ધર્મ સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંગમ એટલે ત્રિપુરા

Published: Mar 15, 2019, 17:49 IST | Shilpa Bhanushali
 • ઉનકોટી : અગરતલાથી ૧૭૮ કિલોમીટરના અંતરે ઉનકોટી આવેલું છે જે કૈલાશહારનો હિસ્સો પણ ગણાય છે. ૪૫ મીટર ઊંચા પહાડને તોડીને આ તીર્થ બનાવવામાં આવ્યું છે. એવી લોકવાયકા છે કે શંકર ભગવાન એક યાત્રા દરમ્યાન આ સ્થળે દેવદેવતાઓ સાથે થોડો સમય રોકાયા હતા. એક યાદગીરીના સ્વરૂપે અહીં પહાડ પર શિવજીની મૂર્તિને તેમ જ અન્ય દેવીદેવતીઓની મૂર્તિને કોતરવામાં આવી છે જેથી આ સ્થળ પવિત્ર અને પૂજનીય ગણાય છે. અગરતલાથી બસ દ્વારા ધર્મનગર જઈને ત્યાંથી ઉનકોટી સુધી પહોંચી શકાય છે.

  ઉનકોટી : અગરતલાથી ૧૭૮ કિલોમીટરના અંતરે ઉનકોટી આવેલું છે જે કૈલાશહારનો હિસ્સો પણ ગણાય છે. ૪૫ મીટર ઊંચા પહાડને તોડીને આ તીર્થ બનાવવામાં આવ્યું છે. એવી લોકવાયકા છે કે શંકર ભગવાન એક યાત્રા દરમ્યાન આ સ્થળે દેવદેવતાઓ સાથે થોડો સમય રોકાયા હતા. એક યાદગીરીના સ્વરૂપે અહીં પહાડ પર શિવજીની મૂર્તિને તેમ જ અન્ય દેવીદેવતીઓની મૂર્તિને કોતરવામાં આવી છે જેથી આ સ્થળ પવિત્ર અને પૂજનીય ગણાય છે. અગરતલાથી બસ દ્વારા ધર્મનગર જઈને ત્યાંથી ઉનકોટી સુધી પહોંચી શકાય છે.

  1/9
 • જામપુઈ હિલ્સ : અગરતલાથી ૧૭૦ કિલોમીટર દૂર નૉર્થ ત્રિપુરામાં જામપુઈ હિલ્સ આવેલું છે. નામ મુજબ આ સ્થળ એક હિલ એરિયા છે જે સમુદ્રની સપાટીથી ૩૦૦૦ ફુટ ઊંચે આવેલું છે. હરિયાળીથી આચ્છાદિત આ હિલની ટોચ પર ઠંડીની સીઝનમાં વહેલી સવારે અહીં આવો તો તમને રોચક નજારો જોવા મળી શકે છે. હિલ પર એક તરફ ઊભા રહીને સામેની તરફ જોશો તો તમને એવું લાગશે કે જાણે વાદળોનાં પૂર તમારી સામે ધસમસતાં આવી રહ્યાં છે. આવો નજારો બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. હિલ પર નારંગીનાં પુષ્કળ વૃક્ષો છે જેને લીધે હરિયાળીના લીલા રંગમાં નારંગી રંગ ઉમેરાતો જોવા મળે છે. પહાડની ટોચથી મિઝોરમ અને બંગલા દેશ દેખાય છે.

  જામપુઈ હિલ્સ : અગરતલાથી ૧૭૦ કિલોમીટર દૂર નૉર્થ ત્રિપુરામાં જામપુઈ હિલ્સ આવેલું છે. નામ મુજબ આ સ્થળ એક હિલ એરિયા છે જે સમુદ્રની સપાટીથી ૩૦૦૦ ફુટ ઊંચે આવેલું છે. હરિયાળીથી આચ્છાદિત આ હિલની ટોચ પર ઠંડીની સીઝનમાં વહેલી સવારે અહીં આવો તો તમને રોચક નજારો જોવા મળી શકે છે. હિલ પર એક તરફ ઊભા રહીને સામેની તરફ જોશો તો તમને એવું લાગશે કે જાણે વાદળોનાં પૂર તમારી સામે ધસમસતાં આવી રહ્યાં છે. આવો નજારો બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. હિલ પર નારંગીનાં પુષ્કળ વૃક્ષો છે જેને લીધે હરિયાળીના લીલા રંગમાં નારંગી રંગ ઉમેરાતો જોવા મળે છે. પહાડની ટોચથી મિઝોરમ અને બંગલા દેશ દેખાય છે.

  2/9
 • નીરમહેલ : લેકની વચ્ચે નિર્માણ કરવામાં આવેલો નીરમહેલ અહીંનું નોખું નજરાણું છે. ઉદયપુર બાદ ત્રિપુરામાં જ એક નીરમહેલ છે જે લેકની વચ્ચે બનાવવામાં આવેલો છે.

  નીરમહેલ : લેકની વચ્ચે નિર્માણ કરવામાં આવેલો નીરમહેલ અહીંનું નોખું નજરાણું છે. ઉદયપુર બાદ ત્રિપુરામાં જ એક નીરમહેલ છે જે લેકની વચ્ચે બનાવવામાં આવેલો છે.

  3/9
 • પારંપરિક ડ્રેસ : આ અહીંનો પારંપરિક ડ્રેસ છે. આ પોશાકને રિસા અને રિકુટુ  કહેવાય છે.

  પારંપરિક ડ્રેસ : આ અહીંનો પારંપરિક ડ્રેસ છે. આ પોશાકને રિસા અને રિકુટુ  કહેવાય છે.

  4/9
 • ઉજયન્તા પૅલેસ : ૮૦૦ એકરના વિસ્તારમાં પથરાયેલો આ મહેલ કેટલો વિશાળ અને ભવ્ય છે જેનો અંદાજ આ ફોટો પરથી મળી શકે છે. રાત્રિના સમયે આ પૅલેસ રંગીન લાઇટના પ્રકાશમાં ખૂબ જ સુંદર લાગે છે.

  ઉજયન્તા પૅલેસ : ૮૦૦ એકરના વિસ્તારમાં પથરાયેલો આ મહેલ કેટલો વિશાળ અને ભવ્ય છે જેનો અંદાજ આ ફોટો પરથી મળી શકે છે. રાત્રિના સમયે આ પૅલેસ રંગીન લાઇટના પ્રકાશમાં ખૂબ જ સુંદર લાગે છે.

  5/9
 • ત્રિપુર સુંદરી મંદિર : અગરતલાથી પંચાવન કિલોમીટરના અંતરે ત્રિપુર સુંદરી મંદિર આવેલું છે. આ મંદિરને રાજ્યના સૌથી મહત્વના અને પવિત્ર મંદિર તરીકે ગણવામાં આવે છે. એટલું જ નહીં, આ મંદિર માતાની ૫૧ શક્તિપીઠમાંની એક પીઠ હોવાનું પણ ગણાય છે. એનું બાંધકામ આજથી લગભગ ૪૦૦ વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. એવું પણ કહેવાય છે કે મંદિરની અંદર બે મૂર્તિ છે : એક પાંચ ફુટની અને બીજી બે ફુટની. કાલી માતાની મૂર્તિ મંદિરમાં સોરોશીના રૂપમાં પૂજવામાં આવે છે. આ મૂર્તિ એક પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે. આ મંદિરની જગ્યા કાચબાના આકાર જેવી હોવાથી એ કુર્મીપાથા તરીકે પણ ઓળખાય છે. દર દિવાળીએ મંદિર નજીક એક મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બે લાખથી અધિક યાત્રાળુઓ ભાગ લે છે.

  ત્રિપુર સુંદરી મંદિર : અગરતલાથી પંચાવન કિલોમીટરના અંતરે ત્રિપુર સુંદરી મંદિર આવેલું છે. આ મંદિરને રાજ્યના સૌથી મહત્વના અને પવિત્ર મંદિર તરીકે ગણવામાં આવે છે. એટલું જ નહીં, આ મંદિર માતાની ૫૧ શક્તિપીઠમાંની એક પીઠ હોવાનું પણ ગણાય છે. એનું બાંધકામ આજથી લગભગ ૪૦૦ વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. એવું પણ કહેવાય છે કે મંદિરની અંદર બે મૂર્તિ છે : એક પાંચ ફુટની અને બીજી બે ફુટની. કાલી માતાની મૂર્તિ મંદિરમાં સોરોશીના રૂપમાં પૂજવામાં આવે છે. આ મૂર્તિ એક પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે. આ મંદિરની જગ્યા કાચબાના આકાર જેવી હોવાથી એ કુર્મીપાથા તરીકે પણ ઓળખાય છે. દર દિવાળીએ મંદિર નજીક એક મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બે લાખથી અધિક યાત્રાળુઓ ભાગ લે છે.

  6/9
 • વૉટરફૉલ :દુમબુર લેક ખાતે આવેલો આ વૉટરફૉલ ખરેખર ખૂબ જ સુંદર નજારો રેલાવે છે. હરિયાળીની વચ્ચે આવેલો આ ફૉલ એક અલૌકિક દુનિયામાં હોવાનો ભાસ કરાવે છે. અગરતલાથી ૧૨૦ કિલોમીટરના અંતરે દુમબુર લેક આવેલો છે. અહીં બે નદી રાઈમા અને સરમાનો સંગમ થાય છે. આ ઉપરાંત આ સ્થળ બે બહેનોની લોકવાયકાને લીધે પણ જાણીતો છે. લેકની બાજુમાં હાઇડ્રો-પ્રોજેક્ટ પણ નાખવામાં આવેલો છે જ્યાંથી ગુમતી નદી નીકળે છે જેથી સ્થળને તીર્થમુખ પણ કહેવાય છે. થોડી રસપ્રદ માહિતી જાણવી હોય તો તમને જણાવી દઈએ એ અહીં નાના ૪૮ આઇલૅન્ડ આવેલા છે. અહીં કચારી દુમબૂર આવેલું છે જ્યાં વૉટરફૉલ છે. અહીં સ્થાનિક લોકો પૂજા કરવા આવે છે. ઉપર-નીચે અને આજુબાજુ બધી જગ્યાએ ગ્રીનરી અને એની વચ્ચેથી નીકળતો આ વૉટરફૉલનો નજારો શબ્દોમાં વર્ણવો મુશ્કેલ છે. ઊંચાઈએથી નીચે પડતા પાણીના ધોધનો અવાજ એકસાથે સેંકડો ઘૂઘરા વાગતા હોય એવો સાંભળવા મળે છે.

  વૉટરફૉલ :દુમબુર લેક ખાતે આવેલો આ વૉટરફૉલ ખરેખર ખૂબ જ સુંદર નજારો રેલાવે છે. હરિયાળીની વચ્ચે આવેલો આ ફૉલ એક અલૌકિક દુનિયામાં હોવાનો ભાસ કરાવે છે. અગરતલાથી ૧૨૦ કિલોમીટરના અંતરે દુમબુર લેક આવેલો છે. અહીં બે નદી રાઈમા અને સરમાનો સંગમ થાય છે. આ ઉપરાંત આ સ્થળ બે બહેનોની લોકવાયકાને લીધે પણ જાણીતો છે. લેકની બાજુમાં હાઇડ્રો-પ્રોજેક્ટ પણ નાખવામાં આવેલો છે જ્યાંથી ગુમતી નદી નીકળે છે જેથી સ્થળને તીર્થમુખ પણ કહેવાય છે. થોડી રસપ્રદ માહિતી જાણવી હોય તો તમને જણાવી દઈએ એ અહીં નાના ૪૮ આઇલૅન્ડ આવેલા છે. અહીં કચારી દુમબૂર આવેલું છે જ્યાં વૉટરફૉલ છે. અહીં સ્થાનિક લોકો પૂજા કરવા આવે છે. ઉપર-નીચે અને આજુબાજુ બધી જગ્યાએ ગ્રીનરી અને એની વચ્ચેથી નીકળતો આ વૉટરફૉલનો નજારો શબ્દોમાં વર્ણવો મુશ્કેલ છે. ઊંચાઈએથી નીચે પડતા પાણીના ધોધનો અવાજ એકસાથે સેંકડો ઘૂઘરા વાગતા હોય એવો સાંભળવા મળે છે.

  7/9
 • વિશેષ પ્રકારના વાંદરા : ત્રિપુરામાં જંગલનો વિસ્તાર વધુ હોવાથી અહીં વન્યજીવન પણ ઘણું ફૂલ્યુંફાલ્યું છે. અહીંનાં જંગલોમાં આવા વિશેષ પ્રકારના વાંદરા જોવા મળે છે.

  વિશેષ પ્રકારના વાંદરા : ત્રિપુરામાં જંગલનો વિસ્તાર વધુ હોવાથી અહીં વન્યજીવન પણ ઘણું ફૂલ્યુંફાલ્યું છે. અહીંનાં જંગલોમાં આવા વિશેષ પ્રકારના વાંદરા જોવા મળે છે.

  8/9
 • ચાના બગીચા : અહીં મોટી સંખ્યામાં ચાના બગીચા આવેલા છે જેની ઘણાને જાણ નથી.

  ચાના બગીચા : અહીં મોટી સંખ્યામાં ચાના બગીચા આવેલા છે જેની ઘણાને જાણ નથી.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

સેવન સિસ્ટર્સ રાજ્યોમાંનું એક રાજ્ય ત્રિપુરા ક્યાં આવ્યું છે એ જોવું હોય તો ગૂગલ મૅપ ઓપન કરો. દેશના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં સૌથી છેવટનું અને કદમાં એકદમ નાનકડું સ્થાન દેખાય તો સમજી જવું કે આ ત્રિપુરા છે. ત્રિપુરા દેશનું ત્રીજા નંબરનું સૌથી નાનું રાજ્ય છે. પરંતુ હા, નાનકડું રાજ્ય સમજીને જો એની અવગણના કરશો તો પસ્તાવાનો વારો આવશે. એનું કારણ છે અહીંનું ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક આકર્ષણ. ઇતિહાસમાં જણાવ્યા પ્રમાણે ત્રિપુરાની સ્થાપના ૧૪મી સદીમાં માણિક્યએ કરી હતી. એને બાદમાં બ્રિટિશ હકુમતે હસ્તગત કરી લીધું. રાજ્યના નામને લઈને અહીં ઘણી લોકવાયકાઓ છે. કેટલાક કહે છે કે આ રાજ્યનું નામ અહીંની આદિવાસી જનજાતિના નામ પરથી રાખવામાં આવ્યું છે, જ્યારે કેટલાક બીજું કંઈ. જોકે ઇતિહાસવિદોના જણાવ્યા પ્રમાણે આ રાજ્યનું નામ ત્રિપુર સુંદરી માતાના નામ પરથી પડ્યું છે જે એક શક્તિપીઠ છે. ત્રિપુરાને એક પવર્તીય વિસ્તાર તરીકે જોઈ શકો છો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK