ગીર સોમનાથઃ કુદરતના ખોળે વસેલા જિલ્લાના આ સ્થળોની જરૂરથી લેજો મુલાકાત

Published: 1st August, 2019 15:29 IST | Falguni Lakhani
 • સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. દેશભરના શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એટલે સોમનાથ. અહીં આખું વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. ખાસ કરીને શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં તો અહીં માનવ મહેરામણ ઉમટે છે.

  સોમનાથ
  પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. દેશભરના શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એટલે સોમનાથ. અહીં આખું વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. ખાસ કરીને શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં તો અહીં માનવ મહેરામણ ઉમટે છે.

  1/9
 • ભાલકા તિર્થ ભગવાન શ્રીકૃષ્ણનું દેહાવસાન જ્યાં થયું હતું તે જગ્યા એટલા ભાલકા તિર્થ. આ તિર્થ સોમનાથ મંદિરથી ચાર કિમી દૂર આવેલું છે. કહેવાય છે કે અહીં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે જર નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું અને ભગવાને નિજધાન પ્રસ્થાન કર્યું હતું.

  ભાલકા તિર્થ
  ભગવાન શ્રીકૃષ્ણનું દેહાવસાન જ્યાં થયું હતું તે જગ્યા એટલા ભાલકા તિર્થ. આ તિર્થ સોમનાથ મંદિરથી ચાર કિમી દૂર આવેલું છે. કહેવાય છે કે અહીં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે જર નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું અને ભગવાને નિજધાન પ્રસ્થાન કર્યું હતું.

  2/9
 • તુલસી શ્યામ જુનાગઢથી 129 કિમી દૂર આવેલું યાત્રાધામ એટલે તુલસીશ્યામ. જંગલમાં આવેલું આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપુર છે. અહીં જાલંધની પત્ની વૃંદા તુલસી સ્વરૂપે અને ભગવાન વિષ્ણુ શ્યામ સ્વરૂપે બિરાજે છે. જેથી તેને તુલસી શ્યામ કહેવાય છે. અહીં ગરમ પાણીના કુંડ આવેલા છે. શિળાયો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય આ કુંડનું પાણી ગરમ જ રહે છે. આવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગીના રોગ દૂર થઈ જાય છે.

  તુલસી શ્યામ
  જુનાગઢથી 129 કિમી દૂર આવેલું યાત્રાધામ એટલે તુલસીશ્યામ. જંગલમાં આવેલું આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપુર છે. અહીં જાલંધની પત્ની વૃંદા તુલસી સ્વરૂપે અને ભગવાન વિષ્ણુ શ્યામ સ્વરૂપે બિરાજે છે. જેથી તેને તુલસી શ્યામ કહેવાય છે. અહીં ગરમ પાણીના કુંડ આવેલા છે. શિળાયો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય આ કુંડનું પાણી ગરમ જ રહે છે. આવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગીના રોગ દૂર થઈ જાય છે.

  3/9
 • કનકાઈ-બાણેજ ગીરના જંગલોમાં આવેલી આ બે પવિત્ર જગ્યાઓ છે. બાણેજમાં મહાદેવનું મંદિર છે. આ સ્થળની વિશેષતા એ પણ છે કે અહીં એકમાત્ર વ્યક્તિ મંદિરના મહંત રહે છે. જેમના માટે ખાસ પોલિંગ બૂથ બનાવવામાં આવે છે. જ્યારે ત્યાં પાસે કનકાઈ માતાનું મંદિર પણ છે. જ્યા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે.

  કનકાઈ-બાણેજ
  ગીરના જંગલોમાં આવેલી આ બે પવિત્ર જગ્યાઓ છે. બાણેજમાં મહાદેવનું મંદિર છે. આ સ્થળની વિશેષતા એ પણ છે કે અહીં એકમાત્ર વ્યક્તિ મંદિરના મહંત રહે છે. જેમના માટે ખાસ પોલિંગ બૂથ બનાવવામાં આવે છે. જ્યારે ત્યાં પાસે કનકાઈ માતાનું મંદિર પણ છે. જ્યા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે.

  4/9
 • ગીર જંગલ એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગીર છે. જે ગીર સોમનાથ જિલ્લામાં પણ ફેલાયેલું છે. અહીં તમને આવતા જતા સિંહો જોવા મળી જાય. વનરાજીઓનું સૌંદર્ય ખૂબ જ આકર્ષક છે. સિંહ દર્શન માટે ગીરનું જંગલ બેસ્ટ છે.

  ગીર જંગલ
  એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગીર છે. જે ગીર સોમનાથ જિલ્લામાં પણ ફેલાયેલું છે. અહીં તમને આવતા જતા સિંહો જોવા મળી જાય. વનરાજીઓનું સૌંદર્ય ખૂબ જ આકર્ષક છે. સિંહ દર્શન માટે ગીરનું જંગલ બેસ્ટ છે.

  5/9
 • પાંચ પાંડવ ગુફા ગીર સોમનાથ જિલ્લાના શાણાવાંક્યા ગામે 350થી વધુ ગુફાઓ આવેલી છે. લોક વાયકા પ્રમાએ આ ગુફાઓને ઈતિહાસ મહાભારત સાથે સંકળાયેલો છે.કહેવાય છે કે આજથી પાંચ હાજર વર્ષ પૂર્વે મહાભારત સમયમાં જયારે પાંડવો ને અજ્ઞાત વાસ પડ્યો ત્યારે ગીર સોમનાથ જિલ્લાના શાણાવાંકયા ગામથી ૩ કિલો મીટર દૂર ગીર જંગલમાં પહાડોમાં પાંડવોએ આવી અને એક જ રાતમાં નાની મોટી આ પહાડોમાં ૩૬૦ જેટલી ગુફાઓ બનાવી હતી અને જેમાંથી ૬૦ જેટલી ગુફાઓમાં અતિ ફરવા લાયક મનાય છે.

  પાંચ પાંડવ ગુફા
  ગીર સોમનાથ જિલ્લાના શાણાવાંક્યા ગામે 350થી વધુ ગુફાઓ આવેલી છે. લોક વાયકા પ્રમાએ આ ગુફાઓને ઈતિહાસ મહાભારત સાથે સંકળાયેલો છે.કહેવાય છે કે આજથી પાંચ હાજર વર્ષ પૂર્વે મહાભારત સમયમાં જયારે પાંડવો ને અજ્ઞાત વાસ પડ્યો ત્યારે ગીર સોમનાથ જિલ્લાના શાણાવાંકયા ગામથી ૩ કિલો મીટર દૂર ગીર જંગલમાં પહાડોમાં પાંડવોએ આવી અને એક જ રાતમાં નાની મોટી આ પહાડોમાં ૩૬૦ જેટલી ગુફાઓ બનાવી હતી અને જેમાંથી ૬૦ જેટલી ગુફાઓમાં અતિ ફરવા લાયક મનાય છે.

  6/9
 • જમજીર ધોધ સૌરાષ્ટ્રમાં આવેલો આ ધોધ ખૂબ જ પ્રખ્યાત છે. શિંગોડા નદીના ધોધને જમજીરના નામે ઓળખવામાં આવે છે. વિશાળ શીલાઓની વચ્ચેથી પડતા આ ધોધનો અવાજ દૂર દૂર સુધી સાંભળવા મળે છે. સૌરાષ્ટ્રમાં ફરવા આવતા લોકો આ શાંત અને રમણીય સ્થળ પર ચોક્કસ આવે છે.

  જમજીર ધોધ
  સૌરાષ્ટ્રમાં આવેલો આ ધોધ ખૂબ જ પ્રખ્યાત છે. શિંગોડા નદીના ધોધને જમજીરના નામે ઓળખવામાં આવે છે. વિશાળ શીલાઓની વચ્ચેથી પડતા આ ધોધનો અવાજ દૂર દૂર સુધી સાંભળવા મળે છે. સૌરાષ્ટ્રમાં ફરવા આવતા લોકો આ શાંત અને રમણીય સ્થળ પર ચોક્કસ આવે છે.

  7/9
 • ચોરવાડ બીચ ગીર સોમનાથનો રમણિય બીચ એટલે ચોરવાડ બીચ. શિયાળા અને ઉનાળાનો સમય અહીં આવવા માટે ઉત્તમ છે. બીચની સુંદરતાથી આકર્ષાઈને અહીં સહેલાણીઓ મોટા પ્રમાણમાં આવે છે.

  ચોરવાડ બીચ
  ગીર સોમનાથનો રમણિય બીચ એટલે ચોરવાડ બીચ. શિયાળા અને ઉનાળાનો સમય અહીં આવવા માટે ઉત્તમ છે. બીચની સુંદરતાથી આકર્ષાઈને અહીં સહેલાણીઓ મોટા પ્રમાણમાં આવે છે.

  8/9
 • અહમદપુર માંડવી બીચ આ બીચ ગુજરાતના ઓછા જાણીતા બીચમાંથી એક છે. જે ગીર સોમનાથના દીવ પાસે આવેલો છે. કોસ્ટલાઈન પાસે આવેલો આ બીચ ખૂબ જ રમણીય છે. અહીં સૌરાષ્ટ્ર અને પોર્ટુગીઝ સંસ્કૃતિની ઝલક તમને જોવા મળશે.

  અહમદપુર માંડવી બીચ
  આ બીચ ગુજરાતના ઓછા જાણીતા બીચમાંથી એક છે. જે ગીર સોમનાથના દીવ પાસે આવેલો છે. કોસ્ટલાઈન પાસે આવેલો આ બીચ ખૂબ જ રમણીય છે. અહીં સૌરાષ્ટ્ર અને પોર્ટુગીઝ સંસ્કૃતિની ઝલક તમને જોવા મળશે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

ગીર સોમનાથ...એશિયાના સિંહો અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું સ્થાન...આ  સ્થાન કુદરતના ખોળે વસેલુ છે. અને જો તમારે ધાર્મિક અને પ્રાકૃતિક બંને અનુભવો લેવા હોય તો તમારે આ જિલ્લાની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK