Royal Enfield: છેલ્લા 119 વર્ષથી યુવાઓની પહેલી પસંદ

Updated: Oct 03, 2020, 19:27 IST | Keval Trivedi
  • અમૂક જ લોકોને ખબર હશે કે રોયલ એનફિલ્ડ એક ભારતીય મલ્ટીનેશનલ મોટરસાયકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે જે આજની તારીખમાં વૈશ્વિક ધોરણે સૌથી જૂની સક્રિય બ્રાન્ડ છે.

    અમૂક જ લોકોને ખબર હશે કે રોયલ એનફિલ્ડ એક ભારતીય મલ્ટીનેશનલ મોટરસાયકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે જે આજની તારીખમાં વૈશ્વિક ધોરણે સૌથી જૂની સક્રિય બ્રાન્ડ છે.

    1/22
  • રોયલ એનફિલ્ડની પહેલી મોટરસાયકલ 1901માં બની હતી.  

    રોયલ એનફિલ્ડની પહેલી મોટરસાયકલ 1901માં બની હતી.  

    2/22
  • વર્ષ 1990થી આ કંપની આઈશર મોટર્સ લિમિટેડની સબસિડિયરી છે.

    વર્ષ 1990થી આ કંપની આઈશર મોટર્સ લિમિટેડની સબસિડિયરી છે.

    3/22
  • કંપનીની રોયલ એનફિલ્ડ બુલેટ, ક્લાસિક 350, ક્લાસિક 500, ઈન્ટરસેપ્ટર 650 અને ઓફરોડ બાઈક રોયલ એનફિલ્ડ હિમાલયા લોકોમાં પ્રચલિત છે.

    કંપનીની રોયલ એનફિલ્ડ બુલેટ, ક્લાસિક 350, ક્લાસિક 500, ઈન્ટરસેપ્ટર 650 અને ઓફરોડ બાઈક રોયલ એનફિલ્ડ હિમાલયા લોકોમાં પ્રચલિત છે.

    4/22
  • 1947માં સ્વતંત્રતા બાદ ભારત સરકારે સૈન્યને રોયલ એનફિલ્ડ બુલેટની ફાળવણી કરવાનો નિર્ણય લીધો હતો.

    1947માં સ્વતંત્રતા બાદ ભારત સરકારે સૈન્યને રોયલ એનફિલ્ડ બુલેટની ફાળવણી કરવાનો નિર્ણય લીધો હતો.

    5/22
  • વર્ષ 2015માં ચેન્નઈમાં સદીનું સૌથી ભયંકર પૂર આવ્યુ હતું, જેની પ્રતિકૂળ અસર રોયલ એનફિલ્ડ ઉપર પડતા નવેમ્બર 2015માં કંપનીએ 4000 મોટરસાયકલ ઓછી બનાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ 1 ડિસેમ્બર, 2015થી ચેન્નઈના બે જગ્યા ઉપર સ્થિત કંપનીના પ્લાન્ટ અને કંપની ઓફિસ બંધ કરવામાં આવી હતી. સાત ડિસેમ્બરથી 50 ટકા ક્ષમતાએ કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

    વર્ષ 2015માં ચેન્નઈમાં સદીનું સૌથી ભયંકર પૂર આવ્યુ હતું, જેની પ્રતિકૂળ અસર રોયલ એનફિલ્ડ ઉપર પડતા નવેમ્બર 2015માં કંપનીએ 4000 મોટરસાયકલ ઓછી બનાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ 1 ડિસેમ્બર, 2015થી ચેન્નઈના બે જગ્યા ઉપર સ્થિત કંપનીના પ્લાન્ટ અને કંપની ઓફિસ બંધ કરવામાં આવી હતી. સાત ડિસેમ્બરથી 50 ટકા ક્ષમતાએ કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

    6/22
  •  મુંબઈના સાંતાક્રૂઝના રહેવાસી જય પટેલ જે હાલ બેંગલોરમાં રહે છે તેણે પોતાની થંડરબર્ડમાં બહુ રાઈ કરી છે. તેની થંડરબર્ડમાં મિત્રો સાથે તે બેંગલોરથી કોઈમ્બતુર- રામેશ્વરમ-કન્યાપુરી-કેરળના વિસ્તારો અને તામિલનાડુથી મધુરાઈ ગયો છે. આટલો પ્રવાસ લોકો કારમાં કરે તો પણ થાકી જાય. જયનું કહેવું છે કે બુલેટનો અવાજ અને પાવર અલગ જ પ્રકારનું છે. આ એક સ્ટ્રોંગ બાઈક છે જેથી લાંબા પ્રવાસ માટે તમને કોન્ફીડન્સ રહે છે. મારા હિસાબે જે ફિલિંગ આ બાઈક ચલાવવાથી આવે છે તે કોઈ પણ બાઈકમાં નથી.

     મુંબઈના સાંતાક્રૂઝના રહેવાસી જય પટેલ જે હાલ બેંગલોરમાં રહે છે તેણે પોતાની થંડરબર્ડમાં બહુ રાઈ કરી છે. તેની થંડરબર્ડમાં મિત્રો સાથે તે બેંગલોરથી કોઈમ્બતુર- રામેશ્વરમ-કન્યાપુરી-કેરળના વિસ્તારો અને તામિલનાડુથી મધુરાઈ ગયો છે. આટલો પ્રવાસ લોકો કારમાં કરે તો પણ થાકી જાય. જયનું કહેવું છે કે બુલેટનો અવાજ અને પાવર અલગ જ પ્રકારનું છે. આ એક સ્ટ્રોંગ બાઈક છે જેથી લાંબા પ્રવાસ માટે તમને કોન્ફીડન્સ રહે છે. મારા હિસાબે જે ફિલિંગ આ બાઈક ચલાવવાથી આવે છે તે કોઈ પણ બાઈકમાં નથી.

    7/22
  • એલન રોબિન પાસે RE હિમાલયન છે. તેણે કહ્યું કે, છેલ્લા ચાર વર્ષથી આ મોટરકસાયકલ મારી પાસે હોવાથી એક ગ્રેટ બોન્ડિંગ થઈ ગયું છે. આને આપણે પરફેક્ટ ઓફરોડ વેહિકલ કરી શકીએ. કેવા પણ રસ્તા હોય પણ એકદમ કન્ફર્ટ રહે છે. પલ્હાર ડેમ, આશરીગઢ ફોરેસ્ટ, વાંદ્રી લેક, માલ્શેજ ઘાટ વગેરે સ્થળોએ મે રાઈડિંગ કર્યું છે. હજી મારે ઘણો પ્રવાસ કરવાનો છે. આ કોઈ મશીન નહીં પણ મારા માટે ફેમિલી છે. 

    એલન રોબિન પાસે RE હિમાલયન છે. તેણે કહ્યું કે, છેલ્લા ચાર વર્ષથી આ મોટરકસાયકલ મારી પાસે હોવાથી એક ગ્રેટ બોન્ડિંગ થઈ ગયું છે. આને આપણે પરફેક્ટ ઓફરોડ વેહિકલ કરી શકીએ. કેવા પણ રસ્તા હોય પણ એકદમ કન્ફર્ટ રહે છે. પલ્હાર ડેમ, આશરીગઢ ફોરેસ્ટ, વાંદ્રી લેક, માલ્શેજ ઘાટ વગેરે સ્થળોએ મે રાઈડિંગ કર્યું છે. હજી મારે ઘણો પ્રવાસ કરવાનો છે. આ કોઈ મશીન નહીં પણ મારા માટે ફેમિલી છે. 

    8/22
  • બોરિવલીના રહેવાસી અમન શાહ પોતાની ક્લાસિક 350 મોડેલમાં મુંબઈથી દમણ, નાશિક, ઈગતપુરી સુધીની રાઈડ કરી છે. આ બાઈક લીધા તેને ફક્ત બે વર્ષ જ થયા છે. અમને કહ્યું કે, આ બાઈકમાં એટલો પાવર છે કે તમને લાંબા પ્રવાસમાં એક પણ વાર એવુ ન થાય કે આપણે હોલ્ટ લઈએ. બાઈકની પર્ફોમન્સ બેસ્ટ છે. હજી આ બાઈક લઈને મારા ઘણા લાંબા પ્રવાસ કરવાના છે.

    બોરિવલીના રહેવાસી અમન શાહ પોતાની ક્લાસિક 350 મોડેલમાં મુંબઈથી દમણ, નાશિક, ઈગતપુરી સુધીની રાઈડ કરી છે. આ બાઈક લીધા તેને ફક્ત બે વર્ષ જ થયા છે. અમને કહ્યું કે, આ બાઈકમાં એટલો પાવર છે કે તમને લાંબા પ્રવાસમાં એક પણ વાર એવુ ન થાય કે આપણે હોલ્ટ લઈએ. બાઈકની પર્ફોમન્સ બેસ્ટ છે. હજી આ બાઈક લઈને મારા ઘણા લાંબા પ્રવાસ કરવાના છે.

    9/22
  • અક્ષય જોશી પાસે થંડરબર્ડ જેને તેણે પોતાના સર્વિસ સેન્ટરમાં જ મોડીફાઈ કરી છે, તેમ જ તેની હિમાલયનમાં તે લદ્દાખ, કાશ્મીર, રાજસ્થાન, કચ્છનું રણ, હિમાચલ, કેરળ, સિક્કીમ, બંગાળ, અરૂણાચલ, મેઘાલયમાં ફર્યો છે. આમાંથી ઘણી ટ્રીપ સાત દિવસથી લઈને 14 દિવસની રહેતી હતી. મધ્ય પ્રદેશમાં પણ તેને આ બાઈક સાથે રાઈડ કરી છે. અક્ષયનું કહેવું છે કે નાનપણથી તેની ઈચ્છા હતી કે તેની પાસે એક બુલેટ બાઈક હોય. આ એક સ્ટડ બાઈક છે. જો તમે બાઈકને વ્યવસ્થિત જાળવો તો કોઈ મુશ્કેલી આવે નહીં. મારુ સપનું છે કે 60 દિવસની એક લાંબી રોડ ટ્રીપમાં આખા ભારતનું ભ્રમણ કરું.

    અક્ષય જોશી પાસે થંડરબર્ડ જેને તેણે પોતાના સર્વિસ સેન્ટરમાં જ મોડીફાઈ કરી છે, તેમ જ તેની હિમાલયનમાં તે લદ્દાખ, કાશ્મીર, રાજસ્થાન, કચ્છનું રણ, હિમાચલ, કેરળ, સિક્કીમ, બંગાળ, અરૂણાચલ, મેઘાલયમાં ફર્યો છે. આમાંથી ઘણી ટ્રીપ સાત દિવસથી લઈને 14 દિવસની રહેતી હતી. મધ્ય પ્રદેશમાં પણ તેને આ બાઈક સાથે રાઈડ કરી છે. અક્ષયનું કહેવું છે કે નાનપણથી તેની ઈચ્છા હતી કે તેની પાસે એક બુલેટ બાઈક હોય. આ એક સ્ટડ બાઈક છે. જો તમે બાઈકને વ્યવસ્થિત જાળવો તો કોઈ મુશ્કેલી આવે નહીં. મારુ સપનું છે કે 60 દિવસની એક લાંબી રોડ ટ્રીપમાં આખા ભારતનું ભ્રમણ કરું.

    10/22
  • સમીર ફારૂખી પાસે પણ હિમાલયન છે. તે બાઈક લઈને કચ્છ, ઈંદોર, ગોવા (ઘણીવાર) ગયો છે. એક મુંબઈથી કાશ્મીર અને લેહ લદ્દાખ પણ ગયો હતો, આ તેની 16 દિવસની ટ્રીપ હતી. સમીરે કહ્યું કે, યુટ્યુબમાં તમે જોશો તો સમજાશે કે ઘણા લોકો બુલેટ લઈને કેટલો લાંબો પ્રવાસ કરતા હોય છે. આ વીડિયો જોઈને મને પણ પ્રોત્સાહન મળે છે. તેમ જ જો તમને ભારતમાં પ્રવાસ કરવો હોય તો બુલેટ તમારા માટે શ્રેષ્ઠ છે. કારણ કે અન્ય ટુરિંગ બાઈકમાં પાર્ટ્સ કે સર્વિસ સેન્ટરનો અભાવ પ્રવાસ દરમિયાન નડે છે જે રૉયલ એનફિલ્ડમાં નડતો નથી.

    સમીર ફારૂખી પાસે પણ હિમાલયન છે. તે બાઈક લઈને કચ્છ, ઈંદોર, ગોવા (ઘણીવાર) ગયો છે. એક મુંબઈથી કાશ્મીર અને લેહ લદ્દાખ પણ ગયો હતો, આ તેની 16 દિવસની ટ્રીપ હતી. સમીરે કહ્યું કે, યુટ્યુબમાં તમે જોશો તો સમજાશે કે ઘણા લોકો બુલેટ લઈને કેટલો લાંબો પ્રવાસ કરતા હોય છે. આ વીડિયો જોઈને મને પણ પ્રોત્સાહન મળે છે. તેમ જ જો તમને ભારતમાં પ્રવાસ કરવો હોય તો બુલેટ તમારા માટે શ્રેષ્ઠ છે. કારણ કે અન્ય ટુરિંગ બાઈકમાં પાર્ટ્સ કે સર્વિસ સેન્ટરનો અભાવ પ્રવાસ દરમિયાન નડે છે જે રૉયલ એનફિલ્ડમાં નડતો નથી.

    11/22
  • બોરિવલીના વરૂણ સિતાપરાની બુલેટ સાથેનું બોન્ડિંગ અલગ છે. તેની પાસે 2008ની ઈલેક્ટ્રા મોડેલ છે. આ બાઈકમાં તેનું ગંભીર એક્સિડન્ટ થયું હતું. તે પોતે 14 દિવસ હૉસ્પિટલમાં રહ્યો હતો. તેણે પોતાની આ જૂની બુલેટને જ ફરી રિપેર કરી અને આજે પણ આ બુલેટમાં તે ફરે છે. વરૂણે કહ્યું કે, જુની બુલેટની મજા કંઈક અલગ જ છે. આ એક સ્ટેબલ બાઈક છે. હું મહારાષ્ટ્રના અલીબાગ અને ચિપલુન, અમદાવાદના ઘણા બધા સ્થળો, લેહમાં ખારડુંગલા, ગોવા, રાજકોટ, કચ્છ, જુનાગઢ વગેરે જગ્યાએ ગયો છે. આમાંથી અમૂક સ્થળે તો મે એકલો પ્રવાસ કર્યો છે.

    બોરિવલીના વરૂણ સિતાપરાની બુલેટ સાથેનું બોન્ડિંગ અલગ છે. તેની પાસે 2008ની ઈલેક્ટ્રા મોડેલ છે. આ બાઈકમાં તેનું ગંભીર એક્સિડન્ટ થયું હતું. તે પોતે 14 દિવસ હૉસ્પિટલમાં રહ્યો હતો. તેણે પોતાની આ જૂની બુલેટને જ ફરી રિપેર કરી અને આજે પણ આ બુલેટમાં તે ફરે છે. વરૂણે કહ્યું કે, જુની બુલેટની મજા કંઈક અલગ જ છે. આ એક સ્ટેબલ બાઈક છે. હું મહારાષ્ટ્રના અલીબાગ અને ચિપલુન, અમદાવાદના ઘણા બધા સ્થળો, લેહમાં ખારડુંગલા, ગોવા, રાજકોટ, કચ્છ, જુનાગઢ વગેરે જગ્યાએ ગયો છે. આમાંથી અમૂક સ્થળે તો મે એકલો પ્રવાસ કર્યો છે.

    12/22
  • મુંબઈમાં મલાડના રહેવાસી રુદ્ર જોષીને નાનપણથી બુલેટ બાઈકનો શોખ હતો. હાલમાં તેમની પાસે ક્લાસિક 350 છે જેને તે ખૂબ જ સાચવે છે. રુદ્રએ કહ્યું કે, હું મારી બુલેટને મારા શરીરના એક ભાગની જેમ સાચવું છે. આ બાઈકમાં મે ઘણીવાર લોનાવાલા, ઈગતપુરી, નાશિક, ગોવા અને પુણેમાં પ્રવાસ કર્યો છે.

    મુંબઈમાં મલાડના રહેવાસી રુદ્ર જોષીને નાનપણથી બુલેટ બાઈકનો શોખ હતો. હાલમાં તેમની પાસે ક્લાસિક 350 છે જેને તે ખૂબ જ સાચવે છે. રુદ્રએ કહ્યું કે, હું મારી બુલેટને મારા શરીરના એક ભાગની જેમ સાચવું છે. આ બાઈકમાં મે ઘણીવાર લોનાવાલા, ઈગતપુરી, નાશિક, ગોવા અને પુણેમાં પ્રવાસ કર્યો છે.

    13/22
  • અમદાવાદના રહેવાસી પંકજ કિરી બુલેટ રાઈડર્સના ગ્રુપ્સમાં એક મોટુ નામ ગણાય છે. દર વર્ષે તે બુલેટથી ઘણો પ્રવાસ કર્યો છે, અત્યાર સુધીમાં તેમણે લગભગ 71,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે, જેમાં મુંબઈ, ગોવા, મધ્ય પ્રદેશ, રાજસ્થાનનો સમાવેશ છે. તેમની નેક્સ્ટ ટ્રીપ લદ્દાખ છે.

    અમદાવાદના રહેવાસી પંકજ કિરી બુલેટ રાઈડર્સના ગ્રુપ્સમાં એક મોટુ નામ ગણાય છે. દર વર્ષે તે બુલેટથી ઘણો પ્રવાસ કર્યો છે, અત્યાર સુધીમાં તેમણે લગભગ 71,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે, જેમાં મુંબઈ, ગોવા, મધ્ય પ્રદેશ, રાજસ્થાનનો સમાવેશ છે. તેમની નેક્સ્ટ ટ્રીપ લદ્દાખ છે.

    14/22
  • પ્રતીક મહેશ લખાણી પાસે હિમાલયન બાઈક છે. તેમનું કહેવું છે કે, ભારતીય માર્ગના હિસાબે આ મોટરસાયકલ પરફેક્ટ છે. હુ રોજ બોરિવલીથી કાલબાદેવીથી જાઉં છુ જેમાં આ મોટરસાયકલ અનુકુળ છે. હિમાલયન મારી પાસે ત્રણ વર્ષથી છે, તે પહેલા ઈલેક્ટ્રા, ક્લાસિક વગેરે બુલેટ મે ચલાવેલી છે. મને ક્યારે કોઈ મુશ્કેલી થઈ નથી. હિમાલયન લઈને હું ગુજરાતના વિવિધ સ્થળો, દિલ્હી, બેંગલોર, ચેન્નઈ ગયો છે. સામાન્ય રીતે લાંબા પ્રવાસમાં અન્ય કોઈ સુપર બાઈક બગડે તો સર્વિસ સેન્ટરના હિસાબે તમે વિકટ પરિસ્થિતિમાં આવો છો, પરંતુ રોયલ એનફિલ્ડના સેન્ટર બધે ઉપલબ્ધ હોવાથી લાંબા ગાળાના પ્રવાસની કોઈ ચિંતા ઉભી થતી નથી. તેમ જ ભારતીય રસ્તામાં 120ની સ્પીડમાં પણ આ મોટરસાયકલની પકડ સારી હોય છે.

    પ્રતીક મહેશ લખાણી પાસે હિમાલયન બાઈક છે. તેમનું કહેવું છે કે, ભારતીય માર્ગના હિસાબે આ મોટરસાયકલ પરફેક્ટ છે. હુ રોજ બોરિવલીથી કાલબાદેવીથી જાઉં છુ જેમાં આ મોટરસાયકલ અનુકુળ છે. હિમાલયન મારી પાસે ત્રણ વર્ષથી છે, તે પહેલા ઈલેક્ટ્રા, ક્લાસિક વગેરે બુલેટ મે ચલાવેલી છે. મને ક્યારે કોઈ મુશ્કેલી થઈ નથી. હિમાલયન લઈને હું ગુજરાતના વિવિધ સ્થળો, દિલ્હી, બેંગલોર, ચેન્નઈ ગયો છે. સામાન્ય રીતે લાંબા પ્રવાસમાં અન્ય કોઈ સુપર બાઈક બગડે તો સર્વિસ સેન્ટરના હિસાબે તમે વિકટ પરિસ્થિતિમાં આવો છો, પરંતુ રોયલ એનફિલ્ડના સેન્ટર બધે ઉપલબ્ધ હોવાથી લાંબા ગાળાના પ્રવાસની કોઈ ચિંતા ઉભી થતી નથી. તેમ જ ભારતીય રસ્તામાં 120ની સ્પીડમાં પણ આ મોટરસાયકલની પકડ સારી હોય છે.

    15/22
  • નીશીત પંડ્યા પાસે ક્લાસિક 350 છે. તેણે કહ્યું કે, નાનપણથી જ મને બુલેટનો શોખ હતો. તે નિયમિત પૈસા જમા કરીને પાંચ વર્ષ પહેલા બુલેટ લીધી અને ગોવા, મહારાષ્ટ્રના લગભગ સ્થળો, ગુજરાતના વિવિધ સ્થળો, હિમાચલ, દિલ્હી, ચંડીગઢ વગેરે સ્થળોએ રાઈડ કરી છે. ગોવામાં તો દર વર્ષે બુલેટ લઈને જવાનું થાય છે. બુલેટ ગ્રુપ સાથે નિયમિત ધોરણે ઓફરોડિંગમાં પણ હું જાઉં છું. કંપનીની સર્વિસ પણ સારી છે તેમ જ સર્વિસ સેન્ટરનો વ્યાપ પણ સારો છે. મને યાદ છે કે એક વખત અમે રત્નાગીરીમાં અટકી ગયા હતા પરંતુ અમને જરૂરી સર્વિસ મળી હતી. 

    નીશીત પંડ્યા પાસે ક્લાસિક 350 છે. તેણે કહ્યું કે, નાનપણથી જ મને બુલેટનો શોખ હતો. તે નિયમિત પૈસા જમા કરીને પાંચ વર્ષ પહેલા બુલેટ લીધી અને ગોવા, મહારાષ્ટ્રના લગભગ સ્થળો, ગુજરાતના વિવિધ સ્થળો, હિમાચલ, દિલ્હી, ચંડીગઢ વગેરે સ્થળોએ રાઈડ કરી છે. ગોવામાં તો દર વર્ષે બુલેટ લઈને જવાનું થાય છે. બુલેટ ગ્રુપ સાથે નિયમિત ધોરણે ઓફરોડિંગમાં પણ હું જાઉં છું. કંપનીની સર્વિસ પણ સારી છે તેમ જ સર્વિસ સેન્ટરનો વ્યાપ પણ સારો છે. મને યાદ છે કે એક વખત અમે રત્નાગીરીમાં અટકી ગયા હતા પરંતુ અમને જરૂરી સર્વિસ મળી હતી. 

    16/22
  • મનસ પારેખ પાસે 2009નું ઈલેક્ટ્રા મોડેલ છે. મનસે જણાવ્યું કે, બુલેટ લઈને હું બેંગલોર, ગોવા, સોમનાથ ગયો છું. તેમ જ અન્ય નાની મોટી રાઈડ તો ચાલતી જ રહે છે. ભારતમાં ફેન્સી બાઈક ખૂબ જ છે પરંતુ દેશના માર્ગમાં એક રફ એન્ડ ટફ મોટરસાયકલ જોઈએ જે માટે બુલેટ શ્રેષ્ઠ વિકલ્પ છે. કંપનીના સર્વિસ સેન્ટર પણ લગભગ દરેક વિસ્તારમાં હોય છે તેમ જ પાર્ટ્સ પણ સરળતાથી મળી રહે છે.

    મનસ પારેખ પાસે 2009નું ઈલેક્ટ્રા મોડેલ છે. મનસે જણાવ્યું કે, બુલેટ લઈને હું બેંગલોર, ગોવા, સોમનાથ ગયો છું. તેમ જ અન્ય નાની મોટી રાઈડ તો ચાલતી જ રહે છે. ભારતમાં ફેન્સી બાઈક ખૂબ જ છે પરંતુ દેશના માર્ગમાં એક રફ એન્ડ ટફ મોટરસાયકલ જોઈએ જે માટે બુલેટ શ્રેષ્ઠ વિકલ્પ છે. કંપનીના સર્વિસ સેન્ટર પણ લગભગ દરેક વિસ્તારમાં હોય છે તેમ જ પાર્ટ્સ પણ સરળતાથી મળી રહે છે.

    17/22
  • બોરિવલીના 25 વર્ષિય પ્રશાંત પંડ્યા પાસે છેલ્લા ત્રણ વર્ષથી ક્લાસિક 350 છે. પ્રશાંતે કહ્યું કે, તે નિયમિત ધોરણે મનોર, લોનાવાલા વગેરે ટ્રીપ કરતો જ હોય છે. ભારતના માર્ગની પરિસ્થિતિને જોતા બુલેટ એક પરફેક્ટ વેહિકલ છે. ખાસ કરીને પહાડી વિસ્તારમાં આ શ્રેષ્ઠ વિકલ્પ છે. ઝડપી ગતિએ પણ બુલેટમાં તમારો કંટ્રોલ રહે છે જે અન્ય મોટરસાયકલમાં ઓછો જોવા મળે છે.

    બોરિવલીના 25 વર્ષિય પ્રશાંત પંડ્યા પાસે છેલ્લા ત્રણ વર્ષથી ક્લાસિક 350 છે. પ્રશાંતે કહ્યું કે, તે નિયમિત ધોરણે મનોર, લોનાવાલા વગેરે ટ્રીપ કરતો જ હોય છે. ભારતના માર્ગની પરિસ્થિતિને જોતા બુલેટ એક પરફેક્ટ વેહિકલ છે. ખાસ કરીને પહાડી વિસ્તારમાં આ શ્રેષ્ઠ વિકલ્પ છે. ઝડપી ગતિએ પણ બુલેટમાં તમારો કંટ્રોલ રહે છે જે અન્ય મોટરસાયકલમાં ઓછો જોવા મળે છે.

    18/22
  • થંડરબર્ડ એક્સ500નો શ્રેષ્ઠ અનુભવ ધરાવતા પ્રતિક વૈષ્ણવે કહ્યું કે, નાની મોટી ટ્રીપ જેવી કે ઈગતપુરી, સિલવાસા, લોનાવાલાનું આયોજન થતું રહે છે. આ મોટરસાયકલ એક પ્રકારની ક્રૂઝર છે. હેવી રાઈડ હોવાથી લાંબા પ્રવાસ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે લાંબા પ્રવાસ માટે રોયલ એનફિલ્ડ લઈને નીકળો તો તમારે પાછળ જોવાની જરૂર ન પડે. 

    થંડરબર્ડ એક્સ500નો શ્રેષ્ઠ અનુભવ ધરાવતા પ્રતિક વૈષ્ણવે કહ્યું કે, નાની મોટી ટ્રીપ જેવી કે ઈગતપુરી, સિલવાસા, લોનાવાલાનું આયોજન થતું રહે છે. આ મોટરસાયકલ એક પ્રકારની ક્રૂઝર છે. હેવી રાઈડ હોવાથી લાંબા પ્રવાસ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે લાંબા પ્રવાસ માટે રોયલ એનફિલ્ડ લઈને નીકળો તો તમારે પાછળ જોવાની જરૂર ન પડે. 

    19/22
  • મોડાસા નિવાસી ભરતભાઈ પટેલની પણ ફેવરેટ ટુ-વ્હિલર બુલેટ છે. વર્ષ 2015થી તે ક્લાસિક 350માં રાઈડ કરે છે. તેમણે કહ્યું કે, અન્ય શહેરોની સરખામણીએ ગુજરાતના માર્ગ શ્રેષ્ઠ છે એવામાં પણ જો તમારી પાસે બુલેટ હોય તો લોંગ રાઈડની મજા જ કંઈક અલગ છે. ચોમાસાની સીઝનમાં બુલેટમાં લાંબો પ્રવાસ કરવાનું મને ગમે છે અને અન્ય ટુ-વ્હિલરની સરખામણીએ આમાં થાક પણ ઓછો લાગે છે. 

    મોડાસા નિવાસી ભરતભાઈ પટેલની પણ ફેવરેટ ટુ-વ્હિલર બુલેટ છે. વર્ષ 2015થી તે ક્લાસિક 350માં રાઈડ કરે છે. તેમણે કહ્યું કે, અન્ય શહેરોની સરખામણીએ ગુજરાતના માર્ગ શ્રેષ્ઠ છે એવામાં પણ જો તમારી પાસે બુલેટ હોય તો લોંગ રાઈડની મજા જ કંઈક અલગ છે. ચોમાસાની સીઝનમાં બુલેટમાં લાંબો પ્રવાસ કરવાનું મને ગમે છે અને અન્ય ટુ-વ્હિલરની સરખામણીએ આમાં થાક પણ ઓછો લાગે છે. 

    20/22
  • આદિત્ય મહાડીક પાસે વર્ષ 2013થી થંડરબર્ડ છે. આદિત્યએ કહ્યું કે, મહાભલેશ્વર, ઔરંગાબાદ, રાયગઢ, પુણે સહિત મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં તેણે ટુ-વ્હિલરની રાઈડ કર્યું છે. આ મોટરસાયકલનો વિન્ટેજ લુક મને ખૂબ જ ગમે છે. યુવાઓને પણ મારો સંદેશો છે કે લાંબા ગાળાનો પ્રવાસ તમારે ટુ-વ્હિલરથી કરવો હોય તો રૉયલ એનફિલ્ડ શ્રેષ્ઠ વિકલ્પ છે.

    આદિત્ય મહાડીક પાસે વર્ષ 2013થી થંડરબર્ડ છે. આદિત્યએ કહ્યું કે, મહાભલેશ્વર, ઔરંગાબાદ, રાયગઢ, પુણે સહિત મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં તેણે ટુ-વ્હિલરની રાઈડ કર્યું છે. આ મોટરસાયકલનો વિન્ટેજ લુક મને ખૂબ જ ગમે છે. યુવાઓને પણ મારો સંદેશો છે કે લાંબા ગાળાનો પ્રવાસ તમારે ટુ-વ્હિલરથી કરવો હોય તો રૉયલ એનફિલ્ડ શ્રેષ્ઠ વિકલ્પ છે.

    21/22
  • છેલ્લા છ વર્ષથી રઘુવીર ભટ્ટી ક્લાસિક 500 ચલાવે છે. તેમણે પોતાની બુલેટ સાથેનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું કે, લાંબા પ્રવાસ માટે આ શ્રેષ્ઠ ટુ-વ્હિલર છે. હું દર મહિને લાંબા પ્રવાસ કરતો જ હોઉં છુ પરંતુ હાલ કોરોના મહામારીને લીધે પ્રવાસ બંધ થયો છે. મારી ક્લાસિક 500માં હું દર વર્ષે ગોવા તો જાઉં જ છું. તેમ જ હિમાલય, લદ્દાખ, મધ્ય પર્દેશ વગેરે જેવા રાજ્યોમાં પણ બે બુલેટથી પ્રવાસ કર્યો છે. 

    છેલ્લા છ વર્ષથી રઘુવીર ભટ્ટી ક્લાસિક 500 ચલાવે છે. તેમણે પોતાની બુલેટ સાથેનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું કે, લાંબા પ્રવાસ માટે આ શ્રેષ્ઠ ટુ-વ્હિલર છે. હું દર મહિને લાંબા પ્રવાસ કરતો જ હોઉં છુ પરંતુ હાલ કોરોના મહામારીને લીધે પ્રવાસ બંધ થયો છે. મારી ક્લાસિક 500માં હું દર વર્ષે ગોવા તો જાઉં જ છું. તેમ જ હિમાલય, લદ્દાખ, મધ્ય પર્દેશ વગેરે જેવા રાજ્યોમાં પણ બે બુલેટથી પ્રવાસ કર્યો છે. 

    22/22
  • loading...

ફોટોઝ વિશે

દરેક ભારતીય યંગસ્ટર તેમ જ પુરુષોની ડ્રીમ મોટરસાયકલ રૉયલ એનફિલ્ડ હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય રસ્તાઓમાં તમને બુલેટ મોટરસાયકલ વધુ જોવા મળશે. આ બાઈકમાંથી નિકળતો ‘ધૂધૂધૂધૂ’ અવાજ જ તેની ઓળખ છે. જાણીએ અમૂક વાતો જે તમને ખબર નહીં હોય તેમ જ જેની પાસે આ મોટરસાયકલ છે તેમનુ શું કહેવું છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK