ક્યાંક તમે વકોર્હૉલિક તો નથી બની રહ્યાને?

Published: 4th November, 2011 20:46 IST

જો તમારી લાઇફમાં ખાવા, પીવા અને સૂવાનું સ્થાન તમારા કામે લઈ લીધું હોય તો હવે સમય આવ્યો છે તમારા ટુ-ડૂ લિસ્ટમાં બીજી કેટલીક ચીજોનો ઉમેરો કરવાનો જેનાથી આ કામનું વ્યસન ઓછું કરી શકાય. તો જાણો આ વકોર્હૉલિઝમથી છુટકારો મેળવવાની કેટલીક ટિપ્સ.વકોર્હૉલિઝમનાં કારણો

કામ હી કામ, નો આરામ : ડેડલાઇનની અર્જન્સી, કૉમ્પિટિશન અને કામનું પ્રેશર મોટા ભાગે લોકોને પોતાની લિમિટ કરતાં વધારે કામ કરવા પર મજબૂર કરી દે છે અને આવા સમયે તમે પોતાની પર્સનલ લાઇફને ભૂલીને ક્યારે કામના વ્યસની બની જાઓ છો એની તમને પોતાને પણ ખબર નથી પડતી. જ્યારે તમે કલાકોના કલાકો તમારા કમ્પ્યુટર સ્ક્રીનની સામે જ બેઠા રહો અને નકામા કાગળ પર પણ પાઇ ચાર્ટ અને બાર ડાયગ્રામ જ બનાવતા રહો ત્યારે આ બિહેવિયર તમારી પર્સનલ અને સોશ્યલ લાઇફને અફેક્ટ કરે છે તેમ જ એનાથી હેલ્થનો પણ ખાતમો થાય છે તેમ જ તમે વકોર્હૉલિક એટલે કે કામના વ્યસની બનતા જાઓ છો.

સમય નથી : ગમે તે ફીલ્ડના પ્રોફેશનલ્સ પોતાની કરીઅરના એક સ્થાને તો વકોર્હૉલિક થઈ જ જાય છે. જેનું કારણ છે કામ ઉપરાંત બીજી કોઈ પણ બાબત માટે સમય ન હોવો. કેટલીક વાર ઑફિસમાં કોઈ પ્રોજેક્ટ એટલો લાંબો ખેંચાઈ જાય છે કે બીજું કંઈ વિચારવાનો સમય રહેતો નથી અને એ વાતનું શ્રેય જાય છે ક્લાયન્ટ્સની અર્જન્ટ જરૂરિયાતો અને ડેડલાઇન્સને. એને લીધે એક જ કામમાં આપણે મોનોટૉનિયસ થઈ જઈએ છીએ અને સામે આવેલી કોઈ ચીજ નથી દેખાતી કે પછી જોવા છતાં ન ધ્યાન નથી આપી શકતા. કારણ એક જ છે કે બીજે જોવાનો ટાઇમ જ ક્યાં છે? આવા જ સમયે તમે ઘણાને કહેતા સાંભળ્યા હશે કે મારી પાસે તો માથું ઊંચકવાનો પણ ટાઇમ નથી.

કૉમ્પિટિશન : બીજા સાથી કામદારો સાથે હરીફાઈ કરવાના ચક્કરમાં આપણે પોતાને ભૂલી જઈએ છીએ. એ પણ ભૂલી જઈએ છીએ કે આપણી પોતાની લિમિટને ક્ષમતા કેટલું કામ કરી શકવાની છે. બધાથી આગળ વધવાની ઘેલછા, નામના, વખાણ મેળવવાની ઇચ્છા અને બધામાં શ્રેષ્ઠ બનવાના ગાંડપણ પાછળ વકોર્હૉલિક બની જવું સ્વાભાવિક છે.

વકોર્હૉલિક માટે વર્કેબલ સૉલ્યુશન

કામને હાવી ન થવા દો : કામ તમારા પર હાવી થઈ જાય એ પહેલાં પોતાની જાતને સજાગ રાખો કે તમે આ કામના વ્યસનની જાળમાં ફસાઈ ન જાઓ.

બીજી પ્રવૃત્તિઓ માટે સમય ફાળવો : કામમાંથી થોડો સમય ફરજિયાત બીજી પ્રવૃત્તિઓ માટે ફાળવો, કારણ કે બ્રેકની બધાને જરૂર પડે છે. કામના હેવી શેડ્યુલમાંથી થોડો બ્રેક મળશે તો માઇન્ડ રીફ્રેશ થશે અને કામ વધુ સારી રીતે કરી શકાશે. આમ પોતાના કામ માટે જ ભલે પણ બ્રેક લો. 

ફ્રેશ રહો : બ્રેક મળે ત્યારે મ્યુઝિક સાંમળો, પોતાના પ્રિયજન સાથે વાત કરો, તમને ગમતું હોય એવું પુસ્તક વાંચો કે પછી કોઈ રમત રમો. આવી પ્રવૃત્તિઓ તમને ફ્રેશ રાખશે તેમ જ કામમાંથી તમારું ધ્યાન બીજી તરફ ખેંચશે, જેથી તમે વકોર્હૉલિક બનતા પોતાની જાતને રોકી શકશો. 

પ્રેશરાઇઝ ન થાઓ : કોઈ બીજાની પ્રગતિ જોઈને જેલસી આવશે તો તમે પોતાના પર ભાર મૂકશો અને આમ કામનું વ્યસન થશે. પોતાની રીતે આગળ વધો અને પોતાની એક જુદી જ ઓળખાણ બનાવો, કારણ કે કોઈ બીજાની પ્રગતિથી ઈર્ષા અનુભવીને આગળ વધવાની કોશિશ કરશો તો એમાં તમે પોતાનું જ નુકસાન કરશો. એટલે સામેવાળી વ્યક્તિ કે વધતી હરીફાઈને જોઈને પોતાને પ્રેશરાઇઝ ન કરો.

હેલ્પ લો : બધું હું જાતે જ કરીશ એવું હુંપણું છોડી દો. એના કરતાં જો બીજાની હેલ્પ કે સલાહ લઈને કામ કરશો તો કામનો ભાર વહેંચાઈ જશે તેમ જ તમારા એકલા પર પ્રેશર નહીં આવે. વકોર્હૉલિઝમ તમારી સોશ્યલ લાઇફ તેમ જ મેન્ટલ અને ફિઝિકલ હેલ્થને નુકસાન પહોંચાડે છે માટે એના ભાર નીચે દબાઈને કામને વ્યસન બનવાથી રોકવામાં આવશે તો જીવનમાં વધારે ફાયદો થશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK