પૂર્વ યુરોપના પૅરિસ તરીકે ઓળખાતાં ઇસ્તનબુલની વિશેષ તસવીરો

Published: Feb 22, 2019, 09:00 IST | Shilpa Bhanushali
 • બૉસ્ફરસ બ્રિજ : આ છે બૉસ્ફરસ બ્રિજ. ઇસ્તનબુલનો એક ભાગ એશિયામાં છે, જ્યારે બાકીનો અર્ધભાગ યુરોપમાં છે અને આ બ્રિજ બન્ને ખંડને જોડે છે.

  બૉસ્ફરસ બ્રિજ : આ છે બૉસ્ફરસ બ્રિજ. ઇસ્તનબુલનો એક ભાગ એશિયામાં છે, જ્યારે બાકીનો અર્ધભાગ યુરોપમાં છે અને આ બ્રિજ બન્ને ખંડને જોડે છે.

  1/9
 • હમામ : અગાઉના સમયમાં સુલતાનો માટે રહેવા, ફરવા અને જમવા માટે વૈભવી વ્યવસ્થા કરવામાં આવતી હતી તો પછી સ્નાન કરવા માટેની વ્યવસ્થામાં તેઓ કેમ પાછળ રહે? આ હમામ એ સુલતાનો માટે જ તૈયાર કરવામાં આવતો હતો, જેને સ્નાન કરવા માટેનો વિશાળ હોજ પણ કહી શકો છો.

  હમામ : અગાઉના સમયમાં સુલતાનો માટે રહેવા, ફરવા અને જમવા માટે વૈભવી વ્યવસ્થા કરવામાં આવતી હતી તો પછી સ્નાન કરવા માટેની વ્યવસ્થામાં તેઓ કેમ પાછળ રહે? આ હમામ એ સુલતાનો માટે જ તૈયાર કરવામાં આવતો હતો, જેને સ્નાન કરવા માટેનો વિશાળ હોજ પણ કહી શકો છો.

  2/9
 • ટૉપકાપી પૅલેસ : ટૉપકાપી પૅલેસનો અંદરનો એક ભાગ.

  ટૉપકાપી પૅલેસ : ટૉપકાપી પૅલેસનો અંદરનો એક ભાગ.

  3/9
 • ઇસ્તનબુલ ગ્રાન્ડ માર્કેટ : વિશ્વની સૌથી મોટી બજાર તરીકે જેની ગણતરી થાય છે તે છે આ ગ્રાન્ડ માર્કેટ છે. જેની અંદર દુનિયાભરની એન્ટિક વસ્તુઓનો ખજાનો છે.

  ઇસ્તનબુલ ગ્રાન્ડ માર્કેટ : વિશ્વની સૌથી મોટી બજાર તરીકે જેની ગણતરી થાય છે તે છે આ ગ્રાન્ડ માર્કેટ છે. જેની અંદર દુનિયાભરની એન્ટિક વસ્તુઓનો ખજાનો છે.

  4/9
 • હાગિયા સોફિયા : હાગિયા સોફિયા જે એક સમયે ચર્ચ હતું એને બાદમાં મસ્જિદ બનાવવામાં આવી હતી. પરંતુ સમય જતાં એને લઈને વિવાદ વકરતાં આ ઇમારતને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી હતી. જોકે આ આલીશાન કહી શકાય એવા મ્યુઝિયમની અંદર ચર્ચ અને મસ્જિદની ઘણી નિશાનીઓ છે.

  હાગિયા સોફિયા : હાગિયા સોફિયા જે એક સમયે ચર્ચ હતું એને બાદમાં મસ્જિદ બનાવવામાં આવી હતી. પરંતુ સમય જતાં એને લઈને વિવાદ વકરતાં આ ઇમારતને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી હતી. જોકે આ આલીશાન કહી શકાય એવા મ્યુઝિયમની અંદર ચર્ચ અને મસ્જિદની ઘણી નિશાનીઓ છે.

  5/9
 • ગોલ્ડન હૉર્ન : અહીં ગોલ્ડન હૉર્ન નામક એક બંદર છે જે ૭.૫ કિલોમીટર લાંબું ને ૭૫૦ મીટર પહોળું છે. આ કૃત્રિમ બંદરની બન્ને બાજુએ રાજમહેલ, મસ્જિદ અને ભવ્ય મકાનો જોવા મળે છે. ગોલ્ડન હૉર્નના છેડાને જોડવા માટે ચાર પુલનું નર્મિાણ કરવામાં આવ્યું છે.

  ગોલ્ડન હૉર્ન : અહીં ગોલ્ડન હૉર્ન નામક એક બંદર છે જે ૭.૫ કિલોમીટર લાંબું ને ૭૫૦ મીટર પહોળું છે. આ કૃત્રિમ બંદરની બન્ને બાજુએ રાજમહેલ, મસ્જિદ અને ભવ્ય મકાનો જોવા મળે છે. ગોલ્ડન હૉર્નના છેડાને જોડવા માટે ચાર પુલનું નર્મિાણ કરવામાં આવ્યું છે.

  6/9
 • ટૉપકાપી પૅલેસ : ટૉપકાપી પૅલેસની ભવ્યતા જાણવી હોય તો આ ફોટો જોઈ લો. આ વિશાળ મહેલની અંદર સોથી વધુ રૂમો અને ઘણા વિશાળ હૉલ છે.

  ટૉપકાપી પૅલેસ : ટૉપકાપી પૅલેસની ભવ્યતા જાણવી હોય તો આ ફોટો જોઈ લો. આ વિશાળ મહેલની અંદર સોથી વધુ રૂમો અને ઘણા વિશાળ હૉલ છે.

  7/9
 • ટ્યુલિપ ફેસ્ટિવલ : દર વર્ષે એપ્રિલ મહિનામાં ઇસ્તનબુલ સુલતાનમેત ચોક ખાતે ટ્યુલિપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે એનો આ ફોટો છે. અહીં ફૂલોની એક કાર્પેટ બનાવવામાં આવેલી છે જેમાં લગભગ ૩ કરોડ ટ્યુલિપ ફૂલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી રીતે ઇસ્તનબુલના દરેક રસ્તા પર શેરીમાં તેમ જ ઠેકઠેકાણે ટ્યુલિપ ફૂલોને પાથરવામાં આવે છે.

  ટ્યુલિપ ફેસ્ટિવલ : દર વર્ષે એપ્રિલ મહિનામાં ઇસ્તનબુલ સુલતાનમેત ચોક ખાતે ટ્યુલિપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે એનો આ ફોટો છે. અહીં ફૂલોની એક કાર્પેટ બનાવવામાં આવેલી છે જેમાં લગભગ ૩ કરોડ ટ્યુલિપ ફૂલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી રીતે ઇસ્તનબુલના દરેક રસ્તા પર શેરીમાં તેમ જ ઠેકઠેકાણે ટ્યુલિપ ફૂલોને પાથરવામાં આવે છે.

  8/9
 • ટ્રામ : ઇસ્તનબુલમાં ટ્રાન્સપોર્ટેશનનું એક સાધન ટ્રામ છે, જેમાં બેસવા માટે ટૂરિસ્ટો પણ પડાપડી કરે છે.

  ટ્રામ : ઇસ્તનબુલમાં ટ્રાન્સપોર્ટેશનનું એક સાધન ટ્રામ છે, જેમાં બેસવા માટે ટૂરિસ્ટો પણ પડાપડી કરે છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

ટૉપ ૧૦ પૉપ્યુલર ડેસ્ટિનેશનના લિસ્ટમા આવતું અને પૂર્વ યુરોપના પૅરિસ તરીકે ઓળખાતું ઇસ્તનબુલ વિશ્વનું કદાચ એકમાત્ર શહેર છે જેનો એક ભાગ એશિયામાં છે, જ્યારે બાકીનો અર્ધભાગ યુરોપમાં છે. મસ્જિદોથી લઈને મિનારા સુધી અને આર્કિટેક્ચરથી લઈને આભૂષણો સુધી બધું જ અહીં ફૅન્ટૅસ્ટિક છે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK