કેવુ છે ‘ન્યૂ નોર્મલ’નું શારિરીક અને માનસિક ફીટનેસ જગત?

Updated: 9th November, 2020 14:26 IST | Keval Trivedi
 • અભિનેતા અંકિત વ્યાસે કહ્યું કે, હું લૉકડાઉન પહેલાથી જ ઈન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કરતો હતો. આમાં એક અઘરુ વર્ઝન છે ‘વોરિયર ડાયટ’. આ એક પ્રકારનો ઉપવાસ જ છે, જેમાં તમારે આખો દિવસ ફક્ત લિક્વિડ (પાણી અને જ્યુસ) ઉપર રહેવાનુ હોય છે. આ ડાયટથી સ્ટ્રેસવાળી ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ) એક્ટિવેટ કરે છે જેથી શરીરમાંથી ટોક્સિન છુટા પડે છે. સાંજે તમારે સંપૂર્ણ ભોજન કરવાનું હોય છે. જોકે પ્રોટિન અને કાર્બસનું કોમ્બિનેશન જરૂરી છે. છેલ્લા સાત વર્ષથી હું આ જ ડાયટ કરુ છું. લૉકડાઉનમાં તો આ ડાયટને ફોલો કરવુ સરળ બન્યુ હતું.  અમારી ઈન્ડસ્ટ્રીમાં મોટા ભાગના લોકો ઓર્ગેનિક ફૂડ્સ, હૅલ્થી ફૂડ્સ ખાવુ, દર બે કલાકે ડાયટના હિસાબે જમતા હોય છે તે લોકોને લૉકડાઉનમાં મુશ્કેલી આવી હશે. હું મારો જ અનુભવ કહું તો લૉકડાઉન વખતે હું ઈન્દોરમાં હતો ત્યા મને પ્રતિબંધના હિસાબે ઓટ્સ મળતા નહોતા. મે તો ઓટ્સ વગર ચલાવી લીધુ પરંતુ સામાન્ય રીતે જેઓ ઓટ્સ, મુસલી વગેરે પર નિર્ભર હોય તેમને ફક્ત દાળ-ભાત મળતા હતા તેથી તેમની ડાયટ ખોરવાઈ ગઈ હતી. લૉકડાઉનમાં જીમ બંધ હોવા છતાં મુશ્કેલી નડી નહીં કારણ કે, લૉકડાઉનમાં હું HIIT (હાઈ ઈન્ટેસિટી ઈન્ટરવલ ટ્રેનિંગ) કરતો હતો, જેનો મે મારા રૂટિનમાં સમાવેશ કર્યો છે. એચઆઈઆઈટીમાં તમારે 10થી 15 મિનિટ વર્કઆઉટ કરવાનું હોય પરંતુ તે નોન-સ્ટોપ કરવાનું હોય છે. તમે વચ્ચે બ્રેક લો તેમાં પણ મુવમેન્ટ કરવાની હોય છે. આ વર્કઆઉટ તમે યુટ્યુબમાંથી જોઈને ઘરમાં જ ડમ્બેલ વગર કરી શકો છો. જોકે જે વ્યક્તિને વેઈટ ગેઈન કરવુ હોય તેના માટે વધુ અસરકારક નથી પરંતુ જેમને વજન મેઈનટેઈન કરવું છે તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. ઈન્ડસ્ટ્રીમાં મારા મિત્રોએ પણ ઘરમાં જ યુટ્યુબમાં જોઈને આ કસરત અને યોગા કરવાનું શરૂ કરી દીધુ હતું.

  અભિનેતા અંકિત વ્યાસે કહ્યું કે, હું લૉકડાઉન પહેલાથી જ ઈન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કરતો હતો. આમાં એક અઘરુ વર્ઝન છે ‘વોરિયર ડાયટ’. આ એક પ્રકારનો ઉપવાસ જ છે, જેમાં તમારે આખો દિવસ ફક્ત લિક્વિડ (પાણી અને જ્યુસ) ઉપર રહેવાનુ હોય છે. આ ડાયટથી સ્ટ્રેસવાળી ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ) એક્ટિવેટ કરે છે જેથી શરીરમાંથી ટોક્સિન છુટા પડે છે. સાંજે તમારે સંપૂર્ણ ભોજન કરવાનું હોય છે. જોકે પ્રોટિન અને કાર્બસનું કોમ્બિનેશન જરૂરી છે. છેલ્લા સાત વર્ષથી હું આ જ ડાયટ કરુ છું. લૉકડાઉનમાં તો આ ડાયટને ફોલો કરવુ સરળ બન્યુ હતું. 

  અમારી ઈન્ડસ્ટ્રીમાં મોટા ભાગના લોકો ઓર્ગેનિક ફૂડ્સ, હૅલ્થી ફૂડ્સ ખાવુ, દર બે કલાકે ડાયટના હિસાબે જમતા હોય છે તે લોકોને લૉકડાઉનમાં મુશ્કેલી આવી હશે. હું મારો જ અનુભવ કહું તો લૉકડાઉન વખતે હું ઈન્દોરમાં હતો ત્યા મને પ્રતિબંધના હિસાબે ઓટ્સ મળતા નહોતા. મે તો ઓટ્સ વગર ચલાવી લીધુ પરંતુ સામાન્ય રીતે જેઓ ઓટ્સ, મુસલી વગેરે પર નિર્ભર હોય તેમને ફક્ત દાળ-ભાત મળતા હતા તેથી તેમની ડાયટ ખોરવાઈ ગઈ હતી.

  લૉકડાઉનમાં જીમ બંધ હોવા છતાં મુશ્કેલી નડી નહીં કારણ કે, લૉકડાઉનમાં હું HIIT (હાઈ ઈન્ટેસિટી ઈન્ટરવલ ટ્રેનિંગ) કરતો હતો, જેનો મે મારા રૂટિનમાં સમાવેશ કર્યો છે. એચઆઈઆઈટીમાં તમારે 10થી 15 મિનિટ વર્કઆઉટ કરવાનું હોય પરંતુ તે નોન-સ્ટોપ કરવાનું હોય છે. તમે વચ્ચે બ્રેક લો તેમાં પણ મુવમેન્ટ કરવાની હોય છે. આ વર્કઆઉટ તમે યુટ્યુબમાંથી જોઈને ઘરમાં જ ડમ્બેલ વગર કરી શકો છો. જોકે જે વ્યક્તિને વેઈટ ગેઈન કરવુ હોય તેના માટે વધુ અસરકારક નથી પરંતુ જેમને વજન મેઈનટેઈન કરવું છે તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. ઈન્ડસ્ટ્રીમાં મારા મિત્રોએ પણ ઘરમાં જ યુટ્યુબમાં જોઈને આ કસરત અને યોગા કરવાનું શરૂ કરી દીધુ હતું.

  1/17
 • અંકિત વ્યાસે કહ્યું કે, કોરોના મહામારીએ એક વસ્તુ શીખડાવી દીધી છે કે તમે કોઈ એક વસ્તુ ઉપર નિર્ભર ન રહી શકો. જીમમાં જવાથી તમારુ શરીર શેપમાં આવે છે અને બોડી બને છે એ નિશ્ચિત છે પરંતુ તમારે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત શરીરને સ્વસ્થ રાખવા માટે રનિંગ કરવુ જોઈએ,  કાર્ડિયો એક્સરસાઈઝ કરવી જોઈએ જેથી તમારા ફેફસા, હ્દય સ્વસ્થ રહે. મારા હિસાબે ફીટનેસને લઈને લોકોનો અભિગમ બદલાયો છે. લોકોને સમજાયુ છે કે કઈ નહી તો કમસેકમ યોગા તો કરવું જ જોઈએ. વર્ક ફ્રોમ હોમની વાત કરીએ તો મુંબઈ જેવા શહેર માટે આ  પ્લસ પોઈન્ટ છે કારણ કે પ્રવાસમાં તમારો વધુ સમય જતો હોય છે. આ પ્રવાસનો જે સમય બચે છે તેનો ઉપયોગ તમે તમારી ફીટનેસ માટે કરી જ શકો છો. એચઆઈઆઈટી જેવા વર્કઆઉટમાં તમે 15 મિનીટ તો દિવસની ફાળવી જ શકો છો. હવે આ તમારી પ્રાથમિકતા ઉપર નિર્ભર કરે છે.  

  અંકિત વ્યાસે કહ્યું કે, કોરોના મહામારીએ એક વસ્તુ શીખડાવી દીધી છે કે તમે કોઈ એક વસ્તુ ઉપર નિર્ભર ન રહી શકો. જીમમાં જવાથી તમારુ શરીર શેપમાં આવે છે અને બોડી બને છે એ નિશ્ચિત છે પરંતુ તમારે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત શરીરને સ્વસ્થ રાખવા માટે રનિંગ કરવુ જોઈએ,  કાર્ડિયો એક્સરસાઈઝ કરવી જોઈએ જેથી તમારા ફેફસા, હ્દય સ્વસ્થ રહે. મારા હિસાબે ફીટનેસને લઈને લોકોનો અભિગમ બદલાયો છે. લોકોને સમજાયુ છે કે કઈ નહી તો કમસેકમ યોગા તો કરવું જ જોઈએ.

  વર્ક ફ્રોમ હોમની વાત કરીએ તો મુંબઈ જેવા શહેર માટે આ  પ્લસ પોઈન્ટ છે કારણ કે પ્રવાસમાં તમારો વધુ સમય જતો હોય છે. આ પ્રવાસનો જે સમય બચે છે તેનો ઉપયોગ તમે તમારી ફીટનેસ માટે કરી જ શકો છો. એચઆઈઆઈટી જેવા વર્કઆઉટમાં તમે 15 મિનીટ તો દિવસની ફાળવી જ શકો છો. હવે આ તમારી પ્રાથમિકતા ઉપર નિર્ભર કરે છે.  

  2/17
 • પર્સનલ ટ્રેનર અને સ્પોર્ટ્સ ન્યુટ્રીશનીસ્ટ યશ સિંહે કહ્યું કે, પહેલા જીમ ચાલુ હતુ ત્યારે મારુ ડાયટ અને કસરત એકદમ રૂટિન ફિક્સ હતું. પરંતુ લૉકડાઉનના લીધે પહેલા 10 દિવસ તો હું પણ વિચારમાં પડ્યો કે હવે આગળનું રૂટિન કઈ રીતે ગોઠવવું. ઘરમાં જ મે વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું હતું. લૉકડાઉનમાં પણ મારા ઘરે જે જીમના સાધનો હતા તેના ઉપયોગથી સવારના સમયમાં વર્કઆઉટ કરતો હતો. જોકે વજનના હિસાબે તે મર્યાદિત હતા તમે છતાં મે પેટર્ન બદલીને બોડી મેઈનટેઈન રાખવાનો પ્રયત્ન કર્યો હતો. કારણ કે એક વખત તમે કસરત કરવાનું બંધ કરો તો ફરી તમારા શરીર ઉપર પ્રતિકૂળ અસર દેખાવા લાગશે. જો તમે ડિપ્રેશનમાં હોવ અને વર્કઆઉટ કરો તો તેનાથી ડિપ્રેશન ઘટે છે. લૉકડાઉનમાં મારા મનમાં કોઈ નકારાત્મકતા આવી નહીં. દરેક મુશ્કેલીમાંથી બહાર આવવાના રસ્તા હોય છે. મારા ક્લાયન્ટ્સ પાસે પણ ઘરમાં મર્યાદિત કે ન સમાન જીમના સાધનો હતા આથી તેમને પણ મે એવી કસરત બતાવી જેથી લૉકડાઉનમાં તેમનું શરીર સ્વસ્થ રહે. એવું નથી કે જીમ ન હોય તો વર્કઆઉટ ન થાય.

  પર્સનલ ટ્રેનર અને સ્પોર્ટ્સ ન્યુટ્રીશનીસ્ટ યશ સિંહે કહ્યું કે, પહેલા જીમ ચાલુ હતુ ત્યારે મારુ ડાયટ અને કસરત એકદમ રૂટિન ફિક્સ હતું. પરંતુ લૉકડાઉનના લીધે પહેલા 10 દિવસ તો હું પણ વિચારમાં પડ્યો કે હવે આગળનું રૂટિન કઈ રીતે ગોઠવવું. ઘરમાં જ મે વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું હતું. લૉકડાઉનમાં પણ મારા ઘરે જે જીમના સાધનો હતા તેના ઉપયોગથી સવારના સમયમાં વર્કઆઉટ કરતો હતો. જોકે વજનના હિસાબે તે મર્યાદિત હતા તમે છતાં મે પેટર્ન બદલીને બોડી મેઈનટેઈન રાખવાનો પ્રયત્ન કર્યો હતો. કારણ કે એક વખત તમે કસરત કરવાનું બંધ કરો તો ફરી તમારા શરીર ઉપર પ્રતિકૂળ અસર દેખાવા લાગશે.

  જો તમે ડિપ્રેશનમાં હોવ અને વર્કઆઉટ કરો તો તેનાથી ડિપ્રેશન ઘટે છે. લૉકડાઉનમાં મારા મનમાં કોઈ નકારાત્મકતા આવી નહીં. દરેક મુશ્કેલીમાંથી બહાર આવવાના રસ્તા હોય છે. મારા ક્લાયન્ટ્સ પાસે પણ ઘરમાં મર્યાદિત કે ન સમાન જીમના સાધનો હતા આથી તેમને પણ મે એવી કસરત બતાવી જેથી લૉકડાઉનમાં તેમનું શરીર સ્વસ્થ રહે. એવું નથી કે જીમ ન હોય તો વર્કઆઉટ ન થાય.

  3/17
 • યશે કહ્યું કે, કોરોના મહામારીથી દરેકના જીવનની લાઈફસ્ટાઈલમાં નોંધપાત્ર કાયાપલટ થઈ રહી છે. હવે વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યુ છે તેથી કોર્પોરેટ્સના કર્મચારીઓ ઘરમાં બેસીને કામ કરશે તો શરીર ઉપર અસર પડવાની જ છે. ઘર એક પ્રકારનું કમ્ફર્ટ ઝોન છે. પ્રવાસ બંધ થતા શરીરનું હલનચલન ઘટ્યુ છે. તેથી લોકો હવે ફીટનેસને પ્રાથમિકતા આપશે. મારા સર્કલમાં પણ લોકો મારી સલાહ લઈ રહ્યા છે કે ફીટ રહેવા માટે શું કરવું. લોકો ફીટનેસને લઈને જાગૃત થયા છે. જો તમે નિયમિત કસરત કરો અને શુદ્ધ ખોરાક ઉપર ધ્યાન આપશો તો વજન વધવાની કોઈ ચિંતા રહેશે જ નહીં.

  યશે કહ્યું કે, કોરોના મહામારીથી દરેકના જીવનની લાઈફસ્ટાઈલમાં નોંધપાત્ર કાયાપલટ થઈ રહી છે. હવે વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યુ છે તેથી કોર્પોરેટ્સના કર્મચારીઓ ઘરમાં બેસીને કામ કરશે તો શરીર ઉપર અસર પડવાની જ છે. ઘર એક પ્રકારનું કમ્ફર્ટ ઝોન છે. પ્રવાસ બંધ થતા શરીરનું હલનચલન ઘટ્યુ છે. તેથી લોકો હવે ફીટનેસને પ્રાથમિકતા આપશે. મારા સર્કલમાં પણ લોકો મારી સલાહ લઈ રહ્યા છે કે ફીટ રહેવા માટે શું કરવું. લોકો ફીટનેસને લઈને જાગૃત થયા છે. જો તમે નિયમિત કસરત કરો અને શુદ્ધ ખોરાક ઉપર ધ્યાન આપશો તો વજન વધવાની કોઈ ચિંતા રહેશે જ નહીં.

  4/17
 • વર્ષ 2008થી પોતાની ફીટનેસ ઉપર ધ્યાન આપનારા આશિત શેટ્ટીએ કહ્યું કે, લૉકડાઉનમાં કામનું દબાણ વધતા વર્કઆઉટ સંપૂર્ણ બંધ થયુ હતું. સામાન્ય રીતે તમે ઑફિસમાં જાઓ તો એક ચોક્કસ સમયે કામ કર્યા બાદ તમે ઘરે આવો છો અને તમારા અંગત જીવનને સમય આપી શકો છો. પરંતુ  વર્ક ફ્રોમ હોમમાં આમ રહેતુ નથી. તમારી પાસે એક જ વિકલ્પ રહે છે કે સવારે તમે જોગીંગમાં જાઓ. મારી બોડીના મસલ્સ ફૂલ પોટેન્શિયલમાં આવી ગયા છે. 10 વર્ષમાં તે જેનેટિકલી ડેવલપ થયા છે અને હવે મારી બોડી એ સ્તરે છે કે ઘરમાં ફક્ત પૂશ અપ્સ કરીને હુ મારા શરીરને મેઈનટેઈન રાખી શકુ નહીં. કારણ કે જીમમાં જે સાધનો હોય તે ઘરમાં હોતા નથી.

  વર્ષ 2008થી પોતાની ફીટનેસ ઉપર ધ્યાન આપનારા આશિત શેટ્ટીએ કહ્યું કે, લૉકડાઉનમાં કામનું દબાણ વધતા વર્કઆઉટ સંપૂર્ણ બંધ થયુ હતું. સામાન્ય રીતે તમે ઑફિસમાં જાઓ તો એક ચોક્કસ સમયે કામ કર્યા બાદ તમે ઘરે આવો છો અને તમારા અંગત જીવનને સમય આપી શકો છો. પરંતુ  વર્ક ફ્રોમ હોમમાં આમ રહેતુ નથી. તમારી પાસે એક જ વિકલ્પ રહે છે કે સવારે તમે જોગીંગમાં જાઓ. મારી બોડીના મસલ્સ ફૂલ પોટેન્શિયલમાં આવી ગયા છે. 10 વર્ષમાં તે જેનેટિકલી ડેવલપ થયા છે અને હવે મારી બોડી એ સ્તરે છે કે ઘરમાં ફક્ત પૂશ અપ્સ કરીને હુ મારા શરીરને મેઈનટેઈન રાખી શકુ નહીં. કારણ કે જીમમાં જે સાધનો હોય તે ઘરમાં હોતા નથી.

  5/17
 • સાયકોલોજીસ્ટ નિશા શાહના મતે જીમમાં જવાથી તમારી માનસિક હૅલ્થ સુધરે છે. કસરત કરવાથી જે કેમિકલ્સ રિલીઝ થાય છે (એન્ડોરફીન્સ અને સીરોટોનીન) એનાથી આપણું મૂડ સુધરે છે તેથી લૉકડાઉનમાં જે લોકો ઘરે જ હતા, તેઓ એક પ્રકારે આઈસોલેટ હતા, તેથી કસરત કરવાથી તેમનામાં ફેરફાર આવશે. તેમણે કહ્યું કે, હું પોતે વોક પર જાઉ છુ, મેડિટેશન કરુ છું. રિલેક્શેશન થેરિપી કરુ છું. નિયમિત કસરવાથી તમારી માનસિક હૅલ્થ પણ સુધરે છે, ડિપ્રેશન ઘટે છે તેમ જ ડિપ્રેશન, એન્ક્ઝાઈટી વગેરે બિમારીથી રિકવરી થાય છે. ઘરમાં પણ તમે યોગા, એરોબીક્સ જેવી કસરત કરો તો તમે માનસિક રીતે મજબૂત બનો છો અને પરિસ્થિતિનો સારી રીતે સામનો કરી શકો છો. કસરત કરવાથી તમારી સ્લિપિંગ પેટર્ન પણ સુધરે છે. જો સ્લિપિંગ પેટર્ન સુધરે તો તેનાથી માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. તમારી સકારાત્મક વિચારશક્તિ વધે છે. તેમ જ ડિમેન્ટીયા, અલ્ઝાઈમર, પાર્કિનસન બિમારીઓનો ખતરો ઓછો કરે છે. પ્રેક્ટિસિંગ માઈન્ડફૂલનેસ બાબતે તેમણે કહ્યું કે, શારિરીક કસરત કરતી વખતે તમારા મગજમાં બીજા કોઈ વિચાર ચાલતા હોય તો તેનાથી કસરતનો ફાયદો થશે નહીં. તેથી જ તમે જે કરસત કરો તેના ઉપર 100 ટકા ધ્યાન કેન્દ્રિત કરો. મારો મત છે કે, મહામારીમાં બહાર જઈને કસરત કરવામાં જોખમ તો ખરું પણ તમે ગાઈડલાઈન્સનું કડક પાલન કરીને તમે જીમમાં જઈ શકો છો. અને જો ઘરમાં રહીને પણ તમે હળવી કસરત તો કરી જ શકો છો. જે લોકો ડિપ્રેશનમાં હોય તેમણે કમસેકમ બહાર જઈને ચાલવુ જોઈએ અથવા ઘરમાં જ કસરત કરવી જોઈએ જેથી તમારી માનસિક રીતે સ્વસ્થ રહો. જો તમે સાઈકો થેરિપી, મેડિટેશન, રિલેક્સેશન થેરિપી કરો તો તમે પોતાને પેનિક એટેકથી બચી શકો છો. જીવનમાં ક્યારે પણ આવા મહામારી જેવા પડકારો આવી શકે છે આથી તમારે પણ એવા વિકલ્પો શોધવા જોઈએ, જેનાથી  ઘરે રહીને પણ તમે તમારા શરીરને શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ રાખી શકો.

  સાયકોલોજીસ્ટ નિશા શાહના મતે જીમમાં જવાથી તમારી માનસિક હૅલ્થ સુધરે છે. કસરત કરવાથી જે કેમિકલ્સ રિલીઝ થાય છે (એન્ડોરફીન્સ અને સીરોટોનીન) એનાથી આપણું મૂડ સુધરે છે તેથી લૉકડાઉનમાં જે લોકો ઘરે જ હતા, તેઓ એક પ્રકારે આઈસોલેટ હતા, તેથી કસરત કરવાથી તેમનામાં ફેરફાર આવશે. તેમણે કહ્યું કે, હું પોતે વોક પર જાઉ છુ, મેડિટેશન કરુ છું. રિલેક્શેશન થેરિપી કરુ છું. નિયમિત કસરવાથી તમારી માનસિક હૅલ્થ પણ સુધરે છે, ડિપ્રેશન ઘટે છે તેમ જ ડિપ્રેશન, એન્ક્ઝાઈટી વગેરે બિમારીથી રિકવરી થાય છે. ઘરમાં પણ તમે યોગા, એરોબીક્સ જેવી કસરત કરો તો તમે માનસિક રીતે મજબૂત બનો છો અને પરિસ્થિતિનો સારી રીતે સામનો કરી શકો છો. કસરત કરવાથી તમારી સ્લિપિંગ પેટર્ન પણ સુધરે છે. જો સ્લિપિંગ પેટર્ન સુધરે તો તેનાથી માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. તમારી સકારાત્મક વિચારશક્તિ વધે છે. તેમ જ ડિમેન્ટીયા, અલ્ઝાઈમર, પાર્કિનસન બિમારીઓનો ખતરો ઓછો કરે છે.

  પ્રેક્ટિસિંગ માઈન્ડફૂલનેસ બાબતે તેમણે કહ્યું કે, શારિરીક કસરત કરતી વખતે તમારા મગજમાં બીજા કોઈ વિચાર ચાલતા હોય તો તેનાથી કસરતનો ફાયદો થશે નહીં. તેથી જ તમે જે કરસત કરો તેના ઉપર 100 ટકા ધ્યાન કેન્દ્રિત કરો. મારો મત છે કે, મહામારીમાં બહાર જઈને કસરત કરવામાં જોખમ તો ખરું પણ તમે ગાઈડલાઈન્સનું કડક પાલન કરીને તમે જીમમાં જઈ શકો છો. અને જો ઘરમાં રહીને પણ તમે હળવી કસરત તો કરી જ શકો છો. જે લોકો ડિપ્રેશનમાં હોય તેમણે કમસેકમ બહાર જઈને ચાલવુ જોઈએ અથવા ઘરમાં જ કસરત કરવી જોઈએ જેથી તમારી માનસિક રીતે સ્વસ્થ રહો. જો તમે સાઈકો થેરિપી, મેડિટેશન, રિલેક્સેશન થેરિપી કરો તો તમે પોતાને પેનિક એટેકથી બચી શકો છો.

  જીવનમાં ક્યારે પણ આવા મહામારી જેવા પડકારો આવી શકે છે આથી તમારે પણ એવા વિકલ્પો શોધવા જોઈએ, જેનાથી  ઘરે રહીને પણ તમે તમારા શરીરને શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ રાખી શકો.

  6/17
 • જીમ ટ્રેનર પંકજ સુર્યવંશીએ કહ્યું કે, લૉકડાઉનના લીધે જીમ ઉદ્યોગ ઉપરાંત બોડી બિલ્ડરના શરીર ઉપર પ્રતિકૂળ અસર પડી હતી. ઘરમાં જીમ જેટલા કસરતના સાધનો ન હોવાથી તમારા વર્કઆઉટમાં એક પ્રકારની મર્યાદા આવી જ જાય છે. તેમ જ  પ્રથમ બે લૉકડાઉનમાં એટલા કડક નિયંત્રણો હતા કે ફૂડ સપ્લાય ઉપર અસર પડી હતી. આથી ડાયટ ફૂડના રૂટિનમાં પણ અમૂક છૂટછાટ કરવી પડી હતી. કોરોના મહામારીએ લોકોને શીખડાવી દીધુ છે કે ‘હૅલ્થ ઈઝ વૅલ્થ’ છે. આથી આગામી સમયમાં ફીટનેસ સંબંધિત ઉદ્યોગમાં તેજી આવશે એ નિશ્ચિત છે. 

  જીમ ટ્રેનર પંકજ સુર્યવંશીએ કહ્યું કે, લૉકડાઉનના લીધે જીમ ઉદ્યોગ ઉપરાંત બોડી બિલ્ડરના શરીર ઉપર પ્રતિકૂળ અસર પડી હતી. ઘરમાં જીમ જેટલા કસરતના સાધનો ન હોવાથી તમારા વર્કઆઉટમાં એક પ્રકારની મર્યાદા આવી જ જાય છે. તેમ જ  પ્રથમ બે લૉકડાઉનમાં એટલા કડક નિયંત્રણો હતા કે ફૂડ સપ્લાય ઉપર અસર પડી હતી. આથી ડાયટ ફૂડના રૂટિનમાં પણ અમૂક છૂટછાટ કરવી પડી હતી. કોરોના મહામારીએ લોકોને શીખડાવી દીધુ છે કે ‘હૅલ્થ ઈઝ વૅલ્થ’ છે. આથી આગામી સમયમાં ફીટનેસ સંબંધિત ઉદ્યોગમાં તેજી આવશે એ નિશ્ચિત છે. 

  7/17
 • ન્યુટ્રીશન એક્સપર્ટ શ્રદ્ધા ગડિતે કહ્યું કે, હુ ટ્રેનર્સને ટ્રેનિંગ આપુ છું. લૉકડાઉન સમયે ફીટનેસ ઉદ્યોગ ઉપર માઠી અસર પડી હતી. જોકે બીજીબાજુ લોકો ફીટનેસ માટે જાગૃત થયા છે. ઘણા લોકો જીમ ઉપરાંત સવારે વોકિંગ, સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓ પણ કરે છે. ઓનલાઈન ટ્રેનિંગથી ફિટનેસ જાળવવા માટે વધુ ઉંડાણપૂર્વક જાણે છે. જીમ ફરી શરૂ થયા છે પરંતુ અમૂક લોકો જીમમાં ફરી આવતા ખચકાય છે. કોરોનાએ એક વસ્તુ તો લોકોની શીખડાવી દીધી કે શરીરની રોગપ્રતિકાત્મક શક્તિને મજબૂત રાખવી પડશે. સમય જતા ફીટનેસ ઉદ્યોગમાં તેજી આવશે. લૉકડાઉનમાં હું ઘરે રહીને કસરત કરતી હતી ત્યારે થોડુક અલગ ફિલીંગ લાગતી હતી કારણ કે આપણને સામાન્ય રીતે ગ્રુપમાં લોકો સાથે કસરત કરવાની આદત હોય છે. ઘરમાં રહીને ડાયટનું વધુ ધ્યાન રાખી શકાતુ નહોતુ કારણ કે લૉકડાઉનના લીધે નીચે ઉતરવાનું હુ ટાળતી હતી અને કઠોળનો વધુ ઉપયોગ કરતી હતી કારણ કે પ્રથમ બે કડક લૉકડાઉનમાં ફ્રેશ વેજીટેબલનો પણ અભાવ હતો. ફેટવાળી વસ્તુને હુ ટાળતી હતી. લોકોએ સમજવુ જોઈએ કે ઈનફેક્શનના ડરથી તમે ઘરની બહાર જ ન નીકળો તો તમે પોતાને જ નુકસાન પહોચાડી રહ્યા છો. લોકોએ સોશ્યલ ડીસ્ટન્સિંગ રાખીને, માસ્ક પહેરીને અને સરકારની દરેક ગાઈડલાઈન્સનું પાલન કરો, પણ ફીઝીકલ એક્ટિવીટીને જીવનમાંથી સાવ નાબૂદ ન કરો. ડાયટ અને વર્કઆઉટની અવગણના કરવી નહીં.

  ન્યુટ્રીશન એક્સપર્ટ શ્રદ્ધા ગડિતે કહ્યું કે, હુ ટ્રેનર્સને ટ્રેનિંગ આપુ છું. લૉકડાઉન સમયે ફીટનેસ ઉદ્યોગ ઉપર માઠી અસર પડી હતી. જોકે બીજીબાજુ લોકો ફીટનેસ માટે જાગૃત થયા છે. ઘણા લોકો જીમ ઉપરાંત સવારે વોકિંગ, સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓ પણ કરે છે. ઓનલાઈન ટ્રેનિંગથી ફિટનેસ જાળવવા માટે વધુ ઉંડાણપૂર્વક જાણે છે. જીમ ફરી શરૂ થયા છે પરંતુ અમૂક લોકો જીમમાં ફરી આવતા ખચકાય છે.

  કોરોનાએ એક વસ્તુ તો લોકોની શીખડાવી દીધી કે શરીરની રોગપ્રતિકાત્મક શક્તિને મજબૂત રાખવી પડશે. સમય જતા ફીટનેસ ઉદ્યોગમાં તેજી આવશે. લૉકડાઉનમાં હું ઘરે રહીને કસરત કરતી હતી ત્યારે થોડુક અલગ ફિલીંગ લાગતી હતી કારણ કે આપણને સામાન્ય રીતે ગ્રુપમાં લોકો સાથે કસરત કરવાની આદત હોય છે. ઘરમાં રહીને ડાયટનું વધુ ધ્યાન રાખી શકાતુ નહોતુ કારણ કે લૉકડાઉનના લીધે નીચે ઉતરવાનું હુ ટાળતી હતી અને કઠોળનો વધુ ઉપયોગ કરતી હતી કારણ કે પ્રથમ બે કડક લૉકડાઉનમાં ફ્રેશ વેજીટેબલનો પણ અભાવ હતો. ફેટવાળી વસ્તુને હુ ટાળતી હતી.

  લોકોએ સમજવુ જોઈએ કે ઈનફેક્શનના ડરથી તમે ઘરની બહાર જ ન નીકળો તો તમે પોતાને જ નુકસાન પહોચાડી રહ્યા છો. લોકોએ સોશ્યલ ડીસ્ટન્સિંગ રાખીને, માસ્ક પહેરીને અને સરકારની દરેક ગાઈડલાઈન્સનું પાલન કરો, પણ ફીઝીકલ એક્ટિવીટીને જીવનમાંથી સાવ નાબૂદ ન કરો. ડાયટ અને વર્કઆઉટની અવગણના કરવી નહીં.

  8/17
 • એક અલગ જ પ્રકારનું ઉદાહરણ આપતા શ્રદ્ધાએ કહ્યું કે, મારા સર્કલમાં જ કેસ હતો, જેમાં એક વ્યક્તિ કોરોના મહામારીથી ખૂબ જ ગભરાઈ ગયો હતો અને તે ખૂબ જ ગરમ પાણી પીતો હતો, આખો દિવસ તે થર્મોસમાં પાણી રાખીને તે પીતા હતા. ગયા અઠવાડિયે તેમને એસિડિટી, પાચનક્રિયા સંબંધિત મુશ્કેલીઓ આવી તેથી તેમણે રિપોર્ટ કરાવ્યા તો ખબર પડી કે તેમના પેટમાં અલ્સર થઈ ગયુ હતુ જેનું કારણ ખૂબ જ વધુ પ્રમાણમાં ગરમ ખાવા-પિવાનો સમાવેશ હતો. આથી મારો મેસેજ એ છે કે કોઈ પણ સારી વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરવાથી તે પ્રતિકૂળ અસર પાડી શકે છે. તમારે રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો ફક્ત કાઢા પીને જ નહીં વધે, તમારે ખોરાકમાં પણ વિવિધતા લાવવી પડે છે. તમારે કસરત કરવી જોઈએ, 45 મિનિટ ચાલવુ જોઈએ. મારો મેસેજ લોકોને છે કે તમારા શરીરને શું માફક આવે છે અને શું નહીં તે સમજીને તમારે રૂટિન અને ડાયટ ગોઠવવું જોઈએ. જીમમાં આવવા માટે લોકો થોડાક અચકાય છે એ વાત સાચી છે. માસ્ક પહેરીને વર્કઆઉટ કેવી રીતે કરવુ એ પણ લોકો વિચારે છે. અમે જીમમાં સેનિટાઈઝેશન સંબંધિત દરેક વ્યવસ્થા અમે રાખી છે પરંતુ સેન્ટિમેન્ટ સુધરતા થોડોક સમય લાગશે.  

  એક અલગ જ પ્રકારનું ઉદાહરણ આપતા શ્રદ્ધાએ કહ્યું કે, મારા સર્કલમાં જ કેસ હતો, જેમાં એક વ્યક્તિ કોરોના મહામારીથી ખૂબ જ ગભરાઈ ગયો હતો અને તે ખૂબ જ ગરમ પાણી પીતો હતો, આખો દિવસ તે થર્મોસમાં પાણી રાખીને તે પીતા હતા. ગયા અઠવાડિયે તેમને એસિડિટી, પાચનક્રિયા સંબંધિત મુશ્કેલીઓ આવી તેથી તેમણે રિપોર્ટ કરાવ્યા તો ખબર પડી કે તેમના પેટમાં અલ્સર થઈ ગયુ હતુ જેનું કારણ ખૂબ જ વધુ પ્રમાણમાં ગરમ ખાવા-પિવાનો સમાવેશ હતો. આથી મારો મેસેજ એ છે કે કોઈ પણ સારી વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરવાથી તે પ્રતિકૂળ અસર પાડી શકે છે. તમારે રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો ફક્ત કાઢા પીને જ નહીં વધે, તમારે ખોરાકમાં પણ વિવિધતા લાવવી પડે છે. તમારે કસરત કરવી જોઈએ, 45 મિનિટ ચાલવુ જોઈએ. મારો મેસેજ લોકોને છે કે તમારા શરીરને શું માફક આવે છે અને શું નહીં તે સમજીને તમારે રૂટિન અને ડાયટ ગોઠવવું જોઈએ.

  જીમમાં આવવા માટે લોકો થોડાક અચકાય છે એ વાત સાચી છે. માસ્ક પહેરીને વર્કઆઉટ કેવી રીતે કરવુ એ પણ લોકો વિચારે છે. અમે જીમમાં સેનિટાઈઝેશન સંબંધિત દરેક વ્યવસ્થા અમે રાખી છે પરંતુ સેન્ટિમેન્ટ સુધરતા થોડોક સમય લાગશે.  

  9/17
 • નિયમિત ધોરણે જીમ જનારા દિલીપકુમાર ગોસ્વામીએ કહ્યું કે, લૉકડાઉનમાં જમવામાં મે ભાત અને રોટલીનું પ્રમાણ ઓછુ કરીને સ્પ્રાઉટ્સનો ઉપયોગ વધાર્યો હતો. લૉકડાઉન હળવું થતા હુ સવારે અને સાંજે હું 40 મિનીટ ચાલવાનો ટાર્ગેટ કર્યો હતો. જેથી શરીરમાંથી કેલેરી ઓછી થાય અને વધુ કેલેરી શરીરમાં જમા ન થાય. જીમ બંધ હોવાથી ઘરમાં જ કસરત કરી શકુ એ માટે થઈને મે ડમ્બેલની ઓનલાઈન તપાસ કરી પરંતુ લૉકડાઉનમાં બધુ બંધ હોવાથી તે શક્ય બન્યુ નહીં. તે પછી મે યુટ્યુબમાં ફીટનેસ સંબંધિત વીડિયો જોયા તો મને સમજાયુ કે ઘરમાં હું ડમ્બેલની બદલે ઓફિસની બેગ, પાણીની બોટલનો ઉપયોગ કરતો હતો. શક્ય હોય એટલી કસરત કરતો હતો. અનલોકમાં મે ડમ્બેલ લીધા અને ઘરે દરરોજ 40 મિનીટ વર્કઆઉટ કરુ છું. હાલ જે મારી પાસે ડમ્બેલ છે તેમાં કસરતમાં એક મર્યાદા આવશે. તેથી આગામી સમયમાં હું જીમમાં જોડાઈશ કારણ કે જીમમાં જે સાધનો હોય અને તેમાં જે પ્રકારની કસરત કરી શકો એ બધી જ તમે ઘરમાં કરી શકો નહીં. 

  નિયમિત ધોરણે જીમ જનારા દિલીપકુમાર ગોસ્વામીએ કહ્યું કે, લૉકડાઉનમાં જમવામાં મે ભાત અને રોટલીનું પ્રમાણ ઓછુ કરીને સ્પ્રાઉટ્સનો ઉપયોગ વધાર્યો હતો. લૉકડાઉન હળવું થતા હુ સવારે અને સાંજે હું 40 મિનીટ ચાલવાનો ટાર્ગેટ કર્યો હતો. જેથી શરીરમાંથી કેલેરી ઓછી થાય અને વધુ કેલેરી શરીરમાં જમા ન થાય. જીમ બંધ હોવાથી ઘરમાં જ કસરત કરી શકુ એ માટે થઈને મે ડમ્બેલની ઓનલાઈન તપાસ કરી પરંતુ લૉકડાઉનમાં બધુ બંધ હોવાથી તે શક્ય બન્યુ નહીં. તે પછી મે યુટ્યુબમાં ફીટનેસ સંબંધિત વીડિયો જોયા તો મને સમજાયુ કે ઘરમાં હું ડમ્બેલની બદલે ઓફિસની બેગ, પાણીની બોટલનો ઉપયોગ કરતો હતો. શક્ય હોય એટલી કસરત કરતો હતો. અનલોકમાં મે ડમ્બેલ લીધા અને ઘરે દરરોજ 40 મિનીટ વર્કઆઉટ કરુ છું. હાલ જે મારી પાસે ડમ્બેલ છે તેમાં કસરતમાં એક મર્યાદા આવશે. તેથી આગામી સમયમાં હું જીમમાં જોડાઈશ કારણ કે જીમમાં જે સાધનો હોય અને તેમાં જે પ્રકારની કસરત કરી શકો એ બધી જ તમે ઘરમાં કરી શકો નહીં. 

  10/17
 • હૉમ બેકર ફોરમ વાઘાણીએ કહ્યું કે, એક હોમ બેકર તરીકે હું સમજુ છુ કે સવારે નાસ્તામાં શું લેવુ જોઈએ. અમે સવારે નાસ્તામાં ઓટ્સ, ગ્રેનોલાનો સમાવેશ કર્યો હતો. છોકરાઓને ગ્રેનુલા બાર્સ (વિવિધ સિડ્સ, ઓટ્સ અને બદાલમાંથી બને છે) ખૂબ જ ભાવે જે પ્યોર ચોકલેટ હોય છે. જે હેલ્થી પણ હોય છે. જો તમે વધુ શારિરીક રીતે વધુ એક્ટિવ ન હોવ તો આવા પ્રકારના ખોરાકથી તમારા શરીરમાં ફાઈબર વધુ જાય છે અને ફેટ્સ ઓછુ જશે. ડાયટમાં ફાઈબરનો વધુ ઉપયોગથી શરીરને ફાયદો થાય છે. મારુ કુટુંબ દરરોજ સાંજે યોગા કરીએ છીએ, એમાં પણ ખાસ કરીને પ્રાણાયમ.

  હૉમ બેકર ફોરમ વાઘાણીએ કહ્યું કે, એક હોમ બેકર તરીકે હું સમજુ છુ કે સવારે નાસ્તામાં શું લેવુ જોઈએ. અમે સવારે નાસ્તામાં ઓટ્સ, ગ્રેનોલાનો સમાવેશ કર્યો હતો. છોકરાઓને ગ્રેનુલા બાર્સ (વિવિધ સિડ્સ, ઓટ્સ અને બદાલમાંથી બને છે) ખૂબ જ ભાવે જે પ્યોર ચોકલેટ હોય છે. જે હેલ્થી પણ હોય છે. જો તમે વધુ શારિરીક રીતે વધુ એક્ટિવ ન હોવ તો આવા પ્રકારના ખોરાકથી તમારા શરીરમાં ફાઈબર વધુ જાય છે અને ફેટ્સ ઓછુ જશે. ડાયટમાં ફાઈબરનો વધુ ઉપયોગથી શરીરને ફાયદો થાય છે. મારુ કુટુંબ દરરોજ સાંજે યોગા કરીએ છીએ, એમાં પણ ખાસ કરીને પ્રાણાયમ.

  11/17
 • ફોરમ વાઘાણીએ ઉમેર્યું કે, ગ્રેનોલા બાર્સ ઉપર ખાસ ધ્યાન આપી રહી છું. જીમમાં જનાર વ્યક્તિઓ ગ્રેનોલા બાર્સનો ઉપયોગ કરે છે, કારણ કે તેમને પણ તેના આરોગ્ય સંબંધિત ફાયદા ખબર પડે છે. કોવિડ-19ની વેક્સિન આવશે તે પછી હું ચોક્કસ જીમમાં જઈશ હાલની પરિસ્થિતિને જોતા ઘરમાં જ રહીને ફીટનેસ ઉપર હું ધ્યાન આપીશ. એક હૉમ બેકર તરીકે મારો મેસેજ છે કે તમે હૅલ્થી ફૂડ તો રોજ જ ખાઓ છો પણ ક્યારેક ચેન્જ માટે બેકિંગ આઈટમ ખાવાથી શરીર ઉપર પ્રતિકૂળ અસર પડતી નથી. કોઈ પણ વ્યક્તિ બેકિંગ આઈટમ રોજ નથી ખાતુ. સાત દિવસ તમે દાળભાત-શાક રોટલી ખાઓ તો આઠમાં દિવસે તમે બેકિંગ વાનગી ખાઓ પરંતુ તે લીમીટમાં હોવી જોઈએ. લોકોનો પણ હૉમ બેકિંગને પ્રાધાન્ય આપી રહ્યા છે. 

  ફોરમ વાઘાણીએ ઉમેર્યું કે, ગ્રેનોલા બાર્સ ઉપર ખાસ ધ્યાન આપી રહી છું. જીમમાં જનાર વ્યક્તિઓ ગ્રેનોલા બાર્સનો ઉપયોગ કરે છે, કારણ કે તેમને પણ તેના આરોગ્ય સંબંધિત ફાયદા ખબર પડે છે. કોવિડ-19ની વેક્સિન આવશે તે પછી હું ચોક્કસ જીમમાં જઈશ હાલની પરિસ્થિતિને જોતા ઘરમાં જ રહીને ફીટનેસ ઉપર હું ધ્યાન આપીશ. એક હૉમ બેકર તરીકે મારો મેસેજ છે કે તમે હૅલ્થી ફૂડ તો રોજ જ ખાઓ છો પણ ક્યારેક ચેન્જ માટે બેકિંગ આઈટમ ખાવાથી શરીર ઉપર પ્રતિકૂળ અસર પડતી નથી. કોઈ પણ વ્યક્તિ બેકિંગ આઈટમ રોજ નથી ખાતુ. સાત દિવસ તમે દાળભાત-શાક રોટલી ખાઓ તો આઠમાં દિવસે તમે બેકિંગ વાનગી ખાઓ પરંતુ તે લીમીટમાં હોવી જોઈએ. લોકોનો પણ હૉમ બેકિંગને પ્રાધાન્ય આપી રહ્યા છે. 

  12/17
 • દિપેન મહેતાએ તેનો લૉકડાઉન પહેલા અને પછીનો ફોટો શૅર કરતા કહ્યું કે, લૉકડાઉનના લીધે શરીર ઉપર પ્રતિકૂળ અસર પડી હતી. અગાઉં હુ જીમ જવાની સાથે સ્વિમિંગ પણ કરતો હતો. લૉકડાઉન પહેલા નિયમિત કસરત કરતો હોવાથી હું ક્યારેક જંક ફૂડ ખાતો હતો. પરંતુ લૉકડાઉનમાં જીમ જવાનું બંધ થતા સૌપ્રથમ તો કસરતમાં જ મર્યાદા આવી ગઈ હતી કારણ કે જીમમાં કસરતના જે સાધનો હોય તેટલા પ્રમાણમાં સાધનો કોઈના પણ ઘરે ન હોય. વર્ક ફ્રોમ હૉમનું દબાણ હોવા છતાં પણ મે મારી હૅલ્થનું બને તેટલુ ધ્યાન રાખ્યુ હતું. મારા ઘરે ડમ્બેલ હતા જેનાથી હું એક્સરસાઈઝ કરતો હતો પરંતુ તેમાં પણ એક સમય બાદ મર્યાદા આવી હતી. કોરોના ફેફસા સંબંધિત બિમારી હોવાનું મને સમજાતા હું દરરોજ બે વખત ગ્રીન ટી પીતો હતો જેમાં આદુ, અશ્વગંધા, પીપરામૂળ, જેઠીમધનો સમાવેશ કરતો. હળદળવાળુ દૂધ પીતો. સવારે કાચુ લસણ ખાતો. જેથી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે. હજી પણ હું ઘરનું જ ખાવાનું ખાઉં છું. દરરોજ ઘરે 45 મિનીટ વર્કઆઉટ કરતો હતો. મહારાષ્ટ્રમાં અનલોકની પ્રક્રિયામાં ઘણી છૂટછાટ મળી છે અને પરિસ્થિતિ વધુ સામાન્ય થતા હુ ફરી જીમમં જોડાઈશ. 

  દિપેન મહેતાએ તેનો લૉકડાઉન પહેલા અને પછીનો ફોટો શૅર કરતા કહ્યું કે, લૉકડાઉનના લીધે શરીર ઉપર પ્રતિકૂળ અસર પડી હતી. અગાઉં હુ જીમ જવાની સાથે સ્વિમિંગ પણ કરતો હતો. લૉકડાઉન પહેલા નિયમિત કસરત કરતો હોવાથી હું ક્યારેક જંક ફૂડ ખાતો હતો. પરંતુ લૉકડાઉનમાં જીમ જવાનું બંધ થતા સૌપ્રથમ તો કસરતમાં જ મર્યાદા આવી ગઈ હતી કારણ કે જીમમાં કસરતના જે સાધનો હોય તેટલા પ્રમાણમાં સાધનો કોઈના પણ ઘરે ન હોય. વર્ક ફ્રોમ હૉમનું દબાણ હોવા છતાં પણ મે મારી હૅલ્થનું બને તેટલુ ધ્યાન રાખ્યુ હતું. મારા ઘરે ડમ્બેલ હતા જેનાથી હું એક્સરસાઈઝ કરતો હતો પરંતુ તેમાં પણ એક સમય બાદ મર્યાદા આવી હતી. કોરોના ફેફસા સંબંધિત બિમારી હોવાનું મને સમજાતા હું દરરોજ બે વખત ગ્રીન ટી પીતો હતો જેમાં આદુ, અશ્વગંધા, પીપરામૂળ, જેઠીમધનો સમાવેશ કરતો. હળદળવાળુ દૂધ પીતો. સવારે કાચુ લસણ ખાતો. જેથી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે. હજી પણ હું ઘરનું જ ખાવાનું ખાઉં છું. દરરોજ ઘરે 45 મિનીટ વર્કઆઉટ કરતો હતો. મહારાષ્ટ્રમાં અનલોકની પ્રક્રિયામાં ઘણી છૂટછાટ મળી છે અને પરિસ્થિતિ વધુ સામાન્ય થતા હુ ફરી જીમમં જોડાઈશ. 

  13/17
 • હિલર, એક્સેસ બાર પ્રેક્ટિશનર નિશા મર્ચન્ટે નોંધ્યુ કે લૉકડાઉનમાં માનસિક રીતે મજબૂત માણસો પણ નબળા પડ્યા હતા જેનું મુખ્ય કારણ કોરોના મહામારીને લીધે લોકોની રોજગાર ઉપર પડેલી પ્રતિકૂળ અસર હતી. ઘણા લોકોએ પોતાના નજીકના લોકોને ગુમાવ્યા હતા. ઘરે કસરત કરીને લોકો ફિઝીકલી તો સ્ટ્રોંગ બને પરંતુ કોરોનાએ મનુષ્યના જીવનમાં જે માનસિક હૂમલો કર્યો છે તેનાથી સમાજનું સેન્ટિમેન્ટ બગડ્યુ છે. જો તમારી માનસિક સ્થિતિ સારી હોય તો તમે બીજી બધી વસ્તુમાં ઈન્ટરસ્ટ લઈ શકો, પોતાની જાતને પુશ કરી શકો પરંતુ માનસિક રીતે જ નબળા બનીએ તો અન્ય બિમારીઓ માટે દ્વાર પણ ખુલે છે. લૉકડાઉન દરમ્યાન આવા પ્રકારના કેસ જોયા છે. મારા હિસાબે જીમમાં જવુ જોઈએ પરંતુ તમારે કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવુ જોઈએ જેથી તમે પોતાને અને પોતાના કુટુંબીઓને આ મહામારીથી સલામત રાખી શકો. ઘરમાં રહીને બધાનો સ્ટેમિના ઓછો થયો છે તેથી ફરી કોરોના પહેલા જેવી સ્ફૂર્તિ લાવવા માટે જીમ શરૂ કરવાનો નિર્ણય સારો છે.   

  હિલર, એક્સેસ બાર પ્રેક્ટિશનર નિશા મર્ચન્ટે નોંધ્યુ કે લૉકડાઉનમાં માનસિક રીતે મજબૂત માણસો પણ નબળા પડ્યા હતા જેનું મુખ્ય કારણ કોરોના મહામારીને લીધે લોકોની રોજગાર ઉપર પડેલી પ્રતિકૂળ અસર હતી. ઘણા લોકોએ પોતાના નજીકના લોકોને ગુમાવ્યા હતા. ઘરે કસરત કરીને લોકો ફિઝીકલી તો સ્ટ્રોંગ બને પરંતુ કોરોનાએ મનુષ્યના જીવનમાં જે માનસિક હૂમલો કર્યો છે તેનાથી સમાજનું સેન્ટિમેન્ટ બગડ્યુ છે. જો તમારી માનસિક સ્થિતિ સારી હોય તો તમે બીજી બધી વસ્તુમાં ઈન્ટરસ્ટ લઈ શકો, પોતાની જાતને પુશ કરી શકો પરંતુ માનસિક રીતે જ નબળા બનીએ તો અન્ય બિમારીઓ માટે દ્વાર પણ ખુલે છે. લૉકડાઉન દરમ્યાન આવા પ્રકારના કેસ જોયા છે.

  મારા હિસાબે જીમમાં જવુ જોઈએ પરંતુ તમારે કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવુ જોઈએ જેથી તમે પોતાને અને પોતાના કુટુંબીઓને આ મહામારીથી સલામત રાખી શકો. ઘરમાં રહીને બધાનો સ્ટેમિના ઓછો થયો છે તેથી ફરી કોરોના પહેલા જેવી સ્ફૂર્તિ લાવવા માટે જીમ શરૂ કરવાનો નિર્ણય સારો છે.   

  14/17
 • રેકી હિલર સતિષ બલ્લાલે કહ્યું કે, લૉકડાઉનમાં ઘરનું જ ઓછા તેલવાળુ ભોજન લેતા હતા. ચા અને કોફી સંપૂર્ણ બંધ કરી કારણ કે તેમાં એન્ટી ઓક્સિડન્ટ વધુ હોય છે. શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે તમારે જીવનમાં એક ડિસિપ્લિન લાવી પડે છે. 50 વર્ષની ઉંમર બાદ તમારે વધુ કાળજી લેવી પડે છે. કોરોનાએ આપણને શીખડાવી દીધુ છે કે ‘હૅલ્થ ઈઝ વૅલ્થ’ છે. લોકોએ જીમમાં જઈને બોડી બનાવવા ઉપરાંત શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. મારા સસરા 90 વર્ષના છે પરંતુ તેમને એકેય બિમારી નથી કારણ કે તેઓ કસરતની સાથે જીવનશૈલી ઉપર પણ ધ્યાન આપે છે. મે એવા પમ કેસ જોયા છે જેમાં વ્યક્તિ કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરતુ હોય તેમ છતાં તેને બિમારીઓ થાય છે. આથી તમારે તમારી જીવનશૈલી ઉપર ખાસ ધ્યાન આપવુ જોઈએ.

  રેકી હિલર સતિષ બલ્લાલે કહ્યું કે, લૉકડાઉનમાં ઘરનું જ ઓછા તેલવાળુ ભોજન લેતા હતા. ચા અને કોફી સંપૂર્ણ બંધ કરી કારણ કે તેમાં એન્ટી ઓક્સિડન્ટ વધુ હોય છે. શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે તમારે જીવનમાં એક ડિસિપ્લિન લાવી પડે છે. 50 વર્ષની ઉંમર બાદ તમારે વધુ કાળજી લેવી પડે છે. કોરોનાએ આપણને શીખડાવી દીધુ છે કે ‘હૅલ્થ ઈઝ વૅલ્થ’ છે. લોકોએ જીમમાં જઈને બોડી બનાવવા ઉપરાંત શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. મારા સસરા 90 વર્ષના છે પરંતુ તેમને એકેય બિમારી નથી કારણ કે તેઓ કસરતની સાથે જીવનશૈલી ઉપર પણ ધ્યાન આપે છે. મે એવા પમ કેસ જોયા છે જેમાં વ્યક્તિ કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરતુ હોય તેમ છતાં તેને બિમારીઓ થાય છે. આથી તમારે તમારી જીવનશૈલી ઉપર ખાસ ધ્યાન આપવુ જોઈએ.

  15/17
 • સુયોગ શ્રીવંદેકરે જીમ જવાનુ શરૂ કર્યુ અને એક રિધમમાં આવ્યા અને દેશવ્યાપી લૉકડાઉન થયુ હતું. સુયોગે કહ્યું કે, શરૂઆતથી જ હુ ઘરમાં એક્સરસાઈઝ કરતો હતો જેથી શરીરમાં ફેટ્સનું પ્રમાણ વધે નહીં. તેમ જ ઘરમાં જ રહેવાથી બહારનું જંકફૂડ પણ આપોઆપ બંધ થયુ હતું જેનો ફાયદો મારી બોડીને થયો હતો. સરકારે જીમ શરૂ કરવાનો નિર્ણય લીધો તેનાથી હુ સહમત છુ અને ટૂંક સમયમાં ફરી જીમમાં જઈને મારી રૂટિન એક્સરસાઈઝ શરૂ કરીશ.

  સુયોગ શ્રીવંદેકરે જીમ જવાનુ શરૂ કર્યુ અને એક રિધમમાં આવ્યા અને દેશવ્યાપી લૉકડાઉન થયુ હતું. સુયોગે કહ્યું કે, શરૂઆતથી જ હુ ઘરમાં એક્સરસાઈઝ કરતો હતો જેથી શરીરમાં ફેટ્સનું પ્રમાણ વધે નહીં. તેમ જ ઘરમાં જ રહેવાથી બહારનું જંકફૂડ પણ આપોઆપ બંધ થયુ હતું જેનો ફાયદો મારી બોડીને થયો હતો. સરકારે જીમ શરૂ કરવાનો નિર્ણય લીધો તેનાથી હુ સહમત છુ અને ટૂંક સમયમાં ફરી જીમમાં જઈને મારી રૂટિન એક્સરસાઈઝ શરૂ કરીશ.

  16/17
 • જીગર સોની જીમમાં જોડાયા અને થોડા વખતમાં લૉકડાઉન આવ્યુ તેથી તેના રૂટિનમાં ફેરફાર થયો હતો. જીગરે કહ્યું કે, મે જીમ જવાનું શરૂ કર્યુ અને ડાયટ પણ સુધારી હતી પરંતુ આ પ્રક્રિયામાં હુ સેટ થાઉ તે પહેલા જ કોરોના મહામારી આવી હતી. જોકે ઘરમાં રહીને મને જીમમાં જે વોર્મ અપની એક્સરસાઈઝ શીખડાવી હતી તે હુ કરતો હતો પરંતુ તે પુરતી નહોતી. આથી જીમ ફરી શરૂ મુંબઈમાં મારા જેવા ઘણા લોકોને ફાયદો થશે. સવારે જીમમાં એક્સરસાઈઝ કર્યા બાદ હુ જે સકારાત્મકતા અનુભવતો હતો તેની અસર મારા આખા દિવસના કામ ઉપર પણ દેખાતી હતી.          

  જીગર સોની જીમમાં જોડાયા અને થોડા વખતમાં લૉકડાઉન આવ્યુ તેથી તેના રૂટિનમાં ફેરફાર થયો હતો. જીગરે કહ્યું કે, મે જીમ જવાનું શરૂ કર્યુ અને ડાયટ પણ સુધારી હતી પરંતુ આ પ્રક્રિયામાં હુ સેટ થાઉ તે પહેલા જ કોરોના મહામારી આવી હતી. જોકે ઘરમાં રહીને મને જીમમાં જે વોર્મ અપની એક્સરસાઈઝ શીખડાવી હતી તે હુ કરતો હતો પરંતુ તે પુરતી નહોતી. આથી જીમ ફરી શરૂ મુંબઈમાં મારા જેવા ઘણા લોકોને ફાયદો થશે. સવારે જીમમાં એક્સરસાઈઝ કર્યા બાદ હુ જે સકારાત્મકતા અનુભવતો હતો તેની અસર મારા આખા દિવસના કામ ઉપર પણ દેખાતી હતી.          

  17/17
 • loading...

ફોટોઝ વિશે

મહારાષ્ટ્રમાં સરકારે જીમ ફરી શરૂ કરવાનો નિર્ણય લેતા કોરોના બાદ ફરી લોકો જીમમાં જઈને પોતાની ફીટનેસ ઉપર ધ્યાન આપી રહ્યા છે. જોકે લાંબો સમય સુધી ચાલેલા લૉકડાઉનમાં લોકોએ ફીટનેસ ઉપર ધ્યાન રાખવાના અમૂક વિકલ્પો શોધ્યા હતા. શારિરીક ઉપરાંત માનસિક ફીટનેસમાં લૉકડાઉન અને લૉકડાઉન બાદના ‘ન્યૂ નોર્મલ’માં શું ફરક જોવા મળ્યો છે તે બાબતે અભિનેતા, પર્સનલ ટ્રેનર, સ્પોર્ટ્સ ન્યુટ્રીશનીસ્ટ, સાયકોલોજીસ્ટ, જીમ ટ્રેનર, ન્યુટ્રીશન એક્સપર્ટ, હિલર, એક્સેસ બાર પ્રેક્ટિશનર, રેકી હિલર તેમ જ જીમમાં લાંબો સમયથી જનારા અને લૉકડાઉનના થોડા સમય પહેલા જ જીમમાં જનારા લોકોએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચિત કરીને શારિરીક અને માનસિક ફીટનેસ બાબતે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.  

First Published: 9th November, 2020 12:50 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK