જો આ લક્ષણો દેખાય, તો તરત બંધ કરી દો ઇમ્યુનિટી વધારનાર આયુર્વેદિક ઉકાળો

Published: 24th November, 2020 18:34 IST | Shilpa Bhanushali
 • જો ઉકાળાનું નિયમિત સેવન કર્યા પછી તમારા શરીરમાં આ 5 લક્ષણ દેખાય છે, તો તરત જ તમારે આ ઉકાળાનું સેવન બંધ કરી દેવું જોઇએ.

  જો ઉકાળાનું નિયમિત સેવન કર્યા પછી તમારા શરીરમાં આ 5 લક્ષણ દેખાય છે, તો તરત જ તમારે આ ઉકાળાનું સેવન બંધ કરી દેવું જોઇએ.

  1/5
 • 1. નાકમાંથી લોહી નીકળવું, 2. મોંમાં ચાંદા પડવા, 3. પેટમાં બળતરા થવી, 4. પેશાબમાં બળતરા થવી, 5. અપચો કે પેચિસ જેવી સમસ્યા હોય તેવા લોકોએ આ ઉકાળાનું સેવન તરત જ બંધ કરી દેવું જોઇએ.

  1. નાકમાંથી લોહી નીકળવું,

  2. મોંમાં ચાંદા પડવા,

  3. પેટમાં બળતરા થવી,

  4. પેશાબમાં બળતરા થવી,

  5. અપચો કે પેચિસ જેવી સમસ્યા હોય તેવા લોકોએ આ ઉકાળાનું સેવન તરત જ બંધ કરી દેવું જોઇએ.

  2/5
 • આયુર્વેદિક ઉકાળો કેમ પહોંચાડે છે નુકસાન? હકીકતે, ઇમ્યૂનિટી બૂસ્ટર ઉકાલામાં સામાન્ય રીતે કાળા મરી, સૂંઠ, પીપલી (લીંડી પીપર), તજ, હળદર, ગિલોય, અશ્વગંધા જેવી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓની તાસીર ખૂબ જ ગરમ હોય છે. જો કોઇ વ્યક્તિ આ વસ્તુઓનું સેવન બેહિસાબ રીતે કરે, તો તેના શરીરમાં ગરમી વધી શકે છે.

  આયુર્વેદિક ઉકાળો કેમ પહોંચાડે છે નુકસાન?
  હકીકતે, ઇમ્યૂનિટી બૂસ્ટર ઉકાલામાં સામાન્ય રીતે કાળા મરી, સૂંઠ, પીપલી (લીંડી પીપર), તજ, હળદર, ગિલોય, અશ્વગંધા જેવી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓની તાસીર ખૂબ જ ગરમ હોય છે. જો કોઇ વ્યક્તિ આ વસ્તુઓનું સેવન બેહિસાબ રીતે કરે, તો તેના શરીરમાં ગરમી વધી શકે છે.

  3/5
 • ઉકાળો બનાવતી વખતે આ બાબતોનું રાખવું ખાસ ધ્યાન જો તમે ઇમ્યૂનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલા કે કોઇખ આયુર્વેદાચાર્ય દ્વારા જણાવવામાં આવેલા ઉકાળાનું સેવન કરો છો, તો તમારે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. જેમકે ઉકાળો બનાવતી વખતે ઔષધિઓની માત્રાનું ધ્યાન રાખવું. ઉકાળાના સેવનથી જો તમને કોઇપણ પ્રકારનું નુકસાન દેખાય તો સૂંઠ, કાળા મરી, અશ્વગંધા અને તજનું પ્રમાણ ઘટાડવું. તકલીફ ઓછી ન થાય તો આયુર્વેદાચાર્ય પાસેથી જરૂર સલાહ લેવી.

  ઉકાળો બનાવતી વખતે આ બાબતોનું રાખવું ખાસ ધ્યાન
  જો તમે ઇમ્યૂનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલા કે કોઇખ આયુર્વેદાચાર્ય દ્વારા જણાવવામાં આવેલા ઉકાળાનું સેવન કરો છો, તો તમારે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. જેમકે ઉકાળો બનાવતી વખતે ઔષધિઓની માત્રાનું ધ્યાન રાખવું. ઉકાળાના સેવનથી જો તમને કોઇપણ પ્રકારનું નુકસાન દેખાય તો સૂંઠ, કાળા મરી, અશ્વગંધા અને તજનું પ્રમાણ ઘટાડવું. તકલીફ ઓછી ન થાય તો આયુર્વેદાચાર્ય પાસેથી જરૂર સલાહ લેવી.

  4/5
 • વાત (વાયુ) અને પિત્ત દોષ ધરાવતા લોકોએ આ બાબતોનું રાખવું ખાસ ધ્યાન ઉકાળાના સેવનથી કફ બરાબર થઈ જાય છે. એટલે કફ દોષથી પ્રભાવિત લોકો માટે આ ઉકાળો ખૂબ જ ફાયદાકારક છે. પણ વાત્ કે પિત્તથી પ્રભાવિત લોકોને આયુર્વેદિક ઉકાળો પીતી વખતે વધારે સાવચેતી રાખવી પડશે. ધ્યાન રાખવું કે ગરમ તાસીરવાળી વસ્તુઓ ઉકાળામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં નાખવી. આ સિવાય ઠંડી તાસીરની વસ્તુઓ નાખવી.

  વાત (વાયુ) અને પિત્ત દોષ ધરાવતા લોકોએ આ બાબતોનું રાખવું ખાસ ધ્યાન
  ઉકાળાના સેવનથી કફ બરાબર થઈ જાય છે. એટલે કફ દોષથી પ્રભાવિત લોકો માટે આ ઉકાળો ખૂબ જ ફાયદાકારક છે. પણ વાત્ કે પિત્તથી પ્રભાવિત લોકોને આયુર્વેદિક ઉકાળો પીતી વખતે વધારે સાવચેતી રાખવી પડશે. ધ્યાન રાખવું કે ગરમ તાસીરવાળી વસ્તુઓ ઉકાળામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં નાખવી. આ સિવાય ઠંડી તાસીરની વસ્તુઓ નાખવી.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

કોરોનાવાયરસ સંક્રમણથી બચવા માટે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ઇમ્યૂનિટી વધારવાની સલાહ આપી રહ્યા છે. એવામાં દેશમાં ઇમ્યૂનિટી બૂસ્ટર ઉકાળા ચર્ચામાં છે. આ ઘાતક વાયરસથી બચવા આયુષ મંત્રાલયે ઉકાળો બનાવવાની વિધિ પણ જણાવી છે. પણ તમે આ જાણીને ચોંકી જશો કે કોઇપણ આયુર્વેદિક ઔષધી હંમેશાં હવામાન, પ્રકૃતિ, ઉંમર અને સ્થિતિ જોઇને આપવામાં આવે છે. જો આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે, તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. જાણો આ ઉકાળાની અતિશયોક્તિથી થતા ગેરલાભ વિશે...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK