ટેસ્ટ ભી હેલ્થ ભીઃ ટ્રાય કરો આ ગુજરાતી વાનગીઓ, જે છે ટેસ્ટી અને હેલ્ધી

Updated: Apr 13, 2019, 13:10 IST | Falguni Lakhani
 • કઢી-ખીચડી ગુજરાતનું નામ પડે એટલે કઢી ખીચડી યાદ આવે જ. ખીચડી પચવામાં ખૂબ જ હલકી હોય છે. એટલે જ બીમાર વ્યક્તિને ખીચડી ખાવાની સલાહ આપવામાં આવે છે. જો તમારે સાંજના સમયે કાંઈક લાઈટ અને હેલ્ધી ખાવું હોય તો કઢી-ખીચડી ટ્રાય કરી શકો છો. ઓછ તેલ અને મસાાલા સાથે બનતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે.

  કઢી-ખીચડી

  ગુજરાતનું નામ પડે એટલે કઢી ખીચડી યાદ આવે જ. ખીચડી પચવામાં ખૂબ જ હલકી હોય છે. એટલે જ બીમાર વ્યક્તિને ખીચડી ખાવાની સલાહ આપવામાં આવે છે. જો તમારે સાંજના સમયે કાંઈક લાઈટ અને હેલ્ધી ખાવું હોય તો કઢી-ખીચડી ટ્રાય કરી શકો છો. ઓછ તેલ અને મસાાલા સાથે બનતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે.

  1/6
 • દાળ ઢોકળી દાળ ઢોકળીનું નામ પડે એટલે દરેક ગુજરાતીના મોં માં પાણી આવી જાય. ચણાનો લોટ, તુવેરની દાળ, ઘઉંના લોટમાંથી દાળ ઢોકળી બને છે. જેમાં તેલ માત્ર વઘાર માટે જ યૂઝ કરવામાં આવે છે. દાળ ઢોકળી એવી વાનગી છે જે ઝટપટ બની જાય છે અને સાથે જ તેનાથી પેટ પણ ભરાઈ જાય છે. દાળ ઢોકળીમાં તેલનો પણ બહુ ઓછો ઉપયોગ થાય છે, એટલે તે સ્વાસ્થ્ય માટે પણ સારી છે.

  દાળ ઢોકળી

  દાળ ઢોકળીનું નામ પડે એટલે દરેક ગુજરાતીના મોં માં પાણી આવી જાય. ચણાનો લોટ, તુવેરની દાળ, ઘઉંના લોટમાંથી દાળ ઢોકળી બને છે. જેમાં તેલ માત્ર વઘાર માટે જ યૂઝ કરવામાં આવે છે. દાળ ઢોકળી એવી વાનગી છે જે ઝટપટ બની જાય છે અને સાથે જ તેનાથી પેટ પણ ભરાઈ જાય છે. દાળ ઢોકળીમાં તેલનો પણ બહુ ઓછો ઉપયોગ થાય છે, એટલે તે સ્વાસ્થ્ય માટે પણ સારી છે.

  2/6
 • ખાંડવી ચણાના લોટ, નમક અને છાશ. બસ આટલી જ વસ્તુઓ તમને જોઈશે ખાંડવી બનાવવા માટે. વઘાર માટે બસ થોડું તેલ,મરચાં, રાય અને જીરું. ખાંડવી જેટલી દેખાવમાં સરસ લાગે છે તેટલી જ જમવામાં હળવી છે અને તમારી ટેસ્ટ બડ્સને પણ તેનાથી સંતોષ મળશે.

  ખાંડવી

  ચણાના લોટ, નમક અને છાશ. બસ આટલી જ વસ્તુઓ તમને જોઈશે ખાંડવી બનાવવા માટે. વઘાર માટે બસ થોડું તેલ,મરચાં, રાય અને જીરું. ખાંડવી જેટલી દેખાવમાં સરસ લાગે છે તેટલી જ જમવામાં હળવી છે અને તમારી ટેસ્ટ બડ્સને પણ તેનાથી સંતોષ મળશે.

  3/6
 • મુઠિયા મુઠિયા ગુજરાતી ઘરમાં અવાર-નવાર બનતી વાનગી છે. મુઠિયામાં ઘઉં, ચણા, બાજરાનો લોટ સાથે દૂધીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેમાંથી તમામ પ્રકારનું પોષણ મળી રહે છે. મુઠિયા કોથમીરની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગી પણ ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે.

  મુઠિયા

  મુઠિયા ગુજરાતી ઘરમાં અવાર-નવાર બનતી વાનગી છે. મુઠિયામાં ઘઉં, ચણા, બાજરાનો લોટ સાથે દૂધીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેમાંથી તમામ પ્રકારનું પોષણ મળી રહે છે. મુઠિયા કોથમીરની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગી પણ ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે.

  4/6
 • મગની દાળના પુડલા સામાન્ય રીતે પુડલા ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. પરંતુ જો તમારે વધુ હેલ્ધી ઑપ્શન ટ્રાય કરવું હોય તો તમે મગની દાળના પુડલા ટ્રાય કરી શકો છો. જેમાં મગની દાળના પોષણની સાથે તમને થોડો ચટપટો સ્વાદ પણ મળશે.

  મગની દાળના પુડલા

  સામાન્ય રીતે પુડલા ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. પરંતુ જો તમારે વધુ હેલ્ધી ઑપ્શન ટ્રાય કરવું હોય તો તમે મગની દાળના પુડલા ટ્રાય કરી શકો છો. જેમાં મગની દાળના પોષણની સાથે તમને થોડો ચટપટો સ્વાદ પણ મળશે.

  5/6
 • ખાખરા ગુજરાતીઓનો ફેવરિટ સવારનો નાસ્તો એટલે ખાખરા. ઈવન બોલીવુડ ફિલ્મોમાં પણ ગુજરાતીઓની સાથે સાથે ખાખરાનો ઉલ્લેખ કરવામાં આવે છે. નહિંવત તેલમાં બનતા ખાખરા ડાયેટ કરતા લોકો માટે સારો ઓપ્શન છે. ખાખરામાં પણ મસાલા ખાખરા, મેથી ખાખરા, જીરા ખાખરા જેવા ઓપ્શન પણ ઉપલબ્ધ છે. સાથે ખાખરાને ગમે ત્યાં સાથે પણ લઈ જઈ શકાય છે.

  ખાખરા

  ગુજરાતીઓનો ફેવરિટ સવારનો નાસ્તો એટલે ખાખરા. ઈવન બોલીવુડ ફિલ્મોમાં પણ ગુજરાતીઓની સાથે સાથે ખાખરાનો ઉલ્લેખ કરવામાં આવે છે. નહિંવત તેલમાં બનતા ખાખરા ડાયેટ કરતા લોકો માટે સારો ઓપ્શન છે. ખાખરામાં પણ મસાલા ખાખરા, મેથી ખાખરા, જીરા ખાખરા જેવા ઓપ્શન પણ ઉપલબ્ધ છે. સાથે ખાખરાને ગમે ત્યાં સાથે પણ લઈ જઈ શકાય છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

આમ તો ગુજરાતી વાનગીઓનું નામ પડે એટલે તીખી તમતમતી અને તેલથી ભરપૂર વાનગીઓ યાદ આવે. આજે અમને તમને એવી ગુજરાતી વાનગીઓથી રૂબરૂ કરાવીશું જે ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી જશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK