Mahashivratri 2020: આ શિવમંદિરમાં દૂધ ચડાવવા પર થશે દંડ...

Updated: Mar 26, 2020, 18:50 IST | Shilpa Bhanushali
  • એવી માન્યતા છે કે આ મંદિર પાંડવોએ બાંધ્યું હતું. જો કે, મંદિર અંગે મળતી માહિતી અનુસાર તે 17મી સદીનું બાંધકામ હોય તેવું પ્રતીત થાય છે. 

    એવી માન્યતા છે કે આ મંદિર પાંડવોએ બાંધ્યું હતું. જો કે, મંદિર અંગે મળતી માહિતી અનુસાર તે 17મી સદીનું બાંધકામ હોય તેવું પ્રતીત થાય છે. 

    1/14
  • આ મંદિર ખિડકાલી તળાવ પાસે આવેલું હોવાથી તેને ખિડકાલેશ્વર મહાદેવનું મંદિર કહેવામાં આવે છે.

    આ મંદિર ખિડકાલી તળાવ પાસે આવેલું હોવાથી તેને ખિડકાલેશ્વર મહાદેવનું મંદિર કહેવામાં આવે છે.

    2/14
  • વાયકાઓ અનુસાર પાંડવો જ્યારે 12 વર્ષના વનવાસમાં હતા ત્યારે તેમણે આ પ્રદેશની મુલાકાત લીધી હતી. ધર્મપુત્ર યુધિષ્ઠિરની શિવપૂજા કરવાની ઇચ્છા થઈ. પરિણામે પાંડવોએ મળીને આ મંદિર બાંધ્યું હતું.

    વાયકાઓ અનુસાર પાંડવો જ્યારે 12 વર્ષના વનવાસમાં હતા ત્યારે તેમણે આ પ્રદેશની મુલાકાત લીધી હતી. ધર્મપુત્ર યુધિષ્ઠિરની શિવપૂજા કરવાની ઇચ્છા થઈ. પરિણામે પાંડવોએ મળીને આ મંદિર બાંધ્યું હતું.

    3/14
  • આ મંદિરની બહાર તળાવ બનાવવાયું છે તો બીજા કિનારે તાજેતરમાં જ એક ગૌશાળાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. આ તળાવની ઉપર એક પુલ છે જે સીધો મંદિરના ગર્ભદ્વાર સાથે જોડાય છે. એટલે કે તમે પુલ પર ઉભા હો તો તમને નંદીના દર્શન તો થાય જ.

    આ મંદિરની બહાર તળાવ બનાવવાયું છે તો બીજા કિનારે તાજેતરમાં જ એક ગૌશાળાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. આ તળાવની ઉપર એક પુલ છે જે સીધો મંદિરના ગર્ભદ્વાર સાથે જોડાય છે. એટલે કે તમે પુલ પર ઉભા હો તો તમને નંદીના દર્શન તો થાય જ.

    4/14
  • શિવના દર્શન કરવા હોય તો મંદિરમાં પ્રવેશીને પગથિયાં ઉતર્યા પછી જ થઈ શકે.

    શિવના દર્શન કરવા હોય તો મંદિરમાં પ્રવેશીને પગથિયાં ઉતર્યા પછી જ થઈ શકે.

    5/14
  • આ મંદિર બાબતે જૂની માન્યતા એ પણ છે કે તળાવની અંદરથી એક એવો ભૂગર્ભ માર્ગ હતો મંદિરના ગર્ભમાં ખુલતો હતો.

    આ મંદિર બાબતે જૂની માન્યતા એ પણ છે કે તળાવની અંદરથી એક એવો ભૂગર્ભ માર્ગ હતો મંદિરના ગર્ભમાં ખુલતો હતો.

    6/14
  • મજાની વાત એ છે કે આ મંદિરમાં શિવલિંગ પર દૂધ ચડાવવાની સખત મનાઇ છે.

    મજાની વાત એ છે કે આ મંદિરમાં શિવલિંગ પર દૂધ ચડાવવાની સખત મનાઇ છે.

    7/14
  • દૂધ ચડાવવાની બંધી પાછળનું કારણ તળાવને ચોખ્ખું રાખવાનું છે કારણકે, શિવલિંગ પર ચડાવાયેલું બધું જ વહીને અંતે તળાવમાં ભળે છે. 

    દૂધ ચડાવવાની બંધી પાછળનું કારણ તળાવને ચોખ્ખું રાખવાનું છે કારણકે, શિવલિંગ પર ચડાવાયેલું બધું જ વહીને અંતે તળાવમાં ભળે છે. 

    8/14
  • શિવલિંગ પર તમે તલ અને પાણી ચડાવી શકો છો જે તળાવમાં ભળી જાય છે. તેની પર ચડાવેલા ફૂલો બાદમાં મંદિરની વ્યવસ્થા જાળવનારા ખસેડી લે છે આમ તળાવની સ્વચ્છતા જળવાય છે. 

    શિવલિંગ પર તમે તલ અને પાણી ચડાવી શકો છો જે તળાવમાં ભળી જાય છે. તેની પર ચડાવેલા ફૂલો બાદમાં મંદિરની વ્યવસ્થા જાળવનારા ખસેડી લે છે આમ તળાવની સ્વચ્છતા જળવાય છે. 

    9/14
  • આ મંદિરના સ્તંભો, શિખર વગેરે પરનું કામ બારીક નથી છતાં પણ તે જૂનું હોવાની ફિલીંગ આપે છે એટલે તેની અમુક પ્રકારની હેરિટેજ વેલ્યુ છે એમ કહી શકાય.

    આ મંદિરના સ્તંભો, શિખર વગેરે પરનું કામ બારીક નથી છતાં પણ તે જૂનું હોવાની ફિલીંગ આપે છે એટલે તેની અમુક પ્રકારની હેરિટેજ વેલ્યુ છે એમ કહી શકાય.

    10/14
  • પત્થરમાં કંડારેલી ગણેશ તથા હનુમાનની મૂર્તિ ઉપરાંત કળશ જેવા શાસ્ત્રમાં જેનું મહત્વ છે તેવા પ્રતીકો પણ અહીં જોઇ શકાય છે. 

    પત્થરમાં કંડારેલી ગણેશ તથા હનુમાનની મૂર્તિ ઉપરાંત કળશ જેવા શાસ્ત્રમાં જેનું મહત્વ છે તેવા પ્રતીકો પણ અહીં જોઇ શકાય છે. 

    11/14
  • મંદિર સાથે જોડાયેલા તળાવ સાથે એવી માન્યતા પણ જોડાયેલી છે કે આ મંદિર તેમજ તળાવ પર અત્યાર સુધી કોઇ જ કલંક લાગી શક્યું નથી.  કોઇ આ તળાવમાં આપઘાત કરવાનો પ્રયત્ન કરે તો તેને સફળતા નથી મળતી. તેવા કેટલાક પ્રસંગો ત્યાં સેવા આપતા લોકોએ જણાવ્યા.

    મંદિર સાથે જોડાયેલા તળાવ સાથે એવી માન્યતા પણ જોડાયેલી છે કે આ મંદિર તેમજ તળાવ પર અત્યાર સુધી કોઇ જ કલંક લાગી શક્યું નથી.  કોઇ આ તળાવમાં આપઘાત કરવાનો પ્રયત્ન કરે તો તેને સફળતા નથી મળતી. તેવા કેટલાક પ્રસંગો ત્યાં સેવા આપતા લોકોએ જણાવ્યા.

    12/14
  • અહીંના આ તળાવમાં જાતભાતના જળચરો છે. મંદિરના પરીસરમાં કબૂતરોને ચણ નાખી શકાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

    અહીંના આ તળાવમાં જાતભાતના જળચરો છે. મંદિરના પરીસરમાં કબૂતરોને ચણ નાખી શકાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

    13/14
  • સ્વાભાવિક રીતે મંદિરની ઉર્જા અન્ય કોઇપણ સ્થળ કરતાં જૂદી હોય છે. પણ આજકાલ કૂદરતના સાંનિધ્યમાં અને ભીડથી દૂર હોય તેવા મંદિરો ઓછા જોવા મળે છે ત્યારે ખિડકાલેશ્વરનું આ મંદિર ખરેખર જોવા જેવું છે. 

    સ્વાભાવિક રીતે મંદિરની ઉર્જા અન્ય કોઇપણ સ્થળ કરતાં જૂદી હોય છે. પણ આજકાલ કૂદરતના સાંનિધ્યમાં અને ભીડથી દૂર હોય તેવા મંદિરો ઓછા જોવા મળે છે ત્યારે ખિડકાલેશ્વરનું આ મંદિર ખરેખર જોવા જેવું છે. 

    14/14
  • loading...

ફોટોઝ વિશે

મહાભારતના સમયમાં બનાવાયેલું આ મંદિર ખિડકાલેશ્વર તરીકે ઓળખાય છે અને તે કલ્યાણ શિલ્ફાટા રોડ પર આવેલું છે. મહાશિવરાત્રીના દિવસે જાણીએ એવા મંદિર વિશે જ્યાં શિવને દૂધ ચડાવવાની મનાઇ છે. જોઇએ આ મંદિરની રસપ્રદ તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK