Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમારી ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવામાં મદદરૂપ છે આ ઉકાળો, સરકારે કરી ભલામણ

તમારી ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવામાં મદદરૂપ છે આ ઉકાળો, સરકારે કરી ભલામણ

12 May, 2020 03:25 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તમારી ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવામાં મદદરૂપ છે આ ઉકાળો, સરકારે કરી ભલામણ

કોરોનાથી બચવા માટે આ વસ્તુઓનો કરો ઉપયોગ

કોરોનાથી બચવા માટે આ વસ્તુઓનો કરો ઉપયોગ


કોવિડ-19ની અસર તે લોકો પર સૌથી વધારે થાય છે જેમનું ઇમ્યૂન સિસ્ટમ નબળું હોય છે. ઇમ્યૂન સિસ્ટમ રોગ સામે લડે છે અને તમને સ્વસ્થ રાખે છે. ઇમ્યૂન સિસ્ટમને દુરુસ્ત રાખવા માટે આયુષ મંત્રાલયે ગાઇડલાઇન્સ જાહેર કરી છે, જેમાં લોકોને સલાહ આપવામાં આવે છે કે તમે પોતાના આહારમાં આવી વસ્તુઓ સામેલ કરો, જેથી તમે કોરોનાના કહેરથી બચી શકો છો.

આયુષ મંત્રાલયે કોરોનાથી બચવા માટે લોકોને આ ઉકાળાનું સેવન કરવા પર દબાણ આપ્યું છે, જેથી ઇમ્યૂનિટી બૂસ્ટ થઈ શકે. આ એવો ઉકાળો છે જેમાં ઇમ્યૂન સિસ્ટમ બૂસ્ટ કરવાનો જબરજસ્ત પાવર છે.



પીપરી મૂળ એટલે કે ગંઠોડા, સૂંઠ તેમજ કાળાં મરીના ઉપયોગથી તમારી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થશે. કોઈપણ બીમારી સામે લડવા માટે ઇમ્યૂન સિસ્ટમ મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે, જેમાં આ ઉકાળો તમારી ખૂબ જ મદદ કરે છે.


આ ઉકાળો તૈયાર કરવા માટે પીપરી મૂળ, સૂંઠ અને કાળાં મરી, તુલસીના પાનને એક લીટર પાણીમાં ઉકાળીને આ ઉકાળાનું દિવસમાં બેથી ત્રણ વાર સેવન કરવું.

પીપરી મૂળ (ગંઠોડા), સૂંઠ તેમજ કાળાં મરીના ફાયદા


ગંઠોડાનું આયુર્વેદમાં ખાસ સ્થાન છે. પીપરી મૂળના ફાયદાની વાત કરીએ તો પીપરી મૂળનો ઉપયોગ પેટના દુઃખાવા, ચહેરા પરના નિશાન મટાડવા માટે કરવામાં આવે છે. પીપરીમાં એન્ટીમાઇક્રોબિયલ તત્વ હોય છે, જે આપણાં શરીરના માઇક્રોબ્સને વધતાં અટકાવે છે.

કાળાં મરીમાં એન્ટીઑક્સીડેન્ટ હોય છે, જે આપણાં ઇમ્યૂનિટી પાવરને વધારવામાં મદદ કરે છે.

તો, ગળામાં દુઃખાવાની સમસ્યા, ટૉન્સિલ્સ જેવી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે પણ કાળાં મરીનો ઉપયોગ ખૂબ જ લાભદાયક છે.

સૂંઠની વાત કરીએ તો અદરખને સારી રીતે સૂકવવાથી તે સૂંઠ બની જાય છે. સૂંઠનો ઉપયોગ પણ આ ઉકાળામાં કરવામાં આવે છે. સૂંઠમાં પણ એન્ટીઑક્સિડેન્ટ હોય છે. જેને એન્ટીમાઇક્રોબિયલ થેરેપી પણ કહી શકાય છે. આમાં પણ એન્ટીઑક્સિડેન્ટ હોય છે.

કાળાં મરી, પીપરી મૂળ, સૂંઠમાં Vitamin K મળે છે અને આપણાં સ્વાસ્થ્ય માટે વિટામીન કે ખૂબ જ ફાયદાકારક છે. પણ મહત્વની વાત એ છે કે ખૂબ જ વઘારે માત્રામાં વિટામીન કેનો ઉપયોગ ન કરવો જોઇએ. આથી આ બધાંનો ઉપયોગ વધારે માત્રામાં કરવાથી પણ નુકસાન થઈ શકે છે. તેથી આને યોગ્ય પ્રમાણમાં લેવું આવશ્યક છે.

કેટલીવાર પીવો આ ઉકાળો?
આ ઉકાળો તમારે દિવસમાં 3થી4 વાર પી શકો છો. આ સિવાય તમે સામાન્ય ગરમ પાણીમાં તજ નાખી દેવા અને તેનું પાણી આખો દિવસ પી શકાય. આના ઉપયોગથી ગળાનો દુઃખાવાથી પણ આરામ મળશે.

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2020 03:25 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK