અમદાવાદઃઆ શહેરમાં આવેલી છે 12 વાવ, તમે જોઈ છે ?

Updated: May 24, 2019, 13:40 IST | Bhavin
 • અમદાવાદ ભારતનું પહેલું હેરિટેજ સિટી છે. અહીં વારસો ધરબાયેલો પડ્યો છે. આવો જ એક વારસો એટલે અમદાવાદની વાવ. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી દાદા હરિની વાવ ખૂબ જ સુંદર છે. 

  અમદાવાદ ભારતનું પહેલું હેરિટેજ સિટી છે. અહીં વારસો ધરબાયેલો પડ્યો છે. આવો જ એક વારસો એટલે અમદાવાદની વાવ. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી દાદા હરિની વાવ ખૂબ જ સુંદર છે. 

  1/16
 • દાદા હરિની વાવ એટલી સુંદર છે કે તમે એક વખત જશો તો તેના પ્રેમમાં પડી જશો. હાલ પ્રિ વેડિંગ તેમજ ફોટોશૂટ માટે પણ આ વાવ લોકોમાં હોટ ફેવરિટ બની રહી છે. 

  દાદા હરિની વાવ એટલી સુંદર છે કે તમે એક વખત જશો તો તેના પ્રેમમાં પડી જશો. હાલ પ્રિ વેડિંગ તેમજ ફોટોશૂટ માટે પણ આ વાવ લોકોમાં હોટ ફેવરિટ બની રહી છે. 

  2/16
 • દાદા હરિની વાવ કદાચ અમદાવાદ શહેરમાં આવેલી એક માત્ર વાવ છે જે વારસો સાચવી રહી છે. યોગ્ય જાળવણી થવાને કારણે આ વાવ આજે ખૂબ સુંદર સ્થિતિમાં છે. વાવમાં હજી પણ ક્યારેક પાણી નીકળી આવે છે. જેનો અહેસાસ તમે વાવના કૂવા સુધી પહોંચો તો ત્યાંની અદભૂત ઠંડક જ કરાવી દે

  દાદા હરિની વાવ કદાચ અમદાવાદ શહેરમાં આવેલી એક માત્ર વાવ છે જે વારસો સાચવી રહી છે. યોગ્ય જાળવણી થવાને કારણે આ વાવ આજે ખૂબ સુંદર સ્થિતિમાં છે. વાવમાં હજી પણ ક્યારેક પાણી નીકળી આવે છે. જેનો અહેસાસ તમે વાવના કૂવા સુધી પહોંચો તો ત્યાંની અદભૂત ઠંડક જ કરાવી દે

  3/16
 • વાવની અંદરનું કોતરણીકામ પણ સુંદર છે, તો આ વાવમાં ફારસી અને સંસ્કૃત ભાષામાં બે અભિલેખ પણ છે, જે સાબિતી છે કે હેરિટેજ સિટીમાં વારસો સચવાયો તો છે.

  વાવની અંદરનું કોતરણીકામ પણ સુંદર છે, તો આ વાવમાં ફારસી અને સંસ્કૃત ભાષામાં બે અભિલેખ પણ છે, જે સાબિતી છે કે હેરિટેજ સિટીમાં વારસો સચવાયો તો છે.

  4/16
 • અસારવામાં આવેલી આ વાવનું નામ ભલે દાદા હરિની વાવ રહ્યું પરંતુ ખરેખર તે બંધાવી છે એક મહિલાએ. કહેવાય છે કે મહંમદ બેગડાના સમયમાં તેના અંતઃપુરમાં સંબંધ ધરાવતી કોઈ બાઈ હરિ નામની મહિલાએ આ વાવ બંધાવી હતી

  અસારવામાં આવેલી આ વાવનું નામ ભલે દાદા હરિની વાવ રહ્યું પરંતુ ખરેખર તે બંધાવી છે એક મહિલાએ. કહેવાય છે કે મહંમદ બેગડાના સમયમાં તેના અંતઃપુરમાં સંબંધ ધરાવતી કોઈ બાઈ હરિ નામની મહિલાએ આ વાવ બંધાવી હતી

  5/16
 • તે સમયે ચાલતા મહંમદી નામામાં આ વાવ બનાવવા 3,29,000નો ખર્ચ થયો હતો.

  તે સમયે ચાલતા મહંમદી નામામાં આ વાવ બનાવવા 3,29,000નો ખર્ચ થયો હતો.

  6/16
 • આ વાવ વાડજની વાવ તરીકે ફેમસ છે. વાડજ વિસ્તારમાં આવેલી આ વાવનું કેટલાક વર્ષો પહેલા જ રિનોવેશન કરવામાં આવ્યું છે. 

  આ વાવ વાડજની વાવ તરીકે ફેમસ છે. વાડજ વિસ્તારમાં આવેલી આ વાવનું કેટલાક વર્ષો પહેલા જ રિનોવેશન કરવામાં આવ્યું છે. 

  7/16
 • વાડજની આ વાવ સંવત 1991માં બની હતી. વાવ પર શેઠ ચુનીલાલ નગીનદાસ ચિનાઈ અને શેઠ ભોગીલાલ નગીનદાસ ચિનાઈના નામની તક્તી લગાવાયેલી છે. 

  વાડજની આ વાવ સંવત 1991માં બની હતી. વાવ પર શેઠ ચુનીલાલ નગીનદાસ ચિનાઈ અને શેઠ ભોગીલાલ નગીનદાસ ચિનાઈના નામની તક્તી લગાવાયેલી છે. 

  8/16
 • અસારવા અને રખિયાલ વિસ્તારને તો જાણે વાવનું ઘર કહી શકો. આ વિસ્તારમાં જુદી જુદી 3થી 4 વાવ આવેલી છે. જેમાંથી એક છે માતર ભવાની માતાજીની વાવ. 

  અસારવા અને રખિયાલ વિસ્તારને તો જાણે વાવનું ઘર કહી શકો. આ વિસ્તારમાં જુદી જુદી 3થી 4 વાવ આવેલી છે. જેમાંથી એક છે માતર ભવાની માતાજીની વાવ. 

  9/16
 • આ વાવ હવે માતર માતાજી ભવાનીના મંદિર તરીકે ઓળખાય છે. એક સમયે પાણી માટે વપરાતી આ વાવ આજે સંપૂર્ણ રીતે મંદિરમાં તબદીલ થઈ ચૂકી છે. 

  આ વાવ હવે માતર માતાજી ભવાનીના મંદિર તરીકે ઓળખાય છે. એક સમયે પાણી માટે વપરાતી આ વાવ આજે સંપૂર્ણ રીતે મંદિરમાં તબદીલ થઈ ચૂકી છે. 

  10/16
 • વાવમાં તમે જાવ તો વાવ ઓછી અને મંદિર વધારે લાગે છે. ઠેર ઠેર મૂર્તિઓ, કંકુ અને ચૂંદડીઓ જ દેખાય છે. 

  વાવમાં તમે જાવ તો વાવ ઓછી અને મંદિર વધારે લાગે છે. ઠેર ઠેર મૂર્તિઓ, કંકુ અને ચૂંદડીઓ જ દેખાય છે. 

  11/16
 • બાપુનગર વિસ્તારમાં આવેલી છે શ્રી મહાકાળી માતાજીની વાવ. આ વાવ તો એવી જગ્યાએ છે કે કોઈ સ્થાનિકને પૂછો તો જ ખબર પડે. રહેણાંક મકાનોની વચ્ચે વારસો દબાઈ ગયો છે. 

  બાપુનગર વિસ્તારમાં આવેલી છે શ્રી મહાકાળી માતાજીની વાવ. આ વાવ તો એવી જગ્યાએ છે કે કોઈ સ્થાનિકને પૂછો તો જ ખબર પડે. રહેણાંક મકાનોની વચ્ચે વારસો દબાઈ ગયો છે. 

  12/16
 • જો કે આ વાવને હવે વાવ કહેવી કેમ તે પણ એક સવાલ છે. ફોટમાં દેખાય છે તેમ વાવનું આધુનિકીકરણ થઈ ચૂક્યુ છે, અને આ વાવ પણ મંદિર બની ચૂકી છે. 

  જો કે આ વાવને હવે વાવ કહેવી કેમ તે પણ એક સવાલ છે. ફોટમાં દેખાય છે તેમ વાવનું આધુનિકીકરણ થઈ ચૂક્યુ છે, અને આ વાવ પણ મંદિર બની ચૂકી છે. 

  13/16
 • આ વાવ જોઈને કદાચ તમને હાશકારો થાય. કારણ કે વાવના નસીબ કહો કે વારસાના કે પરંતુ આ વાવ મંદિરમાં ફેરવાવાથી બચી ગઈ છે. રખિયાલ વિસ્તારમાં આવેલી હોવાને કારણે આ વાવ રખિયાલની વાવ તરીકે ઓળખાય છે.

  આ વાવ જોઈને કદાચ તમને હાશકારો થાય. કારણ કે વાવના નસીબ કહો કે વારસાના કે પરંતુ આ વાવ મંદિરમાં ફેરવાવાથી બચી ગઈ છે. રખિયાલ વિસ્તારમાં આવેલી હોવાને કારણે આ વાવ રખિયાલની વાવ તરીકે ઓળખાય છે.

  14/16
 • આ વાવ આવેલી છે ભગવાન જગન્નાથના મોસાળ એવા સરસપુરમાં. સરસપુરમાં ફૂલચંદની ચાલી પાસે જઈને કોઈને પૂછો કે બળિયા દેવનું મંદિર ક્યાં. તો નાનકડો છોકરો પણ તમને એક ભોંયરામાં લઈ જશે. બસ આ ભોંયરુ એટલે ગાંધર્વ વાવ.

  આ વાવ આવેલી છે ભગવાન જગન્નાથના મોસાળ એવા સરસપુરમાં. સરસપુરમાં ફૂલચંદની ચાલી પાસે જઈને કોઈને પૂછો કે બળિયા દેવનું મંદિર ક્યાં. તો નાનકડો છોકરો પણ તમને એક ભોંયરામાં લઈ જશે. બસ આ ભોંયરુ એટલે ગાંધર્વ વાવ.

  15/16
 • કહેવાય છે કે આ વાવનો એક દરવાજો છેક પાટણમાં નીકળે છે. જો કે આ માન્યતા કેટલી સાચી તે એક સવાલ છે. કારણ કે આજે તો આ વાવનો કૂવો પૂરી દેવાયો છે, અને વાવના બધા જ દરવાજા પણ બંધ કરી દેવાયા છે. માત્ર બળિયા દેવની મૂર્તિ સુધી જવાના પગથિયાવાળો રસ્તો જ ખુલ્લો છે.

  કહેવાય છે કે આ વાવનો એક દરવાજો છેક પાટણમાં નીકળે છે. જો કે આ માન્યતા કેટલી સાચી તે એક સવાલ છે. કારણ કે આજે તો આ વાવનો કૂવો પૂરી દેવાયો છે, અને વાવના બધા જ દરવાજા પણ બંધ કરી દેવાયા છે. માત્ર બળિયા દેવની મૂર્તિ સુધી જવાના પગથિયાવાળો રસ્તો જ ખુલ્લો છે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

ભારતના પહેલા હેરિટેજ સિટી અમદાવાદમાં વાવ પણ આવેલી છે. જી હાં અમદાવાદના જ ગીચ અને ધમધમતા વિસ્તારમાં આવેલી છે વાવ, પરંતુ ભાગ્યે જ લોકોને તેના વિશે ખ્યાલ હશે. કારણ કે અહીં પણ મંદિર બની ચૂક્યા છે, ક્યાંક ઘર બની ચૂક્યા છે. વાવને તો દીવો લઈને ગોતવા નીકળવું પડે તેવી સ્થિતિ છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK