Happy Valentine's Day:એક પ્યાર ઐસા ભી, એક વ્યંઢળની પ્રેમ કથા

Updated: Feb 13, 2020, 18:02 IST | Chirantana Bhatt
  • આ એક એવા પ્રેમની વાત છે જે ગળે ન ઉતરે એવો હોવા છતાંય છે. આ લવસ્ટોરીની શરૂઆત થઇ ત્યારે માધુરીને કલ્પના પણ નહોતી કે તેને જીવનમાં કોઇ એવું મળશે જેને માટે તેનું વ્યંઢળ હોવું, થર્ડ જેન્ડરનાં હોવું મહત્વનું નહીં હોય. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે માધુરીએ પોતાની જીવન કથા અને પ્રેમ કથા શૅર કરી.

    આ એક એવા પ્રેમની વાત છે જે ગળે ન ઉતરે એવો હોવા છતાંય છે. આ લવસ્ટોરીની શરૂઆત થઇ ત્યારે માધુરીને કલ્પના પણ નહોતી કે તેને જીવનમાં કોઇ એવું મળશે જેને માટે તેનું વ્યંઢળ હોવું, થર્ડ જેન્ડરનાં હોવું મહત્વનું નહીં હોય. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે માધુરીએ પોતાની જીવન કથા અને પ્રેમ કથા શૅર કરી.

    1/14
  • માધુરીને લગભગ બાર વર્ષની વયે ખ્યાલ આવ્યો કે તે જુદી છે. છોકરાનાં ખોળિયામાં સ્ત્રીનો જીવ છટપટી રહ્યો હતો. તે વ્યંઢળોના સમાજમાં આવન-જાવન કરતી પણ તેને હજી સ્પષ્ટતા નહોતી થઇ કે તે સજાતીય છે કે પછી વ્યંઢળોમાંની જ એક છે. વ્યંઢળો સાથેની દોસ્તીનાં દસેક વર્ષ પછી, 22મે વર્ષે માધુરીને સ્પષ્ટતા થઇ કે તે એક વ્યંઢળ છે. તેણે પોતાની આ ઓળખાણ સ્વીકારી. તેના આ છડેચોક સ્વીકારને પરિવાર તરફથી તો તિરસ્કાર જ મળ્યો. 

    માધુરીને લગભગ બાર વર્ષની વયે ખ્યાલ આવ્યો કે તે જુદી છે. છોકરાનાં ખોળિયામાં સ્ત્રીનો જીવ છટપટી રહ્યો હતો. તે વ્યંઢળોના સમાજમાં આવન-જાવન કરતી પણ તેને હજી સ્પષ્ટતા નહોતી થઇ કે તે સજાતીય છે કે પછી વ્યંઢળોમાંની જ એક છે. વ્યંઢળો સાથેની દોસ્તીનાં દસેક વર્ષ પછી, 22મે વર્ષે માધુરીને સ્પષ્ટતા થઇ કે તે એક વ્યંઢળ છે. તેણે પોતાની આ ઓળખાણ સ્વીકારી. તેના આ છડેચોક સ્વીકારને પરિવાર તરફથી તો તિરસ્કાર જ મળ્યો. 

    2/14
  • પિતા ગુજરી ગયા ત્યાં સુધી તેની સાથે વાત ન કરતા, બહેનોને ગળે ન ઉતરતું કે એકનો એક ભાઇ 'આવો' કેમ છે? તેને ભુવા, જ્યોતિષ, દોરા-ધાગા બધું કરાવાયું. બારમા ધોરણ સુધી ભણ્યા પછી માધુરીએ હમસફર ટ્રસ્ટમાં કામ કરવાનું ચાલુ કર્યું અને તેની જાત સાથેની ઓળખ વધુ સ્પષ્ટ થતી ગઇ. તેણે 18 વર્ષ સુધી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જ કામ કર્યું.

    પિતા ગુજરી ગયા ત્યાં સુધી તેની સાથે વાત ન કરતા, બહેનોને ગળે ન ઉતરતું કે એકનો એક ભાઇ 'આવો' કેમ છે? તેને ભુવા, જ્યોતિષ, દોરા-ધાગા બધું કરાવાયું. બારમા ધોરણ સુધી ભણ્યા પછી માધુરીએ હમસફર ટ્રસ્ટમાં કામ કરવાનું ચાલુ કર્યું અને તેની જાત સાથેની ઓળખ વધુ સ્પષ્ટ થતી ગઇ. તેણે 18 વર્ષ સુધી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જ કામ કર્યું.

    3/14
  • તે કહે છે, "મને વ્યંઢળ સમાજમાંથી જ સલાહ આપવામાં આવી હતી કે ગમે તે થાય મારે ઘર ન છોડવું જોઇએ અને મેં એમ જ કર્યું. ભલે મારો તિરસ્કાર થાય. મારા માતા-પિતા જીવ્યા ત્યાં સુધી મારી આ હકીકત સ્વીકારી નહોતા શકતા જો કે મારી મા મારી સાથે વાત કરતી."

    તે કહે છે, "મને વ્યંઢળ સમાજમાંથી જ સલાહ આપવામાં આવી હતી કે ગમે તે થાય મારે ઘર ન છોડવું જોઇએ અને મેં એમ જ કર્યું. ભલે મારો તિરસ્કાર થાય. મારા માતા-પિતા જીવ્યા ત્યાં સુધી મારી આ હકીકત સ્વીકારી નહોતા શકતા જો કે મારી મા મારી સાથે વાત કરતી."

    4/14
  • એનજીઓમાં કામ કરતાં કરતાં માધુરીએ વધુ લોકો સાથે મૈત્રી કેળવવાની પણ શરૂઆત કરી. માધુરીને નૃત્યનો શોખ છે અને તે કથક શીખતી હતી. આ બધાની વચ્ચે ફેસબુક પર એક જય શર્મા નામનાં છોકરા સાથે તેનું ચેટિંગ શરુ થયું. જય અને માધુરી વચ્ચે લગભગ બે મહીના સુધી ફેસબુક પર જ વાત ચાલી.

    એનજીઓમાં કામ કરતાં કરતાં માધુરીએ વધુ લોકો સાથે મૈત્રી કેળવવાની પણ શરૂઆત કરી. માધુરીને નૃત્યનો શોખ છે અને તે કથક શીખતી હતી. આ બધાની વચ્ચે ફેસબુક પર એક જય શર્મા નામનાં છોકરા સાથે તેનું ચેટિંગ શરુ થયું. જય અને માધુરી વચ્ચે લગભગ બે મહીના સુધી ફેસબુક પર જ વાત ચાલી.

    5/14
  • આ બધા દરમિયાન એક એવો તબક્કો પણ આવ્યો જ્યારે મા-બાપ ખોઇ બેઠેલી માધુરીને ડિપ્રેશન આવવા માંડ્યું, આ દરમિયાન જય સાથે વધુ વાતો થતી અને જયે કહ્યું કે તે માધુરીને મળવા માંગે છે. માધુરીએ ફેસબુક પર પણ પોતાની ઓળખાણ થર્ડ જેન્ડર પર્સન તરીકે સ્પષ્ટ કરી જ હતી. આ પછી પણ જય તેને મળવા માંગતો હતો. 

    આ બધા દરમિયાન એક એવો તબક્કો પણ આવ્યો જ્યારે મા-બાપ ખોઇ બેઠેલી માધુરીને ડિપ્રેશન આવવા માંડ્યું, આ દરમિયાન જય સાથે વધુ વાતો થતી અને જયે કહ્યું કે તે માધુરીને મળવા માંગે છે. માધુરીએ ફેસબુક પર પણ પોતાની ઓળખાણ થર્ડ જેન્ડર પર્સન તરીકે સ્પષ્ટ કરી જ હતી. આ પછી પણ જય તેને મળવા માંગતો હતો. 

    6/14
  • તેઓ મળ્યા અને તેમની મૈત્રી વધારે પાકી થતી ગઇ. જય તેના ડાન્સનાં પ્રોગ્રામ જોવા પણ જતો. લગભગ બે વર્ષ તો મૈત્રીમાં જ પસાર થયા. એક ડાન્સ શૉમાં થર્ડ જેન્ડરની પીડા વિષે પ્રસ્તુતી હતી જે જોઇને જયનું હ્રદય પીગળી ગયું અને તેણે તે જ દીવસે પોતાનો પ્રેમ જાહેર કર્યો તથા માધુરી સમક્ષ લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો. 

    તેઓ મળ્યા અને તેમની મૈત્રી વધારે પાકી થતી ગઇ. જય તેના ડાન્સનાં પ્રોગ્રામ જોવા પણ જતો. લગભગ બે વર્ષ તો મૈત્રીમાં જ પસાર થયા. એક ડાન્સ શૉમાં થર્ડ જેન્ડરની પીડા વિષે પ્રસ્તુતી હતી જે જોઇને જયનું હ્રદય પીગળી ગયું અને તેણે તે જ દીવસે પોતાનો પ્રેમ જાહેર કર્યો તથા માધુરી સમક્ષ લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો. 

    7/14
  • માધુરીએ તેને કહ્યું કે પોતે થર્ડ જેન્ડરની છે, વ્યંઢળ છે એટલે જો જય તેની સાથે સંબંધ આગળ વધારે તો જયને પણ જાત ભાતનાં સવાલોનાં જવાબ આપવા પડશે. વળી જય પોતે ઉત્તરભારતનો છે અને સંકુચિત માનસિકતાવાળા પરિવારનો છે છતાંય જય પોતાના પ્રેમને લઇને મક્કમ હતો.

    માધુરીએ તેને કહ્યું કે પોતે થર્ડ જેન્ડરની છે, વ્યંઢળ છે એટલે જો જય તેની સાથે સંબંધ આગળ વધારે તો જયને પણ જાત ભાતનાં સવાલોનાં જવાબ આપવા પડશે. વળી જય પોતે ઉત્તરભારતનો છે અને સંકુચિત માનસિકતાવાળા પરિવારનો છે છતાંય જય પોતાના પ્રેમને લઇને મક્કમ હતો.

    8/14
  • માધુરીએ તેને સમાજ, મિત્રો, પરિવાર બધા તરફથી આવી શકે તેવા સવાલો અને તિરસ્કારની વાત કરી પણ જય મક્કમ હતો. 2014માં શરૂ થયેલી દોસ્તી 2016માં લગ્નમાં પરિણમી. માધુરીની ડોલી તેના ઘર આંગણેથી જ ઉપડી. તેમણે નક્કી કર્યું હતું કે જયનાં પરિવારને તેઓ હમણાં કશું સાચું નહીં કહે પણ પંદર દિવસમાં તો ઘરમાં ખબર પડી ગઇ કે માધુરી વ્યંઢળ છે અને બહુ તંગ માહોલ થઇ ગયો. 

    માધુરીએ તેને સમાજ, મિત્રો, પરિવાર બધા તરફથી આવી શકે તેવા સવાલો અને તિરસ્કારની વાત કરી પણ જય મક્કમ હતો. 2014માં શરૂ થયેલી દોસ્તી 2016માં લગ્નમાં પરિણમી. માધુરીની ડોલી તેના ઘર આંગણેથી જ ઉપડી. તેમણે નક્કી કર્યું હતું કે જયનાં પરિવારને તેઓ હમણાં કશું સાચું નહીં કહે પણ પંદર દિવસમાં તો ઘરમાં ખબર પડી ગઇ કે માધુરી વ્યંઢળ છે અને બહુ તંગ માહોલ થઇ ગયો. 

    9/14
  • એક વર્ષ બહુ તાણ રહી અને જ્યારે બધાંને સમજ પડી કે ગમે તે સંજોગોમાં જય માધુરીને નહીં જ છોડે ત્યારે મને-કમને તેમણે પણ આ સંબંધ સ્વીકારી લીધો, તેના ગામમાં પણ બધાને ખબર પડી. લોકોને સમજાવા લાગ્યું કે આ પ્રેમ જેન્ડર જેવી બાબતોથી પર છે.

    એક વર્ષ બહુ તાણ રહી અને જ્યારે બધાંને સમજ પડી કે ગમે તે સંજોગોમાં જય માધુરીને નહીં જ છોડે ત્યારે મને-કમને તેમણે પણ આ સંબંધ સ્વીકારી લીધો, તેના ગામમાં પણ બધાને ખબર પડી. લોકોને સમજાવા લાગ્યું કે આ પ્રેમ જેન્ડર જેવી બાબતોથી પર છે.

    10/14
  • માધુરી કહે છે કે, "સંતાન હોય એવી ઇચ્છા તો દરેકને હોય, મારે પણ માં બનવું છે. વળી ટ્રાન્સજેન્ડર્સનાં અધિકારો માટે પણ અમુક બાબતો થવી જ જોઇએ" માધુરી ટ્રાન્સજેન્ડર બોર્ડની રચના થાય તેની રાહ જોઇ રહી છે. તે પોતાના જીવનમાં ખુશ અને સંતુષ્ટ છે. બંન્ને જણાંને પોતાના પ્રેમ પર ગર્વ છે અને એકબીજા માટે સન્માન છે. માધુરી ટ્રાન્સજેન્ડર એમ્પાવરમેન્ટ એટલે કે વ્યંઢળોનાં સશક્તિકરણ માટે કામ કરે છે.

    માધુરી કહે છે કે, "સંતાન હોય એવી ઇચ્છા તો દરેકને હોય, મારે પણ માં બનવું છે. વળી ટ્રાન્સજેન્ડર્સનાં અધિકારો માટે પણ અમુક બાબતો થવી જ જોઇએ" માધુરી ટ્રાન્સજેન્ડર બોર્ડની રચના થાય તેની રાહ જોઇ રહી છે. તે પોતાના જીવનમાં ખુશ અને સંતુષ્ટ છે. બંન્ને જણાંને પોતાના પ્રેમ પર ગર્વ છે અને એકબીજા માટે સન્માન છે. માધુરી ટ્રાન્સજેન્ડર એમ્પાવરમેન્ટ એટલે કે વ્યંઢળોનાં સશક્તિકરણ માટે કામ કરે છે.

    11/14
  • એક વિજાતીય, સ્ટ્રેઇટ પુરુષનાં લગ્ન કોઇ વ્યંઢળ સાથે થયા હોય તેવું પહેલીવાર બન્યું છે. જયને ખબર હતી કે તેને શારીરિક સંબંધથી માંડીને જેન્ડરને લઇને બધા જ પ્રકારનાં સવાલ પુછાશે. જય શર્મા જે માધુરીનો પતિ છે તે લોકોને એક જ જવાબ આપે છે કે, તેણે માધુરીનાં જેન્ડરને નહીં પણ તેના વ્યક્તિત્વને પ્રેમ કર્યો છે. 

    એક વિજાતીય, સ્ટ્રેઇટ પુરુષનાં લગ્ન કોઇ વ્યંઢળ સાથે થયા હોય તેવું પહેલીવાર બન્યું છે. જયને ખબર હતી કે તેને શારીરિક સંબંધથી માંડીને જેન્ડરને લઇને બધા જ પ્રકારનાં સવાલ પુછાશે. જય શર્મા જે માધુરીનો પતિ છે તે લોકોને એક જ જવાબ આપે છે કે, તેણે માધુરીનાં જેન્ડરને નહીં પણ તેના વ્યક્તિત્વને પ્રેમ કર્યો છે. 

    12/14
  • માધુરી અને જય મુંબઇમાં જ રહેતું વર્કિંગ કપલ છે. તેમના લગ્નને હજી સર્ટિફિકેટ નથી મળ્યું પણ એ થશે એટલે તેઓ બંન્ને બાળક દત્તક લેવા માગે છે.

    માધુરી અને જય મુંબઇમાં જ રહેતું વર્કિંગ કપલ છે. તેમના લગ્નને હજી સર્ટિફિકેટ નથી મળ્યું પણ એ થશે એટલે તેઓ બંન્ને બાળક દત્તક લેવા માગે છે.

    13/14
  • જયનાં મિત્રોનાં પ્રતિભાવની વાત કરતાં માધુરી કહે છે કે, "તેનાં મિત્રોને તો એમ હતું કે હિજડો કે વ્યંઢળ હોય એટલે મોટા અવાજે, તાબોટા પાડીને જ વાત કરે. પણ તેઓ મને મળવા માંડ્યા અને તેમનું જજમેન્ટ બદલાયું. તેમને ખબર પડી કે વ્યંઢળ પણ મૃદુભાષી હોઇ શકે છે. બધાં એક સરખા નથી હોતા."

    જયનાં મિત્રોનાં પ્રતિભાવની વાત કરતાં માધુરી કહે છે કે, "તેનાં મિત્રોને તો એમ હતું કે હિજડો કે વ્યંઢળ હોય એટલે મોટા અવાજે, તાબોટા પાડીને જ વાત કરે. પણ તેઓ મને મળવા માંડ્યા અને તેમનું જજમેન્ટ બદલાયું. તેમને ખબર પડી કે વ્યંઢળ પણ મૃદુભાષી હોઇ શકે છે. બધાં એક સરખા નથી હોતા."

    14/14
  • loading...

ફોટોઝ વિશે

માધુરી સરોડેની જિંદગીનો ઘણો સમય પહેલાં તો જાતને પારખવામાં જ ગયો. જાત સાથે ઓળખાણ થઇ ત્યાં ઘરનાં તરફથી તિરસ્કાર મળ્યો, પણ ઘર ન છોડવું એવું તેણે નક્કી કર્યું હતું. કેવી રીતે વ્યંઢળ માધુરીને સાચો પ્રેમ એક એવા પુરુષ પાસેથી મળ્યો જે સજાતીય એટલે કે ગે નથી પણ સ્ટ્રેટ છે. તમામ તસવીર સૌજન્ય માધુરી સરોડે તથા માધુરી સરોડે શર્માનું ફેસબુક એકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK