યુવા ભારતમાં સૌથી વધુ યુવા HIV પેશન્ટ

Published: May 17, 2019, 13:05 IST | મુંબઈ

HIVગ્રસ્ત બાળકો અને કિશોરોની સારવાર પ્રત્યે ગંભીરતા દાખવવામાં નહીં આવે તો વર્ષ ૨૦૩૦થી વિશ્વમાં દરરોજ એંસી જેટલા યુવાનો AIDSના કારણે મૃત્યુને ભેટશે એવો ચોંકાવનારો અને આઘાતજનક આંકડો સામે આવ્યો છે

HIVગ્રસ્ત બાળકો અને કિશોરોની સારવાર પ્રત્યે ગંભીરતા દાખવવામાં નહીં આવે તો વર્ષ ૨૦૩૦થી વિશ્વમાં દરરોજ એંસી જેટલા યુવાનો AIDSના કારણે મૃત્યુને ભેટશે એવો ચોંકાવનારો અને આઘાતજનક આંકડો સામે આવ્યો છે. વર્ષ ૨૦૧૮ના અંતે બહાર પાડવામાં આવેલા UNISEFના રર્પિોટ અનુસાર દક્ષિણ એશિયામાં ભારત સૌથી વધુ યુવા HIV પેશન્ટ ધરાવતો દેશ છે. ૨૦૧૭માં આપણા દેશમાં ઓગણીસથી નીચેની વય ધરાવતાં એક લાખ વીસ હજાર બાળકો અને કિશોરો HIVગ્રસ્ત હતાં એવો ઉલ્લેખ આ રર્પિોટમાં કરવામાં આવ્યો છે. આ વર્ષે જે નવા આંકડા બહાર આવશે એમાં પરિસ્થિતિમાં સુધારો થશે એવી અપેક્ષા છે.

જોકે, વર્ષ ૨૦૧૦ની સરખામણીએ ગયા વર્ષના આંકડામાં જે સુધારો જોવા મળ્યો છે એ દર્શાવે છે કે ભારત આ દિશામાં કામ કરી રહ્યું છે. આ જીવલેણ રોગ સામે લડત ચલાવવા ૧૪ વર્ષથી નીચેની વયનાં ૭૩ ટકા બાળકોને લાઇફસેવિંગ એનિટ્રરેટ્રોવાઇરલ થેરપી (ખ્ય્વ્)ની સારવાર આપવામાં આવી હતી, જે પાછલાં વર્ષોની સરખામણીએ ૫૦ ટકા વધુ હતી. AIDSના કારણે થતાં મૃત્યુના દરમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ એમાં જોઈએ એટલી ઝડપ દેખાતી નથી. માતા દ્વારા ટ્રાન્સમિટ AIDSની બીમારી ધરાવતાં બાળકોમાંથી અડધોઅડધ બાળકો પાંચ વર્ષની વય પહેલાં જ મૃત્યુ પામે છે. વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો હાલમાં ત્રીસ લાખથી વધુ યંગસ્ટર્સ આ રોગથી પીડાય છે. જો સારવારમાં ગંભીરતા દાખવવામાં નહીં આવે તો શ્ફ્ત્ઘ્ચ્જ્ના રર્પિોટ અનુસાર ૨૦૩૦ સુધીમાં બીજા વીસ લાખનો ઉમેરો અપેક્ષિત છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK