દુનિયામાં આવેલા બધા બીચ અને આઇલૅન્ડને ટક્કર આપે એવો છે હવાઈ આઇલૅન્ડ

Published: Apr 13, 2019, 10:23 IST | Shilpa Bhanushali
 • હવાઈને કિંગ ઑફ આઇલૅન્ડ એવું કહીએ તો કંઈ ખોટું નથી. દરિયાકિનારો કેટલો સુંદર હોઈ શકે છે એ અહીં આવીને સમજાય છે.

  હવાઈને કિંગ ઑફ આઇલૅન્ડ એવું કહીએ તો કંઈ ખોટું નથી. દરિયાકિનારો કેટલો સુંદર હોઈ શકે છે એ અહીં આવીને સમજાય છે.

  1/9
 • હેલિકૉપ્ટર રાઇડ : હવાઈ આઇલૅન્ડ કેટલો સુંદર છે તેનો નજારો ઉપરથી માણવો હોય તો હેલિકૉપ્ટર પણ અહીં ઉપલબ્ધ છે. વન્ડરફુલ વૉટરફૉલ, હિડન વૅલી, રંગીન બીચ અને જ્વાળામુખીને ઉપરથી એક પક્ષીની જેમ ઊડતાં ઊડતાં જોવાની કેવી મજા પડશે! આ હેલિકૉપ્ટર રાઇડનો ચાર્જ કલાકના ૨૫,૦૦૦ છે.

  હેલિકૉપ્ટર રાઇડ : હવાઈ આઇલૅન્ડ કેટલો સુંદર છે તેનો નજારો ઉપરથી માણવો હોય તો હેલિકૉપ્ટર પણ અહીં ઉપલબ્ધ છે. વન્ડરફુલ વૉટરફૉલ, હિડન વૅલી, રંગીન બીચ અને જ્વાળામુખીને ઉપરથી એક પક્ષીની જેમ ઊડતાં ઊડતાં જોવાની કેવી મજા પડશે! આ હેલિકૉપ્ટર રાઇડનો ચાર્જ કલાકના ૨૫,૦૦૦ છે.

  2/9
 • સાત સમુંદર પાર એકાદ હિન્દુ મંદિર દેખાઈ જાય તો કેવો આનંદ થાય છે ને? હવાઈમાં ઇરાઇવન નામનું એક હિન્દુ મંદિર આવેલું છે, જેને અહીં રહેલા અલ્પસંખ્યક તમિળ લોકોએ બંધાવેલું છે. આ મંદિરમાં આવીને કોઈ દક્ષિણ ભારતીય મંદિરમાં આવ્યા હોય એવો ભાસ થાય છે.

  સાત સમુંદર પાર એકાદ હિન્દુ મંદિર દેખાઈ જાય તો કેવો આનંદ થાય છે ને? હવાઈમાં ઇરાઇવન નામનું એક હિન્દુ મંદિર આવેલું છે, જેને અહીં રહેલા અલ્પસંખ્યક તમિળ લોકોએ બંધાવેલું છે. આ મંદિરમાં આવીને કોઈ દક્ષિણ ભારતીય મંદિરમાં આવ્યા હોય એવો ભાસ થાય છે.

  3/9
 • બીચ હોય અને વૉટર સ્પોર્ટ્સ ન હોય ઐસા હો સકતા હૈ ક્યા? અહીં વૉટર સ્પોર્ટ્સના રસિયાઓ માટે જન્નત છે. જાત જાતની વૉટર સ્પોર્ટ્સ અને ઍક્ટિવિટી કરવી હોય તો અહીંના પ્રખ્યાત બીચ પર આવી જવું.

  બીચ હોય અને વૉટર સ્પોર્ટ્સ ન હોય ઐસા હો સકતા હૈ ક્યા? અહીં વૉટર સ્પોર્ટ્સના રસિયાઓ માટે જન્નત છે. જાત જાતની વૉટર સ્પોર્ટ્સ અને ઍક્ટિવિટી કરવી હોય તો અહીંના પ્રખ્યાત બીચ પર આવી જવું.

  4/9
 • અહીં એકથી એક ચઢે એવા અફલાતૂન બીચ છે, જેમાં વાઇકીકી બીચ તો એક સંભારણાસમાન છે. 

  અહીં એકથી એક ચઢે એવા અફલાતૂન બીચ છે, જેમાં વાઇકીકી બીચ તો એક સંભારણાસમાન છે. 

  5/9
 • બીજા વિશ્વયુદ્ધ વખતે આપણે તો નહોતા, પરંતુ એ સમયની નિશાનીને જોવાની ઇચ્છા થાય તો અહીં આવવા જેવું છે.

  બીજા વિશ્વયુદ્ધ વખતે આપણે તો નહોતા, પરંતુ એ સમયની નિશાનીને જોવાની ઇચ્છા થાય તો અહીં આવવા જેવું છે.

  6/9
 • હવાઈની રાજધાની હોનોલુલુમાં ડાયમન્ડ હેડ આવેલું છે. એવું કહેવાય છે કે ત્રણ લાખ વર્ષ પૂર્વે પાણીની અંદર થયેલા જ્વાળામુખીના વિશાળ વિસ્ફોટને લીધે ડાયમન્ડ હેડનું નિર્માણ થયું હતું. 

  હવાઈની રાજધાની હોનોલુલુમાં ડાયમન્ડ હેડ આવેલું છે. એવું કહેવાય છે કે ત્રણ લાખ વર્ષ પૂર્વે પાણીની અંદર થયેલા જ્વાળામુખીના વિશાળ વિસ્ફોટને લીધે ડાયમન્ડ હેડનું નિર્માણ થયું હતું. 

  7/9
 • અહીં જીવંત જ્વાળામુખી આવેલા છે, જેને જોવા માટે લોકો જીવ જોખમે મૂકીને પણ જાય છે, પરંતુ સેફલી રીતે જ્વાળામુખીને જોવા હોય તો હેલિકૉપ્ટર રાઇડ બેસ્ટ વિકલ્પ રહેશે.

  અહીં જીવંત જ્વાળામુખી આવેલા છે, જેને જોવા માટે લોકો જીવ જોખમે મૂકીને પણ જાય છે, પરંતુ સેફલી રીતે જ્વાળામુખીને જોવા હોય તો હેલિકૉપ્ટર રાઇડ બેસ્ટ વિકલ્પ રહેશે.

  8/9
 • સ્વચ્છ, શાંત અને ચોખ્ખા પાણીની અંદરની જીવસૃષ્ટિ અત્યંત સ્પષ્ટ રીતે હવાઈમાં આવેલા મોટા ભાગના બીચ પર જોવા મળી શકે છે.

  સ્વચ્છ, શાંત અને ચોખ્ખા પાણીની અંદરની જીવસૃષ્ટિ અત્યંત સ્પષ્ટ રીતે હવાઈમાં આવેલા મોટા ભાગના બીચ પર જોવા મળી શકે છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

આઇલૅન્ડ પર ફરી ફરીને પણ કેટલું ફરી લઈશું એવો વિચાર સામાન્ય રીતે ઘણાના મગજમાં આવતો હોય છે આઇલૅન્ડ એટલે માત્ર સફેદ રેતીના બીચનો સમૂહ અને નાળિયેરીનાં વૃક્ષોથી ઘેરાયેલું સ્થળ. જોકે વિશ્વના નકશામાં એવો પણ એક આઇલૅન્ડ છે જે આઇલૅન્ડને જોવાની દૃષ્ટિને બદલી નાખશે અને તે છે હવાઈ આઇલૅન્ડ, જેનું નામ આપણે ઘણી હૉલીવુડની ફિલ્મોમાં તેમ જ પેપર અથવા ઇન્ટરનેટ પર સાંભળી અને વાંચી ચૂક્યા છે. યુનાઇટેડ સ્ટેટમાં આવેલો હવાઈ આઇલૅન્ડ કેટલાક ટાપુઓનો સમૂહ છે, પરંતુ કુદરતે જાણે ખોબલે ખોબલે ભરીને સુંદરતા રેલાવી રહી હોય તેવી અહીંની સુંદરતા છે, જેને આજે આપણે માણીશું.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK