મુંબઈના એવા કાફે જે તમને અપાવશે જૂના બોમ્બેની યાદ

Published: Apr 14, 2019, 11:42 IST | Falguni Lakhani
 • લીઓપોલ્ડ કાફે મુંબઈનો લીઓપોલ્ડ કાફે સાથે ખૂબ જ જૂનો નાતો છે. મુંબઈમાં યમ્મી ચાઈનીઝ ખાવા માટે લીઓપોલ્ડ કાફે ખૂબ જ જાણીતું છે. સ્થાનિકોથી માંડીને વિદેશથી આવતા લોકો એકવાર અહીં જરૂરથી આવે છે. સારા મ્યુઝિક અને ફૂડનો જેને શોખ હોય તેમણે અહીં જરૂરથી જવું જોઈએ. નવેમ્બર 2008માં મુંબઈમાં જ્યારે હુમલો થયો ત્યારે આ કાફેને પહેલા નિશાન બનાવવામાં આવ્યું હતું. કાફેમાં હજુ પણ ગોળીઓના નિશાન છે.

  લીઓપોલ્ડ કાફે
  મુંબઈનો લીઓપોલ્ડ કાફે સાથે ખૂબ જ જૂનો નાતો છે. મુંબઈમાં યમ્મી ચાઈનીઝ ખાવા માટે લીઓપોલ્ડ કાફે ખૂબ જ જાણીતું છે. સ્થાનિકોથી માંડીને વિદેશથી આવતા લોકો એકવાર અહીં જરૂરથી આવે છે. સારા મ્યુઝિક અને ફૂડનો જેને શોખ હોય તેમણે અહીં જરૂરથી જવું જોઈએ. નવેમ્બર 2008માં મુંબઈમાં જ્યારે હુમલો થયો ત્યારે આ કાફેને પહેલા નિશાન બનાવવામાં આવ્યું હતું. કાફેમાં હજુ પણ ગોળીઓના નિશાન છે.

  1/8
 • કાફે મોંડેગર મુંબઈના મોસ્ટ આઈકોનિક કાફેમાંથી એક છે જે તેમને જૂના જમાનામાં લઈ થશે. કાફેનો રેટ્રો લૂક લોકોને આકર્ષે છે. ઈરાની કાફેની જેમ આ કાફે 1932માં શરૂ કરવામાં આવ્યું હતું. મુંબઈના સૌથી ફેમસ કાફેમાંથી કાફે મોંડેગર એક છે. અહીં ટેબલ મેળવવા માટે તમારે રાહ જોવા પડશે. ઈમ્પોર્ટેડ વાઈનથી લઈને ડોમેસ્ટિક બીઅર બધુ તમને અહીં મળી જશે. ફૂડ અને ડ્રિંક જેમને એક સાથે માણવું ગમતું હોય તો તેમણે અહીં આવવું જોઈએ.

  કાફે મોંડેગર
  મુંબઈના મોસ્ટ આઈકોનિક કાફેમાંથી એક છે જે તેમને જૂના જમાનામાં લઈ થશે. કાફેનો રેટ્રો લૂક લોકોને આકર્ષે છે. ઈરાની કાફેની જેમ આ કાફે 1932માં શરૂ કરવામાં આવ્યું હતું. મુંબઈના સૌથી ફેમસ કાફેમાંથી કાફે મોંડેગર એક છે. અહીં ટેબલ મેળવવા માટે તમારે રાહ જોવા પડશે. ઈમ્પોર્ટેડ વાઈનથી લઈને ડોમેસ્ટિક બીઅર બધુ તમને અહીં મળી જશે. ફૂડ અને ડ્રિંક જેમને એક સાથે માણવું ગમતું હોય તો તેમણે અહીં આવવું જોઈએ.

  2/8
 • પૃથ્વી કાફે જો તમે પૃથ્વી થિએટર જાવ તો તમારે પૃથ્વી કાફેની જરૂરથી મુલાકાત લેવી જોઈએ. લાઈટ્સથી શણગારેલ વૃક્ષો, નાના ટેબલ્સ અને આસપાસનું એમ્બિયન્સ. આ કાફેમાં હંમેશા ભીડ રહે છે. પૃથ્વી કાફેમાં જમવાનો લ્હાવો કાંઈક અલગ જ છે. ટેસ્ટી અને પોકેટ ફ્રેન્ડલી પણ ખરા. એકવાર જશો અને હંમેશા યાદ રાખશો.

