આખરે કેટલો સમય સુધી વાપરી શકાય ફ્રિજમાં રાખેલો ખોરાક, નહીંતર થઇ શકે છે આ

Published: 30th November, 2020 16:11 IST | Shilpa Bhanushali
 • એક સાથે ખોરાક બનાવીને ફ્રિજમાં રાખી જે તેમની માટે તો સુવિધાજનક લાગે છે, પણ કદાચ તેમને ખબર નથી કે ફ્રિજમાં વધારે વાર સુધી રાખવામાં આવેલો ખોરાક પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે. તો જાણો કે આખરે કેટલો સમય ફ્રિજમાં રાખેલો ખોરાક સુરક્ષિત હોય છે અને આપણા સ્વાસ્થ્યને નુકસાનકારક નથી.

  એક સાથે ખોરાક બનાવીને ફ્રિજમાં રાખી જે તેમની માટે તો સુવિધાજનક લાગે છે, પણ કદાચ તેમને ખબર નથી કે ફ્રિજમાં વધારે વાર સુધી રાખવામાં આવેલો ખોરાક પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે. તો જાણો કે આખરે કેટલો સમય ફ્રિજમાં રાખેલો ખોરાક સુરક્ષિત હોય છે અને આપણા સ્વાસ્થ્યને નુકસાનકારક નથી.

  1/7
 • સૌથી પહેલા તો તમે ફ્રિજમાં રાંધેલો ખોરાક રાખતા પહેલા આ વાતનું ધ્યાન રાખવું કે કાચ્ચી અને રાંધેલી શાકભાજી એક સાથે, એક જગ્યાએ ન રાખવી, કારણકે આમ કરવાથી કાચ્ચી શાકભાજીમાં રહેલા બેક્ટેરિયા રાંધેલા અનાજને પણ દૂષિત કરી શકે છે. માટે બહેતર રહેશે તે તમે રાંધેલું અનાજ ફ્રિજમાં રાખો તો સારી રીતે ઢાંકીને કે ટિફિનમાં બંધ કરીને રાખવું.

  સૌથી પહેલા તો તમે ફ્રિજમાં રાંધેલો ખોરાક રાખતા પહેલા આ વાતનું ધ્યાન રાખવું કે કાચ્ચી અને રાંધેલી શાકભાજી એક સાથે, એક જગ્યાએ ન રાખવી, કારણકે આમ કરવાથી કાચ્ચી શાકભાજીમાં રહેલા બેક્ટેરિયા રાંધેલા અનાજને પણ દૂષિત કરી શકે છે. માટે બહેતર રહેશે તે તમે રાંધેલું અનાજ ફ્રિજમાં રાખો તો સારી રીતે ઢાંકીને કે ટિફિનમાં બંધ કરીને રાખવું.

  2/7
 • રાંધેલા ભાત કેટલો સમય સુધી રહે છે ફ્રિજમાં સુરક્ષિત? આમ તો ખોરાક તાજો ખાવો જ ઉત્તમ હોય છે, પણ માની લો કે તમે વધારે ભાત રાંધી દીધા છે અને ખતમ ન થવાને કારણે તેને ફ્રિજમાં રાખ્યા છે તો તેને બે દિવસની અંદર ખતમ કરી દેવા બહેતર રહેશે, કારણકે વધારે સમયથી રાખેલા ભાત તમને પૌષ્ટિક તત્વ પણ નહીં મળી શકે અને તમારું પાચનતંત્ર પણ ખરાબ કરી શકે છે. ફ્રિજમાં રાખેલા ભાત જો ફરી ખાવા હોય તો થોડીવાર ફ્રિજમાંથી બહાર કાઢી રાખવા પછી તેને સારી રીતે ગરમ કરવા. આમ કરવાથી જો તેમાં બેક્ટેરિયા હશે તો તે મરી જશે.

  રાંધેલા ભાત કેટલો સમય સુધી રહે છે ફ્રિજમાં સુરક્ષિત?
  આમ તો ખોરાક તાજો ખાવો જ ઉત્તમ હોય છે, પણ માની લો કે તમે વધારે ભાત રાંધી દીધા છે અને ખતમ ન થવાને કારણે તેને ફ્રિજમાં રાખ્યા છે તો તેને બે દિવસની અંદર ખતમ કરી દેવા બહેતર રહેશે, કારણકે વધારે સમયથી રાખેલા ભાત તમને પૌષ્ટિક તત્વ પણ નહીં મળી શકે અને તમારું પાચનતંત્ર પણ ખરાબ કરી શકે છે. ફ્રિજમાં રાખેલા ભાત જો ફરી ખાવા હોય તો થોડીવાર ફ્રિજમાંથી બહાર કાઢી રાખવા પછી તેને સારી રીતે ગરમ કરવા. આમ કરવાથી જો તેમાં બેક્ટેરિયા હશે તો તે મરી જશે.

  3/7
 • ફ્રિજમાં રોટલી કેટલા દિવસ સુધી સુરક્ષિત? જો તમે રોટલી બનાવીને ફ્રિજમાં રાખો છો તો એ વાતનું ધ્યાન રાખો કે રોટલી ખુલ્લી ન હોય એટલે કે તે કોઇક વાસણમાં ઢાંકીને રાખેલી હોય. આમ તો રોટલી એક અઠવાડિયા સુધી તમે ફ્રિજમાં રાખી શકો છો અને તેને સમયે સમયે કાઢીને ગરમ કરીને ખાઇ શકો છો, પણ આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. કારણકે વધારે સમય સુધી રોટલી રાખી મૂકવાથી તેની પૌષ્ટિકતા ખતમ થઈ જાય છે અને શક્ય છે કે તમારા પેટના દુઃખાવાનું કારણ પણ બની શકે છે. એટલે જ હંમેશાં તાજી રોટલી જ ખાવી જોઇએ.

  ફ્રિજમાં રોટલી કેટલા દિવસ સુધી સુરક્ષિત?
  જો તમે રોટલી બનાવીને ફ્રિજમાં રાખો છો તો એ વાતનું ધ્યાન રાખો કે રોટલી ખુલ્લી ન હોય એટલે કે તે કોઇક વાસણમાં ઢાંકીને રાખેલી હોય. આમ તો રોટલી એક અઠવાડિયા સુધી તમે ફ્રિજમાં રાખી શકો છો અને તેને સમયે સમયે કાઢીને ગરમ કરીને ખાઇ શકો છો, પણ આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. કારણકે વધારે સમય સુધી રોટલી રાખી મૂકવાથી તેની પૌષ્ટિકતા ખતમ થઈ જાય છે અને શક્ય છે કે તમારા પેટના દુઃખાવાનું કારણ પણ બની શકે છે. એટલે જ હંમેશાં તાજી રોટલી જ ખાવી જોઇએ.

  4/7
 • દાળ કેટલો સમય ફ્રિજમાં રાખવી? દાળ પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. પણ જો આ તાજી ખાવામાં આવે તો જ શરીરને ફાયદો થાય છે. જો કે, કેટલાક લોકો દાળ બનાવીને ફ્રિજમાં રાખી દે છે અને બે ત્રણ દિવસ સુધી કાઢી કાઢીને ખાય છે. એવા લોકોને સતર્ક થવાની જરૂર છે, કારણકે વધારે સમય સુધી ફ્રિજમાં રાખેલી દાળ ગૅસનું કારણ બની શકે છે. માટે પ્રયત્ન કરો કે દાળ એક જ દિવસમાં ખતમ કરી શકો.

  દાળ કેટલો સમય ફ્રિજમાં રાખવી?
  દાળ પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. પણ જો આ તાજી ખાવામાં આવે તો જ શરીરને ફાયદો થાય છે. જો કે, કેટલાક લોકો દાળ બનાવીને ફ્રિજમાં રાખી દે છે અને બે ત્રણ દિવસ સુધી કાઢી કાઢીને ખાય છે. એવા લોકોને સતર્ક થવાની જરૂર છે, કારણકે વધારે સમય સુધી ફ્રિજમાં રાખેલી દાળ ગૅસનું કારણ બની શકે છે. માટે પ્રયત્ન કરો કે દાળ એક જ દિવસમાં ખતમ કરી શકો.

  5/7
 • કાપેલા ફળ ફ્રિજમાં રાખતા પહેલા સતર્ક રહેવું ફળ જેટલો શરીરને લાભ આપે છે, એટલું જ કાપેલા ફળ શરીર માટે નુકસાનકારક પણ છે. જો તમે કાપેલું પપૈયું ફ્રિજમાં રાખો છો તો 6 7 કલાકમાં જ તેને ખતમ કરવું, કારણકે તેના પછી તે દૂષિત થવા માંડે છે અને બીમારીનું કારણ બની જાય છે. આ રીતે જો તમે કાપેલા ફળ ફ્રિજમાં રાખો તો બહેતર છે કે તમે ટૂંક સમયમાં જ ખતમ કરો. આથી તમને ફળમાં રહેલા જરૂરી પોષક તત્વો અને વિટામીન્સ મળી રહે, જેથી તમને લાભ થાય.

  કાપેલા ફળ ફ્રિજમાં રાખતા પહેલા સતર્ક રહેવું
  ફળ જેટલો શરીરને લાભ આપે છે, એટલું જ કાપેલા ફળ શરીર માટે નુકસાનકારક પણ છે. જો તમે કાપેલું પપૈયું ફ્રિજમાં રાખો છો તો 6 7 કલાકમાં જ તેને ખતમ કરવું, કારણકે તેના પછી તે દૂષિત થવા માંડે છે અને બીમારીનું કારણ બની જાય છે. આ રીતે જો તમે કાપેલા ફળ ફ્રિજમાં રાખો તો બહેતર છે કે તમે ટૂંક સમયમાં જ ખતમ કરો. આથી તમને ફળમાં રહેલા જરૂરી પોષક તત્વો અને વિટામીન્સ મળી રહે, જેથી તમને લાભ થાય.

  6/7
 • જો તમે નિયમિત રીતે ખોરાક સાથે જોડાયેલી કેટલીક એવી ભૂલો કરો છો તો તમારે સતર્ક રહેવાની જરૂર છે. આથી તમે ફૂડ પૉઇઝનિંગનો શિકાર બની શકો છો, તમારું પાચનતંત્ર નબળું પડી શકે છે અને આની સીધી અસર તમારી રોગ પ્રતિકારક શક્તિ પર પડી શકે છે. જો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી હશે તો તમારે અનેક બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

  જો તમે નિયમિત રીતે ખોરાક સાથે જોડાયેલી કેટલીક એવી ભૂલો કરો છો તો તમારે સતર્ક રહેવાની જરૂર છે. આથી તમે ફૂડ પૉઇઝનિંગનો શિકાર બની શકો છો, તમારું પાચનતંત્ર નબળું પડી શકે છે અને આની સીધી અસર તમારી રોગ પ્રતિકારક શક્તિ પર પડી શકે છે. જો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી હશે તો તમારે અનેક બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

અનાજ વેસ્ટ ન કરવું જોઇએ, એ તો આપણને બધાને ખબર છે, પણ મોટાભાગે એવું જોવા મળે છે કે જેમના ઘરમાં ફ્રિજ છે, તે વધેલો ખોરાક ફ્રિજમાં રાખી દે છે અને જ્યારે મન થાય ત્યારે કાઢીને ખાઇ લે છે. ખાસ કરીને શહેરોમાં આવું જોવા મળે છે, કારણકે કામ કરનારા લોકોની સંખ્યા અહીં વધું હોય છે તો ભોજન બનાવવાનો સમય પણ ઓછો હોય છે. એવામાં તે લોકો એક જ વાર જમવાનું બનાવીને ફ્રિજમાં રાખી દેતા હોય છે અને ઘણાં દિવસ સુધી તે ખાતા હોય છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK