આમ તો કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ પણ અમદાવાદની કાંકરિયા સ્ટ્રી ફૂડનો સૌથી પહેલો ક્લિન સ્ટ્રીટ ફૂડ હબનો એવોર્ડ મળ્યો હતો, ગુજરાતમાં 11 ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ્ઝ છે અને તાજેતરમાં અમદાવાદના અર્બન ચોકને ક્લિન સ્ટ્રીટ ફૂડ હબનું ટૅગ મળ્યું છે ત્યારે આપણે માણેકચોકને કેવી રીતે ભૂલી શકીએ. માણેકચોકને આવું કોઇ પ્રમાણ પત્ર તો નથી મળ્યું પણ ગુજરાતી મિડ ડે ડૉટ કોમના વાચકોએ માણેકચોકના અનુભવની પોતાની તસવીરો શૅર કરી અને કહ્યું કે આ તો એક ફીલિંગ છે, માત્ર સ્થળ નથી. હાલમાં રાત્રિ કર્ફ્યુને કારણે માણેકચોક તરફ દોસ્તોનાં વાહનો વળતા નથી ત્યારે પહેલાં દોસ્તો સાથે ત્યાં ગાળેલી તસવીરી ક્ષણો વાચકોએ ફરી મમળાવી. આમ પણ શિયાળાની રાતોમાં આ આઉટિંગ ડેફિનેટલી મિસ થાય જ.