પ્રો.ફાલ્ગુની વસાવડાઃ જાણો કેમ આ પ્રોફેસરે નક્કી કર્યું ‘મૈં ભી હિરોઇન’

Updated: May 19, 2020, 09:29 IST | Chirantana Bhatt
 • ફાલ્ગુની વસાવડા ફેશન અને શરીરને લગતી માન્યતાઓને ગેરવાજબી સાબિત કરતી પ્રતિભા છે. તેમનું માનવું છે કે દરેકે પોતાના શરીરને સ્વસ્થ રાખવું જરૂરી છે પણ પાતળા કે સમાજનાં દબાણને કારણે સુંદર દેખાવાની હોડનો કોઇ અર્થ નથી. અહીં તેઓ હેલનનાં લુકમાં જોઇ શકાય છે. 

  ફાલ્ગુની વસાવડા ફેશન અને શરીરને લગતી માન્યતાઓને ગેરવાજબી સાબિત કરતી પ્રતિભા છે. તેમનું માનવું છે કે દરેકે પોતાના શરીરને સ્વસ્થ રાખવું જરૂરી છે પણ પાતળા કે સમાજનાં દબાણને કારણે સુંદર દેખાવાની હોડનો કોઇ અર્થ નથી. અહીં તેઓ હેલનનાં લુકમાં જોઇ શકાય છે. 

  1/14
 • છતાં પણ તેઓ દ્રઢતા પૂર્વક માને છે કે દરેક સ્ત્રીને પોતાની સુંદરતાને પોતે ધારે તે રીતે રજુ કરવાનો, તૈયાર થવાનો, ફ્લોન્ટ કરવાનો હક છે. આવા મુદ્દાઓ પર અનેક વાર ટેડેક્સ ટૉક આપી ચુકેલાં ફાલ્ગુની અહીં હેમા માલીનીની બસંતીની અદામાં જોઇ શકાય છે.

  છતાં પણ તેઓ દ્રઢતા પૂર્વક માને છે કે દરેક સ્ત્રીને પોતાની સુંદરતાને પોતે ધારે તે રીતે રજુ કરવાનો, તૈયાર થવાનો, ફ્લોન્ટ કરવાનો હક છે. આવા મુદ્દાઓ પર અનેક વાર ટેડેક્સ ટૉક આપી ચુકેલાં ફાલ્ગુની અહીં હેમા માલીનીની બસંતીની અદામાં જોઇ શકાય છે.

  2/14
 • તેઓ સોશ્યલ મીડિયા પર બહુ જ એક્ટીવ છે અને તેમણે તાજેતરમાં જે એક અન્ય સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર બોહો બાલીકાએ રન કરેલા એક થીમમાં ભાગ લીધો હતો. એ થીમ અંતર્ગત તેમણે અલગ અલગ હીરોઇન્સનાં લુકનું અનુકરણ કર્યું હતું. અહીં કાજોલની જેમ તૈયાર થયાં છે.

  તેઓ સોશ્યલ મીડિયા પર બહુ જ એક્ટીવ છે અને તેમણે તાજેતરમાં જે એક અન્ય સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર બોહો બાલીકાએ રન કરેલા એક થીમમાં ભાગ લીધો હતો. એ થીમ અંતર્ગત તેમણે અલગ અલગ હીરોઇન્સનાં લુકનું અનુકરણ કર્યું હતું. અહીં કાજોલની જેમ તૈયાર થયાં છે.

  3/14
 • એક્ટ્રેસ સાધનાનાં લુકમાં અહીં બોહો બાલીકાનાં #mainheroinehunwithbbથીમને ફૉલો કરે છે ફાલ્ગુની વસાવડા. તેમના મતે લોકો, ખાસ કરીને સ્ત્રીઓ પોતાની જાતને સ્વીકારવામાં સમય લે છે ત્યારે જાતને પ્રેમ કરવાનું તો તેમને શીખતાં બહુ વાર લાગે છે. 

  એક્ટ્રેસ સાધનાનાં લુકમાં અહીં બોહો બાલીકાનાં #mainheroinehunwithbbથીમને ફૉલો કરે છે ફાલ્ગુની વસાવડા. તેમના મતે લોકો, ખાસ કરીને સ્ત્રીઓ પોતાની જાતને સ્વીકારવામાં સમય લે છે ત્યારે જાતને પ્રેમ કરવાનું તો તેમને શીખતાં બહુ વાર લાગે છે. 

  4/14
 • બોહો બાલીકાનાં આ થીમ અનુસાર 4થી મેથી 17મી મે સુધી #mainheroinehunwithbb નો ઉપોયગ કરીને વિવિધ અભિનેત્રીઓના લુકને કૉપી કરવાનો હતો.અહીં કરીના કપૂરની જેમ મસ્ત વ્હાઇટ અને પિંક કોમ્બિનિશનમાં દેખાઇ રહેલા ફાલ્ગુની વસાવડા પોતે ભારતીય ટેક્સ્ટાઇલ્સ, સાડીઓ તથા જ્વેલરીનાં શોખીન છે.

  બોહો બાલીકાનાં આ થીમ અનુસાર 4થી મેથી 17મી મે સુધી #mainheroinehunwithbb નો ઉપોયગ કરીને વિવિધ અભિનેત્રીઓના લુકને કૉપી કરવાનો હતો.અહીં કરીના કપૂરની જેમ મસ્ત વ્હાઇટ અને પિંક કોમ્બિનિશનમાં દેખાઇ રહેલા ફાલ્ગુની વસાવડા પોતે ભારતીય ટેક્સ્ટાઇલ્સ, સાડીઓ તથા જ્વેલરીનાં શોખીન છે.

  5/14
 • મુમતાઝની માફક સાડીને અલગ રીતે ડ્રેપ કરીને તેમણે એ અદા પણ આબાદ રજુ કરી છે.

  મુમતાઝની માફક સાડીને અલગ રીતે ડ્રેપ કરીને તેમણે એ અદા પણ આબાદ રજુ કરી છે.

  6/14
 • રેખાની અદામાં તૈયાર થયેલા ફાલ્ગુની વસાવડા આંતર રાષ્ટ્રીય સ્તરે સોશ્યલ મીડિયાનાં પ્રભાવ, તેના સચોટ ઉપયોગ, માર્કેટિંગ, બ્રાન્ડિગ જેવા વિષયો પર વક્તવ્યો આપી ચુક્યાં છે.

  રેખાની અદામાં તૈયાર થયેલા ફાલ્ગુની વસાવડા આંતર રાષ્ટ્રીય સ્તરે સોશ્યલ મીડિયાનાં પ્રભાવ, તેના સચોટ ઉપયોગ, માર્કેટિંગ, બ્રાન્ડિગ જેવા વિષયો પર વક્તવ્યો આપી ચુક્યાં છે.

  7/14
 • તેઓ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોવાને નાતે સોશ્યલ મીડિયાનાં પ્રેશરને પણ બહુ સારી રીતે જાણે છે. અહીં શબાના આઝમીનો લુક તેમણે અનુસર્યો છે.

  તેઓ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોવાને નાતે સોશ્યલ મીડિયાનાં પ્રેશરને પણ બહુ સારી રીતે જાણે છે. અહીં શબાના આઝમીનો લુક તેમણે અનુસર્યો છે.

  8/14
 • શર્મીલા ટાગોરની કાશ્મીરની કલીનાં લુકમાં દેખાઇ રહેલા ફાલ્ગુની વસાવડાનું માનવું છે કે સોશ્યલ મીડિયા જ્યાં સારા દેખાવાનું કે અમુક જ પ્રકારના લોકોને સ્વીકારવાનું પ્રેશર હોય છે ત્યાં જ પડકાર જીતવાનું પણ સરળ હોઇ શકે છે.

  શર્મીલા ટાગોરની કાશ્મીરની કલીનાં લુકમાં દેખાઇ રહેલા ફાલ્ગુની વસાવડાનું માનવું છે કે સોશ્યલ મીડિયા જ્યાં સારા દેખાવાનું કે અમુક જ પ્રકારના લોકોને સ્વીકારવાનું પ્રેશર હોય છે ત્યાં જ પડકાર જીતવાનું પણ સરળ હોઇ શકે છે.

  9/14
 • અહીં સોનમ કપુરની સ્ટાઇલમાં દેખાઇ રહેલા પ્રોફેસર ફાલ્ગુની કહે છે કે દરેક સ્ત્રીએ ‘જો અને તો’તથા ‘પણ’નાં બંધનોમાંથી મુક્ત થવાની જરૂર છે.

  અહીં સોનમ કપુરની સ્ટાઇલમાં દેખાઇ રહેલા પ્રોફેસર ફાલ્ગુની કહે છે કે દરેક સ્ત્રીએ જો અને તોતથા પણનાં બંધનોમાંથી મુક્ત થવાની જરૂર છે.

  10/14
 • અહીં શ્રીદેવીનાં ઇંગ્લિશ વિંગ્લીશમાં લુકમાં દેખાતાં ફાલ્ગુનીએ હંમેશા જે રીતે સમાજમાં યુવતીઓને સુંદર દેખાવા પર દબાણ કરવામાં આવે છે તે વાતને હંમેશા પડકારી છે.

  અહીં શ્રીદેવીનાં ઇંગ્લિશ વિંગ્લીશમાં લુકમાં દેખાતાં ફાલ્ગુનીએ હંમેશા જે રીતે સમાજમાં યુવતીઓને સુંદર દેખાવા પર દબાણ કરવામાં આવે છે તે વાતને હંમેશા પડકારી છે.

  11/14
 • વિદ્યા બાલનની તુમ્હારી સુલુનાં લુકને તેમણે એક્સેસરીઝની સાથે પરફેક્ટ બનાવવાનો પુરો પ્રયાસ કર્યો છે.

  વિદ્યા બાલનની તુમ્હારી સુલુનાં લુકને તેમણે એક્સેસરીઝની સાથે પરફેક્ટ બનાવવાનો પુરો પ્રયાસ કર્યો છે.

  12/14
 •  અભિનેત્રીઓ ‘પરફેક્ટ’ દેખાય, કારણકે તે જ તેમની કારકિર્દીનો એક ભાગ છે પણ તેનો અર્થ એમ નથી કે કોઇ સ્ત્રી પોતાની જાતને અભિનેત્રી ન માની શકે. જુઓ અહીં ઝીનત અમાનની અદામાં છે ફાલ્ગુની વસાવડા.

   અભિનેત્રીઓ પરફેક્ટ દેખાય, કારણકે તે જ તેમની કારકિર્દીનો એક ભાગ છે પણ તેનો અર્થ એમ નથી કે કોઇ સ્ત્રી પોતાની જાતને અભિનેત્રી ન માની શકે. જુઓ અહીં ઝીનત અમાનની અદામાં છે ફાલ્ગુની વસાવડા.

  13/14
 • જુઓ અહીં ફાલ્ગુનીએ માધુરી દીક્ષીતનો દિલ તો પાગલ હૈનો માયાના લુકને મેચ કર્યો છે.ફાલ્ગુની વસાવડા ઓઝા આજે મિડ-ડે ગુજરાતીનાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @middaygujarati પર સાંજે છ વાગે લાઇવ સંવાદ સાધશે અને આ વિષય પર વિગતવાર વાત કરશે.

  જુઓ અહીં ફાલ્ગુનીએ માધુરી દીક્ષીતનો દિલ તો પાગલ હૈનો માયાના લુકને મેચ કર્યો છે.ફાલ્ગુની વસાવડા ઓઝા આજે મિડ-ડે ગુજરાતીનાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @middaygujarati પર સાંજે છ વાગે લાઇવ સંવાદ સાધશે અને આ વિષય પર વિગતવાર વાત કરશે.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

પ્રો.ફાલ્ગુની વસાવડા ઓઝા મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉમ્યુનિકેશન અમદાવાદ- MICA, અમદાવાદનાં પ્રોફેસર છે. તેની પ્રોફેસરશીપમાં તો ભારોભાર પેશન છે જ પણ તમે માનશો એ કદાચ એવા બહુ ઓછાં પ્રોફેસર્સમાંનાં એક છે જેમનાં સોશ્યલ મીડિયા પર અઢળક ફોલોઅર્સ છે. શિક્ષણનાં ક્ષેત્રે તો તેમનો ડંકો વાગે છે જે પણ આ ઉપરાંત તેમણે પ્લસ સાઇઝ મોડલિંગ, ફેશન બ્લોગ્ઝ, સોશ્યલ મીડિયા ઇન્ફ્લએન અને બૉડી પૉઝિટીવીટીનાં વિષયોને જુદાં જ સ્તરે મુક્યાં છે. તેમનો આત્મવિશ્વાસ, તેમની વાત કોઇને પણ વિચારતાં કરે તેવાં છે ત્યારે એક નજર કરીએ તેમની રસપ્રદ તસવીરો પર.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK