ગુજરાતનો પૌરાણિક વારસો, જાણો ગુજરાતની ગુફાઓને

Mar 06, 2019, 14:24 IST
  • બૌદ્ધ ગુફા, જૂનાગઢ જૂનાગઢમાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. જેમાં પૌરાણિક અને ઐતિહાસિક સ્થળો આવેલા છે. જૂનાગઢમાં ગુફાઓ પણ આવેલી છે. જેમાં બાબા પ્યારેની ગુફા, ખાપરા કોડિયા ગુફાઓ, ઉપરકોટની ગુફાઓનો સમાવેશ થાય છે. (તસવીર સૌજન્ય-gujarattourism.com)

    બૌદ્ધ ગુફા, જૂનાગઢ
    જૂનાગઢમાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. જેમાં પૌરાણિક અને ઐતિહાસિક સ્થળો આવેલા છે. જૂનાગઢમાં ગુફાઓ પણ આવેલી છે. જેમાં બાબા પ્યારેની ગુફા, ખાપરા કોડિયા ગુફાઓ, ઉપરકોટની ગુફાઓનો સમાવેશ થાય છે.
    (તસવીર સૌજન્ય-gujarattourism.com)

    1/5
  • ખાંભાલિડાની ગુફાઓ, રાજકોટ રાજકોટના જિલ્લાના ગોંડલ પાસે આવેલા ખાંભાલીડાની ગુફાઓ અતિપ્રાચીન છે. અહીં ત્રણ પૌરાણિક ગુફાઓ આવેલી છે. જેમાં ચૈત્ય અને સ્તૂપો પણ છે. ચૂનાના પથ્થરમાંથી બનેલી આ ગુફાઓ ચોથી કે પાંચમી સદીમાં બની હોવાના ઉલ્લેખ જોવા મળે છે. (તસવીર સૌજન્ય-gujarattourism.com)

    ખાંભાલિડાની ગુફાઓ, રાજકોટ
    રાજકોટના જિલ્લાના ગોંડલ પાસે આવેલા ખાંભાલીડાની ગુફાઓ અતિપ્રાચીન છે. અહીં ત્રણ પૌરાણિક ગુફાઓ આવેલી છે. જેમાં ચૈત્ય અને સ્તૂપો પણ છે. ચૂનાના પથ્થરમાંથી બનેલી આ ગુફાઓ ચોથી કે પાંચમી સદીમાં બની હોવાના ઉલ્લેખ જોવા મળે છે.
    (તસવીર સૌજન્ય-gujarattourism.com)

    2/5
  • પાંડવોની ગુફા, સાપુતારા પાંડવોની ગુફા રાજ્યના જાણીતા પ્રવાસન સ્થળોમાંથી એક છે. આ ગુફાઓ હિલસ્ટેશન સાપુતારા પાસે આવેલી છે. માનવામાં આવે છે કે તેમને ગુપ્તવાસ દરમિયાન પાંડવો અહીં છુપાયા હતા અને ભગવાન શિવની આરાધના કરી હતી. (તસવીર સૌજન્ય-gujarattourism.com)

    પાંડવોની ગુફા, સાપુતારા
    પાંડવોની ગુફા રાજ્યના જાણીતા પ્રવાસન સ્થળોમાંથી એક છે. આ ગુફાઓ હિલસ્ટેશન સાપુતારા પાસે આવેલી છે. માનવામાં આવે છે કે તેમને ગુપ્તવાસ દરમિયાન પાંડવો અહીં છુપાયા હતા અને ભગવાન શિવની આરાધના કરી હતી.
    (તસવીર સૌજન્ય-gujarattourism.com)

    3/5
  • પાંચ પાંડવની ગુફા, વેરાવળ સોમનાથના લાલઘાટી વિસ્તારમાં આવેલી ગુફામાંથી એક પાંચ પાંડવની ગુફા છે. 1949માં બંધાવવામાં આવેલી આ ગુફા પાંચ પાંડવોને સમર્પિત છે. (તસવીર સૌજન્ય-touristlocation.com)

    પાંચ પાંડવની ગુફા, વેરાવળ
    સોમનાથના લાલઘાટી વિસ્તારમાં આવેલી ગુફામાંથી એક પાંચ પાંડવની ગુફા છે. 1949માં બંધાવવામાં આવેલી આ ગુફા પાંચ પાંડવોને સમર્પિત છે.
    (તસવીર સૌજન્ય-touristlocation.com)

    4/5
  • સિયોતની ગુફાઓ, કચ્છ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત ગામ પાસે પ્રાચીન શૈલ ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ પ્રથમ સદીમાં બનેલી હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. આ ગુફામાં ખોદકામ દરમિયાન બૌદ્ધ મુદ્રાઓ, બ્રાહ્મી અને દેવનાગરી લિપિના લખાણો, તાંબાની વીંટીઓ, માટીના વાસણો મળી આવ્યા હતા. (તસવીર સૌજન્ય-gujarattourism.com)

    સિયોતની ગુફાઓ, કચ્છ
    કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત ગામ પાસે પ્રાચીન શૈલ ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ પ્રથમ સદીમાં બનેલી હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. આ ગુફામાં ખોદકામ દરમિયાન બૌદ્ધ મુદ્રાઓ, બ્રાહ્મી અને દેવનાગરી લિપિના લખાણો, તાંબાની વીંટીઓ, માટીના વાસણો મળી આવ્યા હતા.
    (તસવીર સૌજન્ય-gujarattourism.com)

    5/5
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતમાં આજે પણ પૌરાણિક વારસો સચવાયેલો છે. રાજ્યના અનેક સ્થળો એવા છે જ્યાં તમને પ્રાચીન સંસ્કૃતિની ઝલક મળી જશે. અમે આજે તમને જણાવીશું ગુજરાતની એવી ગુફાઓ વિશે જ્યાં તમને મળશે ઈતિહાસની ઝાંખી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK