ગજબ પ્રવાસઃ 63 દિવસ, 17 દેશ, 22,600 કિલોમિટરનો રસ્તો અને એક મોટરસાઇકલ

Updated: 7th October, 2020 09:13 IST | Keval Trivedi
 • પ્રકાશભાઈ પટેલે કહ્યું કે, મારા એક રાઈડર મિત્ર મહેન્દ્ર પટેલે મને એક પુસ્તક  ‘પેડલ પર પૃથ્વીની પરિકમ્મા’ આપી હતી. આ પુસ્તક પ્રમાણે મુંબઈથી વર્ષ 1927માં છ સાયકલ સવાર વિશ્વ પ્રવાસે નિકળ્યા હતા. આ પુસ્તક વાચતા સમયે મને થયુ કે જો સાયકલ પર વિશ્વ ફરી શકાય તો હું બાઈકમાં કરી જ શકું. પ્રકાશભાઈએ અમદાવાદના લાયન્સ કર્ણાવતી આય હૉસ્પિટલથી 60 વર્ષના હિરેનભાઈ પટેલ સાથે આ પ્રવાસની શરૂઆત કરી હતી.

  પ્રકાશભાઈ પટેલે કહ્યું કે, મારા એક રાઈડર મિત્ર મહેન્દ્ર પટેલે મને એક પુસ્તક  ‘પેડલ પર પૃથ્વીની પરિકમ્મા’ આપી હતી. આ પુસ્તક પ્રમાણે મુંબઈથી વર્ષ 1927માં છ સાયકલ સવાર વિશ્વ પ્રવાસે નિકળ્યા હતા. આ પુસ્તક વાચતા સમયે મને થયુ કે જો સાયકલ પર વિશ્વ ફરી શકાય તો હું બાઈકમાં કરી જ શકું. પ્રકાશભાઈએ અમદાવાદના લાયન્સ કર્ણાવતી આય હૉસ્પિટલથી 60 વર્ષના હિરેનભાઈ પટેલ સાથે આ પ્રવાસની શરૂઆત કરી હતી.

  1/22
 • પ્રકાશભાઈ પહેલા ઈરાનથી લંડન સુધીનો પ્રવાસ કરવાના હતા. કારણ કે જો ભારતથી પ્રવાસની શરૂઆત કરીએ તો મ્યાનમાર, થાઈલેન્ડ, લાઓસ અને ચીન આ ચારેય દેશની સરકાર પાસેથી જે પરવાનગી લેવી પડે તે ખૂબ જ મોંઘી હોવાથી બજેટમાં બેસતી નહોતી.

  પ્રકાશભાઈ પહેલા ઈરાનથી લંડન સુધીનો પ્રવાસ કરવાના હતા. કારણ કે જો ભારતથી પ્રવાસની શરૂઆત કરીએ તો મ્યાનમાર, થાઈલેન્ડ, લાઓસ અને ચીન આ ચારેય દેશની સરકાર પાસેથી જે પરવાનગી લેવી પડે તે ખૂબ જ મોંઘી હોવાથી બજેટમાં બેસતી નહોતી.

  2/22
 • જોકે બેકઅપ મળતા તેમણે અમદાવાદથી જ તેમણે લંડન સુધીનો પ્રવાસ કર્યો હતો. તેમણે લોન લીધી હતી.

  જોકે બેકઅપ મળતા તેમણે અમદાવાદથી જ તેમણે લંડન સુધીનો પ્રવાસ કર્યો હતો. તેમણે લોન લીધી હતી.

  3/22
 • પ્રકાશભાઈએ કહ્યું કે, મે નક્કી કર્યું હતું કે હું આ પ્રવાસ માટે એકેય રૂપિયાની સ્પોન્સરશીપ નહીં લઉં. ઘણા લોકોએ મને સ્પોન્સરશીપની ઓફર કરી. પ્રવાસ દરમિયાન છેલ્લે છેલ્લે તો બહુ બધા લોકો મને સંપર્ક કરીને કરોડોની સ્પોન્સરશીપ આપવા તૈયાર હતા.

  પ્રકાશભાઈએ કહ્યું કે, મે નક્કી કર્યું હતું કે હું આ પ્રવાસ માટે એકેય રૂપિયાની સ્પોન્સરશીપ નહીં લઉં. ઘણા લોકોએ મને સ્પોન્સરશીપની ઓફર કરી. પ્રવાસ દરમિયાન છેલ્લે છેલ્લે તો બહુ બધા લોકો મને સંપર્ક કરીને કરોડોની સ્પોન્સરશીપ આપવા તૈયાર હતા.

  4/22
 • અમદાવાદથી પ્રવાસ શરૂ કરતા કોટા- કાનપુર- બેગુસરાઈ- ગુવાહાટીથી મણિપુર થઈને ઈમ્ફાલથી પહેલા મ્યાનમાર બોર્ડર ઉપર પહોંચીને ત્યાંથી થાઈલેન્ડ- લાઓસ- ચીનથી કીર્ગીસ્તાન- ઉઝબેક્સિતાન-કઝાકીસ્તાનથી આખુ રશિયાથી પછી યુરોપ પહોંચ્યા. ત્યાં પેરિસથી લંડન ફક્ત 40 કિલોમીટર ફેરીમાં પ્રવાસ કરીને અંતે લંડન પહોંચ્યા હતા. આ ફેરીને બાદ કરતા સંપૂર્ણ પ્રવાસ બાઈકથી જ કર્યો હતો. 

  અમદાવાદથી પ્રવાસ શરૂ કરતા કોટા- કાનપુર- બેગુસરાઈ- ગુવાહાટીથી મણિપુર થઈને ઈમ્ફાલથી પહેલા મ્યાનમાર બોર્ડર ઉપર પહોંચીને ત્યાંથી થાઈલેન્ડ- લાઓસ- ચીનથી કીર્ગીસ્તાન- ઉઝબેક્સિતાન-કઝાકીસ્તાનથી આખુ રશિયાથી પછી યુરોપ પહોંચ્યા. ત્યાં પેરિસથી લંડન ફક્ત 40 કિલોમીટર ફેરીમાં પ્રવાસ કરીને અંતે લંડન પહોંચ્યા હતા. આ ફેરીને બાદ કરતા સંપૂર્ણ પ્રવાસ બાઈકથી જ કર્યો હતો. 

  5/22
 • પ્રવાસ દરમિયાન તે વિશ્વના બીજા ક્રમે સૌથી ખતરનાક ગણાતુ ગોબી ડેઝર્ટમાં તે ફસાઈ ગયા હતા. વાવાઝોડુ એટલુ ભયંકર હતું કે 350 કિલોનું બાઈક પવનના પ્રેશરથી નીચે પડી ગઈ હતી. 

  પ્રવાસ દરમિયાન તે વિશ્વના બીજા ક્રમે સૌથી ખતરનાક ગણાતુ ગોબી ડેઝર્ટમાં તે ફસાઈ ગયા હતા. વાવાઝોડુ એટલુ ભયંકર હતું કે 350 કિલોનું બાઈક પવનના પ્રેશરથી નીચે પડી ગઈ હતી. 

  6/22
 • પ્રકાશભાઈએ કહ્યું કે, અમે એક કેનલમાં ચેઈન બનાવીને બેસી ગયા હતા. દોઢ કલાક સુધી અમે ત્યાં જ રહ્યા પણ આ જગ્યા પણ સુરક્ષિત નહોતી. પવન એવો ફૂંકાતો હતો કે મને, મારા રાઈડર્સ અને સપોર્ટ ટીમને એમ જ હતું કે અમે છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે.

  પ્રકાશભાઈએ કહ્યું કે, અમે એક કેનલમાં ચેઈન બનાવીને બેસી ગયા હતા. દોઢ કલાક સુધી અમે ત્યાં જ રહ્યા પણ આ જગ્યા પણ સુરક્ષિત નહોતી. પવન એવો ફૂંકાતો હતો કે મને, મારા રાઈડર્સ અને સપોર્ટ ટીમને એમ જ હતું કે અમે છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે.

  7/22
 • દરેક દેશમાં બેસ્ટ સપોર્ટ મળતો હતો. લોકો ધર્મ-જાતી જોયા વિના હંમેશા અમને મદદ કરવા માટે તત્પર રહેતા હતા.

  દરેક દેશમાં બેસ્ટ સપોર્ટ મળતો હતો. લોકો ધર્મ-જાતી જોયા વિના હંમેશા અમને મદદ કરવા માટે તત્પર રહેતા હતા.

  8/22
 • આમ તો આખો પ્રવાસને એક એક પળ યાદગાર રહ્યો હતો પરંતુ ઉઝબેકિસ્તાનનો એક અનુભવ પ્રકાશ પટેલ આજે પણ ભૂલી શક્યા નથી. 

  આમ તો આખો પ્રવાસને એક એક પળ યાદગાર રહ્યો હતો પરંતુ ઉઝબેકિસ્તાનનો એક અનુભવ પ્રકાશ પટેલ આજે પણ ભૂલી શક્યા નથી. 

  9/22
 • તેમણે કહ્યું કે, આ સ્થળે એક બાઈકર સાથે કોન્ટેક્ટ કરીને અમે બાઈક રિપેર કરાવીને ત્યાંથી આગળનો પ્રવાસ શરૂ કર્યો હતો. આઠ-દસ કિલોમીટર બાદ અચાનક પાછળથી એક કાર અમને સતત હોર્ન મારતી હતી. અમે બાઈક સાઈડમાં લીધી તો જોયુ કે આ ઓલો બાઈકર જ હતો જેણે અમારી બાઈક રિપેર કરી હતી.

  તેમણે કહ્યું કે, આ સ્થળે એક બાઈકર સાથે કોન્ટેક્ટ કરીને અમે બાઈક રિપેર કરાવીને ત્યાંથી આગળનો પ્રવાસ શરૂ કર્યો હતો. આઠ-દસ કિલોમીટર બાદ અચાનક પાછળથી એક કાર અમને સતત હોર્ન મારતી હતી. અમે બાઈક સાઈડમાં લીધી તો જોયુ કે આ ઓલો બાઈકર જ હતો જેણે અમારી બાઈક રિપેર કરી હતી.

  10/22
 • તેના હાથમાં એક મોટુ પાનુ હતું. અમારી પાસે આવીને તે માફી માગવા લાગ્યો અમે તેને પૂછ્યું કે શું થયું તો તેણે કહ્યું કે, મારી બાઈકના ટાયરનો બોલ્ટ ઢીલો રહી ગયો હતો, જે હું સરખું કરવાનું ભૂલી ગયો હતો. માણસાઈનું શ્રેષ્ઠ ઉદાહરણ આ ટ્રીપનું હું કહી શકું.

  તેના હાથમાં એક મોટુ પાનુ હતું. અમારી પાસે આવીને તે માફી માગવા લાગ્યો અમે તેને પૂછ્યું કે શું થયું તો તેણે કહ્યું કે, મારી બાઈકના ટાયરનો બોલ્ટ ઢીલો રહી ગયો હતો, જે હું સરખું કરવાનું ભૂલી ગયો હતો. માણસાઈનું શ્રેષ્ઠ ઉદાહરણ આ ટ્રીપનું હું કહી શકું.

  11/22
 • લાંબા પ્રવાસમાં રિપેરિંગ ખૂબ જ અત્યંત મહત્વનું ગણાવતા તેમણે કહ્યું કે, મારી સપોર્ટ ટીમ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામથી સંબંધિત સ્થળે બાઈકર્સને સંપર્ક કરીને જે મદદ લેતા હતા. 

  લાંબા પ્રવાસમાં રિપેરિંગ ખૂબ જ અત્યંત મહત્વનું ગણાવતા તેમણે કહ્યું કે, મારી સપોર્ટ ટીમ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામથી સંબંધિત સ્થળે બાઈકર્સને સંપર્ક કરીને જે મદદ લેતા હતા. 

  12/22
 • જો બાઈકર્સ બ્રધરહુડનો સપોર્ટ ન મળે તો આ રાઈડ સંભવ નથી. 

  જો બાઈકર્સ બ્રધરહુડનો સપોર્ટ ન મળે તો આ રાઈડ સંભવ નથી. 

  13/22
 • રોયલ એનફિલ્ડના માલિક સી સિદ્ધાર્થ લાલ પણ ગ્રુપને મળ્યા અને ચાર કલાકથી પણ વધુ સમય સુધી તેમણે આ પ્રવાસનો અનુભવ સાંભળ્યો હતો. 

  રોયલ એનફિલ્ડના માલિક સી સિદ્ધાર્થ લાલ પણ ગ્રુપને મળ્યા અને ચાર કલાકથી પણ વધુ સમય સુધી તેમણે આ પ્રવાસનો અનુભવ સાંભળ્યો હતો. 

  14/22
 • લંડનના લાયકા રેડિયોમાં પ્રકાશ પટેલે 15 મીનિટના ઈન્ટરવ્યૂમાં પોતાનો પ્રવાસ વર્ણન કરવાનો હતો, પરંતુ વાતો એવી રસપ્રદ હતી કે 45 મીનિટ સુધી આખા યુરોપ અને લંડનમાં તેમનો ઈન્ટવ્યૂ ચાલ્યો હતો.

  લંડનના લાયકા રેડિયોમાં પ્રકાશ પટેલે 15 મીનિટના ઈન્ટરવ્યૂમાં પોતાનો પ્રવાસ વર્ણન કરવાનો હતો, પરંતુ વાતો એવી રસપ્રદ હતી કે 45 મીનિટ સુધી આખા યુરોપ અને લંડનમાં તેમનો ઈન્ટવ્યૂ ચાલ્યો હતો.

  15/22
 • પ્રકાશ પટેલ જે રૉયલ એનફિલ્ડ હિમાલયન લઈને લંડન ગયા હતા તે જ બાઈકથી તેમની દિકરીએ અમદાવાદથી ખારડુંગલા જઈને યંગેસ્ટ લેડી તરીકે તેણે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ પ્રવાસમાં પ્રકાશભાઈની પત્ની રચના પટેલ એક્ટિવામાં તેમની દિકરી સાથે હતા. આ પ્રવાસ એક્ટિવામાં કરવો અસંભવ ગણાય તેથી જ તેમનું નામ પણ ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે.   

  પ્રકાશ પટેલ જે રૉયલ એનફિલ્ડ હિમાલયન લઈને લંડન ગયા હતા તે જ બાઈકથી તેમની દિકરીએ અમદાવાદથી ખારડુંગલા જઈને યંગેસ્ટ લેડી તરીકે તેણે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ પ્રવાસમાં પ્રકાશભાઈની પત્ની રચના પટેલ એક્ટિવામાં તેમની દિકરી સાથે હતા. આ પ્રવાસ એક્ટિવામાં કરવો અસંભવ ગણાય તેથી જ તેમનું નામ પણ ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે.   

  16/22
 • પ્રકાશભાઈએ કહ્યું કે, જો તમે એક બાઈક લઈને મમ્મી-પપ્પાને કહેશો કે મારે લદ્દાખ જઉં છે, તો બીજી જ સેકેન્ડમાં તેઓ ચોખ્ખી ના પાડશે. કારણ કે રાઈડર કમ્યુનિટીને સિરિયસ કમ્યુનિટી કહેવાતી નથી.

  પ્રકાશભાઈએ કહ્યું કે, જો તમે એક બાઈક લઈને મમ્મી-પપ્પાને કહેશો કે મારે લદ્દાખ જઉં છે, તો બીજી જ સેકેન્ડમાં તેઓ ચોખ્ખી ના પાડશે. કારણ કે રાઈડર કમ્યુનિટીને સિરિયસ કમ્યુનિટી કહેવાતી નથી.

  17/22
 • લોકો/કુટુંબીઓને એક ડર હોય છે કે પ્રવાસમાં કોઈ અકસ્માત કે અન્ય કોઈ પડકાર આવી જશે.

  લોકો/કુટુંબીઓને એક ડર હોય છે કે પ્રવાસમાં કોઈ અકસ્માત કે અન્ય કોઈ પડકાર આવી જશે.

  18/22
 • પણ મે જ્યારે મારા પપ્પાને કીધુ મે હું બાઈક લઈને લંડન જાઉં છુ તો તેમણે ત્રણ સેકેન્ડમાં મને પરવાનગી આપી હતી. કારણ કે, લંડન પહેલા મે જેટલી પણ રાઈડ કરી છે એ રાઈડની તૈયારી કરતા તેમણે મને જોયો છે.

  પણ મે જ્યારે મારા પપ્પાને કીધુ મે હું બાઈક લઈને લંડન જાઉં છુ તો તેમણે ત્રણ સેકેન્ડમાં મને પરવાનગી આપી હતી. કારણ કે, લંડન પહેલા મે જેટલી પણ રાઈડ કરી છે એ રાઈડની તૈયારી કરતા તેમણે મને જોયો છે.

  19/22
 • એવું ન હોય કે અચાનક તમને વિચાર આવે અને તમે એ ટ્રીપ માટે નીકળી પડો. ટ્રીપ પ્રત્યેની ગંભીરતા પણ હોવી જોઈએ. 

  એવું ન હોય કે અચાનક તમને વિચાર આવે અને તમે એ ટ્રીપ માટે નીકળી પડો. ટ્રીપ પ્રત્યેની ગંભીરતા પણ હોવી જોઈએ. 

  20/22
 • નાની રાઈડ કરતા પહેલા પણ હું બે-ત્રણ મહિના પહેલાથી શરૂઆત કરતો હતો. ટ્રીપમાં આપણને કયા પડકારો આવી શકે તે સબંધિત દરેક પાસાઓનું અવલોકન કરતો. 

  નાની રાઈડ કરતા પહેલા પણ હું બે-ત્રણ મહિના પહેલાથી શરૂઆત કરતો હતો. ટ્રીપમાં આપણને કયા પડકારો આવી શકે તે સબંધિત દરેક પાસાઓનું અવલોકન કરતો. 

  21/22
 • ફક્ત રાઈડિંગ મહત્વનું નથી પણ તમે પાછા કઈ રીતે સુરક્ષિત આવો છો તે મહત્વનું છે. 

  ફક્ત રાઈડિંગ મહત્વનું નથી પણ તમે પાછા કઈ રીતે સુરક્ષિત આવો છો તે મહત્વનું છે. 

  22/22
 • loading...

ફોટોઝ વિશે

અમદાવાદના રહેવાસી પ્રકાશ પટેલ અને તેમની સાથે પાંચ રાઈડર્સ અને તેમની બેકઅપ ટીમ સાથે અમદાવાદથી છેક લંડન બાઈક ઉપર પહોંચ્યા હતા. તેમણે 63 દિવસમાં 17 દેશોમાં પ્રવાસ કરીને કુલ 22,600 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. આ સંભવ પ્રવાસ બાબતે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો, તે આપણે જાણીએ...

First Published: 7th October, 2020 08:15 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK