રામનવમી પર ભગવાન રામની આરાધના કરો આ સુપ્રસિદ્ધ ભજનથી

Published: 13th April, 2019 15:57 IST | Shilpa Bhanushali
 • રામનવમી પર તો અનેક ભજનો ગવાય છે પણ આ ભજન એવું છે જે રામનવમી સિવાય પણ ગવાતું હોય છે અને દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીનું પણ પ્રિય ભજન છે. હા, અન્ય કોઇ નહીં પણ એ જ ભજન : રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ- આ ભજનનું રિમેક પણ કરવામાં આવ્યું છે.

  રામનવમી પર તો અનેક ભજનો ગવાય છે પણ આ ભજન એવું છે જે રામનવમી સિવાય પણ ગવાતું હોય છે અને દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીનું પણ પ્રિય ભજન છે. હા, અન્ય કોઇ નહીં પણ એ જ ભજન : રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ- આ ભજનનું રિમેક પણ કરવામાં આવ્યું છે.

  1/11
 • આ પ્રાર્થના જે માત્ર રામને પ્રસન્ન કરવા માટે જ નહીં પણ હનુમાનની પણ જાણે કે પ્રિય હોય તેવી છે. હા એજ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભય ભવ દારુણમ્ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ્... 

  આ પ્રાર્થના જે માત્ર રામને પ્રસન્ન કરવા માટે જ નહીં પણ હનુમાનની પણ જાણે કે પ્રિય હોય તેવી છે. હા એજ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભય ભવ દારુણમ્ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ્... 

  2/11
 • એવું પણ કહેવામાં આવે છે કે ઇશ્વર ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, અને આ જ માન્યતા ભજન સ્વરૂપે કંડારવામાં આવી છે. દુનિયા ચલેના શ્રી રામ કે બિના, રામજી ચલે ના હનુમાન કે બિના....

  એવું પણ કહેવામાં આવે છે કે ઇશ્વર ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, અને આ જ માન્યતા ભજન સ્વરૂપે કંડારવામાં આવી છે. દુનિયા ચલેના શ્રી રામ કે બિના, રામજી ચલે ના હનુમાન કે બિના....

  3/11
 • ભગવાન રામના હાથમાં પોતાની જીવનદોરી સોંપતા ભજનમાં રામને પોતાના સ્વામી તરીકે પણ આલેખાયા છે. જેમાંનું એક એટલે - મારા રામાધણી તને ખમ્મા ઘણી વહેલાં આવજો...

  ભગવાન રામના હાથમાં પોતાની જીવનદોરી સોંપતા ભજનમાં રામને પોતાના સ્વામી તરીકે પણ આલેખાયા છે. જેમાંનું એક એટલે - મારા રામાધણી તને ખમ્મા ઘણી વહેલાં આવજો...

  4/11
 • મનુષ્યની કાયા માટીની બનેલી છે એવું કહેવાતું હોય ત્યારે આ ભજન આ શબ્દોને સ્વર આપતું હોય એવું પ્રતિત થાય છે. - રાખના રમકડાં... મારા રામે (2) રમતાં રાખ્યાં રે... મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે... અર્થાત્ મૃત્યુલોક એટલે પૃથ્વી અને અહીં જે માનવ કહીને ઓળખાય છે તે રામે રાખમાંથી બનાવેલા મનુષ્ય નામે ઓળખાતાં રમકડાં છે.

  મનુષ્યની કાયા માટીની બનેલી છે એવું કહેવાતું હોય ત્યારે આ ભજન આ શબ્દોને સ્વર આપતું હોય એવું પ્રતિત થાય છે. - રાખના રમકડાં... મારા રામે (2) રમતાં રાખ્યાં રે... મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે... અર્થાત્
  મૃત્યુલોક એટલે પૃથ્વી અને અહીં જે માનવ કહીને ઓળખાય છે તે રામે રાખમાંથી બનાવેલા મનુષ્ય નામે ઓળખાતાં રમકડાં છે.

  5/11
 • રામ ભજન કરતાં  રામ ભક્તો અન્ય ભોગીઓને સંદેશો આપે છે કે,- તું રંગાઇ જાને રંગમાં, સીતારામ તણાં સત્સંગમાં, તું રંગાઇ જાને રંગમાં.....

  રામ ભજન કરતાં  રામ ભક્તો અન્ય ભોગીઓને સંદેશો આપે છે કે,- તું રંગાઇ જાને રંગમાં, સીતારામ તણાં સત્સંગમાં, તું રંગાઇ જાને રંગમાં.....

  6/11
 • રામને સોગઠેબાજી રમવી પ્રિય હતી એવી માન્યતાને લઇને આ ભજન બનાવવામાં આવ્યું છે જેમાં રામ ધરમના સોગઠાં રમે છે અને તેમની બાજીઓ સવળી એટલે કે સીધી પડે છે. આ ભજન એટલે - રામ રમે સોગઠે રે.... ધરમને સોગઠે રે.... સવળી બાજી રે પડે છે મારા રામની.......

  રામને સોગઠેબાજી રમવી પ્રિય હતી એવી માન્યતાને લઇને આ ભજન બનાવવામાં આવ્યું છે જેમાં રામ ધરમના સોગઠાં રમે છે અને તેમની બાજીઓ સવળી એટલે કે સીધી પડે છે. આ ભજન એટલે - રામ રમે સોગઠે રે.... ધરમને સોગઠે રે.... સવળી બાજી રે પડે છે મારા રામની.......

  7/11
 • પોતાની પાસે મહેલ હોય કે ઝૂંપડી પણ જેને ભક્તિ કરવી હોય તેને રાંક એટલે કે ગરીબ થઈને રહેવું પડે અને આ વિશે સબરીની ભક્તિ તો મુખ્ય ઉદાહરણ છે કે શબરી કઇ રીતે રામભક્તિમાં લીન થયા હતાં અને ભગવાને તેમના એઠાં બોર પણ ખાધા. એટલે પ્રભુને પોતાને દ્વારે બોલાવવા આવા ભજનોની રચના પણ થઇ જેમાંનું એક એટલે.... મારી ઝૂંપડીએ પધારો મારા રામ....

  પોતાની પાસે મહેલ હોય કે ઝૂંપડી પણ જેને ભક્તિ કરવી હોય તેને રાંક એટલે કે ગરીબ થઈને રહેવું પડે અને આ વિશે સબરીની ભક્તિ તો મુખ્ય ઉદાહરણ છે કે શબરી કઇ રીતે રામભક્તિમાં લીન થયા હતાં અને ભગવાને તેમના એઠાં બોર પણ ખાધા. એટલે પ્રભુને પોતાને દ્વારે બોલાવવા આવા ભજનોની રચના પણ થઇ જેમાંનું એક એટલે.... મારી ઝૂંપડીએ પધારો મારા રામ....

  8/11
 • રામને મનાવતાં ભક્તો કે રામ તમે જેમ આવવું હોય તેમ આવો તમે જે સ્વરૂપ લઇને આવવું હોય તમે આવી શકો છો પણ તમે આવો.... કભી રામ બનકે, કભી શ્યામ બનકે, ચલે આના પ્રભુજી ચલે આના

  રામને મનાવતાં ભક્તો કે રામ તમે જેમ આવવું હોય તેમ આવો તમે જે સ્વરૂપ લઇને આવવું હોય તમે આવી શકો છો પણ તમે આવો.... કભી રામ બનકે, કભી શ્યામ બનકે, ચલે આના પ્રભુજી ચલે આના

  9/11
 • જ્યારે મનુષ્ય ઇશ્વર ભક્તિથી વિમુખ થાય છે ત્યારે તેને ફરી પ્રભુભક્તિ તરફ વાળવાના પ્રયત્નો કરતાં પણ ભજનોની રચના થઇ છે જેમાંનું એક એટલે આ - રામ નામ સે તુને બંદે ક્યું અપના મુખ મોડા... દૌડા જાએ રે સમય કા ઘોડા...

  જ્યારે મનુષ્ય ઇશ્વર ભક્તિથી વિમુખ થાય છે ત્યારે તેને ફરી પ્રભુભક્તિ તરફ વાળવાના પ્રયત્નો કરતાં પણ ભજનોની રચના થઇ છે જેમાંનું એક એટલે આ - રામ નામ સે તુને બંદે ક્યું અપના મુખ મોડા... દૌડા જાએ રે સમય કા ઘોડા...

  10/11
 • આ વિશ્વમાં જેને પણ જે કંઇ પણ મળે તે ઇશ્વરકૃપાથી મળે છે, અને દાનનું પણ એટલું જ મહત્વ છે. તેથી જે કાંઇ મળ્યું છે તેને વહેંચીને ભોગવવું એવી માન્યતા છે અને ભજન રૂપે પણ તે સાદ્રશ થાય છે- રામે દીધો છે રૂડો રોટલો, કોઇને ખવડાવીને ખાઓ....

  આ વિશ્વમાં જેને પણ જે કંઇ પણ મળે તે ઇશ્વરકૃપાથી મળે છે, અને દાનનું પણ એટલું જ મહત્વ છે. તેથી જે કાંઇ મળ્યું છે તેને વહેંચીને ભોગવવું એવી માન્યતા છે અને ભજન રૂપે પણ તે સાદ્રશ થાય છે- રામે દીધો છે રૂડો રોટલો, કોઇને ખવડાવીને ખાઓ....

  11/11
 • loading...

ફોટોઝ વિશે

હિંદુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે અસત્ય પર સત્યનો હંમેશા વિજય થતો હોય છે જ્યારે સમાજમાં અપ્રમાણિકતા, હિંસા, દુરાચારનો પ્રભાવ વધી જાય ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લે છે અને તે દૈત્ય શક્તિનો સંહાર કરે છે. તે જ શાસ્ત્રો પ્રમાણે ભગવાન રામનો જન્મ દસ માથાવાળા દશાનનનો વિનાશ કરવો થયો હતો તેવું કહેવામાં આવે છે. ભગવાન રામનો જન્મ ચૈત્ર સુદ નવમીના દિવસે બપોરના બાર વાગ્યે થવાની માન્યતા છે તેથી આ દિવસને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક રીતે જોતા તેમના નામે અનેક ગીતો અને ભજનોની રચના થઈ છે જે આ પ્રમાણે છે. 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK