ગરવી ગુર્જર ધરા અને તેની સંસ્કૃતિને જાણવા વાંચો આ બુક્સ

Published: Apr 13, 2019, 15:57 IST | Falguni Lakhani
 • ગુજરાતની અસ્મિતા ગુજરાતના ભવ્ય વારસાને અક્ષરદેહે જેમાં ઉતારવામાં આવ્યો છે તેવી બુકમાંથી એક એટલે ગુજરાતની અસ્મિતા. આ બુક ગુજરાતને જાણવા માંગતા લોકો માટે વિકીપીડિયા સમાન છે. આ બુકના આધારે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પ્રશ્નો પુછવામાં આવે છે.

  ગુજરાતની અસ્મિતા
  ગુજરાતના ભવ્ય વારસાને અક્ષરદેહે જેમાં ઉતારવામાં આવ્યો છે તેવી બુકમાંથી એક એટલે ગુજરાતની અસ્મિતા. આ બુક ગુજરાતને જાણવા માંગતા લોકો માટે વિકીપીડિયા સમાન છે. આ બુકના આધારે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પ્રશ્નો પુછવામાં આવે છે.

  1/9
 • સૌરાષ્ટ્રની રસધાર મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર' તરીકે નવાજ્યા હતા તે આપણા ગુજરાતનું ગૌરવ એવા લોકસાહિત્યકાર એટલે ઝવેરચંદ મેઘાણી. અને તેમની ઉત્તમ રચનાઓમાંથી એક એટલે સૌરાષ્ટ્રની રસધાર. આ બુકના પાંચ ભાગ છે. જેમાં રાજ્યના સૌરાષ્ટ્રના પ્રદેશની લોકકથાઓ અને સત્યઘટનાઓને આલેખવામાં આવી છે. તેનું વર્ણન એટલું રસપ્રદ છે કે તે વાચકોને જકડી રાખે છે અને એ સમયના સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું દર્શન કરાવે છે.

  સૌરાષ્ટ્રની રસધાર
  મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર' તરીકે નવાજ્યા હતા તે આપણા ગુજરાતનું ગૌરવ એવા લોકસાહિત્યકાર એટલે ઝવેરચંદ મેઘાણી. અને તેમની ઉત્તમ રચનાઓમાંથી એક એટલે સૌરાષ્ટ્રની રસધાર. આ બુકના પાંચ ભાગ છે. જેમાં રાજ્યના સૌરાષ્ટ્રના પ્રદેશની લોકકથાઓ અને સત્યઘટનાઓને આલેખવામાં આવી છે. તેનું વર્ણન એટલું રસપ્રદ છે કે તે વાચકોને જકડી રાખે છે અને એ સમયના સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું દર્શન કરાવે છે.

  2/9
 • સોરઠી બહારવટીયા ઝવેરચંદ મેઘાણીનું અન્ય એક ઉત્તક સર્જન એટલે સોરઠી બહારવટીયા. એ સમયે બહારવટીયા કેવા હતા? કેવી હતી તેમની ટેક? એ તમામ તમને આ બુકમાં વાંચવા મળશે. સામાન્ય રીતે બહારવટીયા એટલે ધાડ પાડતા યાદ આવે. પરંતુ આ બહારવટીયા માણસ તરીકે કેવા હતા અને તેઓ પોતાની ટેકના કેટલા પાક્કા હતા તેની કથાઓ સોરઠી બહારવટીયાઓમાં જાણવા મળે છે.

  સોરઠી બહારવટીયા
  ઝવેરચંદ મેઘાણીનું અન્ય એક ઉત્તક સર્જન એટલે સોરઠી બહારવટીયા. એ સમયે બહારવટીયા કેવા હતા? કેવી હતી તેમની ટેક? એ તમામ તમને આ બુકમાં વાંચવા મળશે. સામાન્ય રીતે બહારવટીયા એટલે ધાડ પાડતા યાદ આવે. પરંતુ આ બહારવટીયા માણસ તરીકે કેવા હતા અને તેઓ પોતાની ટેકના કેટલા પાક્કા હતા તેની કથાઓ સોરઠી બહારવટીયાઓમાં જાણવા મળે છે.

  3/9
 • સરસ્વતીચંદ્ર ગોવર્ધન રામ ત્રિપાઠીની આ ચાર ભાગની મહાનવલકથા ગુજરાતી ભાષાની નંબર વન નવલકથા છે. આ નવલકથા પરથી ધારાવાહિક પણ બની હતી. દરેક ગુજરાતીએ આ નવલકથા જરૂરથી વાંચવા જેવી છે.

  સરસ્વતીચંદ્ર
  ગોવર્ધન રામ ત્રિપાઠીની આ ચાર ભાગની મહાનવલકથા ગુજરાતી ભાષાની નંબર વન નવલકથા છે. આ નવલકથા પરથી ધારાવાહિક પણ બની હતી. દરેક ગુજરાતીએ આ નવલકથા જરૂરથી વાંચવા જેવી છે.

  4/9
 • માનવીની ભવાઈ દુષ્કાળ અને તેવી અસરોની જો વાસ્તવિકતા અનુભવવી હોય તો આ બુક વાંચો. જ્ઞાનપીઠ અવૉર્ડ વિજેતા પન્નાલાલ પટેલની આ નવલકથા વાંચતા તમારા રૂંવાટા ઉભા થઈ જશે. દુષ્કાળની કપરી સ્થિતિ અને ત્યારે માનવતાના સામે આવતા દ્રશ્યો. શબ્દની સફરે જો દુષ્કાળની દારૂણતા જાણવી હોય તો આ બુક વાંચો.

  માનવીની ભવાઈ
  દુષ્કાળ અને તેવી અસરોની જો વાસ્તવિકતા અનુભવવી હોય તો આ બુક વાંચો. જ્ઞાનપીઠ અવૉર્ડ વિજેતા પન્નાલાલ પટેલની આ નવલકથા વાંચતા તમારા રૂંવાટા ઉભા થઈ જશે. દુષ્કાળની કપરી સ્થિતિ અને ત્યારે માનવતાના સામે આવતા દ્રશ્યો. શબ્દની સફરે જો દુષ્કાળની દારૂણતા જાણવી હોય તો આ બુક વાંચો.

  5/9
 • પૃથિવીવલ્લભ માલવપતિ મુંજ અને ગંગરાજ તૈલન વચ્ચેના સંઘર્ષની રજૂઆત એટલે પૃથિવીવલ્લભ. જે લખાઈ છે ઐતિહાસિક નવલકથાઓ લખવામાં જેમને કોઈ નથી પહોંચી શક્યું એવા કનૈયાલાલ માણેકલાલ મુનશી. માલવપતિ મુંજના વ્યક્તિત્વનું વર્ણન આ બુકમાં એટલી સરસ રીતે કરવામાં આવ્યું છે કે તમને અભિભૂત થઈ જશો.

  પૃથિવીવલ્લભ
  માલવપતિ મુંજ અને ગંગરાજ તૈલન વચ્ચેના સંઘર્ષની રજૂઆત એટલે પૃથિવીવલ્લભ. જે લખાઈ છે ઐતિહાસિક નવલકથાઓ લખવામાં જેમને કોઈ નથી પહોંચી શક્યું એવા કનૈયાલાલ માણેકલાલ મુનશી. માલવપતિ મુંજના વ્યક્તિત્વનું વર્ણન આ બુકમાં એટલી સરસ રીતે કરવામાં આવ્યું છે કે તમને અભિભૂત થઈ જશો.

  6/9
 • ગુજરાતનો નાથ કનૈયાલાલ માણેકલાલ મુનશીની વધુ એક બેનમૂન રચના. પહેલાથી લઈને છેલ્લા પાના સુધી વાચકોને જકડી રાખે છે. ગુજરાતમાં સોલંકી રાજાઓના શાસનકાળને જાણવા માટે ગુજરાતનો નાથ ઉત્તમ છે.

  ગુજરાતનો નાથ
  કનૈયાલાલ માણેકલાલ મુનશીની વધુ એક બેનમૂન રચના. પહેલાથી લઈને છેલ્લા પાના સુધી વાચકોને જકડી રાખે છે. ગુજરાતમાં સોલંકી રાજાઓના શાસનકાળને જાણવા માટે ગુજરાતનો નાથ ઉત્તમ છે.

  7/9
 • જય સોમનાથ દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. અનેક વાર લૂંટાયું છતા આજે ફરી તે ઉભું થયું છે. આ સોમનાથ પર મહમદ ગજનીએ કરેલા આક્રમણના કિસ્સાઓ મશહૂર છે. અને તેના પરની બુક એટલે જય સોમનાથ. જય સોમનાથમાં એક એક પરિસ્થિતિનું ખૂબ જ સરસ વર્ણન કરવામાં આવ્યું છે. સોમનાથના ઈતિહાસને જાણવા માટે આ બુક બેસ્ટ છે.

  જય સોમનાથ
  દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. અનેક વાર લૂંટાયું છતા આજે ફરી તે ઉભું થયું છે. આ સોમનાથ પર મહમદ ગજનીએ કરેલા આક્રમણના કિસ્સાઓ મશહૂર છે. અને તેના પરની બુક એટલે જય સોમનાથ. જય સોમનાથમાં એક એક પરિસ્થિતિનું ખૂબ જ સરસ વર્ણન કરવામાં આવ્યું છે. સોમનાથના ઈતિહાસને જાણવા માટે આ બુક બેસ્ટ છે.

  8/9
 • પાટણની પ્રભુતા કનૈયાલાલ મુનશીની ઐતિહાલિક નવલકથામાં સૌથી પહેલી એટલે પાટણની પ્રભુતા. ગુજરાતના સોલંકીયુગના રાજકીય, ધાર્મિક અને સત્તા સંઘર્ષની કથા એટલે પાટણની પ્રભુતા. ઈતિહાસને કેવી રીતે રસપ્રદ બનાવવો તેમાં મુનશીની હથોટી છે. અને એટલે જ ગુજરાતના ઈતિહાસને જાણવા માટે તેમના પુસ્તકો ખૂબ જ ઉપયોગી છે.

  પાટણની પ્રભુતા
  કનૈયાલાલ મુનશીની ઐતિહાલિક નવલકથામાં સૌથી પહેલી એટલે પાટણની પ્રભુતા. ગુજરાતના સોલંકીયુગના રાજકીય, ધાર્મિક અને સત્તા સંઘર્ષની કથા એટલે પાટણની પ્રભુતા. ઈતિહાસને કેવી રીતે રસપ્રદ બનાવવો તેમાં મુનશીની હથોટી છે. અને એટલે જ ગુજરાતના ઈતિહાસને જાણવા માટે તેમના પુસ્તકો ખૂબ જ ઉપયોગી છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

પુસ્તક..કહેવાય છે કે પુસ્તક માનવીનો સૌથી શ્રેષ્ઠ મિત્ર છે. અને એમાં પણ આપણું ગુજરાતી સાહિત્ય તો વૈવિધ્યથી ભરપૂર છે. જો તમારે ગુજરાતીની સંસ્કૃતિ, તેનો ઈતિહાસ અને વૈભવને જાણવો હોય તો આ બુક્સ તો વાંચવી જ જોઈએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK