વા રંગની આ જેકેટ સ્ટાઇલ કુર્તી તમે પહેરી શકો છો. કુર્તી એમ પણ હંમેશાં કમ્ફર્ટેબલ જ હોય છે. એક્વા કલરની આ કુર્તી પર વર્કવાળું આ જેકેટ તમને સ્માર્ટ અને એલિગન્ટ લુક આપશે. 

  7/7
 • loading...

ફોટોઝ વિશે

અત્યારે પૂરબહારમાં વેડિંગ સીઝન ચાલી રહી છે. અંબાણીના દીકરાથી માંડીને કેટલાય લગ્નોત્સુક કપલ્સ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. પાર્ટીપ્લોટ્સ ધમધમે છે અને શોપિંગ મોલ્સ પણ!! લગ્નમાં બહેનોને સૌથી વધુ મૂંઝવણ હોય કેવા કપડાં પહેરવા અને કેવો લુક રાખવો. આજ-કાલ લગ્નોમાં એક્વા (સી ગ્રીન) કલર મહિલાઓ ખૂબ પસંદ કરી રહી છે. સોબર અને કૂલ લુક આપતો આ કલર લગ્ન સમારંભોમાં પણ એટલો જ ખીલે છે. એક્વા કલર સાથે મોટાભાગે ગોલ્ડન કલરનું કોમ્બિનેશન સુંદર લાગતું હોય છે. ઉપરાંત એક્વા કલર સાથે પિંક કલર અને રોયલ બ્લુ કલરનું કોમ્બિનેશન પણ અફ્લાતૂન લાગે છે. તો આવો જાણીએ સ્પેસિફિક એક્વા કલરના ટ્રેડિશનલ પરિધાન વિશે. આગળની સ્લાઇડ્સમાં જુઓ તસવીરો. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK