Navratri 2019:હજી બાકી છે શોપિંગ, તો પહોંચી જાવ આ ફેમસ માર્કેટમાં

Sep 24, 2019, 15:43 IST
  • નવરાત્રિનો માહોલ જામી ચૂક્યો છે. ત્યારે કેટલાક લોકો છેલ્લી ઘડીની ખરીદીમાં વ્યસ્ત છે. ફોટોઝમાં જુઓ અમદાવાદના લૉ ગાર્ડન માર્કેટમાં કેવો માહોલ છે. 

    નવરાત્રિનો માહોલ જામી ચૂક્યો છે. ત્યારે કેટલાક લોકો છેલ્લી ઘડીની ખરીદીમાં વ્યસ્ત છે. ફોટોઝમાં જુઓ અમદાવાદના લૉ ગાર્ડન માર્કેટમાં કેવો માહોલ છે. 

    1/14
  • નવરાત્રિ એ રંગોનો તહેવાર છે. જેમ નવરાત્રિ વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલ તરીકે જાણીતી છે, તેમ જ રંગો માટે પણ જાણીતી છે. 

    નવરાત્રિ એ રંગોનો તહેવાર છે. જેમ નવરાત્રિ વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલ તરીકે જાણીતી છે, તેમ જ રંગો માટે પણ જાણીતી છે. 

    2/14
  • નવરાત્રિમા છોકરીઓના ચણિયા ચોળી હોય કે છોકરાઓના કેડિયા, એના રંગ અને એના પરની ભાત કંઈક અનેરો આનંદ આપે છે. 

    નવરાત્રિમા છોકરીઓના ચણિયા ચોળી હોય કે છોકરાઓના કેડિયા, એના રંગ અને એના પરની ભાત કંઈક અનેરો આનંદ આપે છે. 

    3/14
  • પરંપરાગત પોશાક, એના પર ભરતગૂંથણ, જાણે અર્બન શહેરો પણ સંસ્કૃતિના રંગે રંગાઈ જાય છે. એટલે જ નવરાત્રિમાં કપડાનું ખાસ મહત્વ છે. 

    પરંપરાગત પોશાક, એના પર ભરતગૂંથણ, જાણે અર્બન શહેરો પણ સંસ્કૃતિના રંગે રંગાઈ જાય છે. એટલે જ નવરાત્રિમાં કપડાનું ખાસ મહત્વ છે. 

    4/14
  • તો ફક્ત કપડા જ નહીં, છોકરીઓ માટે નવરાત્રિ દરમિયાન એસેસેરીઝ પણ એટલી જ મહત્વની છે. નવરાત્રિમા છોકરીઓ સોળે શણગાર સજીને ગરબા રમે છે. 

    તો ફક્ત કપડા જ નહીં, છોકરીઓ માટે નવરાત્રિ દરમિયાન એસેસેરીઝ પણ એટલી જ મહત્વની છે. નવરાત્રિમા છોકરીઓ સોળે શણગાર સજીને ગરબા રમે છે. 

    5/14
  • આ વખતે નવરાત્રિમાં વરસાદની આગાહી છે. ત્યારે આ છત્રી ખેલૈયાઓને બે રીતે કામ લાગી શકે છે. અફ કોર્સ ગરબા રમવામાં અને વરસાદથી બચવામાં !

    આ વખતે નવરાત્રિમાં વરસાદની આગાહી છે. ત્યારે આ છત્રી ખેલૈયાઓને બે રીતે કામ લાગી શકે છે. અફ કોર્સ ગરબા રમવામાં અને વરસાદથી બચવામાં !

    6/14
  • છેને મસ્ત મજાની ઈયરિંગ્સ.. જોઈને જ ખરીદવાનું મન થઈ જાય એવી... 

    છેને મસ્ત મજાની ઈયરિંગ્સ.. જોઈને જ ખરીદવાનું મન થઈ જાય એવી... 

    7/14
  • નવરાત્રિમાં આ પ્રકારની જ્વેલરી તમે કૅરી કરી શકો છો. મેચિંગ ચણિયાચોળી પર આ પ્રકારના ઓર્નામેન્ટ્સ તમને શાનદાર દેખાડશે.

    નવરાત્રિમાં આ પ્રકારની જ્વેલરી તમે કૅરી કરી શકો છો. મેચિંગ ચણિયાચોળી પર આ પ્રકારના ઓર્નામેન્ટ્સ તમને શાનદાર દેખાડશે.

    8/14
  • નવરાત્રિ અને ચણિયાચોળી એકબીજાના સમાનાર્થી છે. એમાંય જેટલા ચણિયાચોળી ભારે એટલું જ તમારું મહત્વ અને દબદબો પણ ગ્રુપમાં વધારે. 

    નવરાત્રિ અને ચણિયાચોળી એકબીજાના સમાનાર્થી છે. એમાંય જેટલા ચણિયાચોળી ભારે એટલું જ તમારું મહત્વ અને દબદબો પણ ગ્રુપમાં વધારે. 

    9/14
  • છોકરીઓ ઓર્નામેન્ટસ પહેરે પણ છોકરાઓનું શું. તો જવાબ આ ફોટોમાં હાજર છે. છોકરાઓ પણ રંગબેરંગી બાંધણીની પાઘડીઓ પહેરી શકે છે. 

    છોકરીઓ ઓર્નામેન્ટસ પહેરે પણ છોકરાઓનું શું. તો જવાબ આ ફોટોમાં હાજર છે. છોકરાઓ પણ રંગબેરંગી બાંધણીની પાઘડીઓ પહેરી શકે છે. 

    10/14
  • હવે માથાથી પગ સુધી મેચિંગ કર્યું હોય, તો પગના પંજા કેમ છૂટી જાય. નવરાત્રિમાં એના ઉપાય માટે પણ માર્કેટમાં આવી ગઈ છે આ મોજડીઓ. 

    હવે માથાથી પગ સુધી મેચિંગ કર્યું હોય, તો પગના પંજા કેમ છૂટી જાય. નવરાત્રિમાં એના ઉપાય માટે પણ માર્કેટમાં આવી ગઈ છે આ મોજડીઓ. 

    11/14
  • રાસ રમવા માટે થઈ જાવ તૈયાર. આ વખતે દાંડિયાની પણ નવી વેરાયટી માર્કેટમાં ઉપલબ્ધ છે. 

    રાસ રમવા માટે થઈ જાવ તૈયાર. આ વખતે દાંડિયાની પણ નવી વેરાયટી માર્કેટમાં ઉપલબ્ધ છે. 

    12/14
  • છોકરાઓ માટે પણ અવનવી ડિઝાઈનના કેડિયા તૈયાર છે. તેના પણ રંગ મનમોહક છે. 

    છોકરાઓ માટે પણ અવનવી ડિઝાઈનના કેડિયા તૈયાર છે. તેના પણ રંગ મનમોહક છે. 

    13/14
  • 14/14
  • loading...

ફોટોઝ વિશે

નવરાત્રિને આડે હવે માત્ર પાંચ જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાએ તૈયારી કરી લીધી છે. છેલ્લી ઘડીએ જો તમારી ખરીદી બાકી હોય, તો પહોંચી જાવ અમદાવાદના જાણીતા લૉ ગાર્ડન માર્કેટમાં. જુઓ આ માર્કેટનો રંગબેરંગી માહોલ (Image courtesy:Pushpa Upadyay)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK