અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ખૂબ જ ગ્લેમરસ આઉટફિટમાં દિવાળી સેલિબ્રેટ કરી છે. ગઈ કાલે દિવાળીની રાતે આ કપલ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં પણ પહોંચ્યું હતું. જો કે, આ સિવાય પણ આ કપલે દિવાળી ખૂબ જ શાનદાર રીતે સેલિબ્રેટ કરી છે. અનુષ્કાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર પોતાના ઘરનું ડેકોરેશન, વિધિ-વિધાન અને દિવાળી પૂજાની તસવીરો શૅર કરી છે. આ બધી જ તસવીરો ખૂબ જ સુંદર છે.