  પૃથ્વી કાફે
  જો તમે પૃથ્વી થિએટર જાવ તો તમારે પૃથ્વી કાફેની જરૂરથી મુલાકાત લેવી જોઈએ. લાઈટ્સથી શણગારેલ વૃક્ષો, નાના ટેબલ્સ અને આસપાસનું એમ્બિયન્સ. આ કાફેમાં હંમેશા ભીડ રહે છે. પૃથ્વી કાફેમાં જમવાનો લ્હાવો કાંઈક અલગ જ છે. ટેસ્ટી અને પોકેટ ફ્રેન્ડલી પણ ખરા. એકવાર જશો અને હંમેશા યાદ રાખશો.

  3/8
 • કાફે એટ ધ NCPA જુહુના પૃથ્વી કાફેની જેમ નરીમાન પોઈન્ટનું NCPA કાફે છે. ઉંચા વૃક્ષોની હારમાળા, બ્રાઈટ લાઈટિંગ, આઉટડોર સીટિંગ અને ગ્રીન વૉક વે. જેનાથી તમને કાંઈક અલગ જ અનુભવ થશે. અરબ સાગરની લહેરોનો અનુભવ તમારી ભૂખમાં વધારો કરશે. શહેરની ભીડભાડથી અલગ એવી આ જગ્યા તમને શાંતિ અપાવશે. અમેરિકન અને એશિયન વાનગીઓ તમને અહીં ટેસ્ટ કરવા મળશે.

  કાફે એટ ધ NCPA
  જુહુના પૃથ્વી કાફેની જેમ નરીમાન પોઈન્ટનું NCPA કાફે છે. ઉંચા વૃક્ષોની હારમાળા, બ્રાઈટ લાઈટિંગ, આઉટડોર સીટિંગ અને ગ્રીન વૉક વે. જેનાથી તમને કાંઈક અલગ જ અનુભવ થશે. અરબ સાગરની લહેરોનો અનુભવ તમારી ભૂખમાં વધારો કરશે. શહેરની ભીડભાડથી અલગ એવી આ જગ્યા તમને શાંતિ અપાવશે. અમેરિકન અને એશિયન વાનગીઓ તમને અહીં ટેસ્ટ કરવા મળશે.

  4/8
 • બ્રિટાનિયા એન્ડ કુ પહેલાનું બોમ્બે અને હવેનું મુંબઈ, આ બંનેને જોવું હોય તો અહીં પહોંચી જાઓ. સમયની સામે ટક્કર જો કોઈ કાફે ટકી રહ્યું હોય તો તે બ્રિટાનિયા એન્ડ કંપની છે. આ કાફે પારસી ફૂડ સાથે જોડાયેલું છે. જે 1923માં ખુલ્યું હતું. સાઉથ બોમ્બેના ફોર્ટ એરિયામાં આવેલા રેસ્ટોરન્ટમાંથી આ સૌથી સરસ છે. પારસી ફ્લેવર્સનો સ્વાદ માણવા માટે આ કાફે સૌથી પર્ફેક્ટ છે.

  બ્રિટાનિયા એન્ડ કુ
  પહેલાનું બોમ્બે અને હવેનું મુંબઈ, આ બંનેને જોવું હોય તો અહીં પહોંચી જાઓ. સમયની સામે ટક્કર જો કોઈ કાફે ટકી રહ્યું હોય તો તે બ્રિટાનિયા એન્ડ કંપની છે. આ કાફે પારસી ફૂડ સાથે જોડાયેલું છે. જે 1923માં ખુલ્યું હતું. સાઉથ બોમ્બેના ફોર્ટ એરિયામાં આવેલા રેસ્ટોરન્ટમાંથી આ સૌથી સરસ છે. પારસી ફ્લેવર્સનો સ્વાદ માણવા માટે આ કાફે સૌથી પર્ફેક્ટ છે.

  5/8
 • સાસ્સાનિયમ એન્ડ કુ 100 વર્ષથી પણ વધારે જુનું મરીન ડ્રાઈવ પાસે આવેલું આ કાફે તમને જૂના જમાનાની યાદ અપાવશે. રાઉન્ડ અને સ્કવેર ટેબલ્સ, ચેકર્ડ ફ્લોર્સ, વૂડન અને મિરરર્ડ દીવાલો, આ તમામ વસ્તુઓ ત્યાં છે. આ કાફે તમને ત્યાં લઈ જશે જ્યારે મુંબઈ બોમ્બે હતું.

  સાસ્સાનિયમ એન્ડ કુ
  100 વર્ષથી પણ વધારે જુનું મરીન ડ્રાઈવ પાસે આવેલું આ કાફે તમને જૂના જમાનાની યાદ અપાવશે. રાઉન્ડ અને સ્કવેર ટેબલ્સ, ચેકર્ડ ફ્લોર્સ, વૂડન અને મિરરર્ડ દીવાલો, આ તમામ વસ્તુઓ ત્યાં છે. આ કાફે તમને ત્યાં લઈ જશે જ્યારે મુંબઈ બોમ્બે હતું.

  6/8
 • હોટેલ રામાશ્રય મુંબઈના યુનિક કાફે બનાવવામાં પારસી અને ઈરાનીઓની સાથે સાઉથ ઈન્ડિયનનો પણ ફાળો છે. શહેરના પહેલા ફાસ્ટ ફૂડ જોઈન્ટ્સમાંથી એક ઉડીપી સાઉથ ઈન્ડિયન લોકોનો ફાળો છે. મોટા ભાગના ખુબ જ જૂના છે, જે મિનિ મદ્રાસ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલું છે. માટુંગામાં આવેલું રામાશ્રય કાફે 80 વર્ષ કરતા પણ વધારે જુનું છે. ઈડલી, ફિલ્ટર કૉફી અને ઢોસા માટેઆ કાફે જવું જરૂરી છે. આ કાફે સવારે 5 વાગ્યે ખુલી જાય છે અને અહીં જગ્યા મેળવવી પણ મુશ્કેલ છે.

  હોટેલ રામાશ્રય
  મુંબઈના યુનિક કાફે બનાવવામાં પારસી અને ઈરાનીઓની સાથે સાઉથ ઈન્ડિયનનો પણ ફાળો છે. શહેરના પહેલા ફાસ્ટ ફૂડ જોઈન્ટ્સમાંથી એક ઉડીપી સાઉથ ઈન્ડિયન લોકોનો ફાળો છે. મોટા ભાગના ખુબ જ જૂના છે, જે મિનિ મદ્રાસ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલું છે. માટુંગામાં આવેલું રામાશ્રય કાફે 80 વર્ષ કરતા પણ વધારે જુનું છે. ઈડલી, ફિલ્ટર કૉફી અને ઢોસા માટેઆ કાફે જવું જરૂરી છે. આ કાફે સવારે 5 વાગ્યે ખુલી જાય છે અને અહીં જગ્યા મેળવવી પણ મુશ્કેલ છે.

  7/8
 • પંચમ પુરીવાલા વિક્ટોરિયા ટર્મિનસ(અત્યારે છત્રપતિ શિવાજી ટર્મિનસ)માંથી પહેલી ટ્રેઈન નીકળી તે પહેલા 1853 માં, આગ્રાથી પંચમદાસ શર્મા મુંબઈ આવી ગયા હતા. તેઓ ગરમ પુરી સાથે સુકી ભાજી વેચતા હતા. યૂપી સ્ટાઈલની પુરી ભાજી ખાવા માટે આ જગ્યા બેસ્ટ છે. છેલ્લા 160 વર્ષથી આ જગ્યાએ લોકો પુરી ભાજી ખાવા માટે આવે છે. આટલા વર્ષોમાં આ જગ્યોનો લૂક ચેન્જ થયો છે પરંતુ સ્વાદ  એવો જ છે.

  પંચમ પુરીવાલા
  વિક્ટોરિયા ટર્મિનસ(અત્યારે છત્રપતિ શિવાજી ટર્મિનસ)માંથી પહેલી ટ્રેઈન નીકળી તે પહેલા 1853 માં, આગ્રાથી પંચમદાસ શર્મા મુંબઈ આવી ગયા હતા. તેઓ ગરમ પુરી સાથે સુકી ભાજી વેચતા હતા. યૂપી સ્ટાઈલની પુરી ભાજી ખાવા માટે આ જગ્યા બેસ્ટ છે. છેલ્લા 160 વર્ષથી આ જગ્યાએ લોકો પુરી ભાજી ખાવા માટે આવે છે. આટલા વર્ષોમાં આ જગ્યોનો લૂક ચેન્જ થયો છે પરંતુ સ્વાદ  એવો જ છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

મુંબઈમાં અનેક યુનિક કાફે આવેલા છે. જેમાંથી કેટલાક તો 100 વર્ષથી પણ વધુ જૂના છે. આજે અમે પણ તમને એવા કાફેની મુલાકાતે લઈ જશું જે તમને જૂના બોમ્બેની યાદ અપાવશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK