જાણો ગુજરાતના ટોપ 5 પ્રસિદ્ધ મંદિરો વિશે, છે લોકોની આસ્થાનું કેન્દ્ર, જુઓ તસવીરો

Updated: Apr 13, 2019, 13:06 IST | Falguni Lakhani
 • મહુડી જૈન મંદિર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલું મહુડી જૈન મંજિર ગુજરાતનું ખૂબ પ્રસિદ્ધ મંદિર છે. ઘંટાકર્ણ મહાવીર ભગવાનનું આ મંદિર જૈન લોકોની આસ્થાનું કેન્દ્ર છે. મહુડી મંદિરની સ્થાપના જૈન મુનિ બુદ્ધિસાગર સુરીએ ઇ.સ. 1917માં કરી હતી. મહુડી મંદિરમાં પ્રસાદમાં મળતી સુખડી અહીં દર્શને આવતા લોકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. વર્ષોથી મહુડીની સુખડીના સ્વાદમાં કોઈ ફેર નથી. ઘીથી લથબથ સુખડીનો પ્રસાદ ભગવાનને ધરાવીને લોકો હોંશે-હોંશે ખાય છે. અહીંયા ખાસ વાત એ છે કે આ સુખડીને તમે મંદિરના પ્રાંગણની બહાર લઈ જઇ નથી શકતા. એવી માન્યતા છે કે પ્રસાદની સુખડીને જો મંદિરની બહાર લઈ જવામાં આવે તો તમારી સાથે કંઇ અશુભ ઘટના બને છે. એટલે જ સુખડીનો પ્રસાદ ત્યાં મંદિરમાં જ ખાઈ જવાનો હોય છે. મહુડી મંદિર ગાંધીનગર પાસે ફરવાના સ્થળોમાંનું એક સુંદર સ્થળ છે.

  મહુડી જૈન મંદિર

  ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલું મહુડી જૈન મંજિર ગુજરાતનું ખૂબ પ્રસિદ્ધ મંદિર છે. ઘંટાકર્ણ મહાવીર ભગવાનનું આ મંદિર જૈન લોકોની આસ્થાનું કેન્દ્ર છે. મહુડી મંદિરની સ્થાપના જૈન મુનિ બુદ્ધિસાગર સુરીએ ઇ.સ. 1917માં કરી હતી. મહુડી મંદિરમાં પ્રસાદમાં મળતી સુખડી અહીં દર્શને આવતા લોકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. વર્ષોથી મહુડીની સુખડીના સ્વાદમાં કોઈ ફેર નથી. ઘીથી લથબથ સુખડીનો પ્રસાદ ભગવાનને ધરાવીને લોકો હોંશે-હોંશે ખાય છે. અહીંયા ખાસ વાત એ છે કે આ સુખડીને તમે મંદિરના પ્રાંગણની બહાર લઈ જઇ નથી શકતા. એવી માન્યતા છે કે પ્રસાદની સુખડીને જો મંદિરની બહાર લઈ જવામાં આવે તો તમારી સાથે કંઇ અશુભ ઘટના બને છે. એટલે જ સુખડીનો પ્રસાદ ત્યાં મંદિરમાં જ ખાઈ જવાનો હોય છે. મહુડી મંદિર ગાંધીનગર પાસે ફરવાના સ્થળોમાંનું એક સુંદર સ્થળ છે.

  1/5
 • અંબાજી મંદિર અંબાજી એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું યાત્રાનું મોટું ધામ છે. અંબામાતાનું આ મંદિર આરાસુરના ડુંગરમાં આવેલા અરવલ્લી પર્વતના ઘાટની નજીક આવેલું છે. અંબાજી મંદિરમાં કોઈ દેવીની મૂર્તિની પૂજા નથી થતી પરંતુ વીસાયંત્રની પૂજા કરવામાં આવે છે. આ યંત્રની માન્યતા અનુસાર તે શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમજ નેપાળના શક્તિપીઠોના મૂળયંત્ર સાથે સંકળાયેલું છે તેમજ યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. દર આઠમે આ યંત્રની પૂજા થાય છે. બારેમાસ યાત્રાળુઓ અંબાજી મંદિર દર્શન માટે આવતા હોય છે. દર પૂનમે સૌથી વધુ શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચડાવે છે. અંબાજીમાં નવરાત્રિ પણ ખૂબ ધામધૂમથી ઊજવવામાં આવે છે. અંબાજીના મંદિરમાં માતાજીની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. અંબાજીના દર્શનની સાથે તમે આબુ ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. મોટાભાગના ટ્રાવેલર્સ આબુ-અંબાજીની સહિયારી ટ્રિપ પ્લાન કરતા હોય છે.

  અંબાજી મંદિર

  અંબાજી એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું યાત્રાનું મોટું ધામ છે. અંબામાતાનું આ મંદિર આરાસુરના ડુંગરમાં આવેલા અરવલ્લી પર્વતના ઘાટની નજીક આવેલું છે. અંબાજી મંદિરમાં કોઈ દેવીની મૂર્તિની પૂજા નથી થતી પરંતુ વીસાયંત્રની પૂજા કરવામાં આવે છે. આ યંત્રની માન્યતા અનુસાર તે શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમજ નેપાળના શક્તિપીઠોના મૂળયંત્ર સાથે સંકળાયેલું છે તેમજ યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. દર આઠમે આ યંત્રની પૂજા થાય છે. બારેમાસ યાત્રાળુઓ અંબાજી મંદિર દર્શન માટે આવતા હોય છે. દર પૂનમે સૌથી વધુ શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચડાવે છે. અંબાજીમાં નવરાત્રિ પણ ખૂબ ધામધૂમથી ઊજવવામાં આવે છે. અંબાજીના મંદિરમાં માતાજીની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. અંબાજીના દર્શનની સાથે તમે આબુ ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. મોટાભાગના ટ્રાવેલર્સ આબુ-અંબાજીની સહિયારી ટ્રિપ પ્લાન કરતા હોય છે.

  2/5
 • અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર ગુજરાતના પાટનગર ગાંધીનગરના સેક્ટરમાં આવેલું અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર આખા ભારતમાં પ્રખ્યાત છે. આ  પહેલું અક્ષરધામ મંદિર છે જે પછી દિલ્હી અક્ષરધામ બનાવવામાં આવ્યું હતું. ગાંધીનગર અક્ષરધામ મંદિરમાં ભગવાન નીલકંઠની મૂર્તિને જોતાં જ આંખો ઠરે છે. આખા મંદિરમાં માર્બલનું ફ્લોરિંગ છે. મંદિરની અંદર ભોંયરાના ભાગમાં રામાયણ અને મહાભારતના વિવિધ પ્રસંગોનું મૂર્તિઓ દ્વારા નિરુપણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અક્ષરધામમાં 3 કલાકનું પ્રદર્શન પણ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ 3 કલાકમાં ભગવાન નીલકંઠના બાળજીવનથી સંત બનવા સુધીની સમગ્ર સફર વર્ણવવામાં આવી છે, જે ખૂબ પ્રેરણાત્મક અને રસપ્રદ છે. મંદિરમાં આવેલા પ્રેમવતી ઉપહાર ગૃહનું ભોજન પણ અતિશય સ્વાદિષ્ટ છે. આ ઉપરાંત, સાંજના સમયે બાળક નચિકેતાના પ્રસંગનો લેસર શૉ પણ ત્યાં યોજાય છે. તે ઉપરાંત આખા અક્ષરધામમાં સુંદર બગીચાઓ અને બાળકો માટે રાઇડ્સની પણ વ્યવસ્થા છે. ગાંધીનગરમાં ફરવા માટેના ઉત્તમ સ્થળોમાં અક્ષરધામનો સમાવેશ થાય છે.

  અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર

  ગુજરાતના પાટનગર ગાંધીનગરના સેક્ટરમાં આવેલું અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર આખા ભારતમાં પ્રખ્યાત છે. આ  પહેલું અક્ષરધામ મંદિર છે જે પછી દિલ્હી અક્ષરધામ બનાવવામાં આવ્યું હતું. ગાંધીનગર અક્ષરધામ મંદિરમાં ભગવાન નીલકંઠની મૂર્તિને જોતાં જ આંખો ઠરે છે. આખા મંદિરમાં માર્બલનું ફ્લોરિંગ છે. મંદિરની અંદર ભોંયરાના ભાગમાં રામાયણ અને મહાભારતના વિવિધ પ્રસંગોનું મૂર્તિઓ દ્વારા નિરુપણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અક્ષરધામમાં 3 કલાકનું પ્રદર્શન પણ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ 3 કલાકમાં ભગવાન નીલકંઠના બાળજીવનથી સંત બનવા સુધીની સમગ્ર સફર વર્ણવવામાં આવી છે, જે ખૂબ પ્રેરણાત્મક અને રસપ્રદ છે. મંદિરમાં આવેલા પ્રેમવતી ઉપહાર ગૃહનું ભોજન પણ અતિશય સ્વાદિષ્ટ છે. આ ઉપરાંત, સાંજના સમયે બાળક નચિકેતાના પ્રસંગનો લેસર શૉ પણ ત્યાં યોજાય છે. તે ઉપરાંત આખા અક્ષરધામમાં સુંદર બગીચાઓ અને બાળકો માટે રાઇડ્સની પણ વ્યવસ્થા છે. ગાંધીનગરમાં ફરવા માટેના ઉત્તમ સ્થળોમાં અક્ષરધામનો સમાવેશ થાય છે.

  3/5
 • સોમનાથ મંદિર સોમનાથ ગુજરાતમાં સૌરાષ્ટ્રના સમુદ્રકિનારે આવેલું ભવ્ય શિવમંદિર છે. તે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. સોમનાથ મંદિરનો ઇતિહાસ વર્ષો જૂનો અને જાણીતો છે. સોમનાથનો ઉલ્લેખ તો ઋગ્વેદમાં પણ થયેલો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર હંમેશાં અડીખમ રહ્યું છે. સોમનાથના મંદિરનું સાત વખત પુનઃનિર્માણ થયું છે. સોમનાથ મંદિરની ફરતો સુંદર દરિયાકાંઠો છે અને આસપાસ પણ ફરવાના ખૂબ સુંદર સ્થળો છે. ભગવાન શિવજીના શ્રદ્ધાળુઓ માટે સોમનાથ અપાર આસ્થાનું કેન્દ્ર છે. શિવરાત્રી પર તો મંદિરે ભક્તોની ભીડ જામે છે. સોમનાથ મંદિરના જ્યોતિર્લિંગને લઇને પણ અનેક માન્યતાઓ છે. જો તમે ગુજરાતની મુલાકાતે હોવ તો સોમનાથ મંદિરે દર્શનનો લહાવો ચૂકી જ ન શકાય.

  સોમનાથ મંદિર

  સોમનાથ ગુજરાતમાં સૌરાષ્ટ્રના સમુદ્રકિનારે આવેલું ભવ્ય શિવમંદિર છે. તે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. સોમનાથ મંદિરનો ઇતિહાસ વર્ષો જૂનો અને જાણીતો છે. સોમનાથનો ઉલ્લેખ તો ઋગ્વેદમાં પણ થયેલો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર હંમેશાં અડીખમ રહ્યું છે. સોમનાથના મંદિરનું સાત વખત પુનઃનિર્માણ થયું છે. સોમનાથ મંદિરની ફરતો સુંદર દરિયાકાંઠો છે અને આસપાસ પણ ફરવાના ખૂબ સુંદર સ્થળો છે. ભગવાન શિવજીના શ્રદ્ધાળુઓ માટે સોમનાથ અપાર આસ્થાનું કેન્દ્ર છે. શિવરાત્રી પર તો મંદિરે ભક્તોની ભીડ જામે છે. સોમનાથ મંદિરના જ્યોતિર્લિંગને લઇને પણ અનેક માન્યતાઓ છે. જો તમે ગુજરાતની મુલાકાતે હોવ તો સોમનાથ મંદિરે દર્શનનો લહાવો ચૂકી જ ન શકાય.

  4/5
 • ડાકોર મંદિર ગુજરાતના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોરનું મંદિર પણ ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ખૂબ પ્રખ્યાત છે. આ રણછોડરાયજીનું મંદિર છે. ડાકોરના આ પ્રસિદ્ધ મંદિરમાં દર પૂનમે મેળો ભરાય છે. દૂરદૂરથી આ દિવસે લોકો રણછોડરાયજીના દર્શને આવે છે અને શ્રદ્ધાથી તેમની પૂજા કરે છે. લોકો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને ડાકોર મંદિરે આવે છે. અહીંના મંદિરમાં લોકો પ્રસાદરુપે ભગવાનને માખણ, મિશરી, મગસ (બેસનની મીઠાઈ) ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે. અહીં નાસ્તામાં ડાકોરના ગોટા ખૂબ પ્રસિદ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના ગોટાનો સ્વાદ જરૂર માણે છે. અહીં આવેલ રણછોડરાયની ભોજનશાળામાં માત્ર પાંચ રુપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે. ડાકોરમાં ભગવાન રણછોડરાયનું મંદિર ગોમતી નદીને કિનારે આવેલું છે. મંદિરમાં સવારે મંગળાદર્શનથી લઇને રાત્રિના શયન સુઘીના વિવિઘ દર્શનનો મહિમા અનેરો છે.

  ડાકોર મંદિર

  ગુજરાતના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોરનું મંદિર પણ ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ખૂબ પ્રખ્યાત છે. આ રણછોડરાયજીનું મંદિર છે. ડાકોરના આ પ્રસિદ્ધ મંદિરમાં દર પૂનમે મેળો ભરાય છે. દૂરદૂરથી આ દિવસે લોકો રણછોડરાયજીના દર્શને આવે છે અને શ્રદ્ધાથી તેમની પૂજા કરે છે. લોકો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને ડાકોર મંદિરે આવે છે. અહીંના મંદિરમાં લોકો પ્રસાદરુપે ભગવાનને માખણ, મિશરી, મગસ (બેસનની મીઠાઈ) ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે. અહીં નાસ્તામાં ડાકોરના ગોટા ખૂબ પ્રસિદ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના ગોટાનો સ્વાદ જરૂર માણે છે. અહીં આવેલ રણછોડરાયની ભોજનશાળામાં માત્ર પાંચ રુપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે. ડાકોરમાં ભગવાન રણછોડરાયનું મંદિર ગોમતી નદીને કિનારે આવેલું છે. મંદિરમાં સવારે મંગળાદર્શનથી લઇને રાત્રિના શયન સુઘીના વિવિઘ દર્શનનો મહિમા અનેરો છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

ભારત શ્રદ્ધાળુઓનો દેશ છે. આપણે ત્યાં મોટાભાગની વસ્તી ઇશ્વરમાં અપાર આસ્થા ધરાવે છે અને એટલે જ આપણા દેશમાં અનેક મંદિરો છે જે લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. ગુજરાતના લોકો પણ ખૂબ આસ્થાળુ અને ભક્તિપ્રિય છે. આજે અમે તમને લઈને જઈ રહ્યાં છે ગુજરાતના કેટલાંક પ્રખ્યાત મંદિરોની સફરે. ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં આ મંદિરો પણ ખૂબ જ લોકપ્રિય છે. દરેક મંદિરની પોતાની માન્યતા અને શ્રદ્ધા છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ મંદિરોની તસવીરો અને જાણો ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરો વિશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK