કુંવારી છોકરીઓ કરતા પરિણીત મહિલાઓમાં યુવકોને હોય છે વધુ રસ, જાણો શા માટે

Updated: Sep 25, 2020, 21:21 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આ ચાર છે મુખ્ય કારણો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ફિલ્મ જગત હોય, વિદેશ હોય કે પછી દેશ અનેક વાર એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યા યુવકો પરિણીત મહિલાના પ્રેમમાં વધુ પડતા હોય છે. આમ તો આ એક પ્રકારે અસામાન્ય ઘટના લાગે છે. કોઈપણ વ્યક્તિને આ સાંભળી થોડુ અટપટુ અચૂક લાગશે. પરંતુ આજે એવા ઘણા ઉદાહરણ આપણી સામે છે કે જેમા લગ્ન કરેલી યુવતીઓના પ્રેમમાં છોકરાઓ ખૂબ પડતા હોય છે. તાજેતરમાં એક સંશોધને પણ પુરવાર કર્યું છે કે, કુંવારી છોકરીઓ કરતા પરિણીત મહિલાઓમાં યુવકોને વધુ રસ હોય છે.

તાજેતરમાં જ એક સંશોધન થકી બહાર પડેલા અહેવાલમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, કુંવારી છોકરીઓ કરતા પરિણીત મહિલાઓના પ્રેમમાં યુવકો વધુ પડે છે અને તેમને તેમા રસ પણ હોય છે. આ શોધમાં તેના કારણ પણ જણાવવામાં આવ્યા છે કે શા માટે છોકરાઓ લગ્ન કરેલી સ્ત્રીઓના પ્રેમમાં પડતા હોય છે. આવો અમે પણ તમને જણાવીએ આ કારણો...

1. આત્મવિશ્વાસ

લગ્ન કરેલી સ્ત્રીઓ લગ્ન ન કરેલી યુવતીઓના મુકાબલે આત્મવિશ્વાસથી સભર હોય છે. તેમનો આ આત્મવિશ્વાસ છોકરાઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. પુરૂષોને લાગે છે કે, લગ્ન કરેલી મહિલાઓ તમામ સમસ્યાઓની સામે સારી રીતે લડી શકશે.

2. કૅરીંગ પાર્ટનર

લગ્ન કરેલી મહિલાઓ વધારે પડતી કૅર કરનારી હોય છે. લગ્ન બાદ પરિવારની ચિંતા તેમની અંદર જન્મ લે છે. જેના કારણે પુરૂષોને તેમની અંદરનો કૅરિંગ એટીટ્યુડ ગમે છે અને તેના લીધે તેમના તરફ આકર્ષાય છે.

3. હોર્મોન્સમાં બદલાવ

લગ્ન બાદ મહિલાઓના હોર્મન્સમાં પરિવર્તન આવે છે. જેના કારણે તેમની સ્કિન ઘણી જ ગ્લો કરે છે. મહિલાઓમાં આવેલો આ બદલાવ પુરૂષોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

4. મીઠો સ્વભાવ

લગ્ન કરેલી મહિલાઓ ઘર અને બહાર સારી રીતે મેનેજ કરી શકે છે. તેમના ચહેરા પર હંમેશા હાસ્ય હોય છે. જેને જાળવી રાખવામાં તેમની પાસે નિપુણતા હોય છે. ખુશમિજાજ માણસની સાથે તો કોઇને પણ રહેવું ગમે. છોકરાઓને મહિલાઓમાં આ વાત જ પસંદ આવે છે.

બસ... આ ચાર મુખ્ય કારણો છે જેને લીધે યુવકો કુંવારી છોકરી કરતા પરિણીત મહિલાઓના પ્રેમમાં પડે છે અને તેમનામાં વધુ રસ ધરાવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK