ક્યારેય આઉટ ઓફ ફેશન નથી થતી ગુજરાતી સાડીઓ, સિતારાઓની પણ છે પસંદ

Feb 27, 2019, 16:06 IST
  • બાંધણી સાડી લગ્ન હોય કે દાંડિયા, કોઈ પણ નાના-મોટા પ્રસંગને શોભાવતી સાડી એટલે ગુજરાતી બાંધણી. ગુજરાતની બાંધણી દેશવિદેશમાં પ્રખ્યાત છે, જે કોઈ પણ ઉંમરની મહિલાને શોભે છે. તસવીરમાંઃ નીતા અંબાણી બાંધણી સાડીમાં  

    બાંધણી સાડી

    લગ્ન હોય કે દાંડિયા, કોઈ પણ નાના-મોટા પ્રસંગને શોભાવતી સાડી એટલે ગુજરાતી બાંધણી. ગુજરાતની બાંધણી દેશવિદેશમાં પ્રખ્યાત છે, જે કોઈ પણ ઉંમરની મહિલાને શોભે છે.

    તસવીરમાંઃ નીતા અંબાણી બાંધણી સાડીમાં

     

    1/6
  • પટોળું 'છેલાજી રે મારે સાટુ પાટણથી પટોળા લેતા આવજો...' આ જાણીતા ગીતમાં જે પટોળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતની શાન છે. પટોળાની કલા આજે આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી છે. ડિઝાઈનર માટે પણ પટોળા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કહેવામાં આવે છે કે એક વાર પટોળા પર જે ડિઝાઈન પડી ગઈ તે ક્યારેટ ખરાબ નથી થતી. પટોળા ખૂબ જ મહેતનથી બને છે વર્ષો સુધી નવા જેવા જ રહે છે. તસવીરમાંઃ કિરણ ખેર પટોળામાં (તસવીર સૌજન્યઃ Pinterest)  

    પટોળું

    'છેલાજી રે મારે સાટુ પાટણથી પટોળા લેતા આવજો...'

    આ જાણીતા ગીતમાં જે પટોળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતની શાન છે. પટોળાની કલા આજે આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી છે. ડિઝાઈનર માટે પણ પટોળા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કહેવામાં આવે છે કે એક વાર પટોળા પર જે ડિઝાઈન પડી ગઈ તે ક્યારેટ ખરાબ નથી થતી. પટોળા ખૂબ જ મહેતનથી બને છે વર્ષો સુધી નવા જેવા જ રહે છે.

    તસવીરમાંઃ કિરણ ખેર પટોળામાં (તસવીર સૌજન્યઃ Pinterest)

     

    2/6
  • પાનેતર ગુજરાતીઓમાં લગ્ન સમયે પહેરવામાં આવતી ખાસ પ્રકારની સાડી એટલે પાનેતર. સામાન્ય રીતે આ પાનેતર કન્યાને તેના મોસાળ તરફથી આપવામાં આવે છે. અને તેમાં વ્હાઈટ, રેડ અને ગ્રીન કલર હોય છે. તસવીરમાંઃ લગ્ન સમયે પોતાની માતાના પાનેતરમાં ઈશા અંબાણી

    પાનેતર

    ગુજરાતીઓમાં લગ્ન સમયે પહેરવામાં આવતી ખાસ પ્રકારની સાડી એટલે પાનેતર. સામાન્ય રીતે આ પાનેતર કન્યાને તેના મોસાળ તરફથી આપવામાં આવે છે. અને તેમાં વ્હાઈટ, રેડ અને ગ્રીન કલર હોય છે.

    તસવીરમાંઃ લગ્ન સમયે પોતાની માતાના પાનેતરમાં ઈશા અંબાણી

    3/6
  • ગજી સિલ્ક સાડી સાડીના શોખીનોમાં ગજી સિલ્ક ખૂબ જ ફેમસ છે.લગ્નમાં પહેરવા માટે ગજી સિલ્ક ઑલ ટાઈમ ક્લાસિક ચોઈસ ગણાય છે. જે લાઈટવેઈટ હોવાની સાથે સાથે એકદમ રિચ લૂક આપે છે.

    ગજી સિલ્ક સાડી

    સાડીના શોખીનોમાં ગજી સિલ્ક ખૂબ જ ફેમસ છે.લગ્નમાં પહેરવા માટે ગજી સિલ્ક ઑલ ટાઈમ ક્લાસિક ચોઈસ ગણાય છે. જે લાઈટવેઈટ હોવાની સાથે સાથે એકદમ રિચ લૂક આપે છે.

    4/6
  • ઘરચોળું ઘરચોળું પણ એક ખાસ પ્રકારની સાડી  છે જે લગ્ન પ્રસંગમાં પહેરવામાં આવે છે. જેમાં પરંપરાગત ડિઝાઈન હોય છે. ઘરચોળું લૂકમાં એકદમ હેવી અને ટ્રેડિશનલ હોય છે. (તસવીર સૌજન્યઃ saree.com)

    ઘરચોળું

    ઘરચોળું પણ એક ખાસ પ્રકારની સાડી  છે જે લગ્ન પ્રસંગમાં પહેરવામાં આવે છે. જેમાં પરંપરાગત ડિઝાઈન હોય છે. ઘરચોળું લૂકમાં એકદમ હેવી અને ટ્રેડિશનલ હોય છે.

    (તસવીર સૌજન્યઃ saree.com)

    5/6
  • લહેરિયું લહેરિયા સાડી રાજસ્થાન અને ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે. સામાન્ય પ્રસંગો અને ડેઈલી વેરમાં પણ મહિલાઓ લહેરિયું પસંદ કરે છે. લહેરિયા ડિઝાઈન બોલીવુડમાં પણ ફેમસ છે. અવાર નવાર અભિનેત્રીઓ લહેરિયામાં જોવા મળે છે. તસવીરમાંઃ અભિનેત્રી અદિતી રાવ હૈદરી લહેરિયા સાડીમાં.

    લહેરિયું

    લહેરિયા સાડી રાજસ્થાન અને ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે. સામાન્ય પ્રસંગો અને ડેઈલી વેરમાં પણ મહિલાઓ લહેરિયું પસંદ કરે છે. લહેરિયા ડિઝાઈન બોલીવુડમાં પણ ફેમસ છે. અવાર નવાર અભિનેત્રીઓ લહેરિયામાં જોવા મળે છે.

    તસવીરમાંઃ અભિનેત્રી અદિતી રાવ હૈદરી લહેરિયા સાડીમાં.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

નીતા અંબાણી હોય કે રેખા, કિરણ ખેર હોય કે અદિતી રાવ હૈદરી...આ તમામ માનુનીઓની પસંદ છે ગુજરાતી સાડી. જોઈએ કેટલા પ્રકારની હોય છે ગુજરાતી સાડીઓ, જે વધારે છે માનુનીઓની શોભા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK