ટ્વીટરના સ્વદેશી વર્ઝનની સોશ્યલ મીડિયામાં ઉડી રહી છે આવી મજાક
Published: 25th November, 2020 17:59 IST | Keval Trivedi
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરનું દેશી વર્ઝન એટલે કે ‘મેડ ઈન ઈન્ડિયા’ સોશ્યલ નેટવર્ક ટૂટરને લૉન્ચ કરવામાં આવ્યુ છે. સોશ્યલ મીડિયામાં ટુટરને એક પ્રકારનું ટ્વીટરનું ડુપ્લિકેટ ગણાવી રહ્યા છે. તેથી એવા મિમ્સ વાયરલ થઈ રહ્યા છે જેમાં એક જેવા દેખાતા બે વ્યક્તિ હોય પરંતુ તે લોકોની ગુણવત્તામાં ઘણો ફરક હોય.
1/17
આંતરરાષ્ટ્રીય ધોરણે ફૅમસ કેરેક્ટર સુપરમેન અને ગોવિંદાના એક ગીતમાં તે સુપરમેન બન્યો હતો, આ બે ફોટાને કોલાજ બનાવીને એક ટ્વીટર યુઝરે બંને વર્ઝન વચ્ચેનો ફરક બતાવ્યો હતો.
2/17
આ મિમ ઘણી વખત વપરાય છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ફાસ્ટ એન્ડ ફ્યુરસ ફ્રેન્ચાઈઝીથી વૈશ્વિક ધોરણે ફૅમસ અભિનેતા વિન ડીઝલને પણ ટ્વીટર અને ટુટર સાથે સરખાવ્યા હતા.
3/17
ફીર હેરા ફેરી મુવીમાં આ એક તોતડો કેરેક્ટર હતુ, જે કંઈ પણ બોલે તો સાંભળવાની એક પ્રકારની મજા આવતી હતી. આ કેરેક્ટરને ટ્વીટર ગણાવીને એક યુઝરે કહ્યું કે, ટ્વીટર પણ હાલ ટુટરને આવી જ રીતે વઢતો હશે.
4/17
આ મિમ જોઈને જ સમજાઈ છે કે યુઝર ટ્વીટર અને ટુટર વચ્ચે કેટલો ફરક સમજે છે.
5/17
એવેન્જર્સની વાત કરીએ તો સૌથી શક્તિશાળી ગણાતો ગોડ ઓફ થંડર- થોર વિશ્વના દરેક બાળક માટે હિરો છે. પરંતુ તેની સરખામણી બૉલીવુડ અભિનેતા અજય દેવગણના એક જૂના ફોટા સાથે કરવામાં આવી છે. થોર માટે તેનુ હેમર જ બધુ છે પરંતુ અજય દેવગણે તો એક સામાન્ય કુહાડી પકડી છે.
6/17
વન્સ અપોન અ ટાઈમ મુંબઈમાં જ્યારે અજય દેવગણ (સુલ્તાન મિર્ઝા) તેના રાઈટ હેન્ડ ઈમરાન હાશ્મીને ગુસ્સામાં સમજાવે છે કે મારા જેવા કપડા પહેરીને તે મારા જેવો થઈ જઈશ નહીં. એવી જ રીતે ટ્વીટર પણ ટુટરને આમ જ કહેવા માગે છે એમ યુઝર આ મિમના માધ્યમે સમજાવવા માગે છે.
7/17
મિર્ઝાપુરની બીજી સીઝનમાં જ્યારે ચૂંટણી પ્રચાર ચાલે છે ત્યારે આ ડાયલોગ ખૂબ જ ફૅમસ થયો હતો. યુઝર્સે આ ડાયલોગને પણ ટુટરની મજાક ઉડાવવા માટે ઉપયોગ કર્યો છે.
8/17
મુન્ના ભાઈ એમ.બી.બી.એસનો આ ડાયલોગ જેટલો મુવીના માધ્યમે ફૅમસ થયો એનાથી વધુ મિમ્સમાં વાપરી વાપરીને લોકોએ ફૅમસ કર્યો છે.
9/17
ગેન્ગ ઑફ વાસેપુરનો આ ડાયલોગ પણ ખૂબ ફૅમસ છે. પિતા તેના છોકરાને સમજાવે છે કે બેટા તારાથી નહીં થઈ શકે. યુઝરનું કહેવું છે કે ટ્વીટર કંઈક આવી જ રીતે ટુટર સાથે વાત કરતો હશે.
10/17
આ મિમ મૂકીને યુઝરે ટુટરની કંઈક વધારે પડતી જ મજાક ઉડાવી છે.
11/17
શાહરૂખ ખાન અને તેના જેવા દેખાતા ડુપ્લિકેટની મજાક કરવાનું પણ યુઝર્સે બાકી રાખ્યુ નહોતું.
12/17
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની પણ કંઈક આવી જ રીતે મજાક ઉડાવવામાં આવી હતી.
13/17
બેટમેન અને સલમાન ખાનની ફિલ્મ કીકની આ બે તસવીરો લઈને યુઝરે ટ્વીટર અને ટુટર વચ્ચેનો ફરક બતાવ્યો હતો.
14/17
ગેન્ગ ઓફ વાસેપુરમાં અભિનેતા પંકજ ત્રિપાઠીનો આ ડાયલોગ પણ ઘણા મિમ્સમાં વપરાયો છે. યુઝર્સે આ વખતે પણ આ ડાયલોગનો ચતુરાઈથી ઉપયોગ કર્યો છે.
15/17
યુઝરે એફિલ ટાવર અને તેના જેવા દેખાતા ઈલેક્ટ્રીક ટાવર વચ્ચેનો ફરક બતાવીને કહ્યું હતું કે આવો જ ફરક ટ્વીટર અને ટુટર વચ્ચે છે.
16/17
મિસ્ટર બીન અને સીઆઈડી સિરિયલમાં આવેલા આ અભિનેતાની મજાક ઉડાવવાનું પણ યુઝર્સે બાકી રાખ્યું નહીં.
17/17
ફોટોઝ વિશે
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરનું દેશી વર્ઝન એટલે કે ‘મેડ ઈન ઈન્ડિયા’ સોશ્યલ નેટવર્ક ટૂટરને લૉન્ચ કરવામાં આવ્યુ છે. જોકે સોશ્યલ મીડિયામાં આ વર્ઝનનો આવકાર મિમ્સથી થઈ રહ્યો છે. આ મિમ્સ જોઈને તમે પણ પેટ પકડીને હસશો. (તસવીર સૌજન્યઃ ટ્વીટર)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK