ગુજરાતના ધોધઃ ઉનાળામાં ઠંડક મેળવવા આવો અહીં

Updated: Apr 13, 2019, 13:04 IST | Falguni Lakhani
 • ગીરા ધોધ ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલો આ ધોધ ડાંગથી સાપુતારા જતા રસ્તામાં આવે છે. અહીં અંબિકા નદી ધોધ સ્વરૂપે વહે છે. અને આગળ વહી અરબી સમુદ્રને મળે છે. ત્રીસ મીટરની ઉંચાઈએથી પડતા આ ધોધની ગર્જના દૂર દૂર સુધી સંભળાય છે. અને ધોધની છેક નજીક સુધી વાહન લઈ જવાની પણ વ્યવસ્થા છે. અહીં આવીને એમ થાય કે જાણે ધોધને જોયા જ કરીએ. (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  ગીરા ધોધ

  ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલો આ ધોધ ડાંગથી સાપુતારા જતા રસ્તામાં આવે છે. અહીં અંબિકા નદી ધોધ સ્વરૂપે વહે છે. અને આગળ વહી અરબી સમુદ્રને મળે છે. ત્રીસ મીટરની ઉંચાઈએથી પડતા આ ધોધની ગર્જના દૂર દૂર સુધી સંભળાય છે. અને ધોધની છેક નજીક સુધી વાહન લઈ જવાની પણ વ્યવસ્થા છે. અહીં આવીને એમ થાય કે જાણે ધોધને જોયા જ કરીએ.

  (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  1/6
 • હાથણી માતા ધોધ આ ધોધ પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડાથી 16 કિમી દૂર આવેલો છે. ટેકરીના વાંકાચૂકા ખડકોમાંથી નીચે પડતા ધોધનો નજારો નયનરમ્ય છે. જ્યાં ધોધ પડે છે ત્યાં હાથણીના આકારનો મોટો ખડક છે. એટલે તેને હાથણી માતાનો ધોધ કહેવાય છે. અહીં આવેલી ગુફામાં હાથણી માતાની પૂજા કરે છે. હાથણી માતાના મંદિરમાં શિવલિંગ પણ છે. ધોધની મુલાકાતે આવતા લોકો માતાજીના અને શિવજીના દર્શન અચૂક કરે છે. (તસવીર સૌજન્યઃ realbharat.org)

  હાથણી માતા ધોધ
  આ ધોધ પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડાથી 16 કિમી દૂર આવેલો છે. ટેકરીના વાંકાચૂકા ખડકોમાંથી નીચે પડતા ધોધનો નજારો નયનરમ્ય છે. જ્યાં ધોધ પડે છે ત્યાં હાથણીના આકારનો મોટો ખડક છે. એટલે તેને હાથણી માતાનો ધોધ કહેવાય છે. અહીં આવેલી ગુફામાં હાથણી માતાની પૂજા કરે છે. હાથણી માતાના મંદિરમાં શિવલિંગ પણ છે. ધોધની મુલાકાતે આવતા લોકો માતાજીના અને શિવજીના દર્શન અચૂક કરે છે.

  (તસવીર સૌજન્યઃ realbharat.org)

  2/6
 • ઝરવાણી ધોધ ઝરવાણી ધોધ નર્મદા જિલ્લામાં આવેલી કેમ્પસાઈ છે. જે નર્મદા ડેમ સાઈટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિમીના અંતરે છે. શૂલપાણેશ્વર અભયારણ્ય પાસે આવેલો આ ધોધ ખૂબ જ નયનરમ્ય છે. (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  ઝરવાણી ધોધ
  ઝરવાણી ધોધ નર્મદા જિલ્લામાં આવેલી કેમ્પસાઈ છે. જે નર્મદા ડેમ સાઈટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિમીના અંતરે છે. શૂલપાણેશ્વર અભયારણ્ય પાસે આવેલો આ ધોધ ખૂબ જ નયનરમ્ય છે.

  (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  3/6
 • નિનાઈ ધોધ નિનાઈ ધોધ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલો છે. 30 ફૂટ કરતા પણ વધારે ઉંચાઈથી પડતા આ ધોધનો નજારો અવિસ્મરણીય છે. રમણીય જંગલોની વચ્ચે આવેલા આ સ્થળની મુલાકાત વેકેશનમાં ચોક્કસ લેવા જેવી છે. (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  નિનાઈ ધોધ
  નિનાઈ ધોધ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલો છે. 30 ફૂટ કરતા પણ વધારે ઉંચાઈથી પડતા આ ધોધનો નજારો અવિસ્મરણીય છે. રમણીય જંગલોની વચ્ચે આવેલા આ સ્થળની મુલાકાત વેકેશનમાં ચોક્કસ લેવા જેવી છે.

  (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  4/6
 • જમજીર ધોધ સૌરાષ્ટ્રમાં આવેલો આ ધોધ ખૂબ જ પ્રખ્યાત છે. શિંગોડા નદીના ધોધને જમજીરના નામે ઓળખવામાં આવે છે. વિશાળ શીલાઓની વચ્ચેથી પડતા આ ધોધનો અવાજ દૂર દૂર સુધી સાંભળવા મળે છે. સૌરાષ્ટ્રમાં ફરવા આવતા લોકો આ શાંત અને રમણીય સ્થળ પર ચોક્કસ આવે છે. (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  જમજીર ધોધ
  સૌરાષ્ટ્રમાં આવેલો આ ધોધ ખૂબ જ પ્રખ્યાત છે. શિંગોડા નદીના ધોધને જમજીરના નામે ઓળખવામાં આવે છે. વિશાળ શીલાઓની વચ્ચેથી પડતા આ ધોધનો અવાજ દૂર દૂર સુધી સાંભળવા મળે છે. સૌરાષ્ટ્રમાં ફરવા આવતા લોકો આ શાંત અને રમણીય સ્થળ પર ચોક્કસ આવે છે.

  (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  5/6
 • ઝાંઝરી ધોધ સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકામાં ઝાંઝરી ધોધ આવેલો છે. આ ધોધ ગંગેશ્વર મહાદેવ પાસે છે. જેના લીધે તેનું ધાર્મિક મહત્વ પણ છે. ઝાંઝરી નદીનું પાણી અહીં કુદરતી ધોધ રૂપે પડે છે અને નયનરમ્ય દ્રશ્યો છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરના પ્રવાસીઓ વીકએન્ડમાં અહીં આવે છે. (તસવીર સૌજન્યઃ traveltriangle.com)

  ઝાંઝરી ધોધ
  સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકામાં ઝાંઝરી ધોધ આવેલો છે. આ ધોધ ગંગેશ્વર મહાદેવ પાસે છે. જેના લીધે તેનું ધાર્મિક મહત્વ પણ છે. ઝાંઝરી નદીનું પાણી અહીં કુદરતી ધોધ રૂપે પડે છે અને નયનરમ્ય દ્રશ્યો છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરના પ્રવાસીઓ વીકએન્ડમાં અહીં આવે છે.

  (તસવીર સૌજન્યઃ traveltriangle.com)

  6/6
 • loading...

ફોટોઝ વિશે

ઉનાળાની રજાઓ આવી રહી છે એટલે ફરવા જવાના પ્લાન તો બની જ રહ્યા હશે. આ ઉનાળામાં ઠંડક મેળવવા માટે તમે લઈ શકો છો રાજ્યમાં આવેલા ધોધની મુલાકાત. આ એવી જગ્યાઓ છે જ્યાં કુદરતી સૌંદર્ય ખોબલે ખોબલે વિખરાયેલું છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK