જાણો ગુજરાતના પાંચ ફરવાલાયક સ્થળો વિશે! જુઓ તસવીરો

Mar 01, 2019, 16:02 IST
 • રાણીની વાવ - પાટણ યુનેસ્કો (UNESCO) દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલી પાટણની રાણીની વાવ ગુજરાતનું એકદમ ઉત્તમ જોવાલાયક સ્થળ છે. પાટણ શહેરમાં આવેલી આ એક ઐતિહાસિક વાવ છે. દેશ-વિદેશના હજારો પર્યટકો આ સ્થળની મુલાકાત લે છે. અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા માટે આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.

  રાણીની વાવ - પાટણ

  યુનેસ્કો (UNESCO) દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલી પાટણની રાણીની વાવ ગુજરાતનું એકદમ ઉત્તમ જોવાલાયક સ્થળ છે. પાટણ શહેરમાં આવેલી આ એક ઐતિહાસિક વાવ છે. દેશ-વિદેશના હજારો પર્યટકો આ સ્થળની મુલાકાત લે છે. અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા માટે આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.

  1/5
 • સફેદ રણ (ધોરડો) - કચ્છ ગુજરાતના કચ્છમાં આવેલું સફેદ રણ આજે ગુજરાત સરકારના પર્યટન વિભાગે ખૂબ સુંદર રીતે પ્રવાસના સ્થળ તરીકે વિકસાવ્યું છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં કચ્છના સફેદ રણની મુલાકાત લેવા જેવી છે. સફેદ ખુલ્લા રણમાં ઊગતા કે આથમતા સૂર્યને જોવો એ એક લહાવો છે. ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન આ સફેદ રણમાં રણોત્સવનું આયોજન થાય છે. રાતની ચાંદનીમાં સફેદ રણનો નજારો એટલો સુંદર લાગે છે કે ન પૂછો વાત! ગુજરાતના આ સફેદ રણની મુલાકાત એક પર્યટક તરીકે તો લેવી જ રહી. 

  સફેદ રણ (ધોરડો) - કચ્છ

  ગુજરાતના કચ્છમાં આવેલું સફેદ રણ આજે ગુજરાત સરકારના પર્યટન વિભાગે ખૂબ સુંદર રીતે પ્રવાસના સ્થળ તરીકે વિકસાવ્યું છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં કચ્છના સફેદ રણની મુલાકાત લેવા જેવી છે. સફેદ ખુલ્લા રણમાં ઊગતા કે આથમતા સૂર્યને જોવો એ એક લહાવો છે. ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન આ સફેદ રણમાં રણોત્સવનું આયોજન થાય છે. રાતની ચાંદનીમાં સફેદ રણનો નજારો એટલો સુંદર લાગે છે કે ન પૂછો વાત! ગુજરાતના આ સફેદ રણની મુલાકાત એક પર્યટક તરીકે તો લેવી જ રહી. 

  2/5
 • ગીર નેશનલ પાર્ક - સાસણ વનરાવનના રાજા સિંહનું ઘર એટલે ગુજરાતનું સાસણગીર! ગુજરાતના ફરવાલાયક વેકેશન ડેસ્ટિનેશનમાં ગિર નેશનલ સફારી પણ ખૂબ પ્રખ્યાત છે. સિંહોના આ અભ્યારણ્યમાં પ્રકૃતિના ખોળે એક અનેરો આનંદ મળે છે. એકદમ જંગલનું વાતાવરણ, પંખીઓનો કલરવ અને સાવજની ગર્જના. ગીરના લોકો તેમના સાવજ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે અને તેઓ દ્રઢપણે માને છે કે જો તમે સિંહને હેરાન ન કરો તો સિંહ ક્યારેય તમને હેરાન ન કરે. જો તમને પ્રકૃતિના ખોળે વેકેશન માણવું પસંદ હોય તો ગીર નેશનલ પાર્કની મુલાકાત લેવી જ જોઇએ. 

  ગીર નેશનલ પાર્ક - સાસણ

  વનરાવનના રાજા સિંહનું ઘર એટલે ગુજરાતનું સાસણગીર! ગુજરાતના ફરવાલાયક વેકેશન ડેસ્ટિનેશનમાં ગિર નેશનલ સફારી પણ ખૂબ પ્રખ્યાત છે. સિંહોના આ અભ્યારણ્યમાં પ્રકૃતિના ખોળે એક અનેરો આનંદ મળે છે. એકદમ જંગલનું વાતાવરણ, પંખીઓનો કલરવ અને સાવજની ગર્જના. ગીરના લોકો તેમના સાવજ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે અને તેઓ દ્રઢપણે માને છે કે જો તમે સિંહને હેરાન ન કરો તો સિંહ ક્યારેય તમને હેરાન ન કરે. જો તમને પ્રકૃતિના ખોળે વેકેશન માણવું પસંદ હોય તો ગીર નેશનલ પાર્કની મુલાકાત લેવી જ જોઇએ. 

  3/5
 • સૂર્યમંદિર - મોઢેરા ઐતિહાસિક સ્થળો જોવાનો શોખ હોય તો ગુજરાતના મોઢેરામાં આવેલું સૂર્યમંદિર તેના સ્થાપત્ય માટે ખૂબ પ્રખ્યાત છે. ઉત્તર ગુજરાતના પાટણ શહેરથી આશરે 30 કિમીના અંતરે મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્યમંદિર અતિ ભવ્ય છે. આ મંદિર સ્થાપત્યકળા અને શિલ્પકલાનો ઉત્તમ નમૂનો પ્રસ્તુત કરે છે. ઈ. સ. ૧૦૨૬માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા આ મંદિરના નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ગુજરાતનું પ્રવાસન ખાતું દર વર્ષે ૩ દિવસનો મોઢેરા સૂર્યમંદિરમાં નૃત્ય મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજે છે, જે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખાય છે.

  સૂર્યમંદિર - મોઢેરા

  ઐતિહાસિક સ્થળો જોવાનો શોખ હોય તો ગુજરાતના મોઢેરામાં આવેલું સૂર્યમંદિર તેના સ્થાપત્ય માટે ખૂબ પ્રખ્યાત છે. ઉત્તર ગુજરાતના પાટણ શહેરથી આશરે 30 કિમીના અંતરે મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્યમંદિર અતિ ભવ્ય છે. આ મંદિર સ્થાપત્યકળા અને શિલ્પકલાનો ઉત્તમ નમૂનો પ્રસ્તુત કરે છે. ઈ. સ. ૧૦૨૬માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા આ મંદિરના નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ગુજરાતનું પ્રવાસન ખાતું દર વર્ષે ૩ દિવસનો મોઢેરા સૂર્યમંદિરમાં નૃત્ય મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજે છે, જે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખાય છે.

  4/5
 • પોલો ફોરેસ્ટ - સાબરકાંઠા જો તમે કેમ્પિંગ અને ટ્રેકિંગના શોખીન છો તો ગુજરાતમાં આવેલું પોલો ફોરેસ્ટ તમારા માટે હેંગઆઉટની પર્ફેક્ટ જગ્યા છે. આ સ્થળે તમે વન ડે પિકનિક પણ પ્લાન કરી શકો છો. પોળો એ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલું સ્થળ છે. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદિરો મળી આવેલા છે. આ મંદિરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોલોના જંગલમાં તમે ટ્રેકિંગ અને કેમ્પિંગ પ્લાન કરી શકો છો. બાળકોને અને યુવાનોને જંગલમાં પ્રકૃતિના ખોળે ફરવાની મજા પડી જાય. એકાદ વરસાદ વરસ્યા પછી જંગલમાં ફરવાની વધુ મજા આવશે. 

  પોલો ફોરેસ્ટ - સાબરકાંઠા

  જો તમે કેમ્પિંગ અને ટ્રેકિંગના શોખીન છો તો ગુજરાતમાં આવેલું પોલો ફોરેસ્ટ તમારા માટે હેંગઆઉટની પર્ફેક્ટ જગ્યા છે. આ સ્થળે તમે વન ડે પિકનિક પણ પ્લાન કરી શકો છો. પોળો એ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલું સ્થળ છે. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદિરો મળી આવેલા છે. આ મંદિરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોલોના જંગલમાં તમે ટ્રેકિંગ અને કેમ્પિંગ પ્લાન કરી શકો છો. બાળકોને અને યુવાનોને જંગલમાં પ્રકૃતિના ખોળે ફરવાની મજા પડી જાય. એકાદ વરસાદ વરસ્યા પછી જંગલમાં ફરવાની વધુ મજા આવશે. 

  5/5
 • loading...

ફોટોઝ વિશે

માર્ચ મહિનો એટલે પરીક્ષાની સીઝન અને પરીક્ષાઓ પતે એટલે આવે વેકેશન. વેકેશનમાં બધા લોકો ફરવાનું પ્લાનિંગ કરતા હોય. એમાંય ગુજરાતના લોકોને તો ટ્રાવેલિંગનો ખૂબ શોખ હોય છે. ગોવાથી માંડીને દુબઈ સુધીના ટ્રાવેલ ડેસ્ટિનેશન પર તમને ગુજરાતીઓ જોવા મળે. દેશ અને વિદેશમાં તો વિવિધ ટ્રાવેલ ડેસ્ટિનેશન્સ છે જ. પણ આજે વાત કરવી છે ગુજરાત રાજ્યમાં આવેલા સુંદર ટ્રાવેલ ડેસ્ટિનેશન્સની. ગુજરાતમાં જ ફરવાના એટલા સ્થળો છે કે એક ગુજરાતી તરીકે તેની મુલાકાત લેવી તમારે ચૂકવી ન જોઈએ. ફરવાના આ સ્થળો એટલા સુંદર છે કે તમારું વેકેશન સાર્થક થઈ શકે અને પોતાના રાજ્યમાં આવા સ્થળો વિશે જાણીને આનંદ અને ગર્વની લાગણી થશે. આગળની સ્લાઇડ્સમાં તસવીરો સાથે જાણો ગુજરાતના જોવાલાયક ફરવાના સ્થળો વિશે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK