શું ડાયેટિંગના ચક્કરમાં તમે સૂઈ જાવ છો ભૂખ્યા પેટે, થઇ શકે છે આ નુકસાન

Published: Jun 04, 2019, 06:50 IST

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભૂખ્યા પેટે ન સૂવું જોઇએ, તો આજે જાણો આ પાછળનું કારણ તેમજ કઇ રીતે તે અસર કરે છે તમારા આરોગ્ય ઉપર.

ભૂખ્યા પેટે સૂવું આરોગ્ય માટે હાનિકારક
ભૂખ્યા પેટે સૂવું આરોગ્ય માટે હાનિકારક

કેટલીય મહિલાઓ સ્લિમ દેખાવના લાલચમાં રાતે ખાલી પેટે અટલે કે જમ્યા વગર જ સૂઈ જતી હોય છે. શું તમે જાણો છો કે આનાથી તમારા આરોગ્યને નુકસાન થઇ શકે છે.

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભૂખ્યા પેટે ન સૂવું જોઇએ, તો આજે જાણો આ પાછળનું કારણ તેમજ કઇ રીતે તે અસર કરે છે તમારા આરોગ્ય ઉપર.

આજકાલની લાઇફસ્ટાઇલ પ્રમાણે બધાંને સ્લિમ ફિગર જોઇતું હોય છે. સ્ત્રીઓમાં સ્લિમ દેખાવાનો ક્રેઝ વધ્યો છે, અને આ કારણોસર તે કંઇપણ કરવામાં પીછેહઠ કરતી નથી. હા, ભૂખ્યા પેટે સૂવું પણ તેમને યોગ્ય લાગે છે જ્યારે આ તેમના આરોગ્ય માટે નુકસાનકારક પણ હોઇ શકે છે. કેટલીય મહિલાઓ મોટાપાના ભયને કારણે રાતે જમવાનું ટાળતી હોય છે તો કેટલીક મહિલાઓ આખા દિવસના કામને કારણે થાકીને સૂઇ જતી હોય છે. તો કેટલીક મહિલાઓને એવો ભ્રમ છે કે રાતે જમીને સૂવાથી ખોરાક ડાયજેસ્ટ થતો નથી, જેના કારણે ગૅસની તકલીફ થાય છે અને તેને કારણે હાડકામાં દુઃખાવો થાય છે. પણ જ્યારે આ બાબત વિશે અમે ડૉક્ટર સાથે ચર્ચા કરવામાં આવી તો ડૉક્ટરે જણાવ્યું કે રાતે ખાલી પેટે સૂવાથી અનેક બીમારીઓ થાય છે.

વજન વધવું

Weight Put On

મોટા ભાગની મહિલાઓ શરીર વધી જવાને કારણે રાતનો ખોરાક લેવાનું ટાળતી હોય છે, પણ આ વિચારવું અયોગ્ય છે. ડૉક્ટર્સનું કહેવું છે કે ખાલી પેટે સૂવાથી વજન ઘટતું નથી પણ વધે છે. જી હાં રાતે જમ્યા વગર સૂવાથી તમારી ભૂખ વધે છે અને તેને કારણે તમને સવારે વધુ ભૂખ લાગે છે જેને લીધે તમે સવારે વધારે જમી લો છો તેની અસર તમારા વજન પર પડે છે.

મેટાબૉલિઝ્મ પર અસર

જે મહિલાઓને રાતે જમ્યા વગર સૂઈ જવાની આદત હોય છે, તેમના મેટાબૉલિઝ્મ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તેમના શરીરના ઇન્સ્યુલિન લેવલ પર પણ અસર પડે છે. આ આદત તમારા મેટાબૉલિઝ્મ પર અસર કરીને તમને ઘણી બીમારીઓનો શિકાર બનાવી શકે છે. ખાસ કરીને ખાલી પેટ સૂવાથી કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ પર પણ અસર પડે છે.

આ પણ વાંચો : રાતે સુતા પહેલા તમારે શું પહેરવું જોઇએ, શું નહીં, જાણો અહીં

આખો દિવસ થાક અનુભવાય છે

Tired

એક કહેવત છે જે કદાચ તમે ક્યારેક સાંભળી હોય તો, સવારે રાજાની જેમ જમવું જોઇએ, દિવસે સાજકુમારની જેમ અને રાતે ભિખારીની જેમ જમવું જોઇએ. તેથી જ ઘણી મહિલાઓને એવું લાગે છે કે તેમણે રાતે જમવાની જરૂર નથી. પણ શું તમે જાણો છો કો શરીર 24 કલાક એનર્જી પ્રૉડ્યુસ કરે છે અને દર વખતે કેલરી બર્ન કરવાનું કામ કરે છે. તેથી શરીરને પોષક તત્વોની જરૂર પડે છે. રાતે ખાલી પેટે જમવાથી થાક અનુભવાય છે, જેનાથી કામ કરવાની ક્ષમતા પર અસર પડે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK