Harley Davidson: મેચો અપીલ, એન્જિન થંડર અને હેવી ડ્યુટી ક્રૂઝર બાઇક્સમાં શું છે ખાસ, કેમ છે લાખેણી?

Updated: 27th September, 2020 16:22 IST | Keval Trivedi
  • આ બ્રાન્ડ હંમેશાથી પાવર, પૅશન અને ક્લાસનો પર્યાય રહી છે. 1901માં વિલિયમ એસ હાર્લી નામના માણસે સાવ 21 વર્ષની વયે એક એવા એન્જિનની બ્લુપ્રિન્ટ તૈયાર કરી જે બાઇસિકલમાં ફિટ થઇ શકે. તેણે તેના બાળપણના દોસ્ત આર્થર ડેવિડસન સાથે મળીને 1903માં મોટરસાઇકલ બનાવવાની શરૂઆત કરી. હાર્લી ડેવિડસને ઑગસ્ટ 2009માં ભારતના ઓટોમોબાઈલ બજારમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી. 

    આ બ્રાન્ડ હંમેશાથી પાવર, પૅશન અને ક્લાસનો પર્યાય રહી છે. 1901માં વિલિયમ એસ હાર્લી નામના માણસે સાવ 21 વર્ષની વયે એક એવા એન્જિનની બ્લુપ્રિન્ટ તૈયાર કરી જે બાઇસિકલમાં ફિટ થઇ શકે. તેણે તેના બાળપણના દોસ્ત આર્થર ડેવિડસન સાથે મળીને 1903માં મોટરસાઇકલ બનાવવાની શરૂઆત કરી.

    • હાર્લી ડેવિડસને ઑગસ્ટ 2009માં ભારતના ઓટોમોબાઈલ બજારમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી. 
    1/17
  • યુએસેએના મિલ્વૉકીમાં નાનકડા લાકડાના શેડમાં આ કામકાજ ચાલતું હતું. બે જણાની માથાકૂટ આ નાનકડી ઓરડીમાં ચાલતી હતી અને બહાર લખેલું હતું હાર્લી ડેવિડસન મોટર કંપની, બસ આ જ તો પૅશન હતી એ જુવાનિયાઓની કે આજે આટલા વર્ષે પણ હાર્લી ડેવિડસન સાંભળીને પણ હ્રદયનું એન્જિન 'વ્રુઉઉઉઉઉઉમ...વ્રુઉઉઉઉઉમ' કરવા માંડે છે. ડેવિડસનનો ભાઇ વૉલ્ટર પણ આ દોસ્તો સાથે જોડાયો.  ફેબ્રુઆરી 2010ના ઓટો એક્સ્પોમાં કંપનીએ 12 મોટરસાઇકલ લૉન્ચ કરી હતી. 

    યુએસેએના મિલ્વૉકીમાં નાનકડા લાકડાના શેડમાં આ કામકાજ ચાલતું હતું. બે જણાની માથાકૂટ આ નાનકડી ઓરડીમાં ચાલતી હતી અને બહાર લખેલું હતું હાર્લી ડેવિડસન મોટર કંપની, બસ આ જ તો પૅશન હતી એ જુવાનિયાઓની કે આજે આટલા વર્ષે પણ હાર્લી ડેવિડસન સાંભળીને પણ હ્રદયનું એન્જિન 'વ્રુઉઉઉઉઉઉમ...વ્રુઉઉઉઉઉમ' કરવા માંડે છે. ડેવિડસનનો ભાઇ વૉલ્ટર પણ આ દોસ્તો સાથે જોડાયો. 

    • ફેબ્રુઆરી 2010ના ઓટો એક્સ્પોમાં કંપનીએ 12 મોટરસાઇકલ લૉન્ચ કરી હતી. 
    2/17
  • આર્થર અને વિલિયમે પહેલી મોટરસાઇકલ 1903માં પોતાના એક સ્કૂલના દોસ્તને વેચી અને વર્ષમાં તો શિકાગોમાં તેમને પહેલો ડિલર મળ્યો જે તેમની મોટરસાઇકલ વેચવા તૈયાર હતો. 1905માં હાર્લી ડેવિડસને પહેલો ફૂલટાઇમ કર્મચારી કામે રાખ્યો અને એ વર્ષે 17 સપ્ટેમ્બરે હાર્લી ડેવિડસન મોટર કંપની ઇનકોર્પોરેટ થઇ.  કંપનીએ હૈદરાબાદમાં જુલાઈ 2010માં પહેલું આઉટલેટ શરૂ કર્યું હતું.

    આર્થર અને વિલિયમે પહેલી મોટરસાઇકલ 1903માં પોતાના એક સ્કૂલના દોસ્તને વેચી અને વર્ષમાં તો શિકાગોમાં તેમને પહેલો ડિલર મળ્યો જે તેમની મોટરસાઇકલ વેચવા તૈયાર હતો. 1905માં હાર્લી ડેવિડસને પહેલો ફૂલટાઇમ કર્મચારી કામે રાખ્યો અને એ વર્ષે 17 સપ્ટેમ્બરે હાર્લી ડેવિડસન મોટર કંપની ઇનકોર્પોરેટ થઇ. 

    • કંપનીએ હૈદરાબાદમાં જુલાઈ 2010માં પહેલું આઉટલેટ શરૂ કર્યું હતું.
    3/17
  • લાકડા શેડમાં ચાલતી મોટર કંપનીએ 1906માં 28x80 ફૂટની ફેક્ટ્રીમાં ઓપરેશન્સ શરૂ કર્યા. આ મોટરસાઇકલમાં સ્ટ્રીટ, ક્રુઝર, ટુરિંગ આ ત્રણ કેટેગરીઝમાં આજે મોટરસાઇકલ્સ ઉપલબ્ધ છે. સાડા ચાર લાખની હાર્લી ડેવિડસન સ્ટ્રીટ મોટરસાઇકલમાં 750 સીસીનું એન્જિન ધરાવે છે અને આ જ કેટેગરીમાં સૌથી મોંઘી મોટરસાઇકલ 10 લાખ 61 હજારમાં મળતી. ડિસેમ્બર 2010માં હાર્લી ડેવિડસને ભારતનાં હરિયાણામાં સ્થાનિક એસેમ્બલી પ્લાન્ટની જાહેરાત કરી હતી. 

    લાકડા શેડમાં ચાલતી મોટર કંપનીએ 1906માં 28x80 ફૂટની ફેક્ટ્રીમાં ઓપરેશન્સ શરૂ કર્યા. આ મોટરસાઇકલમાં સ્ટ્રીટ, ક્રુઝર, ટુરિંગ આ ત્રણ કેટેગરીઝમાં આજે મોટરસાઇકલ્સ ઉપલબ્ધ છે. સાડા ચાર લાખની હાર્લી ડેવિડસન સ્ટ્રીટ મોટરસાઇકલમાં 750 સીસીનું એન્જિન ધરાવે છે અને આ જ કેટેગરીમાં સૌથી મોંઘી મોટરસાઇકલ 10 લાખ 61 હજારમાં મળતી.

    • ડિસેમ્બર 2010માં હાર્લી ડેવિડસને ભારતનાં હરિયાણામાં સ્થાનિક એસેમ્બલી પ્લાન્ટની જાહેરાત કરી હતી. 
    4/17
  • ક્રુઝર બાઇક્સની કેટેગરી ખાસ છે કારણકે તેમાં ઑથેન્ટિક હેરીટેજ મોડર્ન ટેક્નોલોજીને મળીને પાવર અને સ્ટાઇલ ક્વોશન્ટ ડબલ કરે છે. ક્રુઝરમાં બેઝિક મૉડલ 13 લાખ 75 હજારનું અને સૌથી ટોપ મૉડલ જેને લોકો ફૅટ બૉયના નામથી ઓળખે છે તે 18 લાખ 25 હજારમાં ભારતમાં વેચાતું હતું. જાન્યુઆરી 2011માં કંપનીએ પ્રતિષ્ઠિત સીકેડી સુપરલો અને આયર્ન 883 લોન્ચ કરી હતી.

    ક્રુઝર બાઇક્સની કેટેગરી ખાસ છે કારણકે તેમાં ઑથેન્ટિક હેરીટેજ મોડર્ન ટેક્નોલોજીને મળીને પાવર અને સ્ટાઇલ ક્વોશન્ટ ડબલ કરે છે. ક્રુઝરમાં બેઝિક મૉડલ 13 લાખ 75 હજારનું અને સૌથી ટોપ મૉડલ જેને લોકો ફૅટ બૉયના નામથી ઓળખે છે તે 18 લાખ 25 હજારમાં ભારતમાં વેચાતું હતું.

    • જાન્યુઆરી 2011માં કંપનીએ પ્રતિષ્ઠિત સીકેડી સુપરલો અને આયર્ન 883 લોન્ચ કરી હતી.
    5/17
  • ટૂરિંગ બાઇકમાં પણ ચાર મૉડલ્સ છે જેમાં રોડ કિંગ, રોડ ગ્લાઇડ, સ્ટ્રીટ ગ્લાઇડ અને સીવીઓ લિમિટેડ એમ ચાર મૉડલ્સ ભારતમાં મળી શકતા હતા.  ત્રણ વર્ષ બાદ ફેબ્રુઆરી 2014માં કંપનીએ એન્ટ્રી-લેવલ 750 લોન્ચ કરી હતી.

    ટૂરિંગ બાઇકમાં પણ ચાર મૉડલ્સ છે જેમાં રોડ કિંગ, રોડ ગ્લાઇડ, સ્ટ્રીટ ગ્લાઇડ અને સીવીઓ લિમિટેડ એમ ચાર મૉડલ્સ ભારતમાં મળી શકતા હતા. 

    • ત્રણ વર્ષ બાદ ફેબ્રુઆરી 2014માં કંપનીએ એન્ટ્રી-લેવલ 750 લોન્ચ કરી હતી.
    6/17
  • અમેરિકાના ઇતિહાસમાં હાર્લી ડેવિડસનનનું અનોખું મહત્વ છે અને તેને માટે અમેરિકાના સ્મિથ્ઝોનિયન મ્યુઝિયમમાં ખાસ સેક્શન છે. જાણીતા ડેર ડેવિલ બાઇકર ઇવેલ ક્નિવેલે પોતાનું 1972નું મૉડલ XR-750 અહીં ડોનેટ કરેલું છે, તેણે આ જ બાઇક પર સૌથી જોખમી સ્ટંટ અને જંપ્સ કર્યા હતા. થોડાક મહિનાઓ બાદ કંપનીએ સ્ટ્રીટ 500 અને 750ની ભારતથી નિકાસ કરવાનું શરૂ કર્યું હતું.

    અમેરિકાના ઇતિહાસમાં હાર્લી ડેવિડસનનનું અનોખું મહત્વ છે અને તેને માટે અમેરિકાના સ્મિથ્ઝોનિયન મ્યુઝિયમમાં ખાસ સેક્શન છે. જાણીતા ડેર ડેવિલ બાઇકર ઇવેલ ક્નિવેલે પોતાનું 1972નું મૉડલ XR-750 અહીં ડોનેટ કરેલું છે, તેણે આ જ બાઇક પર સૌથી જોખમી સ્ટંટ અને જંપ્સ કર્યા હતા.

    • થોડાક મહિનાઓ બાદ કંપનીએ સ્ટ્રીટ 500 અને 750ની ભારતથી નિકાસ કરવાનું શરૂ કર્યું હતું.
    7/17
  • અમેરિકાનો પ્રભાવ અને ઠસ્સો જેમ કોકા કોલા અને લેવી જેવી બ્રાન્ડમાં રહેલો છે તેવું જ હાર્લી માટે પણ કહી શકાય. તે અમેરિકા માટે કોઇ કોહિનૂર હીરાથી કમ નથી. જાન્યુઆરી 2016માં કંપનીનું વૈશ્વિક ધોરણે વેચાણ 1.3 ટકા જેટલુ ઘટ્યુ હતું.

    અમેરિકાનો પ્રભાવ અને ઠસ્સો જેમ કોકા કોલા અને લેવી જેવી બ્રાન્ડમાં રહેલો છે તેવું જ હાર્લી માટે પણ કહી શકાય. તે અમેરિકા માટે કોઇ કોહિનૂર હીરાથી કમ નથી.

    • જાન્યુઆરી 2016માં કંપનીનું વૈશ્વિક ધોરણે વેચાણ 1.3 ટકા જેટલુ ઘટ્યુ હતું.
    8/17
  • હાર્લી ડેવિડસનની 110થી પણ વધુ વર્ષોનો ઇતિહાસ તેની શાન છે. તે કલ્ટ છે અને વિશ્વમાં સૌથી વધુ ઓળખાતી બ્રાન્ડ છે. તમે માનશો નહીં પણ એક સમય હતો કે હાર્લી ડેવિડસને પોતાના ઇતિહાસની વિગતો બીજા કોઇની સાથે શૅર કરાવનું ટાળ્યું હતું. પણ 2008માં તેમણે હાર્લી ડેવિડસન મ્યુઝિયમ શરૂ કર્યું જે 150,000 સ્ક્વેર ફિટમાં પથરાયેલી ફેસિલિટી છે જે મિલવૉકી, વિસ્કોન્સિનમાં હાર્લી ડેવિડસનનાં 20 એકરનાં કેમ્પસમાં છે. જોકે એપ્રિલ 2016માં ભારતમાં સૌથી વધુ વેચાણ (4,708 યુનિટ્સ)નું હતું. 

    હાર્લી ડેવિડસનની 110થી પણ વધુ વર્ષોનો ઇતિહાસ તેની શાન છે. તે કલ્ટ છે અને વિશ્વમાં સૌથી વધુ ઓળખાતી બ્રાન્ડ છે. તમે માનશો નહીં પણ એક સમય હતો કે હાર્લી ડેવિડસને પોતાના ઇતિહાસની વિગતો બીજા કોઇની સાથે શૅર કરાવનું ટાળ્યું હતું. પણ 2008માં તેમણે હાર્લી ડેવિડસન મ્યુઝિયમ શરૂ કર્યું જે 150,000 સ્ક્વેર ફિટમાં પથરાયેલી ફેસિલિટી છે જે મિલવૉકી, વિસ્કોન્સિનમાં હાર્લી ડેવિડસનનાં 20 એકરનાં કેમ્પસમાં છે.

    • જોકે એપ્રિલ 2016માં ભારતમાં સૌથી વધુ વેચાણ (4,708 યુનિટ્સ)નું હતું. 
    9/17
  • કોરોનાનો વખત ચાલે છે તો એક મજાની વાત જાણી લો કે આ મ્યુઝિયમના રિસેપ્શન એરિયામાં હાર્લી ડેવિડસન મોટરસાઇકલ ધરાવતા પ્રાઇવેટ કલેક્ટર્સનો એક જૂનો ફોટોગ્રાફ છે જેમાં સાથે મોટરસાઇકલનાં ડીલર્સ પણ છે અને બધાએ સ્પેનિશ ફ્લૂને કારણે માસ્ક પહેરેલું છે.  માર્ચ 2018માં સીબીયુ આયાત ડ્યુટી નાબૂદ થતા કંપનીએ ટુરિંગ, સીવીઓ મોડેલ્સની કિંમતમાં ઘટાડો કર્યો હતો.

    કોરોનાનો વખત ચાલે છે તો એક મજાની વાત જાણી લો કે આ મ્યુઝિયમના રિસેપ્શન એરિયામાં હાર્લી ડેવિડસન મોટરસાઇકલ ધરાવતા પ્રાઇવેટ કલેક્ટર્સનો એક જૂનો ફોટોગ્રાફ છે જેમાં સાથે મોટરસાઇકલનાં ડીલર્સ પણ છે અને બધાએ સ્પેનિશ ફ્લૂને કારણે માસ્ક પહેરેલું છે. 

    • માર્ચ 2018માં સીબીયુ આયાત ડ્યુટી નાબૂદ થતા કંપનીએ ટુરિંગ, સીવીઓ મોડેલ્સની કિંમતમાં ઘટાડો કર્યો હતો.
    10/17
  • આ મ્યુઝિયમમાં વર્ષે 3 લાખથી વધુ મુલાકાતીઓ આવે છે. મોટરસાઇકલિંગ ઉત્પાદન અને કલ્ટ ક્રિએશનની હિસ્ટરીમાં જાણવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. એપ્રિલ 2018માં કસ્ટમ્સ ડ્યૂટીમાં વધારો થવાથી હાર્લી ડેવિડસને સીકેડી બાઈક્સની કિંમતમાં વધારો કર્યો હતો.

    આ મ્યુઝિયમમાં વર્ષે 3 લાખથી વધુ મુલાકાતીઓ આવે છે. મોટરસાઇકલિંગ ઉત્પાદન અને કલ્ટ ક્રિએશનની હિસ્ટરીમાં જાણવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે.

    • એપ્રિલ 2018માં કસ્ટમ્સ ડ્યૂટીમાં વધારો થવાથી હાર્લી ડેવિડસને સીકેડી બાઈક્સની કિંમતમાં વધારો કર્યો હતો.
    11/17
  • વિશ્વની સૌથી મોંધી પંદર મોટરસાઇકલની યાદીમાં સ્વાભાવિક રીતે જ હાર્લી ડેવિડસનનો સમાવેશ થયેલો છે. મોંધી દાટ મોટરસાઇકલની યાદીમાં તો બીએમડબલ્યુ રેનસ્પોર્ટ, બરો સુપિરીયર વગેરેનો સમાવેશ પણ થાય છે પણ જે કલ્ટ સ્ટેટસ હાર્લી ડેવિડસનને મળ્યું તે બીજા કોઇને ય ન મળ્યું. બીજી મોટરસાઇકલ્સ પણ ધાંસુ છે પણ બ્રાન્ડ ઇમેજમાં હાર્લીએ બાજી મારી છે. ભારતમાં બીએસ-6 ફરજિયાત બનતા હાર્લી ડેવિડસને સ્ટ્રીટ 750નું બીએસ-6 વર્ઝન લોન્ચ કરવાની સાથે લાઈવવાયર ઈ-બાઈક પણ રજૂ કરી હતી.

    વિશ્વની સૌથી મોંધી પંદર મોટરસાઇકલની યાદીમાં સ્વાભાવિક રીતે જ હાર્લી ડેવિડસનનો સમાવેશ થયેલો છે. મોંધી દાટ મોટરસાઇકલની યાદીમાં તો બીએમડબલ્યુ રેનસ્પોર્ટ, બરો સુપિરીયર વગેરેનો સમાવેશ પણ થાય છે પણ જે કલ્ટ સ્ટેટસ હાર્લી ડેવિડસનને મળ્યું તે બીજા કોઇને ય ન મળ્યું. બીજી મોટરસાઇકલ્સ પણ ધાંસુ છે પણ બ્રાન્ડ ઇમેજમાં હાર્લીએ બાજી મારી છે.

    • ભારતમાં બીએસ-6 ફરજિયાત બનતા હાર્લી ડેવિડસને સ્ટ્રીટ 750નું બીએસ-6 વર્ઝન લોન્ચ કરવાની સાથે લાઈવવાયર ઈ-બાઈક પણ રજૂ કરી હતી.
    12/17
  • તમને ખબર છે કે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પણ હાર્લી ડેવિડસન ગમતી બ્રાન્ડ છે? હાર્લી ડેવિડસનની મોટરસાઇકલ્સે રેસિંગમાં પણ પોતાનો દમ દર્શાવ્યો છે. હિલ ક્લાઇમ્બિંગ એ હાર્લી મોટરસાઇકલ્સની સૌથી પહેલી સ્પીડ સ્પોર્ટ હતી.  જાન્યુઆરી 2020માં વેચાણના આંકડા સામે આવ્યા જેમાં જણાયુ કે સતત પાંચમાં વર્ષે કંપનીનું વૈશ્વિક ધોરણે વેચાણ ઘટ્યુ છે. 

    તમને ખબર છે કે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પણ હાર્લી ડેવિડસન ગમતી બ્રાન્ડ છે? હાર્લી ડેવિડસનની મોટરસાઇકલ્સે રેસિંગમાં પણ પોતાનો દમ દર્શાવ્યો છે. હિલ ક્લાઇમ્બિંગ એ હાર્લી મોટરસાઇકલ્સની સૌથી પહેલી સ્પીડ સ્પોર્ટ હતી. 

    • જાન્યુઆરી 2020માં વેચાણના આંકડા સામે આવ્યા જેમાં જણાયુ કે સતત પાંચમાં વર્ષે કંપનીનું વૈશ્વિક ધોરણે વેચાણ ઘટ્યુ છે. 
    13/17
  • હાર્લી ડેવિડસનની આઇકોનિક મોટરસાઇકલ્સ હૉલીવુડની આ ફિલ્મોમાં દેખાઇ છે જેમાં ઘોસ્ટ રાઇડર, વાઇલ્ડ હૉગ્ઝ, ગ્રીન હોર્નેટ, ટર્મિનેટર-2 ધી જજેમેન્ટ ડે, ઇઝી રાઇડર, એક્સ મેન ઓરિજિન્સ વોલ્વેરિન, ઇન્ડિયાના જોન્સ એન્ડ કિંગડમ ઑફ ધી ક્રિસ્ટલ સ્કલ, પલ્પ ફિક્શન, રૉકી તથા હેલરાઇડ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.  કંપની ભારતમાં પ્રવેશી એ પછી ફેબ્રુઆરી 2020માં કંપનીએ ભારતમાં કુલ 25,000 બાઈક્સ વેચી હતી.

    હાર્લી ડેવિડસનની આઇકોનિક મોટરસાઇકલ્સ હૉલીવુડની આ ફિલ્મોમાં દેખાઇ છે જેમાં ઘોસ્ટ રાઇડર, વાઇલ્ડ હૉગ્ઝ, ગ્રીન હોર્નેટ, ટર્મિનેટર-2 ધી જજેમેન્ટ ડે, ઇઝી રાઇડર, એક્સ મેન ઓરિજિન્સ વોલ્વેરિન, ઇન્ડિયાના જોન્સ એન્ડ કિંગડમ ઑફ ધી ક્રિસ્ટલ સ્કલ, પલ્પ ફિક્શન, રૉકી તથા હેલરાઇડ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. 

    • કંપની ભારતમાં પ્રવેશી એ પછી ફેબ્રુઆરી 2020માં કંપનીએ ભારતમાં કુલ 25,000 બાઈક્સ વેચી હતી.
    14/17
  • ભારતમાં એમ એસ ધોની (M S Dhoni), પ્રિયંકા ચોપરા (Priyanka Chopra Jonas), સૈફ અલી ખાન (Saif ALi Khan), રણબીર કપૂર (Ranbeer Kapoor), શાહીદ કપૂર, (Shaheed Kapoor), સંજય દત્ત (Sanjaya Dutt), રાજકુમાર રાવ (Rajkumar Rao) પાસે હાર્લી ડેવિડસનનાં અલગ અલગ મૉડલ્સ છે. સ્વાભાવિક છે હૉલીવુડમાં તો મોટી સંખ્યામાં સેલેબ્ઝ પાસે હાર્લી ડેવિડસન હશે. મે 2020માં કંપનીએ વૈશ્વિક પુનઃગઠન યોજના ‘રિવાયર’ની જાહેરાત કરી હતી.

    ભારતમાં એમ એસ ધોની (M S Dhoni), પ્રિયંકા ચોપરા (Priyanka Chopra Jonas), સૈફ અલી ખાન (Saif ALi Khan), રણબીર કપૂર (Ranbeer Kapoor), શાહીદ કપૂર, (Shaheed Kapoor), સંજય દત્ત (Sanjaya Dutt), રાજકુમાર રાવ (Rajkumar Rao) પાસે હાર્લી ડેવિડસનનાં અલગ અલગ મૉડલ્સ છે. સ્વાભાવિક છે હૉલીવુડમાં તો મોટી સંખ્યામાં સેલેબ્ઝ પાસે હાર્લી ડેવિડસન હશે.

    • મે 2020માં કંપનીએ વૈશ્વિક પુનઃગઠન યોજના ‘રિવાયર’ની જાહેરાત કરી હતી.
    15/17
  • આઇકોનિક મોટરસાઇકલ્સની ભારતમાંથી એક્ઝિટ ખરેખર આંચકો આપે એવા સમાચાર રહ્યા પણ હવે હાલમાં જે સંજોગો છે તે જોતાં કોઇપણ હાઇ એન્ડ બ્રાન્ડ માટે માર્કેટમાં ટકવું આસાન નથી હોતું. સપ્ટેમ્બર 2020માં ભારતમાં કામકાજ સંપૂર્ણ બંધ કરવાની વાત કરી હતી.

    આઇકોનિક મોટરસાઇકલ્સની ભારતમાંથી એક્ઝિટ ખરેખર આંચકો આપે એવા સમાચાર રહ્યા પણ હવે હાલમાં જે સંજોગો છે તે જોતાં કોઇપણ હાઇ એન્ડ બ્રાન્ડ માટે માર્કેટમાં ટકવું આસાન નથી હોતું.

    • સપ્ટેમ્બર 2020માં ભારતમાં કામકાજ સંપૂર્ણ બંધ કરવાની વાત કરી હતી.
    16/17
  • ગુડ બાય હાર્લી ડેવિડસન! વી વિલ મિસ યુ સ્ટડ્ઝ....

    ગુડ બાય હાર્લી ડેવિડસન! વી વિલ મિસ યુ સ્ટડ્ઝ....

    17/17
  • loading...

ફોટોઝ વિશે

થોડા દિવસ પહેલાં જાણવા મળ્યું કે હાર્લી ડેવિડ્સના થંડરિંગ એન્જિનનો અવાજ હવે ભારતમાં સાંભળવા નહીં મળે. જેની કિંમત લાખોમાં હોય છે તેવી આ આઇકોનિક મોટરસાઇકલનો બિઝનેસ ભારતમાં બંધ થઇ રહ્યો છે ત્યારે જોઇએ કે આખરે શું છે તેની સ્ટાઇલ? જાણીએ ભારતમાં શું રહી તેની જર્ની. 11 વર્ષમાં આ કંપનીની શરૂઆતથી લઈને અંત સુધીની રાઈડ. (તસવીર સૌજન્યઃ હાર્લી ડેવિડસન ઈન્ડિયાનું ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર અકાઉન્ટ)

First Published: 27th September, 2020 14:31 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK