ખાનેવાલોંકો ખાને કા બહાના ચાહિયે! સાચી વાત છે. ગુજરાતી લોકો સ્વાદના એકદમ રસિયા હોય છે. દરેક પ્રકારનું ફૂડ એ લોકો માણી શકે. જેટલા સ્વાદથી એ લોકો થેપલા ખાય એટલા જ રસપૂર્વક તે લોકો પિઝા, પાસ્તા ને પાણીપુરી પણ ખાય. તેમાંય જો સ્પાઇસી સ્ટ્રીટ ફૂડ મળી જાય તો પછી પૂછવું જ શું! આજે આપણે વાત કરીએ મુંબઈના સ્ટ્રીટ ફૂડની. આમ તો મુંબઈનું બેસ્ટ સ્ટ્રીટ ફૂડ તેના વડાપાંવ જ છે. પરંતુ આજે તમને જણાવીએ મુંબઈની પાંચ બેસ્ટ ખાઉ ગલી વિશે. જો તમે મુંબઈની મુલાકાતે હોવ તો આ પાંચ જગ્યાઓએ તો તમારે અવશ્ય જવું જોઇએ અને તેની ટેસ્ટી વાનગીઓનો સ્વાદ માણવો જોઈએ. આગળની સ્લાઇડ્સમાં ટેસ્ટી તસવીરો સાથે જાણો મુંબઈની ખાઉ ગલીઓ વિશે.