ગુડી પાડવાના દિવસે ટ્રાય કરો આ 10 સ્વાદિષ્ટ વાનગીઓ

Updated: Apr 06, 2019, 08:55 IST | Sheetal Patel
 • આ એક પારંપરિક ફ્લેટબ્રેડ છે જે રોટલીની વચ્ચે ગોળ અને ચણાનું મિશ્રણ હોય છે. આ ડીશને પુરણપોળી કહેવામાં આવે છે. જે મહારાષ્ટ્રીયન લોકોની મનપસંદ વાનગી છે. દરેક તહેવાર હોળી હોય કે ગુડી પાડવા એ લોકો સ્વાદિષ્ટ પુરણપોળી બનાવીને તહેવારની મજા માણે છે. આ પુરણપોળી ઘી સાથે ખાવાથી હજી સ્વાદિષ્ટ લાગે છે.

  આ એક પારંપરિક ફ્લેટબ્રેડ છે જે રોટલીની વચ્ચે ગોળ અને ચણાનું મિશ્રણ હોય છે. આ ડીશને પુરણપોળી કહેવામાં આવે છે. જે મહારાષ્ટ્રીયન લોકોની મનપસંદ વાનગી છે. દરેક તહેવાર હોળી હોય કે ગુડી પાડવા એ લોકો સ્વાદિષ્ટ પુરણપોળી બનાવીને તહેવારની મજા માણે છે. આ પુરણપોળી ઘી સાથે ખાવાથી હજી સ્વાદિષ્ટ લાગે છે.

  1/10
 • મિઠાઈ અને આમ પન્ના ગુડી પાડવા તહેવારનો સૌથી અભિન્ન ભાગ છે. ઉકાળેલી કાચી કેરી, ખાંડ, મસાલા અને પાણીથી આ પન્નો બને છે. આ પન્નાને ઠંડા પાણી સાથે મહેમાનોને સર્વ કરવામાં આવે છે. 

  મિઠાઈ અને આમ પન્ના ગુડી પાડવા તહેવારનો સૌથી અભિન્ન ભાગ છે. ઉકાળેલી કાચી કેરી, ખાંડ, મસાલા અને પાણીથી આ પન્નો બને છે. આ પન્નાને ઠંડા પાણી સાથે મહેમાનોને સર્વ કરવામાં આવે છે. 

  2/10
 • આ મહારાષ્ટ્રના કિચનમાં લોકપ્રિય એક પારંપરિક ફ્રાઈડ સ્નેક છે. પલાળી રાખેલા સાબુદાણામાં બાફેલા બટેટા, મરચા, આદુ, કોથમીર, લીંબુનો રસ અને સીંગ મિશ્ર કરીને તેને ગોળ આકાર આપીને તેલમાં તળવામાં આવે છે. આ ગરમા ગરમ સાબુદાણા વડાને ગ્રીન ચટણી અને ચા સાથે ખાવામાં આવે છે.

  આ મહારાષ્ટ્રના કિચનમાં લોકપ્રિય એક પારંપરિક ફ્રાઈડ સ્નેક છે. પલાળી રાખેલા સાબુદાણામાં બાફેલા બટેટા, મરચા, આદુ, કોથમીર, લીંબુનો રસ અને સીંગ મિશ્ર કરીને તેને ગોળ આકાર આપીને તેલમાં તળવામાં આવે છે. આ ગરમા ગરમ સાબુદાણા વડાને ગ્રીન ચટણી અને ચા સાથે ખાવામાં આવે છે.

  3/10
 • આ કાળા ચણાને બાફીને તેમા મસાલા ઉમેરીને ચણા ઉસળ બનાવવામાં આવે છે. ગુડી પાડવાના દિવસે આ વાનગીનો મુખ્ય સમાવેશ કરવામાં આવે છે. આ ટેન્ગી અને મસાલેદાર વ્યંજનનો આનંદ ભાત અથવા પૂરી સાથે ખાવામાં આવે છે.

  આ કાળા ચણાને બાફીને તેમા મસાલા ઉમેરીને ચણા ઉસળ બનાવવામાં આવે છે. ગુડી પાડવાના દિવસે આ વાનગીનો મુખ્ય સમાવેશ કરવામાં આવે છે. આ ટેન્ગી અને મસાલેદાર વ્યંજનનો આનંદ ભાત અથવા પૂરી સાથે ખાવામાં આવે છે.

  4/10
 • વાત કરીએ મિઠાઈની તો ગુડી પાડવાના દિવસે શ્રીખંડ પૂરી ખાવાની મજા જ કઈ અલગ છે. શ્રીખંડને દહીં. ખાડ અને ફળો જેમ કે કેરી અને તરબૂચથી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ વધારવા માટે શ્રીખંડમાં કેસર, ડ્રાયફ્રૂટ્સ અને એલચી પાવડર ઉમેરી શકાય છે. આ સ્વીટને તળેલી પૂરી સાથે પીરસવામાં આવે છે એટલે એને શ્રીખંડ પૂરી કહેવાય છે.

  વાત કરીએ મિઠાઈની તો ગુડી પાડવાના દિવસે શ્રીખંડ પૂરી ખાવાની મજા જ કઈ અલગ છે. શ્રીખંડને દહીં. ખાડ અને ફળો જેમ કે કેરી અને તરબૂચથી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ વધારવા માટે શ્રીખંડમાં કેસર, ડ્રાયફ્રૂટ્સ અને એલચી પાવડર ઉમેરી શકાય છે. આ સ્વીટને તળેલી પૂરી સાથે પીરસવામાં આવે છે એટલે એને શ્રીખંડ પૂરી કહેવાય છે.

  5/10
 • ગુડી પાડવા મહારાષ્ટ્રના ગામમાં લોકપ્રિય તહેવાર છે અને આ પિઠલે ભાખરી વગર અધૂરો તહેવાર છે. પિઠલે મૂળ રૂપે બેસનની જાડી કરી હોય છે જેને ગરમ ભાખરી (જુવાર અથવા બાજરાથી બનાવેલી ભાખરી) સાથે પીરસવામાં આવે છે. આ વાનગી સરળતાથી બની જાય છે.

  ગુડી પાડવા મહારાષ્ટ્રના ગામમાં લોકપ્રિય તહેવાર છે અને આ પિઠલે ભાખરી વગર અધૂરો તહેવાર છે. પિઠલે મૂળ રૂપે બેસનની જાડી કરી હોય છે જેને ગરમ ભાખરી (જુવાર અથવા બાજરાથી બનાવેલી ભાખરી) સાથે પીરસવામાં આવે છે. આ વાનગી સરળતાથી બની જાય છે.

  6/10
 • આ વાનગી ગુડી પાડવાને મનોરંજન અને સ્વાદિષ્ટ બનાવે છે. તળેલા બટેટામાં ધાણાંના દાણા, એલચી, કાળા મરી, કાંદા, લસણ, લીલા મરચા નાખીને પકવવામાં આવે છે. આ રેસિપી બનવામાં સરળતાથી બની જાય છે અને ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. 

  આ વાનગી ગુડી પાડવાને મનોરંજન અને સ્વાદિષ્ટ બનાવે છે. તળેલા બટેટામાં ધાણાંના દાણા, એલચી, કાળા મરી, કાંદા, લસણ, લીલા મરચા નાખીને પકવવામાં આવે છે. આ રેસિપી બનવામાં સરળતાથી બની જાય છે અને ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. 

  7/10
 • આ મરાઠી લોકોનો મનપસંદ નાસ્તો છે જે ઘરે પણ બનાવી શકાય છે અથવા ફરસાણ સ્ટોરમાં પણ ઉપલબ્ધ હોય છે. આ ચોખાની ચકલી સૂકો નાસ્તો છે જેને વધારે માત્રામાં બનાવીને તેને ડબ્બામાં સ્ટોર કરવામાં આવે છે. આ ચકલીની મજા ચા સાથે આવે છે.

  આ મરાઠી લોકોનો મનપસંદ નાસ્તો છે જે ઘરે પણ બનાવી શકાય છે અથવા ફરસાણ સ્ટોરમાં પણ ઉપલબ્ધ હોય છે. આ ચોખાની ચકલી સૂકો નાસ્તો છે જેને વધારે માત્રામાં બનાવીને તેને ડબ્બામાં સ્ટોર કરવામાં આવે છે. આ ચકલીની મજા ચા સાથે આવે છે.

  8/10
 • દરેક મહારાષ્ટ્રિયનના ઘરમાં આ વાનગી સામાન્ય છે. ગુડી પાડવાના દિવસે સાંજે આ પકવાનને ભોજનના રૂપમાં ખૂબ ઉત્સાહ સાથે બનાવવામાં આવે છે. બટેટાને બાફીને એમાં આદુ, મરચા અને મસાલો નાખીને આ શાકને તીખું બનાવે છે અને એને પુરી (ઘઉંના લોટથી બનાવીને અને તેલમાં તળેલી પુરી) સાથે પીરસવામાં આવે છે. મુખ્યત્વે મહારાષ્ટ્રીયન લોકો એને બટાટ્યાચી ભાજી કહે છે. 

  દરેક મહારાષ્ટ્રિયનના ઘરમાં આ વાનગી સામાન્ય છે. ગુડી પાડવાના દિવસે સાંજે આ પકવાનને ભોજનના રૂપમાં ખૂબ ઉત્સાહ સાથે બનાવવામાં આવે છે. બટેટાને બાફીને એમાં આદુ, મરચા અને મસાલો નાખીને આ શાકને તીખું બનાવે છે અને એને પુરી (ઘઉંના લોટથી બનાવીને અને તેલમાં તળેલી પુરી) સાથે પીરસવામાં આવે છે. મુખ્યત્વે મહારાષ્ટ્રીયન લોકો એને બટાટ્યાચી ભાજી કહે છે. 

  9/10
 • કેસર રાઈસ આ ગુડી પાડવાની એક વિદેશી મિઠાઈ છે. આ રાઈસને ઘી, ખાંડ, કેસર અને બાસમતી ચોખા સાથે બનાવવામાં આવે છે. એને ફ્લેવર અને ડ્રાયફ્રૂટ્સ સાથે ગાર્નિસ કરવામાં આવે છે. મિઠાઈના રૂપમાં કેસરી ભાત વગર ગુડી પાડવાની મજા અધુરી છે.

  કેસર રાઈસ આ ગુડી પાડવાની એક વિદેશી મિઠાઈ છે. આ રાઈસને ઘી, ખાંડ, કેસર અને બાસમતી ચોખા સાથે બનાવવામાં આવે છે. એને ફ્લેવર અને ડ્રાયફ્રૂટ્સ સાથે ગાર્નિસ કરવામાં આવે છે. મિઠાઈના રૂપમાં કેસરી ભાત વગર ગુડી પાડવાની મજા અધુરી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

પરંપરા પ્રમાણે ચૈત્ર મહિનાના સુદ એકમના રોજ મરાઠી નવું વર્ષ શરૂ થાય છે જેને ગુડી પડવા કે પાડવા કહે છે. આ વર્ષે આ પર્વ 6 એપ્રિલના રોજ છે. એટલે આજે દેશભરમાં રહેલાં મરાઠી લોકો આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે. પૂરા મહારાષ્ટ્રમાં ધૂમધામથી આ તહેવાર ઉજવવામાં આવે છે. પારંપરિક ભોજન અને ઘરમાં રાંધેલી વાનગીઓ આ શુભ દિવસે બનાવવામાં આવે છે. ગુડી પાડવાના આ અવસર પર અમે કેટલીક મહારાષ્ટ્રીયન સ્વાદિષ્ટ વાનગીઓ પર નજર કરીએ જે દરેક ઘરમાં બને છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